Love Marraige - 5 books and stories free download online pdf in Gujarati

લવ મેરેજ - વાત વ્યથાની - ભાગ - ૫

લવ મેરેજ - વાત વ્યથાની

( ભાગ - ૫ )

"મારા લગ્ન બહું જ સમજણવાળી વ્યક્તિ સાથે થયા છે અને અમારો ઘર સંસાર ખુબ સારી રીતે ચાલે છે. હા, એક વાત છે - મારી પત્નીને મેં ક્યારેય દુ:ખ પહોંચે એવું વર્તન કર્યું જ નથી ઊપરાંત અમારે મિત્ર કરતાં વિશેષ સ્વભાવ મળતાં આવે છે."

"વાહ..." - આકાશ પાર્થિવની વાતોમાં ખુશ થઈ ગયો.

આકાશ અને એશ્વરીનો સંબંધ અહીં સુધી પહોંચી ગયો એમાં 'આકાશ' - એશ્વરી અને તેનાં ભાઈને જ જાણે છે, ઓળખે છે. તેમ 'એશ્વરી' પણ ફક્ત આકાશને જ ઓળખે છે. બંનેએ એવું વાતાવરણ ઊભું કર્યું કે, એકબીજાનાં ઘર આ લવસ્ટોરીને જાણી ગયા પણ ઘરેલું વ્યવહારથી દુર રહે છે. એ પાછળનું કારણ લગ્ન સુધીની સરપ્રાઈઝ છે. આકાશે તેમનાં માં-બાપને એશ્વરીનો ફોટો બતાવ્યો છતાં એને રૂબરૂ મળાવતો નથી. એશ્વરી એ તો તેમનાં ભાઈ સાથે આકાશની મિટીંગ કરાવી દીધી.

બસ, ઈનફ..

"પપ્પા - ફ્રી માઈન્ડ કરવા ટુરમાં...??"

ત્યાં વચ્ચે આકાશની મમ્મી બોલ્યા,

"હા, તેમને એશ્વરી સાથે ફરવા જવાની મંજુરી આપો"

"મમ્મી, તમને કેમ ખબર?"

"તારી વાત ઊપરથી ખબર પડી જાય બેટા! - માં છું તારી"

"આ તમને બંનેને કેવી રીતે જાણી લો છો?" - આકાશ આશ્ચર્યમાં પડી ગયો

"એ તો ખુબી છે" - આકાશનાં પપ્પા સ્માઈલી ફેસમાં બોલ્યા,

"ઓહ! તો હવે મને નહીં કહો એમને!" - આકાશે વધુ આગળ જાણવાની કોશિષ ન કરી

મિત્રથી વિશેષ અને એક-એક ક્ષણની ઊણપ રાખ્યાં વિના માં-બાપની ફરજ નિભાવતા દંપતીએ તેમના દિકરા આકાશને 'એશ્વરી' સાથે જવાની 'હા' કહી મંજુરી આપી. સામે એશ્વરી પણ ઘરેથી તેમનાં ભાઈની પરવાનગી લઈને તૈયાર છે. બધો જ સામાન પેકિંગ થઈ ગયો અને ઘરેથી ડ્રાઈવર આકાશને રેલવે સ્ટેશન મુકવા આવે છે. રસ્તામાં એશ્વરીને પિકઅપ કરી લીધી.

લાંબી સફરનાં અંતરો કાપીને પહોંચેલ શિમલા. હિમાચલ પ્રદેશમાં આવેલ હનિમુન લોકેશન શિમલા પર આકાશ અને એશ્વરી ફરવા માટે પહોંચ્યાં. જબરદસ્ત ઈન્ટેરિયર અને મોહક લોકેશન પર બનેલ એ 'એવરગુડ' લક્સરી હોટેલ. આકાશે પહેલેથી જ બરોબર રૂમની બારીમાંથી બહારનો કુદરતી નજારો સ્પષ્ટ દેખાય એ જ રૂમનું બુકિંગ કરાવ્યું હતું.

એશ્વરી ફ્રેશ થઈને શરીરથી ફ્રી રહી શકાય એવાં પહેરવેશમાં બારીની કિનારીએ માથું ટેકવી ખુબસુરત નજારાનો આનંદ લઈ રહી છે. આકાશ બાથરૂમમાંથી ગરમ પાણીથી ફ્રેશ થઈને બહાર નીકળ્યો.

"આકાશ - શું મસ્ત લોકેશન છે બહાર તો"

"હા - તને ગમ્યું ને?"

"હા, બહું જ મસ્ત જગ્યા છે યારરરર..."

"મને ખબર હતી. તને ગમશે એટલે જ મેં શિમલા પસંદ કર્યું છે અને ખાસ તો આ હોટેલ"

"વેરી નાઈસ, માય ફ્યુચર હસબન્ડ"

હોટેલ બહારનું અલૌકિક વાતાવરણ. ધીમે ધીમે પડતો સફેદ બરફનો વરસાદ. ધરતીએ બરફની ચાદર ઓઢી લીધી હતી. ઠંડીથી ભરેલ પવનની લહેર. આવી આબોહવા મનમાં અદભુત રોમાન્સ જગાડતી હતી. બંને હોટેલથી બહાર નીકળીને બરફનાં ઢેરમાં મસ્તી કરવા લાગ્યા. સ્લાઈડીંગ કર્યું અને જાણે દુનિયાથી કોઈ સંબંધ નથી એમ તમામ સુખ-દુ:ખ ભુલી ફક્ત એકબીજા સાથે મસ્તી મજાકમાં સમય પસાર કરતાં હતાં. આ નવાં માહોલથી રોજિંદા જીવનમાં કંટાળેલ મનને નવી તાજગી આપવાનો સમય.

કેમેરાની સ્ક્રિન પર ફક્ત બે જ વ્યક્તિઓ કેદ થાય છે - 'આકાશ' અને 'એશ્વરી'. એ ભવિષ્યનાં પતિ-પત્ની એક-એક ક્ષણને જીવે છે. હાલ જે સમય માણી રહ્યાં છે એ બંનેએ તેમનાં જીવનકાળ દરમિયાન ક્યારેય અનુભવ્યો નથી(ખાસ તો પ્રેમી સાથે ફરવાની મજા અલગ હોય).

ઠંડીમાં ઠુઠવાતું એ બે વ્યક્તિનું શરીર એકબીજાને બાહોમાં લઈને હુંફ આપતા ફોટા ક્લિક કરતાં થાકતું નથી. મોબાઈલની ગેલેરીમાં સેલ્ફીઓનો ઢગલો થઈ ગયો.

સાંજ થવાનો સમય ધીમે ધીમે થાય છે. તાપમાનનો પારો નીચે ગગડતો જાય છે. ઘડિયાળ ચાર વાગીને ત્રીસ મિનીટ બતાવી રહી છે. શહેરી વાતાવરણથી થોડાં દિવસો અલગ માહોલ મહેસુસ કરવા નિકળેલ વ્યક્તિઓને ખુબ આનંદ આવે છે. બંને સાંજનો સમય થતાં આજુબાજુનાં લોકેશન નિહાળવા નિકળી પડ્યાં.

કાર ફટાફટ અંતર કાપી રહી છે. ડ્રાઈવર એક પછી એક ફરવા લાયક સ્થળ બતાવતો ફરે છે.

"સરજી, યે દેખીયે આપકો મજા આ જાયેગા"

ડ્રાઈવર ત્યાંની પ્રખ્યાત ભગવાનની હવેલી બતાવે છે. દર્શન કરી ફરી ગાડી આગળ ચાલવા લાગી.

"સાહબ, લગતા હૈ આપકા દોનોં કા શાદી અભી હી હુઈ હૈ?" - ડ્રાઈવરે બંનેને જોઈને પુછ્યું

આકાશ અને એશ્વરી હસવા લાગ્યા. એશ્વરી આકાશનાં ખભા પર માથું ઢાળી હસતી રહી. આકાશે જવાબ આપ્યો,

"હુઈ નહીં શાદી હોનેવાલી હૈ"

"અચ્છા, ઐસા હૈ..તો ચલો મેરી ઔર સે બધાઈ કા કોન્ગ્રેચ્યુલેશન"

બંનેએ એકસાથે થેંક્યું કહ્યું.

