Bepanah - 1 books and stories free download online pdf in Gujarati

બેપનાહ (ભાગ-૧)

બેપનાહ

ભાગ - ૧

ધાર્મિક ભડકોલીયા

~અર્પણ~

બધા વાચકમિત્રો ને......

પુસ્તક વિશે બે બોલ

'બેપનાહ' અત્યંત, ખૂબ જ. બેપનાહ પ્રેમની રજુઆત કરતી આ પ્રેમકથા. ખાસ મેં અહીં જુદાઈ વર્ણવી છે. અહીં કુલ ત્રણ ભાગ મા વિભાજીત કરેલી છે પહેલા ભાગ માં મિલન બીજા ભાગ માં જુદાઈ અને ત્રીજા ભાગમાં.. ચલો જાતે જ વાંચી લેજો.

બધા એ સાંભળ્યું હોય છે પ્રેમ માં બધા પાગલ થાય પણ કોઈએ જોયો ખરો ??? અહીં એ પણ હુ આપની સમક્ષ રજુ કરી.

શ્રુતિ અને શ્રેયસ ની પ્રેમ કહાની જે શ્રુતિ દૂર થઈ જાય છે અને પછી તે બીજા જોડે લગ્ન કરી લે છે. અહીં શ્રેયસ એકલો જીવન વ્યતીત કરે છે આ વિરહ વેદના અને અંતે શ્રુતિ ને અફસોસ રહે છે એવું કંઈક શ્રેયસ કરે છે..

બેપનાહ

પાંચમા સેમ ની શરૂઆત માં જ કોલેજ મા ચર્ચા થતી હતી આ વર્ષે તો રેગીંગ થશે જ નહીં. શ્રેયસ ને કઈક થયું છે લાસ્ટ યર મા તે કેટલો બધો સુધરી ગયો છે. નવા કોલેજીયન તો બધે એક જ વાત શ્રેયસ.. કોણ છે આ શ્રેયસ.? ત્યાં એક સ્વીફ્ટ કાર આવી ડાર્ક બ્લુ ટીશર્ટ શરીર ને ચીપકેલુ, ગોરો અને છ ફિટ ઊંચો, ગોગલ્સ પહેરેલા ઘેરી દાઢી, ફોન મા વાત કરતો કરતો શ્રેયસ નીચે ઉતર્યો. શ્રેયસ નું આટલું બધુ માન જોઈ FY ના સ્ટુડન્ટ વિચાર માં પડી જતા શું છે રિઝન આનું ??

***

શ્રેયસ એ કોલેજ ના ટ્રસ્ટી એમ.કે પટેલ નો છોકરો છે. પેલા વર્ષ મા ઉલટાનું સિનિયર પર રેગીંગ કરવાનો રેકોર્ડ બનાવ્યો. મન માં આવે તે કરે અને કલાસ મા ભૂલથી પણ પ્રોફેસર થી કઈ બોલાય જાય એટલે એનું તો આવી જ બને. એમ પણ નથી કે એના બાપ ને લીધે આટલો ઉછળે છે સાચો પાવર તો શ્રેયસ મા જ છે. કોલેજ માં દોઢ વર્ષ રાજ જ કર્યું છે. અચાનક એની જીંદગી માં ટર્નિંગ પોઇન્ટ આવી ગયો એ હતી 'શ્રુતિ'

ઊંચી, ગાલ પર ખંજન અનોખું, આછા કથ્થઈ રંગના નયન , સુડોળ નાક ,ઘટ્ટ કાળા રંગના લાંબા કેશ. જોઈ ને કોણ મોહિત ના થાય તેની પાછળ તો લાઇન હતી. કોલેજ ના ઘણા આશિક એને પ્રપોઝ કરી રિજેક્ટ થઈ ચૂક્યા હતા. શ્રેયસ અને શ્રુતિ ની પહેલી મુલાકાત કોલેજના કેમ્પસ માં થઈ હતી. કોઈ સિનિયર છોકરાએ શ્રેયસ ને કીધું "બીગડેલ બાપકી ઔલાદ" અને શ્રેયસ તેની જોરદાર પીટાઈ કરતો હતો કોલેજ ના બધા સ્ટુડન્ટ ચૂપ કોઈ કાઈ ન બોલે. અને અચાનક શ્રુતિ વચ્ચે પડી અને પેલા ને છોડાવ્યો. અને શ્રેયસ સામે જોર જોરથી બોલવા માંડી બે ક્ષણ તો શ્રેયસ ચૂપ રહ્યો તેને ગોગલ્સ ઉતારી શ્રુતિને જોતો જ રહી ગયો. આખું વાતાવરણ ઠંડુ પડ્યું ત્યાં સુધી તે પથ્થર ની જેમ જડાય ગયો.

પાછળ થી શ્રુતિ ને ખબર પડી કે તેને શ્રેયસની સાથે પંગો લીધો છે અને આશ્ચર્યની વાત તો શ્રેયસ શ્રુતિ સામે કંઈ બોલ્યો નહીં એ છે.

શ્રુતિ અમદાવાદ હોસ્ટેલમા રહેતી. તે બીજા વર્ષ માંથી કોલેજ માં આવી હતી. તેને શ્રેયસ વિશે ખબર નહોતી આ ઘટના બાદ રાતે હોસ્ટેલ જઈ શ્રુતિ ની ફ્રેન્ડ મોનીકા એ શ્રેયસ વિશે કહ્યું. આ બાજુ શ્રેયસ ની રાતો ની નીંદર હરામ થઈ ગઈ. હદય મા શ્રેયસ ને શ્રુતિનું નામ બેસી ગયું.

SY માં શ્રેયસ રોજ રેગ્યુલર ક્લાસ ભરતો અને ઘણો બધો ચેન્જ આવ્યો. એ રોજ શ્રુતિ ની પાછળ હોસ્ટેલ સુધી જતો. શ્રુતિ ને ખબર હતી કે શ્રેયસ તેનો પીછો કરે છે. ત્રીજા સેમ માં યુનિવર્સિટી માં ફર્સ્ટ રેન્ક લાવ્યો અને શ્રુતિ સેકન્ડ રેન્ક. ખેર ચોથા સેમ મા હિમત કરી કોલેજ ગાર્ડન મા શ્રુતિ તેની ફ્રેંડસ સાથે ઉભી હતી. તે સમયે શ્રેયસ આવ્યો બધી છોકરીઓ ત્યાંથી ચાલવા માંડી. શ્રુતિ પણ..

'શ્રુતિ.... વન મિનિટ....' શ્રેયસ બેઠેલા અવાજ માં બોલ્યો.

'શુ છે તારે...?' શ્રુતિ ગુસ્સા માં બોલી

શ્રેયસ એ છ મહિનાની ભેગી કરેલી હિમત હારી ગયો.

'કઈ નહિ આઈ... આઈ.... '

'શુ આઈ આઈ કરે છે.. બોલ ને..?' શ્રુતિ બોલી.

'આઈ લવ યુ...' ઊંડો શ્વાસ ભરી શ્રેયસ બોલ્યો.

'વૉટ..નોન સેન્સ.. મો જોયું છે પેલા ? ઈડીઅટ.... અને શ્રુતિ દેસાઈ ને પ્રપોઝ કરવા આવે છે.' શ્રુતિ લાલ થઈ ગઈ.

શ્રેયસ કઈ ના બોલ્યો. તે ચુપચાપ ત્યાંથી ચાલ્યો ગયો...

***

કોલ કટ કરી શ્રેયસ તેના ફ્રેન્ડસર્કલ માં આવ્યો કોલેજ નો પહેલો દિવસ હતો અને છેલ્લું વર્ષ શ્રેયસ ના મુખ પર નું સ્મિત લૂંટાઈ ગયું હતુ

'હા તો શ્રેયસ કેવું રહ્યું વેકેશન ???' હિરેન એ પોતાની બાજુ માં જગ્યા કરી કહ્યું

' બસ એવું ને એવું જ..'શ્રેયસ ધીમા અવાજે બોલ્યો.

'ભૂલી જા યાર.... બીજો કોઈ વિકલ્પ જ નથી' નિકુંજ બોલ્યો

શ્રેયસ મીઠી સ્માઈલ કરી બોલ્યો ' દોસ્ત... અત્યાર સુધીમાં એવું કોઈ કામ જ નથી બન્યું જે શ્રેયસ ના કરી શકે"

'તારો કોઈ ઈલાજ જ નથી..' નિકુંજ બોલ્યો

'આ રોગ જ એવો છે...ખુશકિસ્મત છે એ લોકો કે જેને આની અસર નથી થઈ' શ્રેયસે કહ્યું

ટ્રીનન......ટ્રીનન.... (કોલેજ નો બેલ પડ્યો......)

કલાસ માં પગ મુક્યો અને શ્રેયસ ની નજર શ્રુતિ પર પડી બન્ને એકબીજા ને જોતા રહ્યા. શ્રેયસ ના મુખ પર નિર્દોષ પ્રસ્તાવ હતો. શ્રુતિ પણ સમજી ગઈ હતી.

"શ્રુતિ હજી કહુ છુ તારી એક ઝલક એ શ્રેયસ ને સુધારી દીધો. હ મને એ સારો લાગે છે હા કહી દે" મોનીકા એ શ્રુતિ ને કહ્યું

"હા તો જાને તું જ.. મને શા માટે કહે છે" શ્રુતિ એ ગુસ્સા માં કહ્યુ.

કોલેજ ના આમ દિવસો પસાર થવા લાગ્યા...

શ્રુતિ અને શ્રેયસ બને રોજ એક બીજા ને જોતા શ્રેયસ પ્રેમની નજરે અને શ્રુતિ નફરતની....

***

શ્રુતિ અને મોનીકા બને રાત્રે હોસ્પિટલ થી હોસ્ટેલ આવતી હતી. સાડા અગિયાર વાગે રસ્તા મા થોડા માફિયાઓ.

" હેય..સામને લડકી આ રહી હૈ " નશા મા છોકરો બોલ્યો.

શ્રુતિ અને મોનીકા બને સામેની ફૂટપાથ પર ચાલી જતી હતી પાંચેય છોકરાવ તેને છેડતી કરવા આગળ વધ્યા ત્યાં સામેથી કાર ની હેડલાઈટ પ્રકાશ પડ્યો. સિલ્વર સ્વીફ્ટ ઉભી રહી.

"જી.… જે… વન... 2002" એ શ્રેયસ કી કાર હૈ ચલો ભાગો"

એક તો બોટલ મૂકી ભાગી ગયો બીજો તેની પાછળ...

"તુમ લોગ રુકો દેખતે હૈ એ હમારા ક્યાં ઉખાડ લેતા હૈ.." એમ આગળ આવી બોલ્યો.

શ્રેયસ નીચે ઉતર્યો. પેલા એ હુમલો કર્યો શ્રેયસે ત્રણેય ના હાથ ભાંગી નાખ્યા. શ્રુતિ શ્રેયસ ને જોઈ રહી. શ્રેયસ તરત શ્રુતિ ની નજર સમક્ષથી દુર થઇ ગયો.

બીજા દિવસે કોલેજની સીડી ઉતરતા સમયે શ્રેયસ ને શ્રુતિ મળી.

"થેન્ક્સ..." શ્રુતિ એ પ્યારભરી નજર થી કહ્યું.

"આપણા મા નો થેન્ક્સ નો સોરી..." શ્રેયસ મીઠી સ્માઈલ સાથે બોલી ત્યાંથી નીકળી ગયો. શ્રુતિ ત્યાં સ્થિર તેને જોતી જ રહી.

જન્માષ્ટમી ના વેકેશન પછી શ્રુતિ અને મોનીકા હોસ્ટેલ માંથી બહાર શોપિંગ માટે જતી હતી હોસ્ટેલ ની બહાર બાઇક પર શ્રેયસ બેઠો હતો શ્રુતિ તેની પાસે ગઈ અને બોલી

"ઓ હેલો... તે અમારા પર કોઈ મોટો અહેસાન નથી કર્યો હવે મને ફોલો કરવાનું બંધ કર અને તું તારું કામ કર.."

"કામ..!, ઇશ્ક ને હમે નિકમા કર દિયા ગાલિબ, વરના હમ ભી આદમી થે બહુત કામ કે.." શ્રેયસ સ્મિત કરી બોલ્યો.

શ્રુતિ ના મો પર રંગ ઉડી ગયો તેને શ્રેયસ સાથે ધડ કરવાં કરતા તે ચાલી ગઈ.

કોલેજ કેમ્પસ મા શ્રુતિ ઉભી હતી ત્યા શ્રેયસ ત્યાથી પસાર થયો શ્રેયસ એ જાતે કરી ને શ્રુતિ સામે ના જોયુ. આ વખતે કંઈક અલગ જ બન્યુ.

"ઓ નિકકમે..." શ્રુતિ હસી ને બોલી.

શ્રેયસ ફરી ને જોયું

"હા તું જ પાગલ...." શ્રુતિ ફરી કહ્યું

શ્રેયસ ખુદ ને ગાલ પર મારતો હતો આ સપનું તો નથી ને..

"હા બોલો જી..." શ્રેયસ શરમભર્યો બોલ્યો

"કલ ક્યાં કહાં થા નિકમે હો ગયે હો....સહી.." શ્રુતિ મસ્તી માં બોલી.

"હમમમ.." શ્રેયસ નીચું માથુ કરી બોલ્યો.

" ફિર કામ કે બનોગે...? "

"તું ક્યાં મને સમજે છે ?" શ્રેયસ એ કહ્યું

"ચલો સમજ લિયા માન લો" શ્રુતિ સ્મિત કરી બોલી.

શ્રેયસ જાણે દુનિયાનો તાજ જીતી આવ્યો હોય એવી ખુશી થી ઉછળી પડ્યો. બસ શરૂ થઈ બન્ને ની પ્રેમ કહાની...

હવે કોલેજ પુરી થવા મા 3 મહિના ની વાર હતી બને વચ્ચે પ્રેમ ખૂબ ગાઢ બની ગયો હતો. એક રાતે અચાનક શ્રુતિ ગાયબ થઈ ગઈ. બીજા દિવસે કોલેજ મા શ્રુતિ દેખાઇ નહી એટલે તેને મોનીકા ને પૂછ્યું.

" હું ઊંઘમાં હતી. મોડી રાતે શ્રુતિ બેગ પેક કરી જડપથી ગઇ" મોનીકા એ કહ્યું

"શુ થયું છે શ્રુતિ ને.? ક્યાં ગઈ હશે.? ઠીક તો હશે ને.? મને ખુબ ચિંતા થાય છે તેની" શ્રેયસ ના મો પરનો રંગ ઉડી ગયો તે ધીમા અવાજે બોલ્યો

(ક્રમશઃ)

( શ્રુતિ અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ..? હા તો જોઈએ હવે બીજા ભાગ માં...… )