THE JACKET CH.5 books and stories free download online pdf in Gujarati

THE JACKET CH.5


DESCLAIMER

All characters and incidents portrayed and the names used in this story are fictitious and any resemblance to reality is pure coincidence.

Any similarity or resemblance to the name,

character or history of any person (living or dead),

is entirely and purely co-incidental and un intentional.

Neither the contents of this story, nor the writer or any other person associated with

the story intend to outrage, insult, wound,

offend or hurt any religion or religious sentiments,

beliefs or feelings of any person(s), community or class of person(s)


રવિ રાજ્યગુરુ એ “ ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એન એડવેન્ચર “ ના વીસ વર્ષના નવોદિત યુવા લેખક છે. તેઓ મૂળ રાજકોટના વતની છે . હાલમાં તેઓ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિન્યરિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે . રવિ રાજ્યગુરુ વિવિધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ કાર્યરત છે .

www.facebook.com/pages/ravirajyaguru , www.ravirajyaguru.blogspot.com , www.thejacketbyravi.blogspot.com , linkedin/ravirajyaguru , www.pnterest.com/ravirajyaguru www.twitter.com/@rajyaguru_ravi


special thanks...

  • મારા માતા-પિતા કે જેમના કારણે મારૂ અસ્તિત્વ છે , જેમણે મારામાં સંસ્કારોનું સિંચન કર્યું છે . મારો ભાઈ રાજ , જે મારા મિત્રથી પણ વિશેષ છે .
  • ભગવાન જે મારા બધા કામ સફળતા પૂર્વક પૂર્ણ થાય એની સંભાળ રાખે છે .
  • મારા સ્વર્ગસ્થ દાદા અને સ્વર્ગસ્થ દાદીમા જેમણે નાનપણમાં જ મને રામાયણ અને ભાગવતગીતા ના વિવિધ પ્રસંગો સંભળાવ્યા છે અને સમજાવ્યા છે અને કુટુંબીજનો , જેમના દ્વારા વિવિધ સંસ્કારોની સાથે સમાજના વિવિધ મૂલ્યો વિશે મને શીખવા મળે છે .
  • અમદાવાદ રહેતા મારા મોસાળ પક્ષના કુટુંબીજનો અને મારા ભાઈ-બહેનો . જેમણે મને અમદાવાદ શહેરની વિવિધ માહિતી પૂરી પાડી છે .
  • સંગીતકાર મનોજ અંકલ જેમને ગુજરાતી ફિલ્મઇન્ડસ્ટ્રી મનોજ-વિમલના નામ થી ઓળખે છે , તેમને હું મારા “ગોડફાધર” તરીકે વર્ણવું છું , જેમણે પોતાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમોમાંથી મને સમય આપીને મારા શોખને આગળ લાવવા પ્રયત્નો કર્યા છે .
  • મોનિકાદીદી અને કિંજલદીદી જેઓ મને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર મળ્યા અને પછી મારી બહેન બની ગયા અને મને આ બુક લખવાની પ્રેરણા આપી અને રૂબરૂ મળ્યા ના હોવા છતાં દર વર્ષે મને રક્ષાબંધન પર યાદ કરી મારા માટે રાખડી મોકલે છે .
  • મારા મિત્રો ભક્તિ , શ્વેતા , નીરવ જેમના માટે સ્પેશિયલ થેન્ક્સ પણ બહુ ઓછું કહેવાય .
  • ઋષભ જોશી અને જીત પારેખ જેમના વખાણ હું કરું એટલા ઓછા છે . જેમાં ઋષભ જોશી એ જ આ બુકની ઓનલાઇન એપ્લિકેશન બનાવી છે .
  • જય થાનકી , જેમણે આ બુકનું કવર ડિઝાઇન કર્યું છે અને જૈમિન મણિયાર જેમણે મને બ્લોગિંગના સેમિનારમાં મને આવવા તક આપી જેના લીધે હું બ્લોગ લખી શક્યો .
  • આ સિવાય બીજા ઘણા મિત્રોના ગ્રુપ જેમ કે “ પરમેનેન્ટ રૂમમેટ્સ “ અને બીજા ઘણા મિત્રો જે હંમેશા મારી સાથે રહે છે મને યાદ કર્યા કરે છે .
  • મારી કોલેજ તથા અમારું સમગ્ર ડિપાર્ટમેંટ જેમણે હમેશાં કોઈ પણ સમયે નેટવર્ક વાપરવાની પરવાનગી આપી અને ખાસ તો લાઈબ્રેરી સ્ટાફ દીપેન વ્યાસ અને અન્ય સ્ટાફ મેમ્બર્સ જેમણે મારી લેખન કળા અંતર્ગત ઘણી બુક્સ વાંચવા આપી .
  • દર્શન નસિત , જેઓ મારા મિત્ર છે અને એક સારા લેખક છે જેમણે દર વખતે સાચું અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું .
  • મારા પ્રાથમિક શાળાના શિક્ષકોથી માંડીને માધ્યમિક અને કોલેજ સુધીના તમામ શિક્ષકો અને ગુરૂજનો જેમણે સમાજની એકતા વિશેના પાઠ ભણાવ્યા છે .
  • “MATRU BHARTI APP” કે જેમણે મને આપ સૌની સમક્ષ ઇ-બૂક સ્વરૂપે રજૂ કર્યો છે તેના માટે દિલથી આભાર વ્યક્ત કરું છું .
  • અંતે ખરા દિલથી આપ સૌ વાચકોનો જેમણે મારા પર વિશ્વાસ રાખી મારા કામને સ્વીકાર્યું અને મારા બ્લોગને પ્રખ્યાત બનાવ્યો .
  • સૌથી પહેલા બધી અગત્યની ચોપડીઓ , લેપટોપ , મારી ડાયરી જે મારી ઓટોબાયોગ્રાફી છે તે , આ બધુ બેગમાં ભરી લીધું , વિઝા અને ટિકિટ પણ તૈયાર જ હતા . હવે, આવતીકાલની જ રાહ હતી . આવતીકાલે બરાબર સાંજે 6 વાગ્યાની ફ્લાઇટમાં મારે આફ્રિકા જવા નીકળવાનું હતું.

