Lili Bangadi books and stories free download online pdf in Gujarati

Lili Bangadi

પુર્વી ભરત બાબરીયા

૨,વિભા કોમ્પલેક્ષ,

રાતરાણી હોટેલ ની બાજુમાં ,

ન્યુ સ્ટેશન રોડ,

ભુજ-કચ્છ

પીન-૩૭૦૦૦૧

મોબાઇલ-૯૯૯૮૩૦૯૬૪૦

લીલી બંગડી

રાધા રોટલા બનાવતી હતી એટલે આ તરફ એની પીઠ હતી. પાછળથી મોહન આવી ને ઊભો રહયો. એ ખૂબ ઝડપ થી રોટલા ટીપી રહી છે એવો ખયાલ કોણી આગળથી વળેલા એના હાથ ને કારણે તેમ જ ખભા અને પીઠ જોરજોર થી હલી રહ્યા હતા એ પર થી આવતો હતો. એની બંગડી ના અવાજ ની સાથે રોટલાં ના ટપ-ટપ નો અવાજ આવતો હતો.

રાધાનું ધ્યાન અચાનક પાછળ જતાં પાછળ જતાં મોહનને ગોધૂલિ વેળા એ કાં .....? મોહન રાધા ની સામે જોઈ રહયો હતો. પાછળ થી ઓઢણું નીચે પડી જતાં રાધાની પીઠ એક્દમ ગોરી-ગોરી વંળાક વાળી દેખાતી હતી અચાનક એનું ધ્યાન જતાં જલ્દી લોટવાળા હાથે માથે ઓઢી લીધું……..

બાજુવાળી રતન (રતૂડી) કહેવા આવી હતી કે આજે મંદિર બહાર થી ભજનિક આવ્યા છે તો ભજન સાંભળવા જવાનું છે એમ મોહન ને કહી જલ્દી – જલ્દી રોટલા ઘડી લીધા. મોહન મા ને જમવાનું દઈ આવ્યો પછી પોતે ચૂપચાપ જમવા બેસી ગયો પછી રોજ ની જેમ બા ના ખાટલે બેસી અલકમલક ની વાતો કરવા લાગ્યો.રાધા જેમ તેમ જલ્દી જમી પછી ઢાંકો- ઢુબો પતાવ્યો... રાધા એ આંગણા માં થી સાદ પાડ્યો તો એણે કહ્યું કે’’ વાળું પતાવી ને આવું છુ.’’….

મંદિર માં ઘણી બધી સ્ત્રીઓ આવી ગઈ હતી.બહુ આગળ નહીં બહુ પાછળ નહીં પણ વચમાં જગ્યા મળી ગઈ . સરસ પાટ પર બે-ત્રણ ભજનિકો બેઠા હતા એક્દમ મીઠાં અવાજે ભજનિકે ગાયૂ .........’’ ઓ મારા વ્હાલા કાનજી’’………. રાધા કાનજી નામ સાંભળતા ભૂતકાળ માં સરી ગઈ..એની આંખ થી આંસુ જાણે હમણાં ટપ-ટપ વહેવા માંડશે....ત્યારે એની ઉમર માંડ ૧૭ ની હશે !...પોતાના આંગણા માં રોજ સવારે રાધા કપડાં ધુએ કે ઠામ ઉટકે એ જ સમયે બાજુ માં કાનજી એના મોટા બાપા ના ઘરે ચાવી લેવા આવે ત્યારે દોરી પર કપડાં સુક્વતા-સુક્વતા તે કાનજી ને જોયા કરે કાનજી પણ વળે ત્યારે રાધા ની સામે હસે...! આવુ તો કેટલો ય સમય ચાલ્યું....‍‍‍!‍‍‍

એક વાર મા જોઈ ગઈ જાણે મારી ચોરી પકડાઈ ગઈ એમ હું મા ની સામે ન જોઈ શકી. તે દિ મે રાતે મા ને બાપુ જોડે વાત કરતાં સાંભળયા કે સામેવાળા અમરત ભાઈ નો ભત્રીજો કાનજી આપણી રાધા માટે યોગ્ય છે. છોરી હવે સગાઈ જેવડી થઈ ગઈ છે બાપુ મા ની વાત સાંભળી કેવા લાગ્યા મારી નજર માં આ છોકરો હતો પણ રાધા આટલી રૂપાળી ને કાનજી થોડો શ્યામ.........‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍!પણ તમે કહો છો તો અમરત ભાઈ ના કાને વાત નાખું.....છોરી સુખી થશે હો....હું તો વાત સાંભળી ને ખુશી થી નાચવા લાગી............... પછી ના ત્રીજે દિ અમરત ભાઈ એ જવાબ આપ્યો કે આઠમ ના સગપણ ની ચૂંદડી ઓઢાડવા આવશુ.

