Aapne ane Pryavvaran books and stories free download online pdf in Gujarati

આપણે અને પર્યાવરણ

આપણે અને પર્યાવરણ

પર્યાવરણ એટલે પરિ+આવરણ. અર્થાત આપણી આસપાસ આવેલું સર્વસ્વ. પર્યાવરણમાં સજીવ અને નિર્જીવ તમામ ઘટકોનો સમાવેશ થાય છે. નિર્જીવ ઘટકોમાં હવા, પાણી, જમીન, ભેજ, વાતાવરણ, તાપમાન, પવન, સુર્યપ્રકાશ, રજકણ વગેરે તમામ ઘટકો તથા સજીવ ઘટકોમાં પ્રાણીઓ, જીવજંતુઓ, પક્ષીઓ અને સમગ્ર જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. સવારે ઉઠીએ ત્યારથી તમામ દિનચર્યામાં પર્યાવરણીય ઘટકોનો જ ઉપયોગ થાય છે.

પ્રાચીન સમયમાં અને અત્યારના યુગમાં કેટલો તફાવત આવી ગયો છે. શરૂઆતમાં આદિમાનવ જંગલમાં ફળ, કંદમૂળથી પેટ ભરતો. તેનું રહેવાનું ગુફામાં હતું. તે પથ્થરનાં ઓજારો વપરાતો અને શરીર ઢાંકવા માટે વૃક્ષોની છાલ અને પાંદડાનો ઉપયોગ કરતો. ધીરે ધીરે માનવજાતનો વિકાસ થતો ગયો, તેણે અગ્નિની શોધ કરી જેનો ઉપયોગ તે કાચું માંસ રાંધવા અને શરીરને ઠંડી સામે રક્ષણ આપવા કરતો. ધીરે ધીરે તે પશુપાલન અને ખેતીના વ્યવસાય તરફ વળ્યો.

માનવી અને પ્રાણી પોતાના ઉચ્છવાસની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ બહાર કાઢતો જેનો ઉપયોગ વનસ્પતિ કરતી પરંતુ યંત્રોની શોધ, વસ્તી વધારા અને શહેરીકરણથી આ સમતુલા ખોરવાઈ. હવે માનવી માટીનાં ઘરોને બદલે સિમેન્ટ-કોન્ક્રીટના મકાનમાં રહેવા લાગ્યો, ગાડામાં કે સાઈકલને બદલે પેટ્રોલ કે ડીઝલથી ચાલતાં વાહનો વાપરવા લાગ્યો, મિલો અને કારખાનાઓ શરુ થયા. વસ્તી વધારાને કારણે કપડા, પાણી અને અનાજની જરૂરિયાત વધી, લાકડાંની જરૂરિયાત વધતા જંગલો કપાવા લાગ્યા. પરિણામે વરસાદનું પ્રમાણ ઘટ્યું અને કાર્બન-ડાયોક્સાઈડ વાયુનું પ્રમાણ વધ્યું. જંગલોમાં વસતી કેટલીક દુર્લભ પશુ-પંખીઓની જાતી નાશ પામી.

માનવજાતિના આ વિકાસને કારણે પૃથ્વીનું તાપમાન વધ્યું. ઓઝોન સ્તરમાં ગાબડાં પડવા લાગ્યા. જંગલો કપાતા ગયા, જમીન ધોવાતી ગઈ, હવા શ્વાસ લેવા માટે જોખમી થતી ગઈ. સમગ્ર જીવસૃષ્ટીમાં માણસ જ એવું પ્રાણી છે જે પોતાની સલામતી, ખોરાક, આવાસ, શોખ અને અન્ય જરૂરિયાતો માટે પર્યાવરણનો નાશ કરી રહ્યો છે.

પર્યાવરણ બચાવવા આપણે શું કરી શકીએ? શુદ્ધ પર્યાવરણનો આધાર આપણા પર જ છે. શરૂઆત આપણે આપણા ઘરથી જ કરીએ તો પર્યાવરણ સુધરતું જશે.

આખો દિવસ થોડી થોડી કાળજી લઈએ તો પણ પર્યાવરણને થતું નુકશાન અટકશે અને પર્યાવરણ શુદ્ધ હશે તો આપણી તંદુરસ્તી પણ જળવાશે. જેમ કે, શક્ય હોય ત્યા સુધી પાણીનો ઉપયોગ ઓછો કરીએ અને તેનો વ્યય ન થાય તેનું ખાસ ધ્યાન રાખીએ.

