Turning point in L.A. - 11 books and stories free download online pdf in Gujarati

ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 11

પ્રકરણ ૧૧

જનાદેશ

તે યુ ટ્યુબમાં બે વિડિયો મુકી હતી અને જનાદેશ માટે કેટલાંક પ્રશ્નો હતા. જેવા કે . અભિનેત્રી નો અભિનય એટલે કનિષ્ઠ ૧૦ એટલે ઉત્તમ માં ગુણ આપો

બે વિડિયો માં ફિલ્મીકરણ નાં ગુણ આપો.- થી ૧૦ માં ગુણ આપો વિડિઓ અને વિડિઓ પ્રમાણે અલગ ગુણ આપવાન….

તરત પ્રત્યુત્તર આપનારા પ્રથમ ૨૦૦ સભ્યોને ઈનામ મળશે. પહેલા ૫૦ સભ્યને ૨૦ ડોલર પછીનાં ૫૦ ને ૧૫ ડોલર અને છેલ્લા ૧૦૦ને ૧૦ ડોલર

તમારું ઇમૈલ સરનામુ અને ફોન નંબર આપવો જરૂરી છે

સવારે ઉઠીને યુ ટ્યુબ ઉપર સાઈટ ઉપર ૨૦૦ કરતા વધુ ક્લીક હતી.અને કમેંટ્માં બંનેનાં કાર્યને વખાણ્યું હતું. નવોદિતોને સૌએ વખાણ્યા હતા.. એક કોમેંટ માં રૂપાને સાધના જુનીયર કહી વખાણી હતી. કોઈકે ફોન નંબર ની માંગણી કરી હતી અને કોઈકે તો તેમને ફિલ્મની પણ ઓફર કરી હતી અઠવાડીયે જનાદેશ આવી ગયો હતો. વીડીયો પરિ કર્યો હતો તે વધુ ગુણાંક મેળવતો હતો અને રૂપા તો લગભગ ૯૭ ટકા મેળવતી હતી. બંને માવિત્રો ખુશ હતા.. અને બંને દીકરીઓને કામ સાથે યુનિવર્સલ સ્ટ્ડીઓની સીટ ઉપર ડિપ્લોમા કોર્સ કરવાની ઓફર મળી હતી.

આજે સાંજે પ્રોજેક્ટ ૨૯ ની ચર્ચા માટે ત્રણેય કુટુંબ ભેગા થવાનાં હતા મોસાળમાં મા પિરસવાની હોય ત્યારે ભુખ્યું કોણ રહે? પદ્મજા પ્રોડક્શન એટલે બે વાતની નિશ્ચિંતતા..એક તેને વિતરકો શોધવા નહી જવાનું અને બીજી પૈસાની પ્રોડકશન દરમ્યાન કોઈ કરકસર નહીં. કલાકાર પ્રોડક્શન દરમ્યાન બીજો કોઈ પ્રોજેક્ટ હાથમાં લઈ શકે નહીં. અને આપેલી તારીખોમાં પ્રોડક્શન પુરું કરવાનું એટલે કરવાનું એટલે કરવાનું . બધા નિયમોને લીધે નવોદીત કલાકાર ને બ્રેક મળતો અને તેમની કારકીર્દીનું પ્રથમ પગથીયું પદ્મજા પ્રોડક્શન બનતું.

