Dikari bani Dikaro books and stories free download online pdf in Gujarati

દિકરી બની દિકરો

દિકરી બની દિકરો

DATE:-13/02/2018 TUESDAY TIME:-11:15 AM

આજ આપણે દિકરી બની દિકરો વિશે વાત કરીશું.

સૌ પ્રથમ આપને દિકરી વિશે બે શબ્દો જાણીશુ.

" દિકરી છે ઘર મા સહુ ની સખી, વાત એ તમે રાખજો જરૂર લખી.

કદાચ હોય પોતે એ આંતર મુખી, પણ જોવા ઇરછે એ ઘર ના સહુ ને સુખી.

ઘર મા જો નો હોઇ દિકરી, તો ચાંદી ની થાળી પણ લાગે ઠિકરી.

કરે એ ભલે સહુ ની મશ્કરી, પણ જાણશો એને ના તમે નાફિક્રી.

કોને કહ્યુ દિકરી છે પારકી થાપણ, એ તો છે આખા ઘર નુ ઢાંકણ

પ્રભુ દિકરી ને આપે છે એવુ ડહાપણ, એટલે તેની વિદાય મા સહુ ની ભરાય છે પાંપણ.

દિકરી તો છે મમતા નો ભંડાર, એનાથી રહે પ્રફુલ્લિત ઘર સંસાર.

માતા પિતા ને માટે એ મીઠો કંસાર, છતા કેમ દિકરી દિકરા માં ભેદભાવ નો વ્યવહાર !!! "

આપણે ગુજરાતી મા કેહવત છે. " દિકરી તો પારકી થાપણ કેહવાય. " હા આ કેહવત સાચી છે.

એ હુ માનુ છુ અને સમાજ મા રેહનારા માણસો પણ સારી રીતે જાણે છે. આ વાર્તા મા મારે કોઇ ના મનને દુઃખ કે લાગણી દુભાવાની કોશીશ નથી. પણ સમાજ ને આ સંદેશ દ્વ્રારા સમજાવાની કોશીશ છે.

આપણા સમાજ મા અનેક જાત ના લોકો રહે છે. દરેક ને પોતાના અધિકાર રજુ કરવાનો અધિકાર છે.

બધા ના વિચારો અલગ અલગ હોય છે. કોઇ ને સારા વિચારો હોઇ કોઇ ને ખરાબ વિચારો હોય છે. આવા ધણા બધા વિચારો વારા માણસો આપણી પ્રુથ્વિ મા રહે છે.

અમુક લોકો ને ત્યા દિકરી જન્મ લે તો એને નથી ગમતુ હોતુ અને દિકરો જન્મ લે તો ખુશી થી ઝુમી ઉઠે છે.

કેમ ભાઇ દિકરી અને દિકરા વિશે આવો શુ કામ ભેદભાવ રાખો છો. !!!

કેમ દિકરી એ તમારુ કાંઇ બગાડયુ છે. !!!

કેમ એને આ જીવન મા આવવાનો કોઇ અધિકાર નથી. !!!

આવા જ એક ગામ નો કિસ્સો જાણીયે આજે આપણે. જે દિકરી એ પોતાના મા બાપ નુ નામ રોશન કર્યુ. અને તેને સાર્થક કરી બતાવ્યુ દિકરી પણ દિકરો બની શકે છે.

એક નાના એવા ગામ મા એક ખેડુત પોતાનુ ગુજરાન ચલાવતો હોય છે. તે સાવ ગરીબ અને ખેતી પર નિર્ભર હતો. તેને બીજી કોઇ પણ જાત ની આવક ના હતી. ખેડુત ના થોડા સમય પેહલા જ લગ્ન થયા હતા. ધીરે ધીરે બન્ને એકબીજા નો સાથ આપી બન્ને નુ ગુજરાન ચલાવતા હતા. આમ તેના દિવસો સુખી થી પસાર થતા અને આનંદ થી ગુજરાન ચલાવતા. ધીરે ધીરે ખેડુત ની પત્ની ને ગર્ભ ધારણ થયો. થોડો સમય તે કામ કરતી પણ થોડા સમય પછી તેને કામ ઓછુ કરી નાખ્યુ. ખેડુત ને ધીમે ધીમે ખાવા ના સાસા પડવા લાગ્યા. એટલે ખેડુત ને થયુ લાવ ને ભગવાન પાસે માંગુ કે હે ભગવાન મારી આ પરીસ્થિતી સામે જોજો. ખેડુત ભગવાન પાસે માંગે છે. હે ભગવાન તમે મને ફ્ક્ત ને ફ્ક્ત દિકરો જ આપજો. જેથી હુ મારા જીવન નો આધાર મારા દિકરા પર રાખી શકુ. આમ ખેડુત એટલુ બોલી ભગવાન ને શ્રીફળ વધેરી ને તેમની પત્ની પાસે જઇ આ બધી વાતો કહે છે.