    બીજા દિવસની સવાર થઈ . હું આજ વહેલી ઉઠી ગઈ હતી . સૌથી પહેલા ઘરમાં ફ્રેશ થઈ ભગવાનની પૂજા કરી અને ત્યારબાદ હું મારા બધા મિત્રોને મળવા તેમના ઘરે ગઈ . કારણ કે હવે હું ઘણા સમય પછી પરત ફરવાની હતી . મેં ક્યારેય આવું નહોતું વિચાર્યું કે હું આફ્રિકા કઈક અલગ રીતે જઈશ . કેવી રીતે ?? એ આગળ કહું છું .

    ફ્લાઇટનો સમય થઈ ગયો હતો . મમ્મી - પપ્પા અને મારા બધા મિત્રો મને એરપોર્ટ પર મૂકવા આવ્યા હતા . એરપોર્ટના સ્પીકર પર ફ્લાઇટસ નું એનાઉન્સમેન્ટ થઈ રહ્યું હતું . હું થોડીક ભાવુક બની ગઈ કારણ કે જિંદગીમાં પ્રથમ વખત મારા મમ્મી પપ્પા વગર બહાર જઇ રહી હતી અને એ પણ વિદેશ. અંતે બેગ ચેકિંગ અને પાસપોર્ટ વિઝા ચેકિંગ વગેરે કાર્યવાહી પુર્ણ થઈ અને હું મમ્મી-પપ્પા ને જય શ્રી ક્રુષ્ણ કહીને પ્લેનમાં જઈને મારી સીટ પર બેસી ગઈ . મને બાળપણથી જ ડાયરી લખવાનો બહુ શોખ છે એટલે મેં બેગમાંથી ડાયરી કાઢીને લખવાનું શરૂ કર્યું . એકદમ નવી જ બુક હતી અને બ્રાઉન કલરનું કવર હતું અને મેં તેમાં લખવાનું શરૂ કર્યું .