  • ઘરને સ્વચ્છ રાખવું જોઈએ અને ઘરની આસપાસ આંગણું અને શેરી પણ સ્વચ્છ રાખવી જોઈએ .
  • રસ્તામાં કે ઘેર જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ.
  • વુક્શોને કપાતા અટકાવી વધારે ને વધારે વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ જેથી વાતાવરણ સ્વચ્છ રહે અને વૃક્ષો વરસાદ ખેંચી લાવે ઉપરાંત જમીનનું ધોવાણ અટકાવે અને વનસ્પતિમાંથી મળતી પેદાશો મળી રહે.
  • વૃક્ષોનો વિકાસ થશે તો વન્યજીવોને રહેઠાણ મળશે. એ પણ પર્યાવરણની એક મજબુત કડી છે.
  • આપણે જે કદાગનો ઉપયોગ કરીએ છીએ તેનો પણ દુરુપયોગ ઓછો કરવો જોઈએ કારણ કે કાગળ લાકડાના માવામાંથી બને છે જો કાગળ બચાવાશું તો વૃક્ષો આપોઆપ બચી જશે.
  • થોડા થોડા અંતરે જ જવું હોઈ તો પગે ચાલીને જતા રહેવું જોઈએ અથવા સાઈકલથી જવું જોઈએ. પેટ્રોલ કે ડીઝલથી ચાલતાં વાહનનો ઉપયોગ ન કરવો જોઈએ જેથી શારીરિક શ્રમ પણ થાય, ઇંધણ પણ બચે અને પર્યાવરણમાં પ્રદૂષણ પણ ન ફેલાય.
  • લાંબા અંતરની મુસાફરી માટે સાર્વજનિક વાહનોનો આગ્રહ રખાવો જોઈએ જેથી ઇંધણની બચત થાય.
  • જમવા બેસીએ ત્યાર જરૂરિયાત મુજબનું જ જમવાનું થાળીમાં પીરસાવું જોઈએ જેથી ખાદ્ય ખોરાકનો બગાડ અટકે અને પરિણામે ભૂખ્યા લોકોને ખાવાનું મળે.
  • શક્ય હોય ત્યા સુધી વીજ ઉપકરણોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ જેથી વીજ ઉત્પાદન ઓછું કરવું પડે.
  • જરૂર ન હોય ત્યારે વીજ ઉપકરણ બંધ કરવાનું ન ભૂલવું જોઈએ જેથી વીજળીની બચત થાય.
  • પુનઃપ્રાપ્ય ઉર્જસ્ત્રોતોનો રોજીંદા જીવનમાં શક્ય તેટલો વધુ ઉપયોગ કરવો જોઈએ જેમકે ખોઅક રાંધવા માટે સુર્યકુકર, પાણી ગરમ કરવા સોલાર હિટર, પ્રકાશ મેળવવા સોલાર લાઈટ વગેરે.... જેના ઉપયોગથી પુનઃ અપ્રપોય ઉર્જાસ્ત્રોતોની બચત થશે, ઉપરાંત પર્યાવરણનું પ્રદૂષણ અટકશે.
  • શક્ય હોય તો સુર્યાસ્ત પહેલા રોજીંદા કાર્યો પુરા કરી લેવા જોઈએ જેથી વીજળીની બચત થાય.
  • બિન જરૂરી વિદ્યુત ઉપકરણો જેવાકે પંખો, ટીવી, ફ્રીઝ, ટેપરેકોર્ડર વગેરે બંધ કરવા જોઈએ.
  • ઘરમાં ટીવી, ટેપરેકોર્ડર કે મ્યુઝીક સિસ્ટમનો અવાજ શક્ય એટલો ઓછો રાખવો જોઈએ પરિણામે આસપાસનાં લોકોન્વ ખલેલ ન પહોંચે અને અવાજનું પ્રદૂષણ અટકે. સામાન્ય રીતે જો ૮૫ ડેસીબલનો અવાજ સતત સાંભળવાથી કાયમી બહેરાશ આવે છે. એક રીપોર્ટ અનુસાર દિલ્હીમાં સરેરાશ ૯૦ ડેસીબલ અને મુંબઈમાં સરેરાશ ૭૫ ડેસીબલ અવાજ રહે છે. સતત ઘોંઘાટથી માનસિક તાણ ઊત[પન્ન થાય છે, કામમાં દખલગીરી આવે, લોહીનું દબાણ વધે છે, તો શરૂઆત ઘરથી કરી ઘરમાં જ અવાજની તીવ્રતા ઘટાડવી જોઈએ.
  • કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે પ્લાસ્ટિકનાં ઝબલાનો બને તેટલો ઓછો ઉપયોગ કરી કાગળ અથવા કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ કેમકે પ્લાસ્ટીકના ઝભલા પર્યાવરણને ગંભીર પહોચાડે છે. પ્લાસ્ટીકના ઝભલા ઉપયોગમાં લીધા પછી ફેંકીએ ત્યારે તેનું વિઘટન થતું નથી અને તે જમીનને નુકસાન પહોંચાડે છે અને જો તેને સળગાવીએ તો હવાનું પ્રદૂષણ થાય છે જેની અસર સમગ્ર પર્યાવરણ થાય છે. અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેનાં મતે “આ પૃથ્વીના કોઈપણ સમુદ્રમાં ગબડી પડે તો તેની ખોટ આખી પૃથ્વીને પડે છે.”
  • ઘરોમાં માખી, મચ્છર, માંકડ, વાંદા, કીડીના નિયંત્રણ માટે કીટનાશક દવાઓ ન વાપરવી જોઈએ આવી દવાઓ નાશ નથી પામતી અને પરિણામે પાણી તથા હવાનું પ્રદૂષણ થાય છે એનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે જો ઘર અને આપણી આસપાસ સ્વચ્છતા હશે તો કીટકો ઉતપન્ન જ ન થાય.
  • જાહેર રસ્તા પર કે તળાવ નદી કે સમુદ્રમ પ્લાસ્ટીકનો કે અન્ય કચરો ન ફેંકવો જોઈએ કેમકે નદી તળાવ કે સમુદ્રમ ફેંકેલો કચરો તેમાં રહેલા જળચર પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે અને ક્યએક તેમના સામુહિક મૃત્યુ પણ થાય છે.
  • ફ્રીઝના ઠંડા પાણીની જગ્યાએ માટલાનું પાણી પીવું જોઈએ અને એરકંડીશનની ઠંડી હવાની જગ્યાએ કુદરતી ઠંડી હવાનો ગરમીમાં ઉપયોગ કરવો જોઈએ કેમકે ફ્રીઝ અને એરકન્ડીશનરમાં વાપરતા રસાયણો ઘરના પર્યાવરણને પ્રદુષિત કરે છે અને ઓઝોન સ્તરને નુકશાન પહોંચાડે છે.
  • અભ્યાસ કરવા કે વાંચવા બેસીએ ત્યારે ટ્યુબલાઈટની વ્યવસ્થા પ્રમાણે યોગ્ય રીતે વાંચવા બેસીએ તો વિદ્યુતની બચત થાય અને વાંચવામાં પણ સરળતા રહે.
  • ગરમીના દિવસોમાં ખુલતા અને સુતરાઉ કપડા પહેરવા જોઈએ જેથી ગરમી ઓછી લાગે અને પંખા તેમજ એરકન્ડીશનરનો ઉપયોગ કરી વીજળીની બચત કરી શકાય. જાપાનમાં ખુલતા કપડા પહેરવાની ઝુંબેશથી ૭ કરોડ કીલોવોટ વિજળીની બચત થઇ હતી.
  • ઘરમાં એકઠો થયેલો શાકભાજીનો કચરો ફેંકી ન દેતાં વૃક્ષોના ઉચેર્મતે તેનો ઉપયોગ કરવો જોઈએ. જેથી પ્રદૂષણ અટકે અને વૃક્ષોનો પણ ઉછેર થાય. ગાંધીજીના મતે “Earth provied enougth to satisfy every man’s need but not for every man’s greed”. એટલેકે પૃથ્વી મનુષ્યની તમામ જરૂરિયાતો સંતોષાય તેટલું પૂરું પાડે જ છે તો પણ મનુષ્યની લાલચીવૃતિ સંતોષાતી નથી.
  • પર્યાવરણને બચાવવામાં આપણો જ સ્વાર્થ છે. જો પર્યાવરણ શુધ્દ હશે તો માનવજાતનો વિકાસ પણ તંદુરસ્ત થશે અને સાથે સાથે તમામ જીવસૃષ્ટિનું જતન થશે. મને ઉમાશંકર જોશીની એક પંક્તિ યાદ આવે છે કે,

    વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી,

    પશુ છે પંખી છે અને વનોની છે વનસ્પતિ

    આપણા સ્વાર્થ, લાલચ, જરૂરિયાત અને મોજશોખ માટે પર્યાવરણને નુકશાન ન પહોંચાડવું જોઈએ. આપણી સાથે અન્ય જીવસૃષ્ટિ પણ આ પર્યાવરણમ અસ્તિત્વ ધરાવે છે.