અને તેની પત્ની ને જઇ ને કહે છે તને તો ફ્ક્ત ને ફ્ક્ત દિકરો જ આવશે. આમ આવી વાતો કરતા કરતા દિવસો પસાર થાય છે. ખેડુત ની પત્ની ને સરકારી દવાખાના મા લઇ જાય છે. અને ઓપરેશન ચાલુ થાય છે.

થોડી વાર પછી બહાર બેઠેલા ખેડુત ને ડોકટર આવીને કહે છે ખુબ ખુબ અભિનંદન તમારે ત્યા લક્ષ્મી નો જન્મ થયો છે.

આ સાંભળી ને ખેડુત નુ મુખ ઝુકી જાય છે. અને તે પોતાને કોશવા લાગે છે. અને ત્યા રહેલા મંદિર મા જાય છે. અને કહે છે કે હે ભગવાન મે તારુ શુ બગાડ્યુ છે કે તે મને દિકરી આપી મે તને કહ્યુ હતુ મારી પરીસ્થિતી જોઇ ને મને દિકરો આપજે પણ તમે તો મારી સામુ પણ ના જોયુ આવો અન્યાય કેમ કર્યો... !!!

આમ ખેડુત મંદિર માંથી બહાર જાય છે. અને પોતાની પત્ની પાસે જાય છે. તેની પત્ની હજુ બેભાન અવસ્થામા હોય છે. થોડી વાર પછી તે ભાન મા આવે છે. અને ખેડુત ને પુછે છે કે શુ કરે છે મારો લાલો. પણ ખેડુત તેની પત્ની ને કાંઇ પણ જ્વાબ આપ્યા વગર બહાર જતો રહે છે. આમ તેની પત્ની ત્યા ઉભેલા ડોકટર ને પુછે છે. કેમ મારા પતિ મને કાંઇ જ્વાબ આપ્યા વગર ચાલ્યા ગયા. ખેડુત ની પત્ની ડોકટર ને પુછે છે શુ થયુ છે ડોકટર સાહેબ કેમ કોઇ કાંઇ બોલતુ નથી. ત્યારે ડોકટર જ્વાબ આપે છે તમારા ઘરે લક્ષ્મી નો જન્મ થયો છે. એટલે તમારા પતિ ખુબ દુઃખી છે.

આ સાંભળી ખેડુત ની પત્ની ને પણ આંચકો લાગે છે. તે પણ થોડી ક્ષણ કાંઇ બોલી શકતી નથી.

આમ તેને દવાખાના મા થી રજા આપે છે. આમ ખેડુત દિકરી અને પત્ની ને ઘરે લઇ આવે છે. થોડા દિવસ પછી તે પત્ની સાથે વાત કરે છે આપણે ભગવાન પાસે દિકરો માંગ્યો હતો પણ ભગવાને આપણી સામુ ના જોયુ અને તેને પણ આપણી પર આફત નાખી દીધી. આમ તે બન્ને વિચારે છે અને વિચારતા વિચારતા ખેડુત ના મન મા એક વિચાર આવે છે. અને તે વિચાર તેની પત્ની ને કહે છે. આપણે આ દિકરી ને રાત્રે મારી નાખી અને આપણા ફળિયા મા દાટી દઇએ. અને ગામ વાળા ને કેહવાનુ કે રાત્રે દિકરી ને કોઇ ઉપાડી ગયુ. આમ આ બન્ને આ વાત થી સહમત થાય છે. અને યોજના મુજબ બન્ને રાત્રે ગામ સુઇ જાય તેની રાહ જોતા હોય છે. આખુ ગામ સુઇ ગયુ પછી બન્ને ખાડો ખોદે છે અને દિકરી ને ખાટલા મા સુવડાવેલી હોય છે. થોડી વાર મા ખાડો ખોદાઇ ને તૈયાર થઇ જાય છે. યોજના મુજબ ખેડુત એક ધારદાર તલવાર લે છે અને તેની પત્ની ને દિકરી નુ મુખ દબાવી રાખવા કહે છે. જેવો ખેડુત પોતાની દિકરી પર વાર કરવા જાય છે ત્યા તેના પર એક જોરદાર પ્રકાશ પડે છે. અને ખેડુત ત્યા થી દુર ફેંકાઇ જાય છે. આ જોઇ ખેડુત ની પત્ની દિકરી ના મુખ પર થી હાથ લઇ લે છે. અને દોડી ને પોતાના પતિ પાસે જાય છે. પણ ખેડુત ના તો કાંઇ બોલી શક્તો હતો કે ના ચાલી શકતો હતો તેના બન્ને હાથ અને પગ ઉભા થવાની અવસ્થામા ના હતા અને તેનો અવાજ પણ જતો રહ્યો હતો. આમ ખેડુત ફક્ત જોઇ શક્તો એવી પરીસ્થિતી થઇ જાય છે. આમ ભગવાને તેને અવાચક બનાવી દિધો. આ બધુ જોઇ તેની પત્ની સમજી ગઇ કે નક્કી આ દિકરી મા કાંઇ ખાસ છે. જેથી ભગવાને આ ચમત્કાર દેખાડયો.

