Neelima - 1 books and stories free download online pdf in Gujarati

નીલિમા - 1

નીલિમા

આમ તો આજ કાલ ના છોકરાઓ અને છોકરીઓ જમાના પ્રમાણે ખૂબ જ ખુલ્લા વિચારશીલ મગજ ના થઈ ગયા છે, પરંતુ આ એક એવી ઘટના છે જેમાં તેમની આ વિચારશીલતા એમની દુશ્મન બની બેસે છે.

આ વાત છે એક નાનકડા ગામ ની જેનું નામે હતું કુંપા ગામ, ગામ બહુજ સુંદર અને રમણીય હતું, ત્યાંના લોકો પણ એવા જ સુંદર સ્વભાવ ના હતા.

આ ગામ માં એક શેઠ રહે, બહુજ ચતુર અને જાત તો વણીક શેઠ. નામે હતું ચીમનલાલ અને શેઠ ને એક સુંદર પત્ની હતી જેનું નામ હતું સુલક્ષણ. બને પતિ પત્ની ભગવાન મહાવીર ના ઉપાસક અને બહુજ દાન ધર્મ માં માનવા વાળા, પરંતુ એમને ખાટલે મોટી ખોડ હતી કે એમને એક પણ સંતાન હતું નહિ.

તે ભગવાન મહાવીર ને રોજ એક જ પ્રાથના કરતા કે હે પ્રભુ દીકરો કે દીકરી જે પણ હશે ચાલશે પણ આ વાંજીયપો દૂર કર.

કુદરત ની મહેર અને ભગવાન ની દયા થી ગર્ભ રહ્યું અને થોડાક મહિના પછી એમને ઘેર સુંદર મજાની બાળકી નો જન્મ થયો, શેઠ ખુશખુશાલ થઈ ગયા, અને આખા ગામ માં મીઠાઈઓ વહેંચી અને દાન પુણ્ય કર્યા.

છોકરી નું નામ રાખ્યું નીલિમા, નીલિમા લાડ અને હૂંફ થી અને એક ની એક છોકરી હોવાનાં કારણે દિન પ્રતિ દિન જાણે જલ્દી જ મોટી થતી હતી, ચાર પાંચ વર્ષો માં તો તેને ભણવા બેસાડી, અને ભણવા માં બહુજ હોશિયાર.

સમય વીતતો ગયો નીલિમા એ બાજુ ના મોટા ગામ થી ૧૨માં ધોરણ નો અભ્યાસ પૂરો કર્યો, હવે તે સુંદર, સુશીલ એક પુખ્ત વય ની છોકરી થઈ ગઈ હતી, અને આગળ અભ્યાસ કરવા માટે મુંબઈ બહુ જ મોટી કૉલેજ માં એડમીશ મળી ગયું હતું, અને હવે એનું સપનું હતું કે એક સારી ડોક્ટર બને તે હવે એને પૂરી થઇ શકે એવું લાગતું હતું.

પરંતુ કહેવાય છે ને કે જેના નસીબ જ ખરાબ હોય એમાં ગમે તેટલા સ્વપ્ન મોટા હોય ખરાબ નસીબ એને પૂરા થવા નથી દેતું, આવું જ કંઈક નીલિમા સાથે પણ થયું.

એક દિવસ ની વાત છે, નીલિમા એક પિઝ્ઝા સેન્ટર માં તેની બહેનપણી ઓ જોડે બેસી ને મઝા થી ગપ્પા મારતી હતી, અને ત્યાં એક વિદેશી પુરુષ જે બહુજ સુંદર અને દેખાવડો હતું. એને જોઈને બધી જ છોકરીઓ સ્તબ્ધ થઈ ગઈ, એને છાની માની જોવા લાગી, જાણે ક્યારે આવો કોઈ વ્યક્તિ જોયો જ નહિ હોય આવું કરવા લાગી, એ બિલકુલ નીલિમા ની સામે ના ટેબલ પર આવી ને બેઠો, એને જોઈને નીલિમા ના મન માં પણ પ્રેમ ના અંકુર જાણે ફૂટવા લાગ્યા, આ બાજુ વિદેશી પુરુષ એ પણ નોધ્યું કે એ છોકરી એને પસંદ કરે છે, અને જોઈ રહી છે પણ એને એ બધું ના જોયું હોય એમ કરી ને બેસી રહ્યો અને પિઝ્ઝા ખાવા લાગ્યો.

નીલિમાએ એ સમય નોંધી નાખ્યો જે સમયે એ પિઝ્ઝા સેન્ટર માં આવેલ અને પછી તે તેની મિત્રો સાથે પાછી હોસ્ટેલે જવા નીકળી ગઈ, એના મગજ માં એ અજનબી વ્યક્તિ ફરી રહી હતી, એનું મગજ હવે જાણે વિચારો માં વમળ માં ઘૂમી રહ્યું હતું, એને પહેલી જ નજરો માં પેલા અજનબી પુરુષ પ્રેમ માં પડી ગઈ હતી, અને એ હવે રાહ જોઈ રહી હતી કે ક્યારે સવાર પડે અને ક્યારે પાછી એ જ સાંજ આવે જ્યારે તે એ પિઝ્ઝા સેન્ટર જાય એને એ વ્યક્તિ ને જઈ ને એની જોડે મિત્રતા કરે.

