Samudri Safar - 3 books and stories free download online pdf in Gujarati

સમુદ્રી સફર - 3

  • ખતરો ટળ્યો
  • અચાનક આવેલા મોટા ધડાકાથી સમુદ્રી લૂંટારાઓ નું આખું જહાજ હાલી ઉઠ્યું. લૂંટારાઓ ના જહાજ ના સરદારે ગુસ્સે થઇને પોતાના સાથીઓને ગોળીબાર નો આદેશ આપ્યો. જ્યોર્જ ના જહાજ પર દોડધામ મચી ગઈ. બધાએ પોતાની છૂપાયેલી રાયફલ લઈ લીધી અને પોતાને ગોળી ન વાગે તેવી જગ્યાએ છૂપાઈ ગોળી બાર કરવા લાગ્યા. કેવિન ની એક ગોળી લૂંટારાઓ ના સરદાર ની બાજુમાં રહેલા માણસના શરીર માં ઘુસી ગઈ અને એક આક્રંદ ચીસ સાથે પેલો માણસ સરદાર ની ઉપર ઢળી પડ્યો. સરદાર ને હવે વધુ ગુસ્સો આવ્યો અને તેણે પોતાની બંદૂક થી ગોળીબાર કરવાનો ધાતુ કરી દિધો. બીજી બાજુ કેટલાક લોકોએ જહાજ પર પડેલા કાણા નું સમારકામ કરવાનું શરૂ કરી દીધું. જ્યોર્જ ના જહાજ ના લોકો દયાવાન હતા તેથી સમારકામ કરી રહેલા લોકો પર ગોળી નહોતા ચલાવતા પણ જે તેમની પર ગોળીબાર કરે તેની ઉપર તે અચૂક ગોળી ચલાવતા. કારણ કે તેમને તેમના સાથીઓની ચિંતા હતી. બને બાજુથી જોર જોર થી ગોળીઓનો અવાજ આવતો હતો. બધા પોતાના સ્વબચાવ માટે બંદૂક નો ઉપયોગ કરતા હતા. કેપ્ટન જ્યોર્જ પણ બાહોશ શૂટર ની જેમ ગોળીબાર કરતો હતો. ધીમે ધીમે લૂંટારાઓ ના જહાજ પરના લોકો ઓછા થવા લાગ્યા . તેમાંથી કેટલાક લોકોને ગોળી વાગી હતી તેથી તેમને સારવાર ની જરૂર હતી. જ્યોર્જ નું હૃદય ધ્રુજી ગયું. તેણે હવે ગોળી મારવાની ઓછી કરી દીધી. તેને હવે પોતાના સાથીઓની ખુબ જ ચિંતા થતી હતી. તે વારેઘડીએ પોતાના બધા સાથીઓ બાજુ નજર કરી લેતો. જ્યોર્જ પણ એક સારો એવો રાયફલ શૂટર હતો.

    હજી ગોળીબારી ચાલુ જ હતી. જ્યોર્જ ના જહાજ પાસે પૂરતી બંદૂક હતી પણ તેમના કેટલાક સાથીઓ પહેલીવાર બંદૂક નો ઉપયોગ કરતા હતા. ચામડી બાળી નાખે તેવો તડકો પડતો હતો પણ જહાજ પાણી ની વચ્ચે હોવાથી ઠંડક અનુભવાતી હતી. ગોળીબારી ના અવાજ તો હજી ચાલુ જ હતા પરંતુ હવે બધા ઉશ્કેરાઈ ગયા હતા. સ્ટીવ એક મોટા લાકડાના ખોખા પાછળ આરામ કરતો હતો. સામેથી પણ ગોળી ગોળી હવે ધીમી આવતી હતી.

    જેક હજી પણ તેટલીજ એકાગ્રતા થી ગોળીબાર કરતો હતો. લૂંટારાઓ ના જહાજ પર કેપ્ટન ની સાથે માત્ર હવે છ થી સાત માણસ હતા. એવું લાગતું હતું કે બધા હવે થાકી ગયા હતા.

