Maanan ni mitrata - 5 books and stories free download online pdf in Gujarati

માનન ની મિત્રતા - 5

માનન ની મિત્રતા

પાર્ટ 5

આગળ ના પાર્ટ માં જોયું તેમ નલિની, માનવ અને નયન ફ્રેન્ડ બની ગયા હોય છે. હવે રોજ નું તેમના મળવાનું થઇ ગયું. તેઓ કોલેજે થી છૂટી રોજ નલિની ના ઘરે મળતાં.

નલિની અને નયન બંને તેમના પેઈટીંગ ની પ્રેકટીશ કરતા અને માનવ ત્યાં બંને ને કંપની આપવા માટે બેસતો, ક્યારેક ક્યારેક તે સઝેશન પણ આપતો કે આ કલર થી આવી રીતે સારું પેઈટીંગ થશે, કારણ કે માનવ ને પણ પેઈટીંગ માં બહુ રસ હતો.

આમને આમ તેમના યુથ ફેસ્ટિવલ નો દિવસ આવી ગયો. હજી પણ માનવ કઈ પ્લાન બનાવી શક્યો ન હતો કે કેવી રીતે નયન અને નલિની એકબીજા ને પોત પોતાની લાગણી કહે.

યુથ ફેસ્ટિવલ નો દિવસ હતો. આજે આખી કોલેજ રંગબેરંગી લાગતી હતી. બધા પોત પોતાની પ્રેકટીશ કરતા હતા.

ઘણા ના મોઢે થી સ્માઈલ જતી ન હતી, તો ઘણા મોઢે શું થશે તેનું ટેંશન હતું, તો કોઈ ક્યાંક એક બીજા ની ગમ્મત કરતા હતા તો ક્યાંક કોઈક એક સાઈડ થી બીજી સાઈડ જતા હતા, પણ જેના મોઢા પર જોવો તેના મોઢા પર એક આછી સી મુસ્કાન જોવા મળતી હતી.

એક પછી એક કોમ્પિટિશન ચાલુ હતી અને પુરી પણ થતી જતી હતી, અને વિનર પણ એનાઉન્સ થતા જતા અને બધા વિનર ને કોન્ગ્રેચ્યુલેશન પણ કરતા હતા.

થોડીવાર માં જ બ્લાઇન્ડ પેઈટીંગ કોમ્પિટિશન ચાલુ થવાની હતી પણ હજુ સુધી નલિની કે નયન અંદર ગયા ન હતા કારણ કે માનવ પણ આજે કોલેજ આવવાનો હતો. તે બંને તેની જ રાહ જોતા બહાર ઉભા હતા. હવે ખાલી 10 મિનિટ ની વાર હતી કોમ્પિટિશન ની પણ હજુ સુધી માનવ આવ્યો ન હતો.

નલિની : નયન, આ માનવ તો હજી ન આવ્યો ક્યારે આવશે. તે તેને ટાઈમ તો બરાબર કહ્યો હતો ને ?

નયન : અરે બાબા મેં તેને બરાબર જ ટાઈમ કહ્યો હતો.

બંને વાત કરતા હતા ત્યાં જ માનવ સામેથી આવ્યો, તે નલિની ની ગાડી લઈને આવ્યો હતો અને આવતા જ બોલ્યો,

માનવ : સોરી, સોરી. પણ હું શું કરું. હું ઘરે થી તો વહેલો જ નીકળ્યો હતો પણ રસ્તા માં એટલો ટ્રાફિક હતો કે અહીં આવતા મોડું થઇ ગયું.

નયન : કઈ વાંધો નહીં પણ તું અહીં પોહચી ગયો એ જ બસ છે.

નલિની : તો ચાલો અહીં શું ઉભા છો હવે 5 મિનિટ જ બાકી છે. કઈ કોમ્પિટિશન તમારી રાહ જોઈને ઉભું નહિ રહે. તો ચાલો અંદર જઈએ.

નયન અને માનવ : ચાલો જઈએ.

ત્રણેય અંદર જાય છે.ત્યાં કોમ્પિટિશન ચાલુ થવાની તૈયારી માં જ હોય છે.નયન અને નલિની પોતાની જગ્યા લે છે અને માનવ જ્યાં પ્રેક્ષકો માટે જગ્યા હોય ત્યાં જાય છે.

