Turning point in L.A. - 8 books and stories free download online pdf in Gujarati

ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 8

પ્રકરણ

પ્રિયંકા ચૌધરી

પદ્મજા નાયડુ દક્ષીણની અભિનેત્રી હતી પણ આખું જીવન મુંબઈમાં કાઢ્યું હતું તેથી મરાઠી, હીંદી અને ગુજરાતી સારી રીતે જાણતી હતી. રુપા ખચકાતી હતી તેના કપડા કોઈ મોટી વ્યક્તિને મળવા જેવા હતા. એટલે મેઘાની સામે જોયું અને ઇશારો કર્યો આવા કપડા ચાલે?

મેઘાએ સદાશિવ ને કહ્યું ત્યારે તે કહે આપણે તો આશિર્વાદ લેવા છે.. અને આટલે આવીને પાછા જવું તે સારું નહી અને આપણી પરિ હોય તેમ તેને માટે પણ તું છોકરી છે.લેક્ષસ તે સમયે કોંપ્લેક્ષ્માં દાખલ થઈ.

પદ્મજા તેનાં રુમમાં હતી. ફોન કરીને ચારે જણા ઉપર ગયા.

આવો આવોકહી પદ્મજા સહેજ સાઈડમાં ઉભી રહી.રૂપા સહેજ વળીને તેને પગે લાગી તો આશિર્વાદોનો ઝરો ફુટી નીકળ્યો. “ ફુલો ફલો અને ખૂબ લાંબુ સુખી આયુષ્ય ભોગવો.”

પછી મેઘા સામે ફરીને કહે અમેરિકામાં આવા ભારતિય સંસ્કાર જોઇને હું તો રાજીને રેડ થઈ ગઈ.

સદાશિવે કહ્યુંભલેને અમેરિકન ભાષામાં તે અક્ષરની ગર્લફ્રેંડ હોય, અમારી તો તે બીજી પરિ છે.”

થોડી પાછી ફરીને તેણે તેની બેગમાંથી બે સોનાની બંગડી કાઢી તેના હાથમાં આપી. જાનકી અને રૂપા દાગીનો હાથમાં લેતા ખચકાયા ત્યારે સદાશિવ બોલ્યો

તાઇ અમે તો આશિર્વાદ લેવા અને મારી બીજી પરિને મળવા આવ્યા હતા અને તમે તો..”

તાઈ કહે છે ને?તો પછી તે સંબંધે વહુને આશિર્વાદમાં અપાય..”

રૂપા મેઘા સામે જોયું. મેઘાએ સદા શિવ સામે અને પદ્મજા બોલ્યા.આશિર્વાદ તરીકે તો તારાથી લેવાય.અને મારો નાનો ભાઇ સદાશિવ મારો બહું ખયાલ રાખે છે..વહાલથી રુપાને હળવો ધબ્બો મારતા બાથમાં લીધી.

મેઘાએ કહ્યુંકોલેજનાં પહેલા વર્ષમાં ભણે છે.. લગન તો અક્ષર ડોક્ટર બને ત્યારે કરશું

જો જીવતા હોઇશું તો ત્યારે મળશુંસદાશિવ ત્યારે બોલ્યોતમે અમેરિકામાં છો તાઈ.. યમરાજની પણ તાકાત નથી તમને લઈ જાય!” તેમની સાથેની નર્સે વધુ વાત કરવાની ના પાડી. સદાશિવેતાઇ તમે આરામ કરોકહીને રજા લીધી.

દ્રવતી આંખે બહાર નીકળતા જાનકી પુછ્યુશું થયું છે તેમને?”

સ્મૃતિ ભ્રંશ થયો છે તેમના દિકરા અહીં સ્થિર થયા છે પણ દીકરી પ્રિયંકા તેમને તે જ્યાં હોય ત્યાં તેની સાથે રાખે છે.”

કોણ પ્રિયંકા ચૌધરી? તે તો અમારા બરેલી ગામની.”

હા પ્રિયંકા નો તે રૂમ હતો.” થોડીક મિનિટો શાંતીથી ગઈ હશે અને રૂપાનું ઘર આવી ગયું.