    લૂંટારાઓ ના જહાજ ની સરદાર અને તેનો એક સાથી પરસ્પર કોઈ વાત કરતા હતા. અચાનક સરદાર ના એક ઇશારાથી ગોળીબારી બંધ થઈ ગઈ. જ્યોર્જ તથા જેક ને હવે કઈ સમજાઈ રહ્યું ન હતું કે આ શું થઈ રહ્યું છે. જ્યોર્જ હવે કેબિન માં ગયો અને સ્પીકર પર બોલ્યો કે

    " સમુદ્રી લૂંટારાઓ અમને લાગે છે કે હવે તમે હાર માની લીધી છે. "

    સામેથી કોઈ જવાબ આવ્યો નહિ પણ પેલા સમુદ્રી લૂંટારાઓએ પોતાનું જહાજ ચાલુ કરી દીધું અને થોડાક આગળ વધ્યા.

    જ્યોર્જ ને આ જોઈને લાગ્યું કે હવેતો લૂંટારાઓએ હાર માની લીધી છે. તેથી જ હવે તેઓ વધુ લડત કરવા નથી માંગતા. પરંતુ જ્યોર્જ નો આ વિચાર ખોટો હતો. અચાનક એક ગોળી નીકળી. હવા ને ચીરતી એક ગોળી જેકના શરીર ને વીંધી ગઈ. એક જોરદાર ચીસ સાથે જેક જહાજ ના તૂતક પર ઢળી પડ્યો. જ્યોર્જ કેબિન માંથી દોડતો દોડતો જેક ની પાસે ગયો. જેક ત્યાં સુધી તો પોતાનું ભાન ગુમાવી ચુક્યો હતો.

    6. શું થશે જેક ને ?

    પેલા લૂંટારાઓ પોતાના જહાજ નો હોર્ન વગાડી આગળ નીકળી ગયા. જેક નું શરીર તાપ થી ગરમ થઈ રહ્યું હતું. જ્યોર્જ અને નિકોલસ તો અભા જ બની ગયા હતા. સ્ટીવ જેક ની આ દશા જોઈ ન શક્યો.

    જેક ના શરીર પરથી હળ હળ લોહી નીકળી રહ્યુ હતું. જહાજ પર બધે શાંતિ હતી.

    કેવિનએ કહ્યુ કે

    " ચાલો જલ્દી જેક ને નિકોલસ ની રૂમ માં લઇ જાઓ કારણ કે ત્યાં જ આપણે જેકનો ઈલાજ કરી શકીશુ. "

    ગંભીર સ્થિતિ માં આવી ગયેલો આ ખતરો અને જેક ને વાગેલી ગોળી સ્થિતિ ને વધારે ગંભીર બનાવતી હતી.

    બધા જેક ને નિકોલસ ની રૂમ માં લઇ ગયા અને નિકોલસ ના પલંગ પર સુવાડી દીધો. કેવિન પોતાની રૂમ માંથી એક ચીપિયા જેવી વસ્તુ લઈ આવ્યો. જેક પીડા થી ધીમા ધીમા અવાજ કાઢતો હતો. કેવિન પેલી ચીપિયા જેવી વસ્તુ થી જેકને જ્યાં ગોળી વાગી હતી ત્યાં ધ્યાન પૂર્વક લઈ ગયો અને ગોળી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. કેવિન ના એક પ્રયત્નમાં જેકે એક ચીસ પાડી અને ગોળી પેલા ચીપિયા જેવી વસ્તુ માં આવી ગઈ. બધા આ જોઈને ખુશ થયા.

    જ્યોર્જ ફટાફટ દોડતો દોડતો પોતાની રૂમ માંથી એક વનસ્પતિ લઈ આવ્યો. વનસ્પતિ ની ડાળખી ઉપર લીલા લીલા પાંદડા હતા. સ્ટીવ એક મોટો અને એક નાનો ઊભો પથ્થર લઈ આવ્યો. જ્યોર્જ તે વનસ્પતિ ના પણને પેલા પથ્થર વડે કચર્યા અને એક પ્લેટ માં લઈને જેકનાં ઘાવ પર લગાવ્યા. જેકનું શરીર હજી પણ ગરમ જ હતું. જેક ના મોં ઉપરથી એવું લાગતું હતું કે જેક ને હવે થોડી રાહત થઈ હતી. નિકોલસ એક પાણી ભરેલો ગ્લાસ લઈને આવ્યો અને જેક ને ધીમે ધીમે પાણી પીવડાવ્યું. જેકનું શરીર ધીમે ધીમે ઠંડું થતું હતુ.