સૌથી પેહલા બાઉલ માં બધા ટાઈપ ના કલર ના નામ લખી ને નાખવા માં આવે છે, અને એક ની બાદ એક એમ બધા ને ચિઠ્ઠી ઉપાડવાનું કહેવા માં આવે છે. નયન અને નલિની ની ચિઠ્ઠી માં ઓઈલ પેઇન્ટ આવે છે, અને તે બંને ખુશ થઈ જાય છે કારણ કે બંને ને ઓઈલ પેઇન્ટ થી પેઈટીંગ કરવા ખુબ ગમે છે.

કોમ્પિટિશન પુરા 2 કલાક નું હોય છે. આથી હોસ્ટ પણ રાખવામાં આવેલો હોય. અહીં પેઈટીંગ કોમ્પિટિશન ચાલુ હોય છે અને હોસ્ટ પાર્ટિસિપેટ ને ચેઅર્સ કરે છે અને સાથે સાથે ત્યાં જોવા માટે આવેલા લોકો ને નાની મોટી ગેમ પણ રમાડે છે.

કોમ્પિટિશન ચાલુ થઇ ગયા ને થોડી વાર થઇ ત્યાં મીરા પણ આવી જાય છે અને દૂર થી જ નયન અને નલિની ને ઓલ ધ બેસ્ટ કહે છે. તે બંને ને આંખે ફોલ બાંધેલો હોય છે આથી જોઈ તો નથી શકતા પણ અવાજ ઉપરથી ઓળખી જાય છે.

ત્યાં થી મીરા માનવ પાસે આવે છે અને હાય કહી ને બાજુ માં ઉભી રહી જાય છે. આટલા દિવસ નયન, નલિની અને માનવ સાથે હતા. અને નલિની એ પુરી વાત કે તેઓ બંને મારા બેસ્ટ ફ્રેન્ડ છે તે મીરા ને જણાવ્યું હતું. આથી મીરા માનવ ને ઓળખતી હતી. માનવ જયારે પેલી વાર જ નલિની ને મુકવા આવ્યો ત્યારે મીરા નલિની ની રાહ જોઈને બહાર ઉભી હતી. જયારે તેને પેલી વાર માનવ ને જોયો ત્યાર થી જ ગમતો હતો. પણ નલિની ના સ્વભાવ થી મીરા પુરી રીતે વાકેફ હતી. આથી તે નલિની ને કશું કેતી નહીં. પણ હવે તો વાત જુદી હતી,નલિની માં ચેન્ઝ આવવા લાગ્યા હતા. પણ એક પ્રોબ્લમ હતી જયારે મીરા માનવ સાથે વાત કરવાની ટ્રાય કરતી ત્યારે માનવ તેના થી દૂર ભાગતો હતો. એવું ન હતું કે માનવ ને મીરા ગમતી ન હતી પણ તેમના બંને વચ્ચેની આર્થિક અસમાનતા જોતા તેને મીરા થી દૂર રેવા માં જ ભલાઈ સમજી હતી.

આજે માનવ સરખી રીતે લાગ માં આવ્યો હતો કેમ તે બહાર જઈ શકે તેમ ન હતો અને મીરા એ તેનો જ ફાયદો ઉઠાવ્યો હતો અને આવી બાજુમાં ઉભી રહી ગઈ હતી.

હોસ્ટ અરમાન જુદી જુદી ગેમ બધા ને રમાડતો હતો.એમાંથી એક ગેમ બહુ ઇન્ટરેસ્ટિંગ હતી જે કુછ કુછ હોતા હૈ માં આવે છે ને તે ટાઈપ ની.

તેને ત્યાં હાજર હતા તેમની એન્ટ્રી તો પેલે થી જ હતી. તે બધા ના નામ ની એક એક ચિઠ્ઠી બનાવેલી હતી. હવે જેનું નામ આવે તેની સાથે ગેમ રમવાની હતી.તે હર ગેમ કોઈ 5 વ્યક્તિ સાથે જ રમતો હતો.

આ ક્વિકી ગેમ હતી. હોસ્ટ અરમાન જે પણ સવાલ પૂછે તેના થોડી જ સેકન્ડ માં જવાબ આપવાના હતા. અને પેલો આન્સર મનમાં જે ક્લિક થાય તે તરત જ આપવાનો હતો. પેલી 4 વ્યક્તિ તો ગેમ પુરી કરી ન શકી હવે મીરા નો વારો હતો કેમ કે તે 5 મી વ્યક્તિ મીરા હતી.

ગેમ સ્ટાર્ટ થાય છે.

અરમાન : ફેવરિટ પ્લસ ?

મીરા : ગોવા

અરમાન : ફેવરિટ કલર ?

મીરા : પિન્ક

અરમાન : બેસ્ટ ફ્રેન્ડ ?

મીરા : નલિની

જેમ જેમ મીરા આન્સર આપતી જતી હતી તેમ તેમ ગેમ કવિક થતી જતી હતી.

અરમાન : બોય ફ્રેન્ડ ?

મીરા : none

અરમાન : પાની ?

મીરા : બ્લુ

અરમાન : ચાંદ ?

મીરા : સિતારે

ધીમે ધીમે બધાનું ધ્યાન બાજુ હતું કેમ કે જે સ્પીડ થી અરમાન સવાલ પૂછતો હતો તેવી જ સ્પીડ માં મીરા જવાબ દેતી હતી.

અરમાન : બાદલ ?

મીરા : આકાશ

અરમાન : મીરા ?

મીરા : ફ્રી બર્ડ

અરમાન : ફીલિંગ ?

મીરા : માનવ

આ સાંભળીને માનવ ચોંકી ગયો અને સાથે સાથે મીરા ને પણ ખબર પડી ગઈ તે ગેમ માં ફસાઈ ગઈ અને દિલ માં હતું તે મોઢા પાર આવી ગયું.

તે શરમાઈ ને નીચું જોઈને ઉભી રહી ગઈ. ત્યાં હોસ્ટ અરમાન બોલ્યો આ ગેમ ના વિનર છે મિસ.મીરા અને બાદ માં તેને એક ગિફ્ટ હેમ્પર આપ્યું.

મીરા અને માનવ નીચું જોઈને ઉભા હતા. તેઓ એકબીજા સામે જોઈ નોતા શકતા.

અરમાન આમ ગેમ રમાડતો હતો ત્યાં કોમ્પિટિશન પુરી થવાની હવે બસ 10 મિનિટ જ હતી.આથી ગેમ પુરી કરીને સ્ટેઝ પર આવ્યો.

આખરે 10 મિનિટ પુરી થઈ અને જજેસ એક પછી એક પેઈટીંગ જોવા લાગ્યા.

રિઝલ્ટ નો ટાઈમ થઇ ગયો. આથી હોસ્ટ અરમાન ને રિઝલ્ટ સોંપ્યું અને જજેસ ચેઇર પર બેસી ગયા.

અરમાન : દોસ્તો તમે જેની રાહ જોતા હતા તે રિઝલ્ટ મારી પાસે આવી ગયું છે તો ક્યૂરોસિટી ઘટાડતા કહું છું.

નંબર 3 પર છે સ્વરા અને માધુરી. તેમને બહુ સરસ તાજમહેલ નું વોટર પ્રૂફ કલર થી પેઈટીંગ કરેલું જોવો. એમ કહી ત્યાં બાજુમાં પડેલ તેમનું પેઈટીંગ ઉચ્ચું કરીને બધાને બતાવ્યું.

નંબર 2 પર છે જોડિયા ભાઈયો શુભ એન્ડ શુમિત.તેમનું પેઈટીંગ પણ બહુ સરસ છે. જોવો એમ કહી ને ઉચ્ચું કર્યું. તે ગ્રોઇન્ગ સીટી નું પેઈટીંગ હતું. તેમનો કન્સેપટ બધા ને બહુ ગમ્યો.

લાસ્ટ બટ નોટ લિસ્ટ નંબર 1 છે, એની ગેસ, ત્યાં આ સાઈડ માંથી નીલીની અને નયન ના ફ્રેન્ડ નયન, નયન, નલિની, નલિની બોલવા લાગ્યા. બીજી સાઈડ થી બધા ચિરાગ ચિરાગ બોલવા લાગ્યા. એમ અલગ અલગ બધા બોલતા હતા.

અરમાન ને બધાને શાંત રહેવાનું કીધું અને નામ એનાઉન્સ કરતા બોલ્યો તમારા માંથી અડધાનું ગેસ સાચું છે. વિનર ગૉઝ તો મિસ નલિની એન્ડ મિસ્ટર નયન. તેમને સ્ટેઝ પર આવવા ઇન્વાઇટ કર્યા. તેઓ સ્ટેઝ પર આવ્યા અને બંને ને બૂકે, પ્રાઈઝ મની અને એવોર્ડ આવ્યો. અને લાસ્ટ માં તેમનું પેઈટીંગ ઑડિયન્સ ને બતાવ્યું. તેમને રાધા કૃષ્ણ નું પેઈટીંગ કર્યું હતું તે એટલું સરસ હતું કે બધા જોતા રહી ગયા અને વિચારતા થઇ ગયા કે આંખે પટ્ટો બાંધી ને કોઈ આટલું સરસ પેઈટીંગ કેવી રીતે બનાવી શકે ?

નલિની એ કેમ બધા ની આંખો વાંચી લીધી હોય તેમ માઈક પાસે આવી ને કીધું કે આ કેવી રીતે થયું તેમ તમે વિચારો છો ને તો આ મારા ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ ના લીધે થયું છે , નયન, મીરા અને માનવ. જો એ ત્રણેય ન હોત ને તો આજે હું આ કોમ્પિટિશન જીતી શકી ન હોત, તો થૅન્ક યુ કે તમે મારી સાથે છો. મને ખબર છે કે ફ્રેન્ડશીપ માં સોરી કે થૅન્ક યુ ન હોય પણ ક્યારેક બોલવું જરૂરી હોય છે.

તે આખો દિવસ બધા સાથે રહ્યા અને સાંજે તેમને એક રેસ્ટરન્ટ માં તેમની ખુશી સેલિબ્રેટ કરવા જવાનું નક્કી કર્યું. તેઓ 8 વાગ્યા ની આસપાસ ત્યાં ગયા. ઘણી વાર થઇ ગઈ હતી પણ મીરા કે માનવ બની શકે ત્યાં સુધી ચૂપ જ હતા. તેઓ કાર માં હતા ત્યારે પણ ચૂપ જ હતા.

આથી ન રહેવાતા નલિની એ તે બંને પૂછી જ લીધું માનવ, મીરા તમારા બંને વચ્ચે કહી થયું છે ? જ્યારથી કોમ્પિટિશન જીતી ને બહાર નિકળ્યા છીએ ત્યારથી તમે બંને ચૂપ છો.કામ પૂરતી જ વાત કરો છો.

માનવ તારું તો હજી ઠીક છે કે તું ઓછું બોલે છે પણ મીરા તુંય ચૂપ છો તારે તો બોલ્યા વગર થોડીવાર ય નથી ચાલતું. હવે મને સાચું કહો કે વાત શું છે. તમારા બંને વચ્ચે કહી થયું છે.

માનવ અને મીરા એકસાથે ના કહી નથી થયું એમનમ જ ચૂપ છીએ.

નયન અને નલિની બંને ને એક સાથે બોલતા જોય ને હસવા માંડે છે અને કહે છે હવે તો તમે જવાબ પણ સાથે જ આપો છો.

આમ ને આમ હસી મજાક માં તેમને ડિનર કમ્પ્લીટ કર્યું અને બિલ ચૂકવી ને તેઓ ઘરે ગયા.

બધા પોતપોતાની જગ્યા એ પોહચી ગયા હતા પણ તેમને અલગ અલગ વિચારે સુવા દીધા ન હતા.નલિની અને નયન એકબીજા વિશે વિચારતા હતા અને મીરા અને માનવ એકબીજા વિશે વિચારતા હતા.

થોડા દિવસો માં જ તેમની દોસ્તી ઔર ગહેરી થઇ ગઈ હતી પણ હજી મીરા ની હાજરી હોય ત્યારે માનવ અને માનવ ની હાજરી માં મીરા વાત કરતા શરમાતા હતા. વાત ની પહેલ કોણ કરે તેજ કવેશન હતો.

એક દિવસ તેમને વાત કરવા નો મોકો મળી ગયો. થયું એવું કે માનવ, નલિની ને કોલેજ થી પીક કરવા માટે આવ્યો હતો પણ અચાનક નલિની ને કંઈક કામ યાદ આવતા તે કોલેજ માં નયન પાસે ગઈ અને મીરા ને માનવ પાસે ઉભું રહેવાનું કેતી ગઈ.

થોડીવાર તો બંને એમનેમ ઉભા હતા પણ પછી તો બંને ને અકળાવનારું લાગ્યું.આથી સાથે જ તેઓ બોલ્યા કે મારે તમને એકવાત પુછવી છે.

માનવ, તમે પેલા બોલો. મીરા કહે ના તમે કહો શું કહેતા હતા.

માનવ : ના ના મારી વાત પછી પેલા તમે કયો શું વાત છે.

મીરા : તમે આટલું ફોર્સ કરો છો તો કહું છું.