સોનાની બંગડી મેઘાબેન ને આપતા રૂપા બોલીખરેખર સાચી ફોઇ હોય તેમ મને તેમણે વહાલ કર્યુ

મેઘા કહેમને શુકન પાછા કેમ આપે છે? તે તો તને આપેલા આશિર્વાદ છે. એટલે તું રાખ.”

જાનકી કહેએમણે તો રૂપાને અક્ષરની વહુ તરીકે આપ્યા છે. જ્યારે લગ્ન થશે પછી રૂપાનો હક્ક થાય. અત્યારે તો તે તમારો વહેવાર કહેવાય

સદાશિવ કહેતમને આપી છે આજે તો તમે તે લઈ જાવ. આશિર્વાદ છે તેથી તેને વહેવાર બનાવશો.”

પ્રિયંકા બહેન શુટીંગમાંથી પાછા ક્યારે આવતા હોય છે?” જાનકી ને બરેલી નાં હોવામાં રસ પડ્યો હતો.

ફીલ્મી કલાકારો સામન્ય રીતે મોડી રાતે આવે અને મોડી સવારે ઉઠતા હોય છે. “

તમને વાંધો ના હોય તો કાલે ગરમ ગરમ નાસ્તો લઈને મળવા અમે આવીએ?”

તમને ધક્કો પડે તો નિરાશ થતા.. સવારે તેઓ જરા હાઇ હોય છે.”

ભલે ને હોય. બરેલી નાં નાસ્તાની સુગંધે તે પ્રસન્ન થઈ જશે.”

ભલે તો તમે સવારે નાસ્તો લઈને આવજો. જોકે શીં પણ કેંટીનમા નાસ્તો થશે

બીજા દિવસે દસેક જણા નો નાસ્તો બે ટીફીન ભરીને જાનકી લાવી. ગરમા ગરમ પૌઆ કડક સેવો અને કઢીયેલ દુધ હતું. જીરા મીઠાની કડક પુરી લોચા પુરી અને શીરો હતો.

રૂપા તો કોલેજ ગઈ હતી પણ મેઘાબેન પણ કડક મીઠી ચાય લઈને આવ્યા હતા.

પ્રિયંકાબેન સવારનાં પહોરમાં આવી સરસ આગતા સ્વાગત જોઇને પ્રસન્ન થયા. મેઘાએ ઓળ્ખાણ કરાવતા કહ્યું અમારા વેવાણ છે. તેમને ખબર પડી કે આપ તેમના ગામનાં છે તો આપને મળવાની લાલચ રોકી ના શક્યા..

પ્રિયંકા બહેન કહેમમ્મી કાલે કહેતા હતા આપની દીકરીનાં વિવાહ અક્ષર સાથે થયા. બહું સરસ.”

પ્લેટમાં નાસ્તો લેતા લેતા પ્રિયંકાબેને વિવેક કર્યો.. સાથે લાવ્યા હોત તો હું પણ તેને ઓળખતે ને?

મેઘાએ તરત ટેલી કેમેરા ઉપર તેણે કરેલ નૃત્ય બતાવ્યું અને પ્રિયંકા બેન કઈક વિચારમાં પડી ગયા. રૂપા છે ? ફીલ્મ અભિનેત્રી સાધનાની બચપણ ની પ્રતિકૃતિ છે. આજે તમારી સાથે તે કેમ આવી?

તેની કોલેજ ચાલુ થઇ ગઈ છે.”

મેઘાબેન અક્ષર નશીબદાર તેને બહુજ સરસ અને લાયક છોકરી મળી છે.

પ્રિયંકા બેન અને જાનકીની ઉંમર સરખી, બરેલીમાં સ્કુલ પણ એકજ નીકળી અને તેમાં થી મિત્રો પણ ઘણાં ઓળખાણમાં નીકળ્યા.અને બહું ટુંકા સમયમાં બંને મિત્રો બની ગયા. તેને સેટ ઉપર જવાનું મોડૂ થતું હતું તેથી તે બોલી જાનકી આપણે ફરી મળશું અને અક્ષર ની વ્યાહતા ને હું ના મળુ તે ના ચાલે, સાંજે હું કેટલા વાગે ફ્રી થઇશ તે પ્રમાણે મળીયેફોન નંબર એક્ષ્ચેંજ થઈ ગયો અને તે ફોન કરશે તેવું પણ નક્કી થયું ત્યારે મેઘા કહે આજે સાંજે તમે પદ્મજા બેન અને રૂપા જાનકી મારે ત્યાં આવો જમશું અને ગપ્પા મારીશું.

આટલો ભારે નાસ્તો કર્યો તેની તૃપ્તતા માણતા જાનકી અને પ્રિયંકા છૂટા પડ્યા. છૂટા પડતા મેઘાનો કેમેરો પ્રિયંકાબેને હાથમાં લીધો અને બધાજ ફોટા કૉપી કરી તેમના કેમેરામાં ટ્રાંસ્ફર કર્યા.

અને બોલી હું મારા બ્રેક ટાઈમ્માં જોઇશ.

જાનકી ખુશ હતી..પ્રિયંકા સાથે સાંજે ફરી મળવાની શક્યતાઓથી.. પણ એક શક્યતા પણ હતી કે તે સાંજે મોડી પણ પડે. રૂપાને મળવાની તેની ઇંતજારી પણ જાનકીને ખુશ થવાનું કારણ હતું.

પ્રિયંકાનું વેપારી મગજ છોકરી માટે નાનકડો રોલ પણ મગજમાં વિચારી લીધો હતો બ્રેક ટાઇમમાં તેના યુનિટનાં ફોટોગ્રાફરની સાથે બેસીને તેનું નૃત્ય જોતા જોતા બોલી છોકરીની આંખો કેટલી ભાવુક છે,. તેના સાજન ને તે કેટલી ચાહે છે. ફીલ્મ ને વાર્તામાં બેસાડી શકાય?

ફોટોગ્રાફર કહેવાતાવરણ અને પાત્રાંકન પ્રમાણે મોટા પરિવર્તનો કરવા પડે.”

ફીલ્મની ક્વોલીટી કેવી છે?”

ઑડીઓ તો સુધારી શકાય. થોડુંક રી શૂટ થાય તો આખું ગીત ચાલી જશે

ફરીથી શૂટીંગ કરવામાં જોખમ છે કે ભાવો બદલાઇ જાય. અને ભાવો મને જોઇએ છે.” આપણે આજે સાંજે છોકરીને મળવા તેને સાસરે જઈએ છે. સાથે સ્ક્રીપ્ટ માં જે સુધારા કરવા પડે તે માટે મુન્નાને પણ લેવો પડશે.”

સાસરે? છોકરી પરણેલી છે?”

તેની આપણને શું તકલીફ?”

તો રીશૂટ માંડી વાળીએ અને મુન્નાને પણ પુછ્યા વિના એનો બેક ગ્રાઉંડમાં ટીવીમાં સીન ફીટ કરી દઇશુંફોટોગ્રાફર પંડીતે કહ્યું.

મને લાગે છે એની સાથે વાત કર્યા પછી નિર્ણય લઈશ.”

મનમાં ને મનમાં તે વિચારતી રહી કે રૂપા ફોટોજનીક ફીચર તો ધરાવે છે. હવે સાંજે બીજી વાતો જેવી કે અભિનય અને અવાજ કેવો છે જોયા પછી વિચારીયે. ભારત થી લવાતી અભિનેત્રીઓના નખરા સહન કરવા કરતા ટીચેબલ અહીની છોકરી મળી જાય તો એક જોખમ લેવું જોઇએ તે વાત પ્રોડ્યુસરને પણ સમજાવવી અઘરી તો છેજપંડીત જતા જતા કહેતો ગયો આપણે અહીં થી સાથે જઇશુંને.

પ્રિયંકા હા કહી અને તેણે મેઘાને ફોન કરીને કહ્યું તે થોડીક વહેલી આવે છે અને તેની સાથે પંડીત મારો ફોટોગ્રાફર પણ આવે છે. વળી મોમને લેવા જઈશ તો સવારનું લેફ્ટ ઓવર લેતી આવશે. એટલે હલકું કંઇ બનાવજે.

મેઘા કહે તો સારી વાત છે પદ્મજાને પણ અમારે ત્યાં ગમશે. રૂપા અને જાનકીને પણ સંદેશો આપી દઉ છુ..વહેલું એટલે કેટલા ચાર વાગશેને?”

હા.”

ફોટો ગ્રાફરને લઈ ને આવે છે તો રૂપાને કહું વ્યવસ્થિત તૈયાર થઈને આવે?” “ હા