    સાંજ થઈ ગઈ હતી. જ્યોર્જ હવે કેબિનમાં જઈ જહાજ ને ચલાવવું કે ત્યાંજ લંગર નાખીને રાત પસાર કરવી તે વિચારતો હતો.

    જહાજ પર હવે બધી લાઈટ ચાલુ થઈ ગઈ હતી. સ્ટીવ તથા નિકોલસ જ્યોર્જ ની આ મુંઝવણ પણ દૂર કરી દીધી હતી કે જહાજ ને ચલાવવું કે લંગર નાખવું. જહાજનું લંગર નાખવામાં આવ્યું.

    " મને જેક વાળી ઘટના બની પછી નથી લાગતું કે હવે આપણે પાંચ સાત દિવસ સુધી પહોંચી જઈએ. "

    સ્ટીવ બોલ્યો

    " મને પણ એવું જ લાગે છે. પણ હવે એટલું આગળ નીકળી ગયા પછી પાછું જવું તે હિતાવહ પણ નથી. "

    જ્યોર્જ કહ્યું

    " આપણા સાથી જેક સાથે એવું કરવાવાળા લૂંટારા તો ક્યારનાય આગળ નીકળી ગયા હતા પણ આપણે એમને હજી તેમની લૂંટારા ગીરી છોડાવવી પડશે. અને જેક નો બદલો પણ હજી બાકી છે. મને તો હજી જેક ની દર્દનાક ચીસ સાંભળી શકાય છે. " સ્ટીવ કઈંક વિચારતા બોલ્યો.

    " મને લાગે છે કે જ્યાં સુધી જેક ઠીક ન થાય ત્યાં સુધી આપણે જહાજ ન આગળ વધારવું જોઈએ અને સાથોસાથ જેક ની સારી રીતે સેવા કરવી જોઈએ "

    કોઈ ચિંતા ના ભાવ સાથે જ્યોર્જ બોલ્યો.

    " હા મને પણ એ લાગે છે. આપણે અહીં લંગર નાખી ત્રણ જેટલા દિવસ તો અહી રહેવું જ પડશે. " સ્ટીવ બોલ્યો.

    " આપણે જેક નો પુરેપુરો ઠીક થઈ જવાની રાહ જોઈશું ? "

    જ્યોર્જ બોલ્યો

    એટલામાં જ અચાનક નિકોલસ દોડતો દોડતો આવ્યો અને બોલ્યો કે

    " જેક હવે ભાનમાં આવી રહ્યો છે. તેને મારી સાથે વાત પણ કરી અને પછી સૂઈ ગયો. "

    " ચાલો સારું કહેવાય. જેક હોશમાં તો આવ્યો. "જ્યોર્જ બોલ્યો

    " હવે આગલા કેટલાક દિવસો આપણે આપણું જહાજ અહીં થી નથી હતાવવુ કારણ કે બધા હવે થાકી ગયા છે અને જેક ને થોડું સારું થાય એટલે આપણે અહીંથી બહાર નીકળીશુ ત્યાં સુધી આપણે થોડા સ્વસ્થ થઈ જઈશું અને થોડોક આરામ કરી લઈશું. અને આ સમય દરમ્યાન હું અને સ્ટીવ આગળ વધવા ક્યાં માર્ગ નો ઉપયોગ કરવો છે તેની પણ હોકાયંત્ર તથા નકશા ની મદદથી ચકાસણી કરી લઈશું. "જ્યોર્જ બોલ્યો.

    નિકોલસ એ થોડોક વિચાર કર્યો અને પાછો વળવા લાગ્યો. ત્યાં અચાનક જહાજની એક રૂમમાંથી એક ચીસ સંભળાઈ. તે ચીસ સાંભળી એવું લાગતું હતું કે તે ચીસ જેક ની હતી. બધા ગભરાઈ ગયા અને જેક ની રૂમ તરફ દોડી ગયા. અને અનાદર જઈને જોવે છે તો......

    શું થયુ હશે જેક ને ? શું આ કામ કોઈ દુશ્મન નું તો નહિ હોય ને ??

    ક્રમશ: