Mera Bharat Mahaan books and stories free download online pdf in Gujarati

મેરા ભારત મહાન

મારો ભારત મહાન??

જયેશ જલ્દી કર બેન્કો માં લાઇન લાગી જશે. પછી પાંચસો અને હજાર ના નોટ કેવીરીતે બદલસૂ? આના જવાબ માં જયેશે મંશુખ ને જવાબ આપતાં કહ્યું:'બે યાર બેન્ક મેનેજર મારો ઓળખીતો છે લાંચ આપશુ તો જલ્દી થી આપણી નોટો બદલી આપશે.મનશુખ આના જવાબ માં બોલ્યો:'અરે તો તો કંઈ ચિંતા નથી આરામ થી જઈશું. ત્યારબાદ બંને મિત્રો એક રસ્તા પર થી પસાર થઈ રહ્યા હતા રસ્તા પર જ એક પાન ની દુકાન અથવા ગલ્લો જે કહીયે તે આવ્યો.જ્યેશે મનશુખ ને 'પાન ખાવું છે'? એમ પૂછ્યું આના જવાબ માં મનશુખ 'હા 'એમ બોલ્યો. આમ જયેશ પાન ખરીદી લાવ્યો.પાન ખાઈ ને પાન ની પિચકારી થુંક દાની હોવા છતાં રસ્તા પર જ પિચકારીઓ મારવા લાગ્યા.ત્યારબાદ બંને આગળ વધ્યા બેન્ક માં પૈસા બદલવા મોટી લાઈન લાગેલી હતી.બંને મિત્રો અંદર જઈ ને લાંચ આપી નોટો બદલી આવ્યા.ત્યારબાદ બંને જણ નાસતા ની લારી

