Prem books and stories free download online pdf in Gujarati

પ્રેમ..?

સાગર જે સરળ અને શાંત મગજનો માણસ હતો આજે એના ભાઇ વિનયની સગાઈનો દીવસ એટલે સાગરને ખુશી તો અપાર હતી. પણ એ ક્યા ખબર હતી કે આ દીવસ સાગરની જીંદગીનો બવ મોટા ઉલટફેર લઈને આવ્યો હતો...!!

તો સગાઈનો સમય થઈ ગયો હતો સાગરના ભાભીની એન્ટ્રી થઇ સાથે એક સુંદર છોકરી હતી કે એને શબ્દોથી વર્ણવી મુશ્કેલ હતી. તેજ તરાર આંખો' ખુલ્લાં વાળ' આંખોમા કરેલ આંજણ એનું પોતાનું કુદરતી સૌંદર્ય જ એટલું હતું કે એને મેકઅપ કરવાની જરુર જ ના હતી, બ્લેક કલરનું સ્લીવલેસ ટોપ' એક દમ ચપોચપ જીન્સ અને કાનમા લાંબા એરિંગ...(જે સાગરના ભાભીની ખાસ ફ્રેન્ડ હતી જે નું નામ દીવ્યા હતું) આ જોઈને જ સાગરના દીલમા ધબકારા વધી ગયા હતા...!!

પછી તો બસ સાગર એની સાથે વાત કરવાના મોકાની તલાશ કરતો રહ્યો. સગાઈ પુરી થયા પછી સાગર એની ભાભી સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો, સાથે સાથે દીવ્યા પણ વચ્ચમા ક્યારેક ક્યારેક હળવા સ્મિત સાથે બોલી રહી હતી. દીવ્યાનો મધુર અવાજ અને બોલવાની આગવી સ્ટાઈલ અને હળવું સ્મિત સાગરના દીલ મા ઘર કરી રહ્યુ હતું, પછી છુટા પડવાનો સમય થઈ ગયો હતો. રકઝક તો થોડા જ સમયની હતી પણ દીવ્યા સાગરના મનમાં અને દીલમાં ઘણુ બધું ઉથલપાથલ કરી ગઈ હતી...!!

પછી તો સાગરને દીવ્યાને મડવા માટે વિનયના લગ્ન સુધી સંભવ નહોતું. લગ્નનો સમય બવ દુર નહતો, સગાઈ પછી ના 28 મા દીવસે લગ્ન હતા. પણ સાગરને એ 28 દિવસ 28 વર્ષ જેવા લાગતા હતા. એ 28 દીવસમા તો સાગર દીવ્યાની યાદ અને ખયાલોમા ખોવાયેલો રહેતો..!!

લગ્ન સમય આવી ગયો હતો...!!

સગાઈ કરતા પણ લગ્નમા મજાક મસ્તી વધુ થઈ અને ધણી બધી વખત દીવ્યા સાથે સાગરને ફેસ ટુ ફેસ વાત થઇ, લગ્ન પુરા થતા થતા સાગરને દીવ્યા સાથે જે થવાનું હતું તે થય જ ગયુ હતું, (પ્રેમ) પણ સાગરને એ ખબર નહોતી કે દીવ્યા એના વિશે શું વિચારે છે...!!

લગ્ન પુરા થયા પછી પણ ટુકા ગાળા મા સાગર અને દીવ્યાને 3 થી 4 વખત મળવાનું થયું. એ મુલાકાતોમા સાગરને પ્રેમ થય ગયો હતો એવી જ રીતે દીવ્યા ને પણ પ્રેમ થય ગયો હોય એવું સાગરને લાગતું પણ 100% સ્યોર ન હતો..!!

બસ હવે દિવ્યાની યાદમા સાગરના દીવસો ગુજરી રહ્યા હતા. હવે સાગર વિચારી રહ્યો હતો કે મોકો જોઈને દીવ્યાને પ્રપોઝ કરી લવ, પણ દિવ્યા દુર હોવાને કારણે સમયની જરૂર હતી, એટલે સાગર એ સમયની રાહ જોઇ રહ્યો હતો..!!

અને આ બાજું દિવ્યાની સગાઇ કરવાની વાતો થવા લાગી હતી. અને આ વાતની સાગરને જાણ થઇ એટલે સાગરની પણ ધીરજ  ખુટવા લાગી હતી, એટલે સાગરે ફોન કરી પ્રપોઝ કરવાનું મન બનાવી લીધુ હતું. પણ બન્યુ એવું કે સાગરના લગ્ન દિવ્યા સાથે જ થાય એવી સાગરના ભાભીની ઈચ્છા હતી. અને વાત આગળ ચલાવાનુ પણ નક્કી કરી લીધું હતું. એટલે સાગર ખુશ થય ગયો, એ વાતમા સાગરે લગ્નથી લઈ છેલ્લા શ્વાસ સુધીના સપના જોય લીધા, અને ફોન પર પ્રપોઝ કરવાનુ ટાળ્યું હતું...!!

બે ત્રણ દીવસ રાહ જોયા પછી...પણ...!!

સાગર વિશેની વાત દિવ્યાના ઘર સુધી પહોંચે એ પહેલા દીવ્યાની બીજી જગ્યાએ સગાઇની વાત થઈ ચુકી હતી. હવે સાગરને રાહ જોવાની હતી કે દીવ્યાના ઘરનુ એ વાતને લઈ શુ નિર્ણય આવે છે. સાગરના મનમાં થોડી ખુશી હતી પણ એનાથી વધારે એ ચિંતા હતી કે દીવ્યાના મમ્મી પપ્પાનો પેલી વાતને લઈ શું નિર્ણય લેશે. ક્યારેક મનમાં એવા વિચાર કરતો કે ફોન કરી પ્રપોઝ કરી લીધુ હોત સારુ હતું, પણ "ના" એવું કહી મન ને પાછુ વાડી લેતો..!!

અને બન્યુ એવું જ જેનો સાગર ને ડર હતો. (????) જાણે સાગરની માથે આભ ફાટી પડીયુ હોય, સાગર એની આખ માથી આંસુ રોકી ના શક્યો, બસ એજ ઘડીએ સાગરે મરવાનો નીર્ણય લઇ લીધો હતો. સાગરને લાગતું કે હું દીવ્યા વગર નહીં જીવી શકું. ત્યારે સાગરને ઘણા વિચારો આવ્યા (જીંદગીતો આડી અવળી થતી રહેવાની પણ જીવવાનુ તો આપણે છે હસીને યા રોઈને) કહ્યુ છે ને કોઈએ કે કોઇની યાદમા જીવી લઈએ એ જ સાચો પ્રેમ છે, મરવા વાળાને પ્રેમમા હારેલા કહેવાય..!!

એ પછી એક એક મિનિટ સાગર માટે આખા દીવસની જેમ લાગી રહી હતી, તો પણ સાગરે નક્કી કર્યું કે હું મરવાનું ક્યારેય નહી વિચારુ દીવ્યાની યાદોના સહારે જીદંગી વીતાવી લહીશ..!!

(આ વાતની હજી સુધી સાગર સીવાય બીજા કોઈને ખબર નોહતી) 

સાગરના દીવસો જેમતેમ વીતી રહ્યા હતા. અને પછી દિવ્યા જ્યા રહેતી હતી ત્યાં સાગરને એના ફ્રેન્ડના લગ્નમા જવાનુ થયું હતું, પણ સાગરનુ મન ત્યાં જવા માટે માનતું ના હતું, દીવ્યાને જોઈને હું મારી જાતને કાબુમા નહી રાખી શકું. એવું સાગરને લાગતું, સાગરને દિવ્યાને મડવાની ઇચ્છા તો ઘણી હતી. એટલે ઘણા વિચારો કર્યા પછી સાગરે નક્કી કર્યું કે હું એને છેલ્લી વાર જોઈ લવ અને સાગરે જવાનું નક્કી કરી લીધું...!!

અને સાગર લગ્નમા પહોચી ગયો હતો....!!

દીવ્યા વારમ વાર સાગરની સામે આવી રહી હતી, એ જોઈને સાગરનુ મન વિચલિત થઈ રહ્યું હતું. એની સાથે વાત ન કરવા સાગર એની જાતને પરાણે કાબુમા રાખી રહ્યો હતો. સાગરને ક્યાક એવું લાગી રહ્યું હતું કે દીવ્યા પણ મને પ્રેમ કરી રહી છે. પણ સાગરના મનમાં અનેક સવાલો હતા...!!

સાગરના ફ્રેન્ડની જ્યાં જાન જવાની હતી ત્યા જવા માટે બધા તૈયાર હતા. ઘણી બધી ગાડીયો હતી, પણ બધી ફુલ હોવાથી દીવ્યાને સાગરની ગાડી મા બેસવાનું થયું (ગાડી મા બીજા ત્રણ મેંબર હતા) પહોચવાની તૈયારી હતી. ના સાગર ની મોઢે થી એક શબ્દ નીકળીયો કે ના દીવ્યા બોલી. સાગર ને હવે 100% એવું લાગી રહ્યું હતું કે દીવ્યા પણ મને પ્રેમ કરે છે, સાગર એની જાત ઉપર થી કાબુ ગુમાવી રહ્યો હતો..!!

ફરી સાગરે ઘણા વિચારો કર્યા...
હવે જો પ્રેમનો એકરાર થાય અને દીવ્યા મને કદાચ પ્રેમ કરતી હોય તો એ પ્રેમમા ઘણા બધા દુઃખી થાય એવુ મને લાગે છે. જ્યા દીવ્યાના લગ્ન નક્કી થયા હતા. ત્યાં એનુ ટુટે એટલે દીવ્યાના આખા ફેમિલીને દુઃખ લાગે. અને મારા ઘરને પણ ખાસ મારા ભાભીને. જેને આ વાતની તો ખબર જ નથી. સ્વભાવિક છે આ બધુ થાય તો બધા આરોપો મારા ભાભીના માથે જ આવે. આવા વિચારો સાગરને ધમરોળી રહ્યા હતા...!!

અને સાગરનુ મન એવુ કહે છે કે જે પ્રેમમા ફેમિલી આખુ દુઃખી થતું હોય તો એ પ્રેમને પામવા કરતા એની યાદમા જીવી લેવું વધારે સારું. એટલે સાગર મનને પાછું વાળી લીધું. અને લગ્ન પતાવી ત્યાથી નીગડી ગયો...!!

અને એક મહીના પછી દીવ્યાના લગ્ન થઈ ગયા હતા..!!

6 મહીના પછી (????) 

સાગરની હાલત હજી એવી જ હતી, દીવ્યા સીવાય બીજી કોઈ છોકરીનો ખ્યાલ સુધા સાગરે નહોતો કર્યો, આટલા દીવસો વીતી ગયા પછી સાગરને દીવ્યાને જોવા ની ખુબ ઈચ્છા થઈ હતી. સાગર દીવ્યાની સામે તો જવા નહોતો માંગતો, અને સાગર દીવ્યાના ઘરે જઇ શકતો હતો પણ ત્યા જવા માંગતો ના હતો..!!

ત્યા સાગરના દુરના કોઈ સંબંધી હતા, એટલે સાગર સાંજના સમય તેના ઘરે ગયો. રાત્રે સાગરે સોસાયટીમાં ઘણા બધા ચક્કર લગાવ્યા, પણ દીવ્યા જોવા ના મડી, સાગર દુઃખી હતો પણ અત્યારે એથી વધારે દુઃખ દિવ્યાના દર્શન ના થયા એનુ હતું. સવારે ઉઠીને સાગર એના ઘરે જવા નીકડયો, બસ સાગરનું ભાગ્ય અત્યાર સુધીમા ત્યાં કામ આવ્યું, દીવ્યા એના ઘરના દરવાજા પાસે જોવા મડી, દીવ્યાને સાગર છેલ્લી વખત જોવા માંગતો હતો એટલે એ દુર ઉભો રહ્યી દીવ્યાને જોઇ રહ્યો હતો..!!

દીવ્યા બાજુ વાળા સાથે વાત કરી રહી હતી, એના હાવ ભાવ જોઈ દિવ્યા ખુશ જણાઈ આવતી હતી, એને કોઇ જાતનુ દુઃખ નહી હોય એવું સાગરને લાગ્યું. દિવ્યાને જોઇને સાગર પણ ઘણા સમય પછી ખુશ થયો હતો, ત્યાથી નીકડી સાગર ફરી એની યાદોમા એના ખયાલોમા જીવવાનુ ચાલુ કરી દીધું...!!

આજે એના અઢી વર્ષ થયા..!!

આજે પણ એક કલાક એવી નહી ગઈ હોય કે સાગરે દીવ્યાને યાદ નહી કરી હોય, એ અઢી વર્ષ ની અંદર કોઈ છોકરી સામે ઉચુ મોઢુ કરીને સાગરે જોયુ પણ નહોતું, હવે એની યાદ જ સાગરના દીલમા ઘર કરી ગઇ છે..!!

અત્યાર સુધી સાગર લગ્ન ના કરવાના બહાના કાઢતો આવ્યો હતો. પણ હવે સાગરના ઘરના સભ્યો સાગરને લગ્ન કરી લેવાનુ ફોર્સ કરવા લાગ્યા હતા, કે હવે સાગરને લગ્ન કરી લેવા જોઈએ..!!

ફરી ઘણા બધા વિચારો પછી સાગરે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો...!!

સાગર એવું વીચારી રહ્યો હતો કે મને દીવ્યા ના મડી પણ એના જેટલો જ પ્રેમ હું બીજી કોઇ છોકરીને આપુ. અને મારા માટે નહી પણ મારા ઘરની ખુશી માટે હું જીવી લવ એ મારા પ્રેમની કદાચ જીત હશે, દિવ્યાને ભુલવી તો અસંભવ છે, છતા એ પ્રેમ બીજી કોઇને આપી જ શકવા હું સક્ષમ છું, આવા વિચારો પછી સાગરે લગ્ન કરી લેવાનું મન બનાવી લીધુ હતું...!!

આજ સુધી હજી આ વાત ની સાગર સીવાય કોઈને ખબર નથી..!!

સમાપ્ત...????


લેવા જેવુ...

કોઈ વાત દીલમા છુપાવીને ના રાખવી કહી જ દેવી પછી ભલે એનો નિર્ણય ગમેતે હોય. જેથી તમને જીદંગી આખી એ વાતને લઈ પસ્તાવો ના થાય..!!

પ્રેમ નો અંત બીજાને પ્રેમ આપી કરવો જોઇએ..!!


તમારા પ્રેમને કારણે આખુ ફેમિલી દુખી થતુ હોય તો પ્રેમનો ત્યાંગ
કરવો એ વધારે સારું કહેવાય...!!

પ્રેમ મા આત્મહત્યા કરવી એ પ્રેમની હાર કહી શકાય...!!


Dasharath V Patel ..????