બધે ફરી ફરીને એ યુગલ ફરી બુક કરાવેલ હોટેલ પર પહોંચ્યું.

આજ તો એશ્વરીને સેક્સી લેડીનો ખિતાબ આપવો જોઈએ. શોર્ટ કેપ્રી અને બ્લેક ટી-શર્ટમાં ફ્રેસ મુડમાં તાજગીમાં હસતો ચહેરો. આકાશ તેમનું ખુલતું નાઈટ ટ્રેક પહેરેની એશ્વરીનાં હાથમાં હાથ નાખી લાંબી વાતોનું લિસ્ટ ખોલી રહ્યો હતો. બંને એકબીજાનાં ચહેરા પર અલગ પ્રકારની ઊર્જા મહેસુસ કરી રહ્યાં છે. "દિવાલને પણ કાન હોય", એ દિવાલોને આજ ચુપચાપ રહેવું પડશે - અંતે વાત તો બે પ્રેમીઓનાં મિલનની છે.

એશ્વરીનાં વાતોનો સેક્સીટોન આકાશ મહેસુસ કરી રહ્યો છે. એશ્વરી આકાશની છાતીનો ગરમ અહેસાસ લઈ રહી છે. સમયે રોમાન્સ ભરપુર ફેલાવી ભાન ભુલાવી દીધી છે. આકાશ અને એશ્વરી બંને એકબીજાનાં આલિંગનથી છુટા પડવા માંગતા નથી. આજ ઓફિસની ચિંતા કે દુનિયાની ફિકર નથી. હજારો કિલોમીટરની સફર જો આનંદ ન આપે તો એ સફર શું કામની!!

નરમ ગાદલાનો સહારો ઉત્સાવે છે. બંનેનો સાથ એકબીજાને હુંફ આપે છે. સિલિંગની રોમાન્સ ભરી સ્કીન કલરની લાઈટો બંનેનાં શરીરને નાઈટશુટમાં ચમકાવે છે.

એશ્વરી તેમની નાજુક અદાથી બોલી,

"આકાશ...." અને આકાશ જાતને રોકી ન શક્યો. હોઠથી હોઠને ચુમવા લાગ્યો. લીપકિસીંગ...

"એશ્વરી - આય લવ યુ વેરી મચ"

"ઓહ!! તો તમે મને લવ કરો છો એમ!!" - આટલું કહીને એશ્વરી આકાશનાં હોઠ પર ચુંબન દઈ બેઠી

"બસ - બસ - બસ, હજું લગ્ન બાકી છે..." આકાશે એશ્વરીને રોકવાનો પ્રયત્ન કર્યો.

"સહેજ નજીક આવો તો એક વાત કહું.." - આકાશ એશ્વરીની વધુ નજીક આવ્યો

"હજું લગ્ન બાકી છે ને! એટલે જ" એશ્વરી અહીંથી બોલતાં અટકી ગઈ. તેને આકાશ સાથેની ઉત્સુકતા વધારી

આકાશ બોલ્યો, " હા - તો..?"

"તો..?"

"તો...શું?"

એશ્વરી આકાશનાં એ 'તો' ના જવાબમાં ફરી હોઠ પર ચુંબન કરવા લાગી.

ટ્રીન....ટ્રીન......ટ્રીન...

આ હોટેલનાં રૂમનો લેન્ડલાઈન ફોનનો અવાજ છે.

"હેલ્લો, સરજી કુછ કોલ્ડ્રીંકસ યા પીને કે લીયે કુછ ચાહીયે?"

"યસ, એક કામ કિજીયે - અચ્છી સી બ્રાન્ડ ભેજ દો"

"કૌન સી?"