    “ 24th MAY – 2013 “

    આ પ્રોજેક્ટની શરૂઆતથી લઈને અંત સુધીના મારા બધાજ અનુભવો મેં મારી આ બુકમાં સુવાચ્ય અક્ષરે અને અલગ અલગ પેનથી કંડાર્યા . હવે રાત થઈ ગઈ હતી . પ્લેન બરાબર ગતિમાં હતું . મારી આંખોમાં ઊંઘ ભરેલી હતી . હવે હું સુઈ જવાની તૈયારીમાં હતી આથી મેં મારી ડાયરી બેગમાં મુકી અને હું સુઈ ગઈ .

    * * *

    હું સુઈ ગઈ હતી અને ભારતના સમય પ્રમાણે રાતના 2:30 વાગ્યા હશે . થોડો ઘણો સમય વિત્યો હશે , પ્લેન બરાબર ગતિમાં હતું , આફ્રિકા પહોંચવાને બસ થોડી જ વાર હતી . આફ્રિકાની સવાર અને અલગ વાતાવરણનો અનુભવ કરવા હું આતુર હતી . પરંતુ હજી તો ખૂબ અંધારું હતું હું પ્લેનના બારીના કાચમાંથી જોઈ રહી હતી તો ધૂવાડા સમાન વાદળો મને સ્પર્શી રહ્યા હતા આવું વાતાવરણ લાગતું હતું . બરાબર જંગલો ઉપરથી પ્લેન પસાર થઈ રહ્યું હતું અને અચાનક યાંત્રિક ખામી આવી .

    પ્લેન અચાનક ડોલવા લાગ્યું બધાની ઊંઘ ઊડી ગઈ . અમુક વૃદ્ધ લોકો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા . ધીમે ધીમે પ્લેનની ડોલવાની ગતિમાં પણ વધારો થયો . થોડીવાર ડાબી બાજુ નમી જાય તો ક્યારેક જમણી બાજુ . બધા નાસીપાસ થવા લાગ્યા હતાં . પ્લેન પરથી પાયલોટે નીચે ઓફિસ પર મેસેજ પણ પહોંચાડ્યો કે અમારાથી બનતા પ્રયત્નો કરીશું . આમ છતાં 99% બચવું મુશ્કેલ છે .

    મને થયું કે હવે તો બધાનું બચવું મુશ્કેલ જ છે અને પ્લેન ક્રેશ થઈ જશે . પરિણામે પાયલોટે કંટ્રોલ ગુમાવ્યો અને પ્લેન ક્રેશ થયું અને હું ઉપરથી ઘણી બધુ ઊંચાઈએથી ડાળીઓને વીંધતી વીંધતી સીધી જમીન પર પટકાઈને પડી ગઈ . આ સિવાય પ્લેન સળગી ગયું , આથી ઘણા લોકોના મૃત્યુ એમાં પણ થયા અને અમુક લોકોના મૃત્યુ નીચે પટકવાથી થયા પણ હું બેભાન થઈ ગઈ . મારુ બચવાનું કારણ મને ખબર છે ત્યાં સુધી વૃક્ષની ડાળીઓ જ હોય શકે છે .

    સવારના 9 વાગ્યા હશે . મારી આંખો ખુલી પરંતુ હું ઊભી થઈ શકું એમ ન હતી . મને લાગ્યું કે હું મારી ગઈ છું , મારી ડેથ થઈ ગઈ છે . આ એક સપનું છે . આ કાઇ સત્ય હકીકત નથી પણ ના આ બધુ જ સત્ય હકીકત હતું . આ બધુ જ સાચે બન્યું હતું . હું ગમેતેમ કરીને માંડ માંડ ઊભી થઈ . મારા હાથ – પગમાં ગંભીર ઇજા થઈ હતી . મેં ઊભી થઈને જોયું કે મારી આસપાસના લોકો મૃત્યુ પામેલા હતા . લાશોના ખડકલા થઈ ગયા હતા.