છોરી ને ચૂંદડી ઓઢાડવા આવશે એ સાંભળી ને કોને બોલાવવા ,શું બનાવવું ,શું લેવું એની વેંત માં લાગી ગયા.....રાધા ને ગામ ની રુપા અને મેઘા એ સુંદર મેંદી રંગી દીધી .આજે તો લીલા ચણિયાચોળી માં રાધા ખૂબ સુંદર લાગતી તી ....એક જ એને લીલી બંગડી આખા ગામ માં ન મળી એટ્લે બીજા રંગ ની પહેરવી પડી ........દસ - બાર દિ પછી રાધા બાપુ ને ભાણું દેવા ખેતરે જતી હતી ત્યાં રસ્તા માં કાનજી મળ્યો રાધા શરમ ની મારી ગુલાબી ગુલાબી થઇ ગઇ. કાનજી બાજુ ના ગામ માં મેળા માં જવાનો છું બોલ ,તારા સારું શું લઈ આવું ?..... રાધા કહે" લીલી બંગડી . કાનજી એના હાથ ને જોઈ રહ્યો અને કહ્યું,“ બે ડઝન લીલી બંગડી તારા હાથ માં રણકશે તે દિ તારો હાથ પકડીશ”.

આજે હું વહેલી ઉઠી મા ને કામ કરાવવા લાગી. હમણાં કાનજી મોટા બાપા ને ઘેર આવશે. કાલે મેળા માં થી મારા સારુ લીલી બંગડી લઈ આવ્યો હશે હું મારા હાથ જોવા લાગી. મા અંદર ગઈ હું કપડાં સુકવતી‘તી ત્યાં તો મા એ રાડ હું કાંઈ બોલું પહેલાં હું ચકરડી-ભમરડી ફરવા લાગી. આખું ઘર ગોળ-ગોળ ફરવા લાગ્યું. ધૂળ ના ગોટેગોટા ચારેકોર ઉડવા લાગ્યા. મને કાંઈ સમજ પડે એના પહેલાં મા બોલી છોરી, આ ધરતીકંપ છે ..... ધરતીકંપ ..!!!

પછી રાધા એ જોયુ તો શેરી માં બધા મકાન ના જાણે ઢગલાં થઈ ગયા એને હાથ માં લાગ્યું હતું. આખું ઘર ફરવા લાગ્યું ત્યારે ...... તેણે સામે ની શેરી માં થી કાનજી ને આવતા જોયો તો ત્યાં તો અત્યારે ધૂળ ના ઢગલા ને કાટમાળ પડ્યા ’તા તો શું કાનજી ? ......... ના .... ના ....... એમ કરતાં બેભાન થઈ ગઈ.

“હું ભાનમાં આવી ત્યારે ગામની બહાર દવાખાના ની બાજુ ની શાળા ના આંગણા માં હું અને મારી મા. બાપુ પછી આવ્યા પણ હવે એ અહિયા ન હતા ખાલી નિર્જીવ શરીર જ. જીવ તો એમનો ક્યારેય ઊડી ગયો હશે કોણ જાણે ????” જ્યારે શાળા ના પાછળ ના આંગણા માં કાનજીની લાશ આવી ત્યારે એના હાથ ની મૂઠીમાં બે ડઝન લીલી બંગડીઓ હતી. રાધા એને જોઈ ને જોરદાર આક્રંદ કરવા લાગી “ભગવાન મને કાં ન લઈ લીધી.”

બધા તાળીઓ પાડવા લાગ્યા રતૂડી કહે રાધા સાંભળ તો ખરી કેવુ સરસ ગાય છે. પણ હું ક્યાં અહી હતી !!..... ત્યાં તો છેલ્લે પણ બીજી વાર ગાયું,“ ઓ મારા વ્હાલા કાનજી....” રતૂડી ભેળી ચૂપચાપ ઘરે આવી. મોહન ઓરડામાં ઝીણી બતી ચાલુ રાખી ને સૂઈ ગયો હતો. આજે હું મોહન ને ધારી-ધારી ને નીરખવા લાગી એને જોઈને મને થયું કે એને પણ એની રૂકમણીની યાદ આવતી હશે !!! મારી જેમ પણ એ ક્યારેય..... હું એની બાજુમાં સૂઈ ગઈ એના ગરમગરમ શ્વાસ નો અવાજ મારા કાન માં આવવા લાગ્યો. ઊંઘમાં એને પડખું ફેરવ્યું ને મારો હાથ પકડ્યો. હું એને બાથ ભીડીને સૂઈ ગઈ.

પછીની પ્રભાતે રાધાના હાથમાં લીલી બંગડીઓ રણકતી તી. આજે સૂરજ સોના નો ઊગ્યો છે બા બોલ્યા.