Moutnu Rahashy books and stories free download online pdf in Gujarati

મોતનું રહસ્ય

કમલા! એ કમલા! હું જાઉં છું નોકરીએ. સામે થી કમલા:'એ, જાઓ. '

રમેશ ટહેલતો, ટહેલતો નાઈ ટ ડ્યૂટી પર નીકળ્યો અચાનક થી પાછળ થી તેના પર કોઈએ વાર કરતા તે ત્યાં જ મૃત્યુ પામ્યો. આ વાત ગામમાં ફેલાઈ ગામ શોક માં હતું. અને રમેશ નો પરિવાર પણ શોક માં હતો. આ વાત પોલીસ સ્ટેશનમાં પહોંચી પોલીસ સ્ટેશનમાંના બે જાબાઝ પોલીસ ઇન્સ્પેક્ટરો ને આ કેશ શોપવામાં આવ્યો. ઇન્સ્પેક્ટર રવિ દલાલ અને ઇન્સ્પેક્ટર નંદિની ચોપરા ને આ કેશ શોપવા માં આવ્યું. બંને હરિપુરા પહોંચ્યા જ્યાં રમેશ ની હત્યા થઈ હતી. ઇન્વેસ્ટિકેશન કરતા એક વાત સામે આવી કે આ કોઈ જનાવર ના નાખુંન થી રમેશ નું મૃત્યુ થયું હતું. અને હરિપુરા પોલીસસ્ટેશનમાં પૂછતાછ કરતા જાણવા મળ્યું કે આ આવી પાંચમી ઘટના છે. પણ પોલીસેઆ વાત પર ધ્યાન આપ્યું નથી. આ થી ઇન્સપેક્ટરે આ કેશ ની જાન્ચ ફરી શરૂ કરી. બંને ઇન્સપેક્ટર રાત્રી ના સમયે આ વાત નું જાન્ચ કરતા હતા ત્યાં એક અજીબ પગ ના નિશાન મળ્યા. આ નિશાન અડધા મનુષ્ય અને અડધા જનાવરના હતા. પાસે જ એક બંધ પડેલી હવેલી હતી ત્યાં બંને ઇન્સપેક્ટર ઇન્વેસ્ટિકેશન કરવા ગયા. અચાનક કંઈક તેમની સામે થી નીકળી ગયું હોય તેવું લાગ્યું. આ કોણ હતું તે શોધવા બંને ઇન્સપેક્ટર તે જ જગ્યા પર શોધવા લાગ્યા. અચાનક થી એક અવાજ થઈ નીકળી જાઓ અહીં થી નીકળી જાઓ નહીંતર પરિણામ ભોગવજો આ અવાજ ઉપર ના રૂમ માં થી આવી હોય એવું લાગ્યું. બંને ઇન્સપેક્ટર ઉપર ના રૂમ તરફ ગયા. રૂમ નો દરવાજો ખોલ્યો. રૂમમાં કોઈ નહોતું નીકળી જાઓ અહીં થી ફરી અવાજ આવ્યો આ વખતે અવાજ નીચે ના રૂમ પરથી આવ્યો હતો. ઇનસ્પેક્ટર રવિ નીચે ના રૂમ માં જોવા ગયા ઇન્સપેક્ટર નંદિની અહી ઉપર ના રૂમ માં જાન્ચ કરતા હતા ત્યાં અચાનક એક વ્યક્તિ જાનવર જેવો અને પીળી આંખો વાળો તેમની સામે આવ્યો ઇન્સપેક્ટર નંદિની:'કોણ કગે ત્યાં કોણ છે?' જાનવર જેવો વ્યક્તિ ઇન્સપેક્ટર નંદિની તરફ આગળ વધ્યો. ઇન્સપેક્ટર નંદિની એ ગોળી ચલાવી આ ગોળી થી એ જનાવર જેવા વ્યક્તિ ને કોઈ ફરક ના પડ્યો અને ઇન્સપેક્ટર રવિ ગોળી નો આવાજ સાંભળીને ઉપર આવી ગયા. ઇન્સપેક્ટર નંદિની એ બધી ઘટના ઇન્સપેક્ટર રવિ ને જણાવી.

