Lagani ni suvas - 1 books and stories free download online pdf in Gujarati

લાગણીની સુવાસ - 1

લાગણીની સુવાસ

(ભાગ – 1)

અમી પટેલ (પંચાલ)

( આ મારીપહેલી કૃતિ છે. આશા રાખુ છું, કે તમને ગમશે. લખવામાં કે કોઈ રીતે તમને લાગે કે ભૂલ છે. તો તમે તમારા વિચારો મને જણાવશો. તેવી આશા રાખુ છું )

***

સવારનો સમય હતો.દેવગઢ ગામમાં સોનેરી કિરણો રેલાતા હતા. ગામમાંથીગાયોનાં ધણ સીમ તરફ જઈ રહ્યા હતાં. ગામનાં ચોરે વૃદ્ધો બેસી હોક્કા, બીડી પીતા પીતા વાતોના ગપાટા મારી રહ્યા હતાં. ગામમાંબધી સુવીધાઓ હતી પણ ગામનાં લોકો એ મહેનત કરવામાં માનતા હતા.તેથી બને ત્યાં સુધી તેઓ નવા આધુનિક સાધનોનો ઉપયોગ ખેતરમાં કે અન્ય કામોમાં કરવાનું ટાળતા હજી ગામમાં જુના વિચારો રીત રીવાજો ચાલતા હતા.ગામના લોકો પણ તેટલા જ ભોળા હતા.ગામમાં બધા તહેવારો બધા મળી ધૂમ ધામથી ઉજવતા.ગામમાં આશરે ચાર હજાર વસ્તી હશે. ગામમાં શાળાના પાક્કા મકાન, હોસ્પિટલ, બેંક જેવીસુવિધાઓ હતી.

***

મીરાં દેવગઢનાં સરપંચ રામજી ભાઈની એકની એક દિકરી હતી. તેમણે ખૂબ જ લાડકોડથી તેને ઉછેરી હતી. મીરાં પણ સ્વભાવે શાંત અને સંસ્કારી હતી. રૂપ તો એવું અપ્સરા જેવું કે અડીએ તો ડાઘ પડી જાય.પણ તે ભણવાની સાથે સાથે ઢોરનું કામ ખેતરનું કામ પણ સારી રીતે કરતી.રામજી ભાઈએ તેને મોજ શોખ કરવાની હરવા ફરવાની બધી જ છૂટ આપી હતી તેથી તે ગામમાં રહેતી હોવા છતાં કપડાં પહેરવાથી લઈ બધાં શોખ તે પૂરા કરતી.

***

સવારે મીરાં ઢોર લઈ ખેતરે જવા નીકળી તેણે પિંન્ક ટીસર્ટ અને ખૂલ્લો પંજાબી ડ્રેસ જેવો લહેન્ગો પહેર્યો હતો. તે ધીમે ધીમે ઢોર લઈ ચાલતી ચાલતી ગામના ચોરે પહોંચી રોજની જેમ બધા ત્યાં બેઠા હતા. બાળકો રમતા હતા. બે – ત્રણ છોકરીઓ છાણ વીણવા ફરતી હતી.રામજી મંદિરમાં અને મહાદેવનાં મંદિરમાં અવર જવરહતી. ઘરની સ્ત્રીઓ એ તળાવે કપડાં ધોવા જતી હતી.

ગામના ચોરે એક રીક્ષા આવી ઉભી રહી એમાથી એક જુવાન ઉતર્યો દેખાવે આર્મી મેન જેવો લાગતો પણ કપડા ફોર્મલ હતા. રીક્ષામાંથી ઉતરતાની સાથે જ તેની નજર મીરાં સાથે મળી ગઈ એતો એને જોતો જ રહી ગયો. જોવે પણ કેમ નહીં મીરાં હતી જ એવી સુંદર. મીરાં એ એક નજર તેના પર નાખી અને આગળ વધી ગઈ. પણ મીરાં એ આ જુવાન ને જોઈ થોડી ડરી ગઈ.આ ડર શેનો હતો એ સમજી ના શકી પણ અજીબ લાગ્વા લાગ્યું હતું.તે ફટાફટ ખેતરે પહોંચી ઢોર બાધી વાડોસાફ કરી થોડી વાર લીમડા નીચે બેસી વિચારવા લાગી કે હું કેમ પેલા માણસને જોઈ ડરી પેલા તો આટલી બેચેની ક્યાંરેય નથી થઈ.વિચારમાં વિચારોમાં ખોવાયેલી તે પાછી ઘરે આવી. ઘરની ઓસરીમાં રામજી ભાઈ પેલા યુવાન સાથે વાતો કરી રહ્યા હતા.

“ બેટા મીરાં જરા મહેમાન માટે ચા નાસ્તો લાવ તો અને એમનો સામાન રૂમમાં મૂકી આવ...” રામજી ભાઈએ થોડા મોટા અવાજે કીધું.

મીરાં ચા – નાસ્તો લઈ આવી પણ મગજતો વિચારો થી ઘેરાયેલું જ હતું.

“ તારા મમ્મી કયાં ગયાં ?“

“એ ખેતરે ગયા છે ચાર લેવા...જે કામ હોય એ મને કો પપ્પાહું કરી દઈશ.”

“આ મહેમાન એ આપણા ગામની શાળાનાં નવા શિક્ષક છે. એમને રહેવાની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી અહીં જ રહેશે અને સાંજે જે ડૉક્ટર નવા આવવાના હતા. એ એમના સગા ભાઈ જ છે. એટલે બન્ને ભાઈ માટે બીજી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી આપડા મહેમાન રહેશે એમનું ધ્યાન રાખવાની જવાબદારી તારી...”

“ તમે ચિંતા ના કરો બધું હું સંભાળી લઈશ.”

“જા હવે માસ્તર ને અંદર લઈ જા આરામ કરવા થાકી ગયા હશે “

પેલો જુવાન મીરાંની પાછળ પાછળ ઘરમાં ગયો.

“ હાય... મારુ નામ મયુર છે. “

“હાય.. હું મીરાં, તમારે કંઈ વસ્તુંની જરૂર હોય તો કહેજો અને ભૂખ લાગે તો ગમે ત્યારે કહેજો શરમાતા નહીં.”

વાતો કરતા કરતા મીરાંની નજર ફરી મયુરસાથે મળી ફરી તેજ ડર નો અનુભવ તેને થયો. તે ત્યાં થીચાલી ગઈ.

મીરાં અને તેના મમ્મી શારદા બેન બન્ને રસોઈ કરી ઘર કામ પતાવી થોડી વાર ઓરડામાં આરામ કરવા ગયા.શારદા બેન તો આરામથી સૂઈ ગયા પણ મીરાં નું મન તો વિચારોમાં જ ભમતું હતું મયુરને જોઈ જે ડરનો અનુભવ થતો એ વિશે વિચાર કર્યા કરતી હતી. ત્યાં જ ચાર વાગી ગયા અને મીરાં ઢોર લેવા ખેતરે જવા નીકળી તે વિચારમાં તો ખોવાયેલી જ હતી પણ વિચારો બદલાયા હતા. તે જાણે કોઈની રાહ જોતી હોય એવું તેને લાગતું હતું. ઢોર લઈ પાછી ફરી પણ ઘર કામમાં કે સાંજની રસોઈમાં તેનું મન આજે લાગતું ન હતું......

આ સ્ટોરી આગળ થી બહુ જ રસપ્રદ થતી જશેમીરાં ની લવ સ્ટોરી સીધી સરળ થશે કે કેમ... જાણવા માટેમારી સાથે લાગણીની સુવાસ માણતા રહેજોઅને તમે તમારા મંતવ્યો જરૂર જણાવજો.

ક્રમશ: