Bepanah - 2 books and stories free download online pdf in Gujarati

બેપનાહ(ભાગ-૨)

બેપનાહ

ભાગ - ૨

ધાર્મિક ભડકોલીયા

("શુ થયું છે શ્રુતિ ને.? ક્યાં ગઈ હશે.? ઠીક તો હશે ને.? મને ખુબ ચિંતા થાય છે તેની" શ્રેયસ ના મો પરનો રંગ ઉડી ગયો તે ધીમા અવાજે બોલ્યો)

" મે નક્કી કર્યું છે કે હું શ્રુતિ ને શોધવા માટે જઈશ" શ્રેયસ દ્રઢતાથી બોલ્યો.

"ગાંડો થઈ ગયો છે.. એ આવી જશે કોઈ ઈમ્પોર્ટન્ટ કામથી બહાર ગઇ હશે." હિરેન સમજાવતો હતો.

"હા હું ગાંડો થઈ ગયો છુ. હું શ્રુતિ ને લઇ ને જ પરત આવી બાય..." શ્રેયસ ગુસ્સા મા બોલી ત્યાંથી નીકળી ગયો.

શ્રુતિ નો ફોન બંધ આવતો હતો એક મહિના ઉપર થઈ ગયું શ્રુતિ નું કોઈ નામુનિશાન ના મળ્યુ શ્રેયસ આખું અમદાવાદ વિખોળી નાખ્યું. કાઈ પતો ના મળ્યો.

શ્રેયસ સુરત મા શ્રુતિ ની સુરત શોધવા માટે નીકળ્યો. ત્યાં પણ કાઈ હાથ ના લાગ્યુ.

STD નંબર પર થી શ્રેયસ ને ફોન આવ્યો

"હેલો......." અવાજ આવ્યો. શ્રેયસ બે ક્ષણ મૌન રહ્યો.

સામેથી ફરી અવાજ આવ્યો "હેલો.."

'શ્રુતિ....!!' શ્રેયસ બોલ્યો

" હા શ્રુતિ.." શ્રુતિ બોલી

શ્રેયસ ના આંખો ભીની થઇ ગઈ.

" ક્યાં છો તું હું તારા વગર...."

" આઈ નો શ્રેયસ... હું એક્ઝામ મા હોસ્ટેલ આવીશ ત્યારે બધી વાતો કરી " શ્રુતિ બોલી

"બટ..."

"બાઈ ટેક કેર.." શ્રુતિ એ ફોન કટ કર્યો.

શ્રેયસ સુરત થી અમદાવાદ રવાના થયો.

27 માર્ચ એક્ઝામ નું પહેલું પેપર ઝડપથી પૂરું કરી શ્રેયસ ગાર્ડન માં શ્રુતિ ની રાહ જોઈ રહ્યો હતો. લાસ્ટ 10 મિનિટ નો બેલ પડ્યો. શ્રુતિ અને શ્રેયસ બંને એક બીજા ની સામે બે ડગલાં દૂર હતા બંને એક બીજા ને ચાંદ ને ચકોરી જેવુ ટગર ટગર નિરાખતા હતા.

શ્રેયસે શર્ટ ના બે બટન ખોલ્યા. તેની છાતી પર શ્રુતિ નું નામ લખેલું હતું શ્રુતિ જોઈ ને તરત જ શ્રેયસ ને ગળે વળગી ગઈ.

" સોરી શ્રેયસ મારા પપ્પા ને હાર્ટએટેક આવ્યો હતો એટલે મારે બેંગ્લોર જવું પડ્યું. પપ્પાની તબિયાતનું ધ્યાન રાખવા હું અમારા ગામડે ગઈ હતી અને ત્યાં તારી સાથે કોન્ટેક્ટ માટે કોઈ વિકલ્પ જ નહોતો." શ્રુતિ બોલી ને રડવા માંડી

શ્રેયસે શ્રુતિના માથા પર હાથ ફેરવતા કહ્યું"જે થાય તે સારા માટે જ થાય"

શ્રુતિ અને શ્રેયસ બને ફરી એક્ઝામ પુરી થઈ ત્યાં સુધી ધરાય ધરાય ને વાતો કરી. આજે લાસ્ટ પેપર હતુ પેપર પૂરું થયું.

" શ્રેયસ આજે મારે તને એક અગત્ય ની વાત કરવી છે" શ્રુતિ ગંભીર હતી

શ્રેયસ ને એમ હતું કે શ્રુતિ મને આઈ લવ યુ કહેવા માગે છે પણ નીકળ્યું કંઈક અલગ જ

" શ્રેયસ ભૂલી જા મને આપણો બંને નો રસ્તો અલગ છે. "

" પણ હું તારા વગર......."

"આઈ નો બટ હવે તારે મારા વગર જ જીવવાનું છે."

" શ્રુતિ...." શ્રેયસ પ્રસ્તાવથી બોલ્યો

" શ્રેયસ સમજ ને...." શ્રુતિ સમજવા પ્રયત્ન કરતી હતી.

" કઈ નહીં શ્રુતિ છેલ્લે આજ કરવું હતું તો પેલા જ કેવાય ને?"

"શ્રેયસ મારી મજબૂરી છે..." શ્રુતિ હજી સમજાવા કરતી હતી.

"કેવી મજબૂરી..?" શ્રેયસ હવે ગળગળો થઇ ગયો હતો.

" ખેર તારી સાથે વાત કરવી બેકાર છે "

"હા બેકાર જ હોય ને મેં તારી જેમ ટાઈમપાસ નથી કર્યો 'બેપનાહ' પ્રેમ કર્યો છે"

" શટઅપ... વાહિયાત છે એ બધુ."

"આવી ગઈ ને તારી ઔકાત પર" રડતો રડતો ગુસ્સા માં શ્રેયસ બોલ્યો

"હેય મેં મારી ઔકાત દેખાડી દીધી" શ્રુતિ ત્યાંથી ચાલતી થઈ

શ્રેયસ જોરથી બોલ્યો " હમ તુમકો બેપનાહ પ્યાર કરતે થે કરેંગે ઓર કરતે રહેંગે "

"પાગલ લડકા.."

"હા કભી ઇસ પાગલ કી કમી મહેસુસ હોગી"

"તેરી કોઈ જરૂરત નહીં મુજે" શ્રુતિ ગેટ પાર કરી ગઈ

"મુજે તો અભી ભી હૈ."

શ્રેયસ ઘુંટણભેર થઈ ગયો જોર જોરથી રડવા લાગ્યો.

છ મહિના પછી

શ્રેયસ રોજ શ્રુતિ ની યાદ માં પાગલ થતો હતો. તે હવે રાજકોટ જવા નક્કી કરી રાજકોટ મા હોબકળો બની ચારે તરફ શ્રુતિ ને શોધતો હતો.

"હેલો... શ્રેયસ મોનીકા.." મોનીકા બોલી

" હા બોલ.." શ્રેયસ નિરાશ હતો

" શ્રુતિ રાજકોટ માં નહીં પણ રાજકોટ પાસે ના એક નાનકડા ગામ માં રહે છે." મોનીકા એ કહ્યું

"ઓહો...… કઇ નઇ ચાલ બાય પછી ફોન કરું" શ્રેયસે ફોન કટ કર્યો.

"ક્યાં હશે ? કયું ગામ હશે.? શ્રુતિ.! બીજા ના સહારે મૂકી ગઈ ને હવે કેમ જીવવું.શ્રુતિ આવી જા ને પાછી પ્લીઝ" શ્રેયસ મનમાં ગનગણતો હતો.

બધાની જેમ દુઃખ પડે ને ભગવાન યાદ આવે શ્રેયસ મંદિરે ગયો. " હા તું બાકી રહી ગયો.. આતો બાજુ માં રાધા ઉભી છે એટલે ને બાકી મારી જેમ થયું હોય તો ખબર પડે" શ્રેયસ રડતો રડતો બોલતો હતો.

" હે કાના એટલી તાકાત દે. હું દુઃખ સહી શકુ. અને એને હંમેશા ખુશ રાખજે. હું તો..... હું તો યાદો ના સહારે જીવી લઈશ. હા અને બીજા કોઈ ને આવા મૃગજળ ની રમત માં ના નાખતો. હું જીવી લઈશ... એના વગર.." શ્રેયસ આસુંડા લૂછતો મંદિર ની બહાર નીકળ્યો.

આખો દિવસ એક જ રટણ શ્રુતિ....

" ચલ શ્રેયસ પાછો આવી જા હવે..." હિરેન અને નિકુંજ બને બોવ ફોર્સ કરી કહેતા હતા

"એને ભૂલી જા. એ નહીં તો એની બેન.. બીજી આવશે ," નિકુંજ એ કહ્યું.

શ્રેયસ ચૂપ થોડીવાર ચૂપ રહ્યો..

" ડોબા કૈક બોલ ને..."

શ્રેયસે ફોન કાપી નાખ્યો. અને આંખો મા તો ચોમાસુ આવ્યું હતું આખો દિવસ પાણી...

શ્રેયસ રસ્તા પર ચાલતો હતો ફુલ ટ્રાફિક માં એકલો મડદા ની જેમ ચાલ્યો જતો હતો.તેની નજર એક બસ પર પડી. તે એક બસ માં શ્રુતિ ને જોઈ ગયો શ્રુતિ બારી પાસે સૂતી હતી. બસ સ્ટોપ થી ઉપડી અને શ્રેયસ બસ ની પાછળ દોડ્યો. બસ ની ઝડપ સાથે તે દોડતો હતો.

"શ્રુતિ...... શ્રુતિ....."

આગળથી કાર આવી અને શ્રેયસ ને ઠોકર લાગી તે દૂર ફેંકાય ગયો માથા માંથી લોહી વહેવા લાગ્યું શ્રુતિ ના નામ સાથે શ્રેયસ બેભાન થઈ ગયો.થોડા લોકો ભેગા થઈ ગયા.

" ભાઈ કોઈ એમયુલન્સ ને ફોન કરો..."

શ્રેયસ ને હોસ્પિટલમાં દાખલ કર્યો. શ્રેયસ ના ફેમેલી ને જાણ કરી તે બધા રાજકોટ હોસ્પિટલમાં આવ્યા

"ડોક્ટર સાહેબ મારા દીકરા ને શુ થયું ?" શ્રેયસ ના પપ્પા એ પૂછ્યું

" શ્રેયસ ને જોરદાર ટક્કર લાગી છે હાલ તેનો ડાબો પગ ભાંગી ગયો છે અને બેડ ન્યુઝ કે તે હાલ કોમા માં છે"

"ડોક્ટર સાહેબ તે ભાન માં ક્યારે આવશે ?" શ્રેયસ ના નાના ભાઈ એ પૂછ્યું

"હવે એ તો 3 મહિના 1 વર્ષ અને 5 વર્ષ પણ લાગે અને ના પણ આવે "

શ્રુતિ ની સગાઈ નક્કી થઈ ગઈ. એક વર્ષ પછી શ્રુતિ ના લગ્ન થઈ ગયા અને શ્રેયસ હજી કોમા માં હતો. શ્રુતિ શ્રેયસ ને ભૂલી ગઈ હતી.

( શ્રેયસ કોમામાંથી બહાર આવશે અને આવશે તો તેની યાદશક્તિ ??. અને બને ની પ્રેમ કહાની નું ?? પછી ના ભાગ મા...)