"અરે બ્રધર, જો ભી અચ્છી હો"

આકાશ અને એશ્વરી વચ્ચેનાં આ ફોન કોલે ભંગ પાડ્યો હતો. ત્યાં બે મિનીટમાં જ વેઈટર સુંદર ટ્રે માં શરાબની બોટલ અને ગ્લાસ આપવા આવ્યો. એ વેઈટર બંનેની "સેફ્ટી"ની વસ્તુ પણ સાથે આપી ગયો.

"આકાશ, આ...?"

"જસ્ટ વેઈટ ડાર્લિંગ"

રૂમનાં દરવાજાને આકાશે બે સ્ટોપર લગાવી,

"એશ્વરી કમ હિયર"

આકાશે બે શરાબનાં ગ્લાસ બનાવ્યાં. એ ટેબલ પરથી બંને હાથે ગ્લાસ ઊઠાવી એશ્વરીની નજીક ગયો. આકાશને માનવામાં ન આવ્યું. એશ્વરીએ કોઈ જાતનાં પ્રશ્ન વગર એ આકાશનાં હાથમાંથી ગ્લાસ લઈને શરાબને પીવા લાગી. આકાશ આ બધું જોતો હતો,

"યુ કેન સ્ટાર્ટ અ ડ્રીંક્સ" - એશ્વરી આટલું બોલી એમાં આકાશ હસવા લાગ્યો

"કિસી કો વાઈફ મિલે તો ઐસી"

એ બંને લવર એ ગ્લાસમાંનો શરાબ પી ચુક્યા હતાં.

"ખબર છે આકાશ તમે વિચારમાં છો કે, મેં ડ્રીંક્સ માટે કેમ કોઈ જાતનો પ્રશ્ન ન કર્યો!"

"હા, સાચું"

એશ્વરીએ આકાશનાં ખભા ઊપર બંને હાથ રાખ્યાં, થોડો ઊંડો શ્વાસ ભરી પછી બોલી,

"આકાશ - હું તમને એટલો પ્રેમ કરું છું જેની કોઈ હદ નથી. મેં મનોમન નક્કી કર્યું છે, જે તમને પસંદ છે અને જે તમને પસંદ પડશે એ જ હું કરીશ"

"ઓહ! સો સ્વીટ - સ્વીટું"

"મને ડ્રીંક્સ કરવામાં પણ કોઈ વાંધો નથી. બસ, સાથે જો તમે હોય. મને એક પ્રોમિસ આપો કે, જિંદગીમાં તમે મને અત્યાર જેવો જ પ્રેમ કરતાં રહેશો"

"એશુ, અમુક વાત શાબ્દિક નથી હોતી. સાચું યાર હું તને સમજાવી નથી શકતો પણ તારા પ્રેમમાં આંધળો છું"

એશ્વરીએ હાથની હથેળી ખુલ્લી કરી આકાશ સામે રાખી, આકાશે એ હથેળીમાં તેમનો હાથ આપ્યો,

"હું તને પ્રોમિસ આપું છું - એશ્વરી. યુ આર માય હાર્ટ. જીવનની દરેક ક્ષણે તારો સાથ આપીશ. તારી ચાહતની તૃષ્ણા મારા મનમાં ક્યારેય ઓછી નહીં થાય"

"સો સ્વીટ ડાર્લિંગ" - એશ્વરી આકાશને વળગી પડી

આકાશે એશ્વરીનાં આખા શરીરને ગરમી આપી ઊર્જાથી ભરપુર કરી નાખ્યું,

"આકાશ આપણો સંબંધ તો સાચો છે. એમાં આજ આ બધું..."

"જાણું છું હું બધું - તું જે આગમાં બળે છે, એ જ આગમાં હું વધુ અત્યારે બળી રહ્યો છું. એક પણ શબ્દ આગળ નહીં બોલતી..."

આકાશે એશ્વરીનાં હોઠ પર ચુપ રહેવા માટે આંગળી રાખી દીધી.

વધુ વાંચો આવનાર ભાગમાં...

- Ravi Gohel

ravigohel1912@gmail.com