    ઘનઘોર જંગલ હતું . દૂર દૂર સુધી ક્યાંય રસ્તો દેખાતો નહોતો . બહાર નીકળવું તો કઈ રીતે ?? ક્યાં જાવ ?? કોને કહું ?? કાઇજ સમજાતું નહોતું . મેં જોરથી બૂમો પાડી , “ help… somebody help me… મદદ... કોઈ મારી મદદ કરો...”, મારો અવાજ સાંભળવાવાળું કોઈ જ નહોતું .

    હું મારા મમ્મી – પપ્પાને યાદ કરી રહી હતી . કારણ કે લાગતું હતું કે પ્લેન ક્રેશ થયાના સમાચાર ટીવી પર આવવા જ મંડ્યા હશે અને પ્લેનમાં રહેલા બધા મુસાફરોનું મૃત્યુ થયું છે , એવા સમાચાર પણ આવતા હશે . ખરેખર મારા મમ્મી – પપ્પા એ જ વિચારતા હશે કે એમની દીકરીનું શું થયું ?? ક્યાં છે મીરા?? મારે એમના સુધી સમાચાર પહોંચાડવા હતા કે હું જીવિત છું પણ કઈ રીતે ?? મને કઈ જ સમજાતું નહોતું .

    અજાણ જગ્યા , અજાણ દેશ , ઘનઘોર જંગલ અને આવા ઘનઘોર જંગલમાં હું એકલી ઘવાયેલી હાલતમાં હતી . હું ચીસો પાડી રહી હતી પણ મને સંભાળવવાળું કોઈ નહોતું .

    * * * *

    હું જંગલમાં એકલી હતી . મને બહુ જ ભૂખ લાગી હતી અને સાથે તરસ પણ લાગી હતી . હું પાણી માટે નદી શોધતી શોધતી ચાલી રહી હતી . હું સરખી રીતે ચાલી પણ શકતી નહોતી. અચાનક મારો સામનો એક ખતરનાક જાનવર સાથે થયો જેને આજ સુધી મેં માત્ર ઇંગ્લિશ જીઓગ્રાફિક ચેનલમાં જ જોયું હતું . હું ગભરાઈ ગઈ અને તરત જ ત્યાંથી મારો બચાવ કરવા દોડવા લાગી . હું ખૂબ ગતિથી દોડી રહી હતી અને મારી પાછળ એ જાનવર એટલી જ ગતિથી દોડી રહ્યું હતું. મેં દૂરથી આવતા ઘોડાનો અવાજ સાંભળ્યો . એક ઘોડેસવાર ઘોડા સાથે ખૂબ ગતિથી મારી તરફ આવી રહ્યો હતો . ઘોડેસવાર મારા સુધી પહોંચી ગયો અને પોતાના એક હાથથી મને ઊંચી ઘોડા પર પોતાની આગળ બેસાડી અને અત્યંત ગતિ થી ઘોડો દોડાવ્યો થોડીવારમાં તો અમે ઘણી જાડીઓ વીંધતા ક્યાં થી ક્યાં પહોંચી ગયા અને એ જાનવર જાણે રસ્તો ભૂલી ગયો હોય એમ અચાનક જ ગાયબ થઈ ગયો .

    ઘણો રસ્તો પાર કર્યા બાદ એક જગ્યા એ ઘોડેસવારે ઘોડો ઉભો રાખ્યો અને અમે ઘોડા ઉપરથી ઉતાર્યા . આ ઘોડેસવાર દેખાવે થોડો અલગ લાગતો હતો . કાળા ભમ્મર અને મોટા મોટા એના નેણ , છ ફુટ ઉંચાઇ , ફૂલ હાઇટ બોડી અને ભલે એ બહુ રૂપાળો નહોતો પણ એની આંખોમાં એક અલગ જ તેજ હતું , જે થોડું અલગ લાગતું હતું . અમે જ્યાં ઊભા હતા તે જગ્યા કુદરતના ખોળે જન્મેલી જગ્યાઓમાંથી એક કહી શકાય . અદ્ભુત સૌંદર્ય કહી શકાય એવું લોકેશન . વહેતી નદી , ચારે તરફ હરિયાળી – હરિયાળી , મોટા મોટા ઘનઘોર વૃક્ષો હતા. હું દોડીને નદી પાસે ગઈ અને સૌથી પહેલા તો મેં મારુ મોઢું ધોયું અને ત્યારબાદ મને જ્યાં જ્યાં વાગ્યું હતું ત્યાં પાણીથી સાફ કર્યું અને બે હાથથી ચાર – પાંચ ખોબા ભરીને પાણી પીધું અને નિરાંતનો શ્વાસ લીધો. હું જે કઈ કરી રહી હતી આ બધુ દૂરથી તે યુવાન જોઈ રહ્યો હતો પણ કઈં બોલતો નહોતો એટ્લે મારાથી ના રહેવાયું અને મેં પૂછ્યું ,