સુંદર ગુલાબી સવાર થઈ, પક્ષીઓ ન કલરવ શરૂ થયો, રોજ કરતા નીલિમા આજે વધુ જ જલ્દી ઊઠી ગઈ, જેમ કે એને તો જાણે નિંદર લીધી જ નહોતી, તેને જલ્દી જલ્દી સવાર ના કામો પૂર્ણ કર્યા અને વાંચવા બેઠી પણ વાંચવા માં મગજ એનું મદદ કરતું જ નહોતું.

નીલિમા ને હવે ગમે તેમ કરી ને સમય પસાર કરી ને સાંજ પાડવી હતી, તેને બીમારી નું બહાનું કાઢી ને કોલેજ માં આજે રજા પડી, અને મોબાઇલ માં મૂવી જોવા બેસી ગઈ, મૂવી જોઈ અને નૉવેલ વાંચી અને ઊંધી ને ગમે તેમ કરી નીલિમા એ સાંજ પડી નાખી, એને જે સમય ની રાહ જોઈ રહી હતી એ સમય છેવટે આવું ગયો, એ જલ્દી થી સુંદર વસ્ત્રો પહેરી ને તૈયાર થઈ ગઈ પિઝ્ઝા સેન્ટર જવા માટે, એને વિશ્વાસ હતો કે એ અજનબી પુરુષ આજે પાછો જરૂર આવશે.

નીલિમા ઉતાવળી થઈ ને એ પિઝ્ઝા સેન્ટર પહોંચી ગઈ, એના નસીબ ખરાબ હતા એટલે એક જ ટેબલ ખાલી હતું અને બધું પૅક હતું, એને પોતાની જગ્યા લીધી, નસીબ ખરાબ કેમ એ તમને છેલ્લે ખબર પડશે. નીલિમા થોડી વાર રાહ જોઈને બેસી રહી પરંતુ બધા એને બાઘા ની જેમ જોવા લાગ્યા ત્યારે એને એક પિઝ્ઝા ઓર્ડર કર્યો અને આરોગવા લાગી, થોડીક જ વાર માં એ પુરુષ પ્રવેશ્યો અને એની ઇંતજાર ની ઘડિયો પૂરી થઈ, પિઝ્ઝા સેન્ટર પૂરું ભરેલું હતું ખાલી નીલિમા ની સામેની સીટ ખાલી હતી, એટલે નીલિમા વધુ ખુશ થઈ ગઈ કે હવે એ વ્યક્તિ એની સામે જ આવી ને બેસી જશે, અને થયું જ એવું કંઇક.....

અજાણી વ્યક્તિ : (ઇંગ્લિશ માં) શું હું અહીંયા બેસી શકું છું ?

નીલિમા : (ઇંગ્લિશ માં) હા કેમ નહિ બેસો.

નીલિમા ને તો બસ એટલું જ જોઈતું હતું, એ એને આંખો નીચી કરી ને સંપૂર્ણ પણે જોવા લાગી, એ પુરુષ બહુજ હોશિયાર હતો, એ બધું જ ધ્યાન રાખતો હતો, કે એ છોકરી એને એકી નજરે જોયા કરે છે, થોડીક વાર આવી જ નીરવ શાંતિ રહી, પછી નીલિમા એ જ એ પુરુષ ની જ ભાષા માં બોલવા નું સારું કર્યું, કેમ કે હવે એ રાહ નહિ જોઈ શકતી કે એ સામે થી એની જોડે વાતો કરે, કેમ કે એ તો બિલકુલ મુંગો બેઠો હતો.

નીલિમા : તમે ક્યાં થી આવો છો ? ઇન્ડિયા ના તો નથી જ લગતા....

અજાણી વ્યક્તિ : હું અમેરિકી છું, ધંધાકીય કામ માટે અહી આવેલો છું, અને તમે ?

નીલિમા : હું ગુજરાતી છું, અને અહીં મેડિકલ સ્ટુડન્ટ છું

અજાણી વ્યક્તિ : અરે વાહ બહુ સરસ... તમારું શુભ નામ જાણી શકું ?

નીલિમા : હા મારું નામે નીલિમા મહેતા છે, અને તમારું શુભ નામ ?

અજાણી વ્યક્તિ : મારું નામે ડેનિશ લોય છે, બધા મને પ્રેમ થી લોય કહે છે.