શું હું એટલી બધી ખરાબ છું કે તમે મારી સાથે વાત પણ નથી કરી શકતા.મેં માન્યું કે તમારી સાથે હું ક્યારેક ક્યારેક મજાક પણ કરી લઉં છું તો એનો મતલબ એવો થોડો હોય કે તમે મારી સાથે સરખી રીતે વાત પણ ન કરો.

આટલું મીરા બોલી ત્યાં એની આંખ ઝળઝળિયાં આવી ગયા તે રોવે એટલી જ વાર હતી.

આ જોઈને માનવ તરત જ બોલ્યો, ના ના એવુ કહી નથી. તમે તો મને ખૂબ ગમો છો.

આટલુ સાંભળી ને મીરા ના મોઢા પર સ્માઈલ આવી ગઈ. તે તરત જ બોલી તો પેલા કેમ ન કીધું અને મારાથી જ્યારે કોમ્પિટિશન હતું ત્યારે બોલાય ગયું હતું ત્યારે ય કઇ ન કિધુ.

માનવ તરત જ મીરા ઉભી હતી તેની અડોઅડ જઈને, મીરા મેં તને પેલી વાર જોઈને ત્યારથી જ ગમે છે ત્યારે તો તું ખાલી મને ગમતિ હતી પણ હું તારા વિસે જાણવા મંડ્યો છું ત્યારથી હું તને લવ કરવા લાગ્યો છું. મને ખબર છે કે આપણી પરિસ્થિતિ વચ્ચે ઘણું ડિસ્ટનસ છે પણ એ હું દૂર કરી ને જ રહીશ.

મીરા કહે , હું પણ તને ખૂબ લવ કરું છું.

બંને ત્યાં જ એકબીજાં ની આંખ માં જોવા લાગ્યા ત્યા અચાનક જ માનવ બોલ્યો હમણાં આ વિશે નલિની કે નયન ને કઇ કેવાનું નથી. કેમ કે મારે તે બંને ને પેલા ભેગા કરવાના છે. ત્યાં જ મીરા બોલી તારે નહિ આપણે હું પણ ઘણા ટાઈમ થી એકબીજા ની આંખ મા એક્બીજા પ્રતેયની લાગણી જોવ છું. આપણે તેમને પેલા ભેગા કરવા પડશે પછી આપણી વાત તેમને કરશું.

હજી તેઓ આગળ કંઈક વાત કરે ત્યાં જ તેમને નલિની આવતા દેખાય ને તેઓ થોડા દૂર ઉભા રહી ગયા.

નલિની અને મીરા બંને કાર માં બેઠા. મીરા પણ કાર માં હતી કેમ કે તેનું સ્ફૂટી ખરાબ થઈ ગયું હતું અને આમ પણ મીરા નું ઘર નલિની ના ઘર ના રસ્તા માં જ આવતું હતું.

ઘરે જઈને મીરા ફ્રેશ થઈ ગઈ. તે માનવ ને ફોન કરવા જતી હતી ત્યાં યાદ આવ્યું કે હજી તે નલિની ની સાથે જ હશે. આથી ફોન મૂકી દીધો.

થોડી વાર થઈ ત્યાં માનવ નો સામેથી ફોન આવ્યો. મીરા એ ધીમે થી શરમાતા શરમાતા ફોન ઉપાડ્યો અને એવી રીતે હેલો બોલી કે માનવ નું દિલ ન ફિસલી જાય. વાત કરતા કરતા તેમને ઘણું મોડું થઈ ગયું. આથી તેમણે ફોન રાખી દીધો. માનવ તો આમ પણ મીરા વિશે વિચારતાં વિચારતા જાગતો જ હતો, ત્યાં જ અચાનક માનવ ના મગજ માં નલિની અને નયન કેમ એકબીજા વિશે તેઓ વાત કરી શકે તેનો પ્લાન આવ્યો.

તે સૌથી પહેલા મીરા ને પ્લાન વિશે કહેશે તેવું વિચારીને સુઈ ગયો.સવારે ઉઠી ને તેને આખો પ્લાન મીરા ને કીધો, મીરા પણ ખુશ થઈ ગઈ.

માનવે શુ પ્લાન બનાવ્યો હશે ? માનવ તેના પ્લાન માં સફળ થશે કે સ્ટોરી માં કોઈ અણધાર્યા જ વળાંક આવે છે તે જોવા માટે વાંચતા રહો માનન ની મિત્રતા પાર્ટ 6.

સ્ટોરી તમને કેવી લાગી તેના રીવ્યુ અચૂક આપજો.