આ ઇન્સપેક્ટર નંદીની નો વહેમ છે એવું ઇન્સપેક્ટર રવિ ને લાગ્યું. અને અચાનક હરિપુરા ગામના ઇન્ચાર્જ નો કોલ આવ્યો:'સર અહીં હજુ એક કહું થયું છે. 'ઇન્સ્પેક્ટર રવિ અને ઇન્સ્પેક્ટર નંદિની બંને ખૂંન થયેલા સ્થળ પર પહોંચ્યા. ફરી એ જ નિશાન જે રમેશ ની બોડી પર પણ હતા. આ જોઈ બંને ઇન્સપેક્ટર ને એ વાત ની જાણ થઇ ગઈ હતી કે આ બધા ખૂન તેજ જનાવર કરી રહ્યો છે. આ કેશ વધુ માં વધુ ઉલજાઈ રહ્યો હતો. ત્યાં રાત્રે ફરી આ જ કેશ ની જાન્ચ કરવા બંને ઇન્સપેક્ટર નીકળી પડ્યા. ઇન્સ્પેક્ટર નંદિની એજ હવેલી માં ગયા. અને ઇન્સપેક્ટર રવિ જંગલ તરફ ગયા. ઇન્સપેક્ટર નંદિની ની ને ફરી એ જ અવાજ સંભળાયો જે પેહલી વખત સંભળાયો હતો. નીકળી જા અહીં થી નીકળી જા. અચાનક પાછળ થી કોઈનો હાથ ઇન્સ્પેક્ટર નંદિની ના કંધા પર આવ્યો. પાછળ વળતા જોયું તો કોઈ નહોતું. સામે ફરી એજ જનાવર દેખાયો પીળી આંખો લાંબા નાખુંન તે ફરી ઇન્સપેક્ટર નંદિની તરફ વળ્યો. ફરી વાર ઇન્સપેક્ટર નંદિની ને ગોળી ચલાવવી આ ગોળી નો અવાજ સાંભળી ને ઇન્સપેક્ટર નંદિની ને બચાવવા ફરી ઇન્સપેક્ટર રવિ પહોંચી ગયા. અને ફરી એ જનાવર ગાયબ પરંતુ આ વખતે તે એક સુરાગ છોડી ગયો હતો. ઇન્સપેક્ટર નંદિની ની ગોળી તેના નખ પર લાગતા તેનો નખ કપાયો હતો. અને એ નખ ની જાન્ચ કરતા જાણવા મળ્યું કે આ નાખુંન કોઈ મરી ગયેલા વ્યક્તિ નું હતું. આ જાણી બધા આશ્ચર્યજનક થઈ ગયા. કે કોઈ મરેલ વ્યક્તિ આ ખૂન કરી રહ્યું હતું.

અને એક વાત એ પણ હતી કે આ બધા ખૂન થયા હતા તેમાં બધા નવા પરણેલા દુલ્હઓ જ હતા. આ વાત થી પોલીસ પણ આશ્ચર્યચકીત થઈ ગઈ હતી.

આ થી તેમણે રાત્રી સમયે ગામમાં પહેરો દેવા નો નિર્ણય કર્યો. ઇન્સપેક્ટરસ પહેરો દઈ રહ્યા હતા ત્યાં અચાનક કોઈક ના ચીખવાની અવાજ આવી. અને તે સ્થળે જઇ જોયું તો ફરી તે જ અજીબ જનાવર જેવું વ્યક્તિ હતું. આવખતે પોલીશે આ જનાવર જેવા વ્યક્તિ ને ચેતવણી આપી કે એને છોડી દે નહીંતર ગોળી ચલાવીશું પરંતુ જનાવરે તેની વાત ન સાંભળી તે તેને મારી ને અલોપ થઈ ગયો.

આ કેશ વધુમાં વધુ વિચિત્ર થઈ રહ્યો હતો. આમ બંને ઇન્સપેક્ટરસ ને લાગ્યું એ હવેલી નો જરૂર આ કેશ થી સબંધ છે. તે થી બંને ઇન્સપેક્ટરસ ફરી ત્યાં હવેલી માં સબૂત સોધવા ગયા. બધાય ખૂણાઓ ચેક કર્યા છતાં કાઈ ન મળ્યું પરંતુ અચાનક એક અલમારી પરથી એક ફાઇલ પડી જેમાં કોઈ સ્ત્રી વિશે લખેલું હતું. આ સ્ત્રી ના પરિવાર ને શોધી ને તેમને પૂછતાછ કરતા સામે આવ્યું કે તેમની દીકરી ને તો વિદેશ પરણાવી દીધી છે . અને તે અમને રોજ મેસેજ પણ કરે છે. ઇન્સપેક્ટરસ એ પૂછ્યો તે તમને કોલ સા માટે નથી કરતી? તે નો જવાબ તેમની પાસે પણ નહોતો. આમ તે સ્ત્રી ના પતિ નો સંપર્ક કર્યો અને તે થોડા જ દિવસો માં ઇન્ડિયા આવવાનો છે તે પણ તેને જણાવ્યુ. આમ જ્યારે તે ઈન્ડિયા આવ્યો ત્યારે તેની પૂછતાછ કરતા જાણવા મળ્યું કે

તે સ્ત્રી એટલે કે પ્રીતિ ત્યાં કામ ના કારણે અટકી ગઈ તેથી તે તેને ઇન્ડિયા ન લાવી શક્યો. પણ આગળ તેની એક હવેલી હોવાનું સામે આવ્યું અને એ તેજ ભૂતિયા હવેલી હતી. અને પ્રીતિ નો પતિ જે આ હવેલી વહેંચવા માટે આવ્યો હતો. જ્યારે પ્રીતિ નો પતિ વિકાસ તે હવેલી મા ઇન્સપેક્ટરસ સાથે ગયો ત્યારે અચાનક કાન ફાડી નાખે તેવી ચિખો થવા માંડી . અચાનક કોઈ નો અવાજ થયો વિકાસ તું આવી ગયો? તું હવે નહીં બચે જેમ તેમ કરી ને ઇન્સપેક્ટરસ એ વિકાસ ને ત્યાં થી બચાવ્યો અને તેને પૂછતાછ માં બધું જ જાણી લીધું. વાત એમ હતી કે વિકાસે જ પ્રિતી નો ખૂન કર્યો હતો. કારણ કે તે પ્રીતિ ને પસંદ નહોતો કરતો પરંતુ. તેના પપ્પા અને પ્રિતી ના પપ્પા બંને મિત્રો હોવાથી આ રિશ્તા માટે તૈયાર થઈ ગયા હતા. પરંતુ વિકાસ બીજા કોઈ થી પ્રેમ કરતો હતો અને આ વાત તેણે તેના પપ્પા ને પણ જણાવી પરંતુ તેના પિતાએ જાયદાદ ન આપવાની ધમકી આપી જે થી વિકાસ ચૂપ રહ્યો.

પણ લાગ જોઈ તે પ્રીતિ ને ઇન્ડિયા ફેરવવા લઇ જવાના બહાને તેની હવેલી એ લઇ ગયો અને તેનો ખૂન કરી નાખ્યો.

અને તેને એક કાર માં બેસાડી અકસિડેન્ટ થયું છે એવો દેખાવો કરવા માતે કાર ને ખાઈની નિચે ધક્કો મારી મુકયો. આમ પ્રીતિ પરિવાર થી આ વાત છુપાવી અને વિકાશે તેના પપ્પા ને પણ અકસિડેન્ટ થયું હોવા નું જણાવ્યું. અને તેના પપ્પા ને સમજાવ્યું કે આ વાત પ્રીતિ ના પપ્પા થી છુપાવો નહીંતર તેઓ સદમાં માં આવી જશે આમ તેમના પરિવાર થી આ વાત છુપાવી. અને તેની દીકરી રૂપે વિકાસ જ તેમને રોજ મેસેજ કરતો. અને ત્યારબાદ તેણે બીજા મેરેજ પણ કાર્ય.

આમ તે બીજા મેરેજ તેની પ્રેમિકા થી કર્યા જેથી તે તેની લાઈફ માં ખુશ હતો. પરંતુ આ બાજુ તેનો પરિવાર બીમાર જ રહેતો હતો. અને આમ પૈસા પણ નહોતા બચતા તેથી તેણે એ ઇન્ડિયા વળી હવેલી વહેંચવા નો નિર્ણય કર્યો. આમ તે હવેલી વહેંચવા તે ઇન્ડિયા આવેલો હતો. પણ તેના કર્મો નો બદલો પ્રીતિ તેના થી લેવા ની જ હતી . અને આ વાત ની તેને જાણ થઇ ચુકી હતી. તેથી તે જલ્દી થી જલ્દી અમેરિકા જવા નીકળી ગયો. પરંતુ કુદરત કાંઈ ક બીજું જ ઇરછતો હતો . વિકાશ ની કાર નો અકસિડેન્ટ થયો અને તે ગંભીર રૂપે ઘાયલ થયો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. અને તેના ઈલાજ બાદ તેના આરામ ના સમયે એ જ જનાવર જેવી વ્યક્તિ આવી પહોરચી અને એ બીજું કોઈ ન પ્રીતિ ની આત્મા જ હતી . આત્મા એ વીકાસ ને ખેંચી ને હોસ્પિટલના સૌથી ઊંચા માળ એટલે કે ટેરેશ પર લઇ જઇ ને પેહલા તો તેને દર્દ નાક જખમ આપ્યા અને છેલ્લે ટેરેશ પર થી તેને ધક્કો દઈ મુક્યો. આમ તેને ન્યાય મળ્યો કે નહીં તેની તો ખબર નથી પણ હા તેણે તેનો બદલો તો લઇ જ લીધો હતો. અને આ આત્મા એ બધા ખૂન સા માટે કાર્ય તેની વાત કરતા ઇન્સપેક્ટરસ એ પોતા નો નીર્ણય એ લીધો કે સાયદ પ્રીતિ એમ ઇચ્છતી હોય કે આવો કોઈ પણ બીજી સ્ત્રી સાથે ન થાય. પરંતુ સાચી વાત તો કોઈ ને પણ ખબર નહોતી.

આમ બધું શાંત થયું ગામમાં ખૂન થવાનું બંધ થયું. અને ગામમનો ખોફ પણ ગાયબ થયો આમ સાયદ પ્રીતિ ને પણ ન્યાય મળી ગયો અને તેની આત્મા ને પણ શાંતિ મળી. આ વાત તેના પરિવાર ને જાણ કરી દેવાઈ અને પરિવાર પણ સદમામાં હતો. અને આ કેસ તો સોલ્વ થઈ ગયો પણ ન જાણે ક્યારે બીજો કેશ પણ મળી જાય.

***