Love Marraige - 6 books and stories free download online pdf in Gujarati

લવ મેરેજ - વાત વ્યથાની - ભાગ - ૬

લવ મેરેજ - વાત વ્યથાની

( ભાગ - ૬ )

આકાશે એશ્વરીનાં આખા શરીરને ગરમી આપી ઊર્જાથી ભરપુર કરી નાખ્યું,

"આકાશ આપણો સંબંધ તો સાચો છે. એમાં આજ આ બધું..."

"જાણું છું હું બધું - તું જે આગમાં બળે છે, એ જ આગમાં હું વધુ અત્યારે બળી રહ્યો છું. એક પણ શબ્દ આગળ નહીં બોલતી..."

આકાશે એશ્વરીનાં હોઠ પર ચુપ રહેવા માટે આંગળી રાખી દીધી.

ક્રમશ:

“આજ હર એક સંબંધોની સીમા તોડવા માંગું છું”

“એ કેટલું યોગ્ય રહેશે” – એશ્વરી થોડાં રોમાન્સનાં માહોલથી બહાર આવીને બોલી

“એશ્વરી – જો તને આપણો સંબંધ અહીં સુધીનો યોગ્ય લાગ્યો તો, આજ આપણું મિલન યોગ્ય નહીં લાગે?”

“હા – હા કેમ નહીં – મારે જિંદગીની હર એક પળમાં તમારો સાથ આપવો છે પણ...” એશ્વરી અહીંથી બોલતી અટકી ગઈ,

આકાશનો એશ્વરીનાં ગરદન પર ફરતો હાથ અટકી ગયો, “એશ્વરી શું થયું?” રોમાન્સ ભરેલ માહોલ ગરમ બન્યો એવો અહેસાસ થયો.

“આકાશ, આજ એક વાતનો ખુલાશો કરવો છે. અગાઉ પણ ઘણી કોશીષ કરી તમને કહી જ દઉં પણ હિમ્મત કરી જ ન શકી”

“એશ, જે કાંઈ હોય એ ખુલ્લા મને વાત જણાવ – મને કોઈ વાંધો નથી”

“મારી વાત સાંભળ્યા પછી તમે આ જ શબ્દો બોલો કે, મને કોઈ વાંધો નથી એવી આશા રાખું છું”

એશ્વરીને સંબંધ તુટવાનો ડર સતાવતો હતો. આકાશ સાથેની જિંદગીની નાવ અહીં સુધી પહોંચી ગઈ તેમાં એ વાતનો ખુલાશો ક્યારેય થયો જ નથી. આજ આકાશ ને વધુ ઉતેજીત જોઈ એશ્વરીથી રહી ન શકાયું અને અંતે વાતની જાણ કરવાં સક્ષમ બની જ ગઈ.

“આકાશ – મને છોડશો તો નહીં ને?”

આકાશે એશ્વરીનાં કપાળ પર હળવું ચુંબન આપ્યું,

“બિન્દાસ્ત મનથી જણાવ – તું જરા પણ ચિંતા ન કર, મને તારી સાથે સાચો પ્રેમ છે ફક્ત વાતો જ કરું છું એવું નથી”

એશ્વરીએ આકાશની બાહોનો સહારો છોડ્યો, વાળ સરખા કરીને એકદમ આકાશની સામે બેસી ગઈ. આખરે આકાશનાં હિમ્મતી શબ્દોથી તેનામાં શક્તિનું સ્ફુરણ થયું અને કમજોરમાંથી મજબૂત બની.

“હું ક્યારેય માં નહી બની શકું, જ્યારથી હું પરિપક્વતાની હદ સુધી પહોંચી ત્યારથી આજ સુધી અનિયમિત માસિક ચક્રથી પરેશાન છું”

એશ્વરીએ જે કહેવાનું હતું એ કહી દીધું. બંનેની આંખો એકબીજાની સામે એકબીજાને જ નિહાળી રહી છે. આકાશ સામે કોઈ મોટી વાતનો પહાડ આવી ગયો હોય તેવો માહોલ બની ગયો. એશ્વરી અને આકાશ વચ્ચેનો રોમેન્ટીક માહોલ સાવ વિખરાય ગયો. આકાશ સામેની પરિસ્થિતિ પણ કાંઈ નાની નથી!! જે વ્યક્તિ ખુદ તેની ખામી ખુદ મોઢેથી બોલે છે તેને સ્વીકારવી કે કેમ? છતાં ખરડાયેલ અવાજે આકાશે બહુ ઓછાં શબ્દો ઉચાર્યા,

“તો તેનો કોઈ ઈલાજ અથવા કારણ શું?”

“મારામાં પહેલેથી શારીરિક ખામી રહી છે જેનો કોઈ ઈલાજ સો ટકા છે - એવું ડોકટરો પણ કહીં શકતા નથી, નામી ડોકટરોને મળી ચુકી છું હું”

“તો અત્યાર સુધી કેમ વાત ન કરી”

આકાશનાં શબ્દોનાં સુર અલગ અવાજથી રણક્યાં. એશ્વરી પ્રત્યેનો ફેરફાર ચોખ્ખો નજરે આવે છે.

“મને પહેલેથી ડર હતો કે, તમને આ વાતની જયારે પણ જાણ કરીશ ત્યારે સંબંધોની આગળ પૂર્ણવિરામ લાગી જશે એટલે....”

આટલું એશ્વરી બોલી ત્યાં આકાશ બેડ પરથી ઊભો થઇ ચુક્યો હતો. તેની નજરમાં એશ્વરી પરથી પ્રેમ ગાયબ થયો હોય એવું લાગે છે. નજર એક છેતરામણીની દ્રષ્ટિથી જુએ છે. એશ્વરીની સચ્ચાઈને માન્ય રાખવી કે સામેથી નજરે આવેલ ભવિષ્યને સ્વીકારી લેવું. ચુપચાપ એશ્વરીની વાતો સાંભળી રહેલ આકાશ – એશ્વરીને કોઈ વાતનો જવાબ સીધો આપવા રાજી નથી.

“તો પ્રશ્ન તારી જિંદગીમાં છે એનો કાયમી રસ્તો હું શું કામ બનું. મારા પણ કોઈ અરમાન તો હોય ને! મારા માં – બાપને આ વાતની જાણ થશે તો શું થશે”

“મારી જે હકીકત છે એ મનથી ડર રાખીને જણાવી છે – મને ખબર જ હતી કે, તમે આ સ્વીકારી નહીં શકો”

“હા – તો બરોબર જ છે ને! - હું મારી સુખી જિંદગીમાં તારા દુઃખનો ભાગ શું કામ બનું?”

બસ, હવે કઠોરતાની પણ કોઈ હદ હોય. કઠોર શબ્દો સાંભળવાની હદ તુટી ગઈ. એશ્વરીની આંખો નીર વરસાવી રહી છે. જિંદગીમાં ખુશી આવે એ પહેલાં જ પાણીનું પુર આવી ગયું. આજ સુધી કોઈ વ્યક્તિને મનથી પ્રેમ કરવામાં અને લગ્ન જેવાં બંધન સુધી પહોંચવામાં એશ્વરી એટલે જ પાછળ હતી. આકાશ પર એશ્વરીનાં બેનામ આંસુઓની કોઈ જ અસર નથી. એકબીજાનાં જે લાગણીનાં સંબંધો હતાં તે ગરમીમાં બરફ માફક પીગળી ચુક્યા. એશ્વરીને જિંદગી કઈ તરફ લઇ જશે? અને આકાશને બધી વાત સ્વીકાર્ય રહેશે કે નહીં? – આવા અનેક પ્રશ્નોનાં જવાબો એશ્વરીનાં કાન આકાશનાં મુખનાં શબ્દો સાંભળવા માંગે છે. હજું તો વાત કહી ત્યાં તો આકાશે એશ્વરીની સામે નજર મિલાવવાનું બંધ કરી દીધું તો જવાબ શું હશે એ કેમ અનુમાન લગાડવું. છતાં પણ એશ્વરીએ આંસુને હાથથી લૂછતાં આકાશને ફરી પૂછ્યું,

“તમને મેં ખુલ્લા મને બધું જણાવી દીધું હવે નિર્ણય તમાર પર છે. – આકાશ અને એશ્વરી એક થશે કે આકાશ અને એશ્વરી એક - એક રહી જશે”

“મારો તને એક જ પ્રશ્ન છે – તો અહીં સુધી સંબંધમાં સાથ આપ્યો પણ પહેલાં વાત કેમ ન જણાવી?”

“મેં કહ્યું ને, મને ડર હતો કે તમે છોડી દેશો અને આજ સુધી મેં કોઈને મારા દિલમાં જગ્યા આપી નથી – કેમ કે, હું તો જાણું જ છું કે, મારી મોટી તકલીફ શું છે”

એશ્વરી બેડ પરથી નીચે ઉતરીને ખૂણામાં ઊભેલાં આકાશ સુધી પહોંચી. ભીની આંખોમાં જિંદગીની ભીખ માંગતી કરૂણા નજરે તરતી હતી. તેને આકાશનો હાથ પકડીને આકાશનું મોં તેમની સામે કર્યું,

“આકાશ – શું તમે મને અહીંથી આગળ સંબંધ માટે અપનાવશો?”

જેમ આકાશની આખી જિંદગીનો સવાલ છે તેમ એશ્વરીની પણ આખી જિંદગીનો સવાલ છે (પહેલેથી દુઃખી જિંદગીને હવે વધુ દુઃખ મળતા કોઈ ફેર પડતો નથી!).

એશ્વરીએ ફરી પ્રેમનાં અવાજથી પૂછ્યું,

“આકાશ – તમે મને અપનાવશો? - તમને કોઈ વાંધો તો નથી ને?”

ચુપચાપ બંને હાથોને ખિસ્સામાં નાખી ઊભેલાં આકાશને જોઈ એશ્વરી અવઢવમાં છે.

“આકાશ મને જવાબ આપો – આપનાં બંનેની જિંદગીનો સવાલ છે”

અંતે આકાશ બોલ્યો,

“આપણે બંને અહીં શિમલા સુધી આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે આવ્યા હતાં?”

એશ્વરીએ જવાબ આપ્યો, “ના જરાય નહીં પણ મેં તમને સાચી ને’ ખુલ્લા મનથી વાત જણાવી દીધી છે હવે નિર્ણય તમારા પર છે”

“ઓહહ! તો હવે આપનાં બંનેની જિંદગી મારા એક ‘હા’ અથવા ‘ના’ કહેવાથી આગળ વધશે એમમમ..”

“હા, હવે તો એ જ છે – કહાની તો સંભળાવી દીધી તમને – તેને આગળ વધારવી કે અહીંથી સમાપ્ત કરવી, ડીપેન્ડ ઓન યુ”

“ઓકે – તું જ બોલ ને, મારે શું કરવું જોઈએ?”

“હું થોડી તમારી લાઈફનો નિર્ણય કરી શકું – આખરે હજું હું કોણ?”

“તો વિચાર હું શું કરીશ?” – આકાશ હજું એશ્વરીને પ્રશ્નોમાં ઉલજાવે છે

“કેમ ખબર....!! મને ફક્ત મારી ખબર છે. તમે મને છોડો કે અપનાવો – હું તો તમને પસંદ કરું છું – પ્રેમ કરું છું અને આજીવન કરતી પણ રહીશ. મારી રણ જેવી સુકી જિંદગીમાં કોઈનું આગમન શક્ય નથી. એમાં તમે જ સ્ટાર છો અને રહેશો”

બાજુમાં પડેલ પાણીની બોટલ હાથમાં લઈને આકાશે ઠંડા પાણીની બે ઘૂંટ મારી બાદ બોટલને એશ્વરીને આપી. બંનેએ નજર થી નજર મિલાવી. એશ્વરીએ પણ પાણીની જરા અમથી ઘૂંટ મારીને બોટલને બાજુમાં પડેલ ટેબલ પર મૂકી. એશ્વરીની નજર આમતેમ ઘુમતી હતી. આંખમાં આંસુનાં બિંદુ ચિત્રને ધૂંધળું કરે છે. ખુદ પોતાની જિંદગીનો હક આકાશને સોપ્યો છે અને આકાશનો જવાબ સાંભળવાની રાહ જોઈ રહી હતી. હળવેથી આકાશ એશ્વરીની નજીક ગયો,

“તારે જવાબ તો આપવો પડશે”

“જવાબ મારે નહીં તમારે આપવાનો છે. હું તો તમારી સાથે હંમેશા ખુશ જ છું”

આકાશે જવાબ આપ્યો, જવાબની ભાષા કાંઈક આમ હતી. આકાશે એશ્વરીને ઊંચકી લીધી અને ફરી બેડ પર લઇ ગયો. આકાશનાં શરીરનાં વજનથી એશ્વરી હલી શકે તેમ પણ નથી. જવાબ....,

“તારે જવાબ જોઈએ છે ને? – એશ્વરી”

“હા – જોઈએ છે”

“સાંભળ તો... આ આકાશ એશ્વરી વિના રહી શકે તેમ નથી અને એશ્વરીની દરેક વાત આકાશને મંજુર છે”

“ઓહહ! સાચ્ચે આકાશ!!”

“હા, ડાર્લિંગ મને તારી કોઈ વાતથી તકલીફ નથી. ઉપરથી મને તો ગમ્યું કે તે મારી સામે સચ્ચાઈની રજૂઆત કરી દીધી”

“મને તો આશા પણ ન હતી કે તમે મારી સચ્ચાઈ જાણવા છતાં મને પ્રેમ કરશો – મને અપનાવશો”

“એશુ – સારા પાસે બધા સારા બને – મારે તારી પાસે સારું બનવું છે. એવું જરૂરી તો નથી કે લગ્ન કરો તો બાળક હોવું જ જોઈએ – આપણે બંને પણ એકબીજાને માટે જીવી શકીએ”

“વાહ!! આકાશ - તું મારી જાન છે - જાન”

“તું મારી જાન છે? એમ..” - આકાશે વાક્ય રીપીટ કર્યું

“ઓહ સોરી! – તું નહીં – તમે”

બંનેએ જિંદગીનાં મહત્વનાં નિર્ણયને સ્વીકારી લીધો. આકાશે તેમનું દિલ મોટું રાખીને એશ્વરીને બાહેંધરીથી સ્વીકારી કે, “તારી સાથે મેરેજ કરીશ”. અજબ ગજબ છે પણ આ કહાની “લવ મેરેજ – વાત વ્યથાની....”

શરાબ સાથે વેઈટર સેફટી માટેની વસ્તુ આપી ગયો હતો તેનો ઉપયોગ બંને પ્રેમીઓએ અંતે કર્યો જ. આજની રાત એશ્વરી અને આકાશનાં લગ્ન પહેલાંની સુહાગરાત બની. બંને એકબીજામાં તલ્લીન થઇ ગયાં(આમપણ ઝગડા બાદનો રોમાન્સ વધુ આનંદ દાયક હોય છે). એ રાત બસ બે પ્રેમીઓનાં સહવાસથી રાત વીતી ગઈ.

સવાર પડતા આકાશનો ફોન વાગ્યો,

“હા પપ્પા – ગુડ મોર્નિંગ”

“યસ વેરી ગુડ મોર્નિંગ બેટા – હવે તમારી શિમલા ટુર પૂરી થઇ કે નહીં?”

“બસ, બે દિવસમાં અહીંથી નીકળી છીએ. ટીકીટ પણ બુક કરાવી લીધી છે”

“સારૂં ચાલો કોઈ વાંધો નહીં”

“ઓકે”

એ ટુરમાં દસ દિવસ વીતી ગયાં અને હવે બંનેને ઘર યાદ આવી ગયું. ફરી એ જ ભાગદોડની જિંદગી – ઓફીસનાં કામ અને રૂટીન લાઈફ. ટૂંક સમયમાં એશ્વરી અને આકાશ લગ્નનાં બંધનથી બંધાશે અને બે પરિવારનો સભ્ય ગણ એક બનશે.

આકાશની કોલેજ લાઈફથી ચાલું થયેલ પ્રેમકહાનીમાં આજ પૂર્ણિમા તો જિંદગીનો હિસ્સો રહી નથી એ સ્થાને આકાશનાં દિલ પર એશ્વરીએ પગ જમાવ્યો. કહેવાય છે ને કે, જોડી તો ઉપર થી નક્કી થઇને આવે એમ અહીં પણ એવું જ બન્યું. આકાશ સાથે પૂર્ણિમાનું નહીં પણ આકાશ સાથે એશ્વરીનું નામ કાયમ જોડાઈ જશે. વર્ષ ૨૦૧૮ અને એપ્રિલ મહિનો - આકાશ અને એશ્વરીનાં લગ્નનું મુર્હત આવી ગયું.

વધુ આવતા અંકે...

Author - Ravi Gohel