આમ તે દિવસ થી ખેડુત ની પત્ની તે દિકરી ને સારી રીતે રાખવા લાગે છે. ખેડુત ની આવી પરીસ્થિતી થઇ જતા તેની પત્ની પર બધા કામ નો ભાર આવી ગયો હતો. તેથી ખેડુત ની પત્ની ખેતી કામ કરી ગુજરાન ચલાવવા લાગી આમ દિવસો પસાર થાય છે. દિકરી ને ભણવા માટે સ્કુલે મોકલે છે તે દિકરી ભણવામા ખુબજ હોંશિયાર હોય છે. અને તે હંમેશા કલાસ મા પ્રથમ નંબરે પાસ થતી. ધીમે ધીમે દિકરી મોટી થાય છે તે તેના ઘર ની પરીસ્થિતી સમજવા લાગે છે અને તે માં ને મદદ કરવા લાગે છે ખેતી પર પણ તે ધ્યાન આપવા લાગે છે. આમ ખેડુત આ બધી પરીસ્થિતી જુવે છે. પણ કાંઇ બોલી શકતો નથી. એક દિવસ દિકરી તેની માં ને પુછે છે માં પિતાની આવી હાલત કઇ રીતે થઇ પણ તેની માં તેને બીજુ કોઇ કારણ આપી સમજાવી દે છે. અને તે વાત ને હંમેશા માટે ટાળી દે છે.

આમ તે દિકરી ધીરે ધીરે ખેતી પર ધ્યાન આપવા લાગે છે. અને તેથી તેની આર્થિક સ્થિતી સુધરવા લાગે છે. અને તે ભણવા માટે શહેર મા જાય છે. તેની માં તેને શહેર મા ભણવા જવા માટે ની અનુમતી આપે છે. અને પોતાનુ ધ્યાન રાખવા નુ કહે છે તે દિકરી ડોકટર નુ ભણવા માટે શહેર મા જાય છે. અને દિવસ રાત મહેનત કરે છે અને રોજ તેના માં-બાપ ને યાદ કરે છે. અને ભણવામા ખુબ ધ્યાન આપે છે. આમ દિવસો પસાર થાય છે અને દિકરી ને પરિક્ષા નજીક આવે છે તે હોંશે હોંશે પરિક્ષા ની તૈયારી કરે છે. અને થોડા દિવસોમા પરિક્ષા પુર્ણ કરી તે ઘરે પરત આવે છે. અને માં સાથે ખેતી મા મદદ કરવા લાગે છે. અને પરિણામ ની રાહ જોવે છે.

આમ તેનુ પરિણામ આવે છે અને તે રાજ્ય મા પ્રથમ નંબરે પાસ થઇ ને ડોકટર બને છે. આ સાંભળતા ની સાથે જ તેની માં ને ખુશી નો પાર રેહતો નથી. અને તેને તેની દિકરી પર ગર્વ થાય છે અને તેના પતિ ને પણ આ સમાચાર આપે છે અને ખેડુત ના આંખ માંથી આંસુ નીકળી જાય છે. પણ તે કાંઇ બોલી શકતો નથી. આમ તેની દિકરી તેના માં-બાપ ને કહે છે કે મારે તો આ ગામમા રહી ગામ લોકો ની સેવા કરવી છે. હુ મારુ દવાખાનુ આજ ગામમા કરીશ અને લોકો ની હંમેશા સાચી અને સારી મદદ કરીશ.

આમ આખુ ગામ આ દિકરી ને ફુલો થી વધાવે છે અને ગામના લોકો સારી રીતે રાખે છે. આમ દિવસો જાય છે અને દિકરી બહુજ ઇમાનદારી થી રુપિયા કમાવા લાગે છે અને ખેડુત આ બધુ જોતો હતો અને યાદ કરતો હતો કે વરસો પેહલા મે ભગવાન પાસે દિકરો માંગ્યો હતો આજ આ બધુ જોઇ ખેડુત બોલે છે કે ભગવાન તે મને ખરેખર દિકરો જ આપ્યો છે અને ભગવાન પાસે ખેડુત આંસુ થી માફી માંગે છે અને અંતર આત્મા થી બોલે છે ભગવાન મે મારી લાલચ મા આવી દિકરો માંગ્યો હતો પણ તે ખરેખર આજ મને દિકરા કરતા પણ સવાયુ આપ્યુ છે વરસો પેહલા જો મે આ દિકરી ને મારી નાખી હોત તો આજ આવી પરીસ્થિતી અને આવા સરસ મકાન મારા નશીબ મા ના હોત.