પ્રોજેક્ટ ૨૯ ઓછા કલાકારો અને ઓછા બજેટ્નું ચિત્ર હતું અને તેથી સમય પણ ઓછો લેવાનો હતો. તેના વાઘા પહેરાવવાનો અને એડીટીંગ માટે નો સમય ગણીને ફીલ્મ મહીનામાં પુરી થશે. આટલી માહીતિ આપ્યા પછી કાયદાકીય પેપર સાઈન કરવા આખી ટીમ કોન્ફરંસ રૂમ માં ગઈ જ્યાં સાઇનીંગ એમાઉંટ નો ચેક અપાયો અને વાર્તા પ્લોટ અને પાત્રાંકન પ્રમાણે સ્ક્રીન પ્લે અપાયો. તેજ ફાઇલમાં યુનિવર્સલ સ્ટુડીઓની ડિપ્લોમા ઇન એક્ટીંગ અને પરિને ડિપ્લોમા ઇન ફોટોગ્રાફીંગ માટેના ઍડમીશન કાર્ડ અને સ્કેજ્યુઅલ પણ હતા. સવારે થી ૧૨ બંને ને ભણવાનું હતું અને બપોરે એકથી સાત શુટીંગ સ્કેજ્યુઅલ હતું. અને મોટી વાત હતી કે બંને જગ્યાઓ બાજુ બાજુમાં હતી. રૂપા જોઈ શકતી હતી પ્રિયંકા મેમે કોઈ વાતની કસર નહોતી છોડી.સાઇનીંગ ફીનું કવર ખોલતા રૂપાનાં હાથ ધ્રુજતા હતા. તેની પહેલી કમાણી.. જ્યારે પરિ તો બીનધાસ્ત હતી તેને ખબર જતી કે સાઈનીંગ એમાઉંટ તો ખાલી શરૂઆત છે પીક્ચર પુરુ થયા પછી તગડી રકમો મળતી હોય છે.સાથે એક બીજો ચેક પણ હતો પ્રોડક્શન ૨૮ નો તેમનું ગીત તુમ મેરે મૈ તેરી પ્રોડક્શન ૨૮ માં મુકાઇ ગયુ હતું તેનો ચેક હતો.

જાનકીતો એક પછી એક સુખદ આંચકાઓથી રાજી થતી ગઈ. તેનો સૌથી પહેલો આંચકો યુનિવર્સલમાં ઍડમીશન અને તેમાં ભણવાની સ્કોલરશીપ..પહેલું ફીલ્મ માં કામ મળ્યુ.પ્રિયંકા જેવી ગાઈડ મળી. અક્ષર તેના માટે સુખી સાબીત થયો. મારી છોકરી તો હજી જુવાનીમાં પગ મુક્યોછે અને એને અક્ષર ને લીધે તક મળી. મેઘા પણ રાજી હતી પરિને ભણવાની તક મળી અને પંડીત જેવા ફોટોગ્રાફર સાથે કામ કરવાની તક મળશે

જમતા જમતા પ્રિયંકાએ કહાણી નાં કેટલાંક મુદ્દાઓ વિશે ચર્ચા કરી. સ્ત્રીપ્રધાન કથા મમ્મી મારી ફીલ્મજગતમાં લઢત જોઇને લખી છે આમાં કેટલાય પ્રસંગો કથાને લોક્ભોગ્ય બનાવવા ઉમેરાયા છે. પણ જે સંદેશ આપવાનો છે તેમહેનતું હંમેશા ટકી રહે તો સફળ થતો હોય છે.’ આપણી હીરોઇન રાધા આવા શોષણ નો ભોગ બને અને તેમાંથી કેવી રીતે બહાર નીકળે છે. તેની કથા છે.”

સૌ આદરથી પદ્મજાને વધાવી રહ્યા. પ્રિયંકા સહિત સૌ તાળી પાડતા હતા. સ્ટેડીંગ ઓવેશન હતું પછી અલયની ઓળખાણ કરાવતા પદ્મજાએ જાનકી તરફ જોતા કહ્યું અલય પણ રાય બરેલીનો છે અને હીરોનો રોલ કરે છે પણ તેનો રોલ નાનો છે વાર્તાની જરૂરત પ્રમાણે ક્યારેક ગીત ગાશે અને ક્યારેક હીરો તરીકે મારા મારી કરશે. હમણાં તે ન્યુ યોર્ક છે. મહીના પછી જ્યારે તેનો રોલ આવશે ત્યારે તે આવશે. સૌએ તેને વધાવ્યો આજે તો કોન્ટ્રાક્ટ સાઇન કરવા આવ્યો હતો.

પરિને અલય ગમી ગયો પણ મોડો આવવાનો છે તે જાણીને ઉદાસ થઈ ગઈ.

પરિએ હાથ મીલાવતા કહ્યુંતમારો રોલ મોટો કરાવોને?”

મને તો કામ મળ્યુ તેનો આનંદ છે.”