આવી રીતે નીલિમા અને લોય વચ્ચે વાતો થવા લાગી, ધીરે ધીરે એ રોજ એ જ પિઝ્ઝા સેન્ટર મા મળવા લાગ્યા, નીલિમા કૉલેજ કરતા હવે પિઝ્ઝા સેન્ટર મા વધુ સમય પસાર કરવા લાગી, ભણવા માં એનું ધ્યાન ઓછું થતું ગયું, પરંતુ તે હોશિયાર હતી એટલે એને વાંધો આવતો નહિ, એ લોય ની પાછળ ગાંડી થઈ ગઈ હતી, હવે એ લોકો બહાર ફરવા પણ જતા હતા, લોય રોજ સાંજે બાઇક લઈ ને નીલિમા ની હૉસ્ટેલ ની બહાર આવી જતો અને નીલિમા કામો પતાવી ને જલ્દી થી એના બાઇક પર સવાર થઈ જતી, એ હવે પિઝ્ઝા સેન્ટર ની જગ્યા એ રોજ ક્યાંક ને ક્યાંક બહાર ફરવા જવા લાગ્યા.

નીલિમા એક વિદેશી વ્યક્તિ જે બિલકુલ અજાણી હતી એના પર હવે આંખો બંધ કરી ને વિશ્વાસ કરવા લાગી, એને હવે દુનિયા નું ભાન હતું નહિ, એને હવે એના મા-બાપ નું પણ ધ્યાન હતું નહિ, બસ આખો દિવસ એ લોય લોય જ કર્યા કરતી, એના મિત્રો એને સમજાવતા પણ ખરા પરંતુ એમ કહેવાય ને કે પ્રેમ આંધળો હોય છે, જ્યાં સુધી ઠોકર ના ખાય ત્યાં સુધી મગજ ઠેકાણે ના આવે, આમાં પણ કંઇક એવું જ હતું. જ્યાં સુધી નીલિમા ની બુદ્ધિ ઠેકાણે નહિ આવે ત્યાં સુધી કોઈ ના સમજવા થી એ સમજી શકે એમ નહોતી.

એક દિવસ ની વાત છે, નીલિમા ને લોય રાત્રે એક સારી હોટેલ માં જમવા લઇ ગયો, અને ત્યાં લોય એ નીલિમા આગળ એના પ્રેમ નો એકરાર કર્યો, આ બધું જોઈ ને નીલિમા જાણે ગાંડી થઈ ગઈ, કારણ કે એ આ સમય ની જ રાહ જોઈ રહી હતી, કે લોય એને સામે થી પ્રપોઝ કરે, એને છેવટે થયું પણ એજ લોય એ એને પ્રપોઝ કર્યો, અને નીલિમા એ થોડુંક પણ વિચાર્યા વગર લોય ને હા પડી નાખી.

એક વિદેશી વ્યક્તિ જેના વિશે તમે કઈ પણ જાણતા નથી, એના ધંધા, અને પરિવાર, એના કામો વગેરે વિશે કંઈ પણ તમને ખબર નથી તો તમે હા કેવી રીતે પડી શકો ?

પરંતુ આ સમયે નીલિમા ની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી, એ તો લોય ના પ્રેમ મા પાગલ થઈ ગઈ હતી, એને વિચાર્યા વગર જ લોય ના પ્રપોસલ ને હા પડી નાખી, ધીરે ધીરે એમનું મળવા નું વધી ગયું, હવે તો એ લોકો પ્રેમી યુગલ ની જેમ મળવા લાગ્યા. આ બાજુ નીલિમા નું ભણવા માં મન ઓછું થતું ગયું , એ પરિક્ષા માં નાપાસ થવા લાગી હતી, પરંતુ એને તો ક્યાં સમજ હતી.

આ બાજુ નીલિમા ની હૉસ્ટેલ માં તકલીફ વધવા લાગી, હૉસ્ટેલ ની બીજી છોકરીઓ એ ફરિયાદ કરી કે કોઈ અજાણ્યો વ્યક્તિ રોજ આવે છે નીલિમા ને લેવા મૂકવા અને એની ચાલ ચલન બદલાઈ ગઈ છે, આ ફરિયાદ ના કારણે હૉસ્ટેલ ના ટ્રસ્ટી એ નીલિમા ને ધમકાવીને કહ્યું કે જો આવી રીતે રહેવું હોય તો તારા માટે અહીંયા કોઈ જગ્યા નથી,આ સાંભળી નીલિમા ટેન્શન માં આવી ગઈ, રડવા લાગી, પ્રેમ નો ત્યાગ પણ ના કરી શકાય અને હૉસ્ટેલ પણ ના છોડાય. આ બધી વાત નીલિમા એ લોય ને કરી, લોય એ તો સીધો જ રસ્તો કાઢી નાખ્યો, એ બોલ્યો કે તું મારી સાથે રહેવા આવી જા.

આ સાંભળી નીલિમા ડઘાઈ ગઈ, લગ્ન વગર સાથે કેવી રીતે રહીશ ? એને મારા ઘરે કીધા વગર લગ્ન પણ કેવી રીતે કરશું ? આ જે તું કહે છે એ શક્ય નહિ લોય. થોડીક વાર વાતાવરણ શાંત રહ્યું, પછી લોય બોલ્યો કે એક રસ્તો છે જેના થી આપણે સાથે રહી શું એક જ ઘરમાં, નીલિમા ની આંખો પહોળી થઈ ગઈ, કેવી રીતે લોય ?

લોય એ જે રસ્તો બતાવ્યો જે બહુ જ વિચિત્ર હતો, એ હતો લિવે ઈન રિલેશનશિપ