પર ગયા નાસ્તો પ્લાસ્ટિક ની પ્લેટ માં અપાયો બંને એ નાસ્તો કરી પ્લેટ કચરા પેટી માં નહીં પરંતું બહાર જ ફેંકી જ્યારે લારી વાળા એ પ્લેટ કચરા પેટી માં ફેંકવા કહ્યું ત્યારે તેઓ લારી વાળા સાથે બહેસ કરવા લાગ્યા.ત્યારબાદ ચૂંટણી આવી ચૂંટણીમાં નેતા ઓ પાસે પૈસા લઇ લોકો ને પૈસા બાટી પાર્ટી ને વોટ આપવાનું કેહવા લાગ્યા.પાર્ટી સત્તા માં આવતા જ તેઓ પાર્ટી સાથે જોડાયા. સરકાર ના પૈસા જે વિકાસ ના કામો માં ખર્ચવા ના હતા તે પડાવી પાડ્યા.આમ મિત્રો આપડે હમણાં ની જ વાત કરીએ સિનેમાઓમાં રાષ્ટ્રીય ગાન વગાડવા ના નિર્ણય ની જો તમે દેશ માટે કઈ કરી નથી સકતા તો રાષ્ટ્રીયગાન પર માત્ર બાવન સેકન્ડ ઉભા રહી દેશનો સન્માન તો કરો.ત્યારબાદ વાત કરીએ એવા નમુનાઓની જે બેંકો પાસે લોનો ના ગોટાળા કરી દેશ બહાર જતા રહ્યા છે. હમણાં તો આ પ્રથા બહુ ચલણ માં આવી ગઈ છે .એક પછી એક મારો દેશ મહાન?મિત્રો વાત કરીએ એક સક્ષ ની જે હાલના સમયમાં આપણા વડાપ્રધાન છે.તેમને આપણા દેશ ની સૈન્ય ક્ષમતા વધારવા એક દેશ પાસે થી ઐરકરાફટ ખરીદ્યા હવે વિપક્ષ કહે છે આમાં ગોટાળા ઓ છે. હું નથી જાણતો આ વાત કેટલી સાચી છે.પણ આપણે આગળ વધીએ છીએ આપણી સૈન્યક્ષમતા વધતી હોય તો વિપક્ષ ને તકલીફ ક્યાં પડી?ભારત જે દેશ એકશોનેત્રીસ કરોડ ની વસ્તી ધરાવતો દેશ છે તે ઓલિમ્પિક માં ગોલ્ડ લેવા માટે કેમ આવડો જજૂમેં છે.કેમ આપણે ઓલિમ્પિક મેડલ્સ ની લિસ્ટમાં ટોપ પર નથી હોતા.તમે ખિલાડી ની ટ્રેનિંગમાં પણ ગોટાળા કરો તો મેડલ ની વાત તો દૂર તમારા ખિલાડીઓને કોઈ પૂછે પણ નહીં.ચીન દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ છે.તેમની સૈન્ય ક્ષમતા પણ અવલ્લ દરજા ની છે.એ બાબતે તો આપણે પણ અવ્વલ દરજાની સૈન્ય ક્ષમતા ધરાવીએ છીએ પરંતું જ્યારે આપણા દેશ ના જવાનો સરહદ પર દેશ ની રક્ષા કરતાં દેશ માટે શહીદ થઈ જાય છે .તેમની કોઈ ને પરવાહ નથી હોતી આ બાબત માં મીડિયા પણ પાછળ જ છે.પરંતુ જ્યારે કોઈ અભિનેતા અથવા અભિનેત્રી ને જરાક કંઇક થાય તો તે પુરા દિવસ મીડિયા ની રિપોર્ટમાં ટોપ પર આવી જાય છે.ફલાણા અભિનેતા હિસ્પિટલમાં ફલાણા અભિનેતા એ લગ્ન કર્યા વગેરે વગેરે ખબરો પુરા દિવસ મીડિયા માં ફરતી રહે છે.પણ સૈનિક શહીદ થયો તેની કોઈને પરવાહ નથી. મેરા ભારત મહાન??જ્યા વાત કરીએ વિકાસ ની તો તે ગાંડો થયો આંધળો થયો તેવા ડાઈલોગ્સ બનાવી ને મજાકમાં લઇ લે છે કોઈ વિકાસ વિશે નથી વિચારતું એવું કેમ? મિત્રો આપડે વાત કરીએ સિંગાપુર ની આજ થી લઘભગ ત્રીસ થી ચાલીશ વર્ષ પહેલાં ભારત થી પણ ગરીબ દેશ હતો પરંતુ હવે તે દેશ નો વિકાસ જુઓ અને ભારત ના વિકાસ ને જુઓ કોણ આગળ છે તે તમને સમજાઈ જશે.ત્યારબાદ વાત કરીએ જાપાન ની જાપાન ની હાલત તો બધાય થી બત્તર હતી.ત્યાં પરમાણુ બૉમ્બ ફેંકવામાં આવ્યો હતો.ત્યાં મનુષ્ય તો દૂર જાનવર પણ રહેવા લાયક નહોતા તેવી હાલત હતી પરંતુ જાપાન હવે જુઓ સૌથી વિકસિત દેશો માનો એક દેશ છે.ત્યાંની ટ્રેનો એક સેકન્ડ પણ લેટ નથી થતી અને આપણે હજુ એ જ અંગ્રેજોના જમાનામાં જીવીએ છીએ.મેરા ભારત મહાન?જ્યા વાત કરીયે સ્વરછતાં અભિયાન ની તો મોટી હસ્તીઓ આ અભિયાન માં જોડાયેલી છે. પણ આપણે તો તેમના થી પણ મોટી હસ્તી ને કચરો ઘરમાં જ ફેંકવો કચરા પેટી સુંધી કોણ જાય.જેને ઉપાડવો હોય તે ઉપાડી લે મિત્રો જ્યા સુધી આપણે નહીં સુધરીયે ત્યાં સુધી દેશ નહીં સુધરે. સફાઈના મામલા માં બહાર ના દેશો આપડા થી ઘણા આગળ છે ત્યાં કચરો ફેંકો તો દંડ રૂપે પૈસા વસૂલે છે આપણે પણ એવા કાયદા કાનૂન બનાવવા જોઈએ જેથી દેસ સ્વરછ રહે.બહાર થી આવનાર ભારતીય મૂળ ના વ્યક્તિઓ કહે છે કે અમેરિકા તો કેટલો સ્વરછ છે ત્યાં કચરો ફેંકે તો દંડ પડે અને ત્યાં પોતે કચરોય ફેંકતા ના હોય ને અહીંયા રસ્તા પર જ મંડી પડે ફેંકવા.મેરા ભારત મહાન?

મિત્રો પહેલે આપડે સુધરીસુ તો દેશ સુધરશે તો દેશ માટે તમે આટલું ન કરી શકો? શેરી ની સફાઈ ના રાખો તો કઈ નૈ પોતા ના ઘર ને સ્વરછ રાખો.જ્યા વાત કરીએ સૌચાલય યોજના ની તો તેમાય બનાવી દીધા હોય છતાં દેશ ને ગંદુ કરવા ખુલ્લી હવામાં જ ? દેશ વિશે કાંઈ વિચાર જ નથી.આમ તો એક દિવસ આવશે કે આપણે કચરા ઓ અને માંદગી વરચે જીવી રહ્યા હસું. મિત્રો દેશ સ્વરછ નથી તો મહાન નથી.માટે જ સ્વરછતાં ત્યાં પ્રભુતા જેવા સુવાક્યો બનાવવામાં આવ્યા છે.અને જ્યા વાત કરીએ કે પાણી નથી આવતો પાણી ની અછત છે આવી વાતો તમે હમણાં ઘણી જગ્યા એ સાંભળી હશે.હમણાં ની જ વાત છે મિત્રો અમારી સોસાયટી માના વાલ માંથી પાણી વેડફાઇ રહ્યો હતો પરંતુ કોઈ ને કાઈ ફરક જ નહોતો પડતો મેરા ભારત મહાન? મિત્રો આપણે બધાય ઇરછીયે છીએ કે મારો દેશ ફૂટબૉલ માં નંબર વન હોય,ઓલિમ્પિક ની મેડલ ટેલી માં પણ નંબર વન હોય, સફાઈ માં નંબર વન હોય, વિકાસ માં નંબર વન હોય, લોકો શાંતિ થી જીવી શકે,અને મારો દેશ વિજ્ઞાન માં નંબર વન હોય મારો દેશ પ્રેમ ભાવના ધરવવા માં નંબર વન હોય મારો દેશ હળીમળીને રહેવા માં નંબર વન હોય બધાય ને રોજ ગાર મળે બધાય પાસે પોતાના માટે એક ઘર હોય અને કોઈ ગરીબ ના રહે બધાય ને બે ટાઈમ માટે પેટ ભરવા માટે ભોજન મળે કોઈ ભૂખ્યો ન સુવે અને કોઈ ભીખ ન માંગે એવો દેશ જોઈએ છે દેશ ને સ્વતંત્ર કરવા દેશ માટે શહીદ થયા તેના સપનાનો દેશ જોઈએ છે મને મારો ભારત મહાન જોઈએ છે. આમ મારો દેશ જ નંબર વન હોય એવું આપડે બધાય ઇરછીયે છીએ પણ જ્યાં સુધી આપડે નંબર વન નહીં થઈએ ત્યાં સુધીમાં ના તો દેશ ના તો આપણે આગળ વધિસુ અને આમ જ દુનિયાની પાછળ ઘૂમ્યા રાખસુ તો નંબર વન થવું હોય તો બધાય નો સહયોગ જરૂરી છે તોજ નંબર વન થવાય.મેરા ભારત મહાન....