Sapnu hatu shikshak banvanu books and stories free download online pdf in Gujarati

સપનું હતું શિક્ષણ બનવાનું...

એક સમયની વાત છે. હું ત્યારે દસ એક વર્ષની ઉંમરનો હતો. એ સમયે હું પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો.એક દિવસ હું શાળાએ જવાં માટે નિકળ્યો હતો ને જોરથી બુમ પાડી ઊભોરયે બેટા...આ અવાજ બિજા કોઈ ન હતો પરંતુ મારી મમ્મીનો જ હતો.બોલ મમ્મી જલદી મારે શાળાએ જવાનું મોડું થાય છે મમ્મી મારી વાત સાંભળતા બોલી લૈ તારો નાસ્તાનો ડબ્બો. હું ડબ્બો લઈને ભાગ્યો ત્યાં તો મમ્મીએ બુમ પાડી જલદી આવી જજે હો બેટા ઘરે....હું દોડતો ને દોડતો શાળામાં ગયો ને હું ઓખો દિવસ શાળામાં એજ વિચારતો રહ્યો કે મમ્મીએ આવું કેમ કહ્યું હશે "ઘરે જલદી આવી જજે" શાળા માંથી છૂટવાનો બેલ વાગતા વેંત ઘર તરફ ભાગ્યો ઘરના ખૂણામાં બેગ ફેંકી મૈં જોરથી બુમ પાડી મમ્મી...ઓ..મમ્મી...પણ વળતો કોઈ પ્રતિઉતર ન મળ્યો. મૈં ઘરેના ખૂણે ખૂણા પર મારી નજર ફેરવી કયાં મમ્મી દેખાય નહીં. મારા સ્વાસો સ્વાસમાં વધારો થઈ રહ્યો હતો.મારાં ધબકારા વધી રહ્યાં હતાં.આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા.ગભરાટને લીધે હું ઘર માંથી બહાર નીકળ્યો. જેવી જ ઘરની બહાર નજર પડી ત્યાં તો દુરથી દેખાય રહેલ એક સ્ત્રી જેનાં એક હાથમાં થેલી જેવું કંઈક હતું જે મને સ્પષ્ટ પણે દેખાય રહયું હતું. એ બીજું કોઈ નહતું પરંતુ મારી મમ્મી જ હતી. દોડતો જઈ હું એને ભેટી પડ્યો ને ગુસ્સે થઇને બોલવા લાગ્યો. મને આમ વહેલો બોલાવી કયાં જતી રહી હતી. મારી વાતનો વળતો જવાબ ન મળતાં મૈં મમ્મી સામે જોયું મમ્મીનાં આંખમાં આંસુ અને હોઠ પર સ્મિત હતું. મમ્મી એ વાતને ટાળતાં બોલી બેટા મારું એક સપનું હતું ને મને ખબર પણ છે એ મારું સપનું તું જ પુરું કરીશ. એનો પણ મને વિશ્વાસ છે. એટલામાં તો હું બોલી જ પડયો એવું તો શું છે તારું સપનું મમ્મી કે એ હું જ પુરું કરી શકું? મમ્મી નીચાં મોઢે બોલી "મારું સપનું છે શિક્ષક બનવાનું" સાથે સાથે મમ્મીએ એમ પણ કહ્યું કે "શિક્ષક જ એક માત્ર એવો વ્યક્તિ છે કે એ ધારે તો ડોક્ટર , એન્જિનિયર, પોલીસ અને વકીક બનાવી શકે છે." વાતનો કોઈ વળતો જવાબ ન મળતા મમ્મી પોતાના કામમાં વ્યસ્ત ગઇ.... ન તો એ સમયે મારામાં પુરતી સમજ હતી કે ન તો પુરતું જ્ઞાન. મમ્મીની વાતને મૈં મારાં છોકરમત સ્વભાવને લીધે ભૂલી. હું મારાં મિત્રો સાથે રમવા ચાલ્યો...પણ...એક દિવસ શાળામાં ગુજરાતીનાં શિક્ષકે પોતાના સ્વપ્ન વિશેની પાંચ લાઈન લખવાનું કીધું. બધાં જ લખવા લાગ્યા. હું બધાંની સામે જોઈને એ જ વિચાર તો રહ્યો કે સાલું શું લખું.અચાનક મમ્મીની વાત યાદ આવતાં. મૈં પણ મારી મમ્મીના સપનાં ને મારું સપનું સમજી લખવાનું ચાલુ કર્યું. મને આજે પણ યાદ છે. મૈં પહેલી જ લાઇનમાં શું લખ્યું હતું. કંઈક આવા જ મારાં શબ્દો હતાં."મારું નામ પટેલ વિશાલ છે. મારું સપનું છે શિક્ષક બનવાનું આમ તો આ દુનિયામાં દરેક વ્યક્તિને એક પોતાનું સપનું હોય છે કે હું ડોક્ટર બનું તો. હું એન્જીનિયર બનું તો. હું પોલીસ બનું તો.હું વકીલ બનું તો. પણ મારું સપનું હતું શિક્ષક બનવાનું કેમ કે જો હું ડોક્ટર બનું તો ફકત દર્દીઓની જ સેવા કરી શકું.હું એન્જિનિયર બનું તો ફકત દેશની મોટી મોટી બિલ્ડીંગો જ બનાવી શકું. હું પોલીસ બનું તો હું દેશની જ રક્ષા કરી શકું. પણ જો હું શિક્ષક બનું તો હું મારા દેશના વિવિધ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનવી શકું છું ને લાસ્ટમાં મૈં લખ્યું હતું હું આદર્શ વિદ્યાર્થી તો છું પણ ભવિષ્યમાં એક આદર્શ શિક્ષક બનીને મારી મમ્મીનું સપનું સાકાર કરીશ. આભાર..."બધાંએ પોત પોતાના લખાણનાં કાગળો સરને આપ્યા મૈં પણ આપ્યુ.બીજા દિવસે સરએ બધાંને કાગળ પાછાં આપ્યા. મારું કાગળ મને ન મળતાં મૈં સરને બુમ પાડતા કહ્યું સર મારું કાગળ...સરે કાગળ આપતાં કહ્યું લ્યે આ તારું કાગળ ને આખાં ક્લાસને વાંચી સંભળાવ.હું બિકના મારે ફટાફટ વાંચી બેસી ગયો.બેસવાની સાથે જ સર અને ક્લાસના મારાં સાથી મિત્રોએ તાળીઓ પાડી મને માન આપ્યુ.હું મનો મન હરખાયો. મૈં એ કાગળ ઘરે જઈને મમ્મીને આપતાં કહ્યું. થેન્ક યૂ મમ્મી...મમ્મીએ પણ કાગળ વાંચ્યો અને મનો મન હરખાય ને બોલી શાબાશ બેટા... આમને આમ સમયને સંજોગો પ્રમાણ વધતાં જતા પ્રવાહમાં હું એક શિક્ષક બનવાને આરે આવી ઉભો રહી ગયો. બી.એડ્ના અભ્યાસક્રમમાં આવી યોગ્ય શિક્ષક માટેની તાલીમ લીધા પછી મૈં એક આદર્શ શિક્ષક તરીકેનું માન મેળવ્યું. એક દિવસ શાળામાં જતો હતો. એ પણ એક વિદ્યાર્થી તરીકે નહીં પરંતુ એક શિક્ષક તરીકે. ત્યારે પાછળથી પહેલા જેવો જ અવાજ અને પહેલા જેવી જ બુમ મમ્મીએ પાડી. ઊભો....રે બેટા..ને એ જ સ્મિત અને એ જ આંખોમાં આંસુ સાથે મમ્મી મને ભેટી રડી પડી ને જોડે હું પણ.મૈં શાળાએથી આવી મમ્મીની કરુણતા જોઈ મૈં મમ્મીને સવાલ કર્યો. શું તું શિક્ષક ન બની શકી એટલે તૈ મને શિક્ષક બનાવ્યો ? મારો સવાલ સાંભળતાં જ મમ્મી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી ને રડતાં રડતાં મમ્મી બોલી હું એક શિક્ષિકા જ હતી. પણ તારા પપ્પાએ મારી નોકરી છોડાવી હતી. કેમ કે એ સમયમાં શિક્ષકના પગાર કરતા મંજૂરી વધારે મળતી. જેથી મારે ના છૂટકે પણ મારી નોકરી છોડવી પડી.મારાથી ન રહેવાયું જેથી મૈં ફરી સવાલ કર્યો. મમ્મી પપ્પા ભણેલા ન હતાં કે શું ? એમને કેમ તારી નોકરી છોડાવી? મમ્મી બોલી તારાં પપ્પા સાતમાં ધોરણ સુધી ભણ્યા હતા. એ સમય ભણવાનું એટલું મહત્વ ન હતું. ને હા નોકરી એમણે નહોતી છોડવી પણ ગામના લોકો મેણા મારે કે આ આદમી કઈ કહેતો નથી અને એની બૈરી દસ થી પાંચ વાગ્યા સુધી બાર ગામ ભટકવા જાય છે. તારાં પપ્પાથી આવાં મેણા સહન ન થતાં નોકરી છોડાવી. છોડ એ વાતોને. એટલામાં મૈં ફરી પુછયું મમ્મી પપ્પા....એટલામાં મમ્મી બોલી વધું પડતાં તાવને લીધે બીમાર હોવાથી તું સાતમાં ધોરણમાં હતો ને બેટા ત્યારે જ તારાં પપ્પા ગુજંરી ગયાં હતાં.ને કહેતા ગયાં હતાં. કે તું ચિંતાના કર તારું સપનું આપણો બેટો જરૂર પુરું કરશે. જે તૈ આજ પુરું કર્યું છે.જેથી બેટા આજ હું બહું જ ખુશ છું કે તૈ કોઈ જીદ કર્યા વગર મારાં સ્વપ્નને પુરું કર્યુ. થેન્કયુ બેટા......હું કઇ ન બોલી શક્યો. ને મનમાં ને મનમાં વિચારતો રહયો કે શું આવાં પણ કોઈ સપનાં હોય. ને આમને આમ વિચારોમાં ને વિચારોમાં કયારે હું સુઇ ગયો. એનો મને ખ્યાલ જ ન રહ્યો. હા કદાચ એટલે જ કહેવાયું છે ને કે માં તે માં બીજા બધા વગડા ના વા...સવાર પડી ને હું ઊઠ્યો. ત્યા તો મારી નજર મારા બેડ પર પડેલ કાગળ ઉપર ગઈ. કાગળને લઈને હું વાંચવા લાગ્યો.જેમાં લખ્યું હતું.

જેની ગોદમાં દિકરાને શાંતિ મળે તે "માં",

જેનાં મિલન થી "માં"ની અશાંતિ ટળે તે દિકરો...... લિ:- માં

સાચું કહું ને તો આટલા વર્ષોમાં મારી અને મમ્મી બેસ્ટ સવાર આ જ હતી.

આભાર મિત્રો

ગમે તો comment કરજો like કરજો.