આમ દિકરી આખા ગામ મા સરસ સેવા કરે છે ગામ ના લોકો હંમેશા તેના સાથે રહે છે અને થોડા જ સમય મા તે આખા દેશ મા ડોકટર ની નામના મેળવે છે.

આમ આ વાર્તા દ્વ્રારા મારે એક સંદેશ આપવો છે આપણા સમાજ મા હજુ ઘણી બધી એવી જગ્યા છે. જ્યા દિકરી નો જન્મ થાય છે ત્યા કા તો તેને મારી નાંખવામા આવે છે નહી તો કોઇ કચરા ના ઢગલા મા મુકી આવે છે

કેમ ભાઇ આવુ કેમ કરો છો. . !!

આવનારી દિકરી ને જીવવાનો કોઇ અધીકાર નથી. . !!

શુ તે જન્મ લે તે ગુનો છે... !!

એને પણ આ દુનીયા મા આવવાની ઇરછા હોઇ... !!

તો સમાજ મા રેહનારા દરેક માણસો ને હુ એક જ સંદેશ આપુ છુ કે દિકરી આવે કે દિકરો બન્ને ને સમાન હક્ક આપો અને એવુ ના માની લેવુ કે દિકરી આવી છે તો દિકરા ની ખોટ વર્તાશે દિકરી પણ કયારેય દિકરો બની શકે છે. આ દિકરી એ સમાજ ના રેહનારા ને એક એવો સંદેશ આપ્યો છે કે દિકરા જ બધી વસ્તુ પુરી ના કરી શકે.

ક્યારેક દિકરી ને પણ દિકરો બનવાની તક આપો પછી ખબર પડે કે દિકરો કરી શકે એ દિકરી પણ કરી શકે છે.

આમ આપણે જોયુ કે " દિકરી બની દિકરો " આ વાક્ય આ દિકરી એ સાર્થક કરી બતાવ્યુ. આપણા સમાજ મા રેહનારા દરેક માણસો ને દિકરી દિકરા નો ભેદભાવ ભુલી બંન્ને ને સમાન અધીકાર મળવા જોઇએ. પણ આપણા સમાજ મા હજુ આ ભેદભાવ જતા બહુ સમય લાગશે.

આશા કરુ છુ કે ઉપર જે કાંઇ લખ્યુ તે તમને ગમ્યુ હશે. આ વાર્તા મા મારે કોઇ ની લાગણી દુભાવાની કોશીશ નથી. પણ સમાજ ને એક સારો અને સાચો સંદેશ આપવાની ભાવના છે. તો સમાજ મા રેહનારા દરેક માણસો ને મારી વિનંતી છે તમારા ઘરે દિકરી જન્મે કે દિકરો બંન્ને ને સમાન હક્ક અને અધીકાર આપજો જો આપણા સમાજ ને બચાવવો હોય તો... !!!

અને હા એક બીજો પણ સંદેશ આપવાનો છે કે દિકરી મોટી થઇ ને એના જીવન મા જે બનવા માંગે તે તેને બનવા દેજો કેમ કે તેને ભણાવી ને સીધા તેના લગ્ન ના કરાવી દો કેમ કે લગ્ન કરી દેવા એવા વિચારો થી આગળ ના ચાલી શકાય. એ પણ પોતાના જીવમા કાંઇ બનવા માંગતી હોય એના પણ કાંઇ સપના હોય. પણ આપણા સમાજ ની એવી દશા છે કે મોટા ભાગ ના ઘરો મા કોઇ માં-બાપ તેની દિકરી ને પુછતા જ નથી કે દિકરી તારે તારા જીવન મા શુ કરવુ છે દિકરી નુ ભણવાનુ પુરુ થાય કે તરત જ લગ્ન કરાવી દે. . તે દિકરી ના સપના હંમેશા અધુરા રહી જાય છે. અને તે ક્યારેય તેના સપના વિશે કોઇ ને કહી શકતી નથી. તો હુ એટલુ જ કહુ છુ કે એકવાર તમારી દિકરી ને પુછી જો જો નહીતર જીંદગી ભર પસ્તાવો રહી જશે.

***