    “ Excuse me , તમે અહિંયા જ રહો છો ?? તમારું નામ શું છે ?? થેન્ક યુ ફોર હેલ્પ.. “ , મેં કહ્યું .

    “ કબીર , મારૂ નામ કબીર છે. “ , કબીરે મોઢું ધોઈને મારી સામે જોઈને જવાબ આપ્યો.


    “ ગઈકાલે હું આમદવાદથી પ્લેનમાં આફ્રિકા જવા નીકળ્યો. પ્લેન ક્રેશ થયું. મારી ઊંઘ ઊડી તો હું જંગલમાં હતો. મને એમ થયું કે હું એકલોજ જીવિત છું . એવામાં આ ઘોડો કોઇની પાસેથી છૂટીને આવતો હોય એમ દૂરથી મારી પાસે આવી રહ્યો હતો. હું ઘોડેસવારી બહુ સારી રીતે જાણું છું. આથી મેં માત્ર આંખના ઇશારે તેને મારો બનાવી લીધો. ત્યારબાદ મને તેના પર બેસીને સવારી કરવાનો વિચાર આવ્યો ત્યાં દૂરથી આપ શ્રીના (હસતાં હસતાં) હેલ્પ.. હેલ્પ.. ના અવાજ સંભળાયા. મને થયું મારી સિવાય હજી કોઈ છે જે આ દુર્ઘટનામાંથી બચી ગયું છે એટલે બીજો કોઈ વિચાર કર્યા વગર ફટાફટ આ ઘોડો લઈને આવી ગયો તમારી મદદ કરવા માટે અને આ ડાળખી (હાથમાં રહેલી ઝાડની ડાળખી બતાવતા બતાવતા) થોડી મજબૂત લાગી એટલે હથિયાર તરીકે વાપરવા સાથે લઈને આવ્યો.” , કબીરે કહ્યું.

    “ વાહ વાહ શું વાત છે !! “ , મેં કહ્યું.

    “ બાય ધ વે મારુ નામ મીરા છે. હું પણ એક પ્રોજેકટ માટે આફ્રિકા જઈ રહી હતી. ત્યાં એક સ્ટુડન્ટ માટે ઇન્ટરનેશનલ લેવલની પ્રોજેકટ કોમ્પિટિશન છે એમાં ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરીશ. સોરી કરવાની હતી પણ મારી કિસ્મત મને અહિયાં લઈ આવી.”, મેં કહ્યું.

    “ મને લાગે છે આપના સિવાય હજી કદાચ કોઈ હશે જે આ દુર્ઘટના માંથી બચી ગયું હોય તો મારી એવી ઈચ્છા છે કે આપણે એમને શોધવા જવું જોઈએ. “ , કબીરે કહ્યું.

    “ બરાબર સાચી વાત છે તો ચાલો શરૂ કરીએ ‘મિશન શોધ’ “ , મેં હસતાં હસતાં કહ્યું અને અમે બંને હસવા લાગ્યા.

    તરત જ ઘોડો લઈ તેની દોરી પકડીને અમે બંને એ ચાલવાનું શરૂ કર્યું.

    હવે... શું હજી કોઈ છે આ જંગલમાં જે આ દુર્ઘટનામાં બચી ગયું છે ?? જાણીશું આવતા વખતે...