પરિ અને રૂપાએ જે બેંકનો ચેક હતો તે બેંકમાં ખાતુ ખોલાવ્યું ચેક જમા કરાવ્યો અને તે બેંક માંથી ક્રેડીટ કાર્ડ કઢાવ્યું. અને ડેબિટ કાર્ડ પણ કઢાવ્યું

બીજે દિવસે સવારે યુનિવર્સલ સ્ટુડીઓ બંને સખી પોત પોતાને ક્લાસમાં પહોંચી ત્યારે લેક્ચર ચાલુ થઈ ગયા હતા. પ્રોફેસર માર્ક્સ એક્ટીંગ શીખવતા હતા જ્યારે પ્રોફેસર જેકબ ફોટોગ્રાફી શીખવતા હતા. રૂપા શાંતિ થી એક ચેર ઉપર બેસી ગઈ.

પ્રોફેસર માર્ક લેક્ચર ચાલુ રાખતા બોલ્યા..જેમ ડોક્ટરને આખા શરીરનું જ્ઞાન હોય તેમ એક્ટરને શરીર થી એક્ટીંગ કરતા આવડવી જોઇએ. અને આખા શરીરને કાબુમાં રાખતું પહેલુ અંગ છે મન. જેના ઉપર કાબુ ખૂબ અઘરો વિષય છે તેથી તેની તાલિમ આખા કોર્સ દરમ્યાન વારં વાર આવશે. ઉદાહરણ તરીકે બળાત્કાર થતો હોય ત્યારે શરીર સાથે મન પણ સંવેદના અનુભવતું હોય તો તે સામાન્ય ઘટના છે. પણ અભિનયમાં તમારાથી બળાત્કારી જોજનો માઇલ દુર હોય તેવો ભાવ મજબુત હોય તો શરીર થી વેદના ના અનુભવાય. અથવા બળાત્કારી જોજનો માઈલ દુર હોય છતા મન તે વેદના અનુભવી શક્તું હોય તેનું નામ અભિનય. એટલેકે જે નથી છતા જે અનુભવતા બતાવી શકાય તેનું નામ અભિનય.

રૂપાને વાત જટીલ લાગી. થોડા સમય પછી માર્ક ફરી થી તે સંદર્ભે બોલ્યા જે અંગ પાસે કામ લેતા હોઇએ તે અંગ પાસેથી જુદી જુદી રીતે કાર્ય લેવું હોય તો તેવું વારંવાર અનુભવીને કરી શકાય. જેમકે મનમાં પ્રેમનો ભાવ હોય અને વર્તણુંકમાં ધીક્કાર લાવવો હોય તો તે શક્ય નથી. પણ મનમાં પહેલા ધીક્કારનો ભાવ પેદા થાય પછી ધીક્કાર ચહેરા ઉપર આવે.

પ્રોફેસર જેકબ કેમેરામેનની આવડત ઉપર ભાર મુકતા હતા. કેમેરાની ક્વૉલીટી તેની ફેસીલીટી પછીની વાત છે.ચહેરો ઘાટીલો હોય તો તસ્વીર સરસ આવે. બાકીનો તો મેકઅપ હોય છે. કેમેરાનો ઉપયોગ. કંપ્યુટર નો ઉપયોગ, સ્ટીલ ટેકનોલોજી બધું જે તે ફોટાને ધાર્યુ રૂપ આપવામાં મદદ કરી શકે.. ફંડામેંટલ વાત પછી કેમેરાની જાણકારી અને તેનો સુઘડ ઉપયોગ માટે બહું વિગતે માહીતિ આપી. પરિને બાબતે બહુજ રસ પડ્યો અને તેને ખબર પણ ના પડી કે લેક્ચર કેટલું જલ્દી પતી ગયું.

બંને સખીઓ જ્યારે બહાર આવી ત્યારે રૂપા થોડીક મુંઝાયેલ હતી જ્યારે પરિ માહીતિનાં સાગરમાં ડુબકી મારીને આવેલ પ્રસન્ન ચિત્ત હતી.તેને જેકોબની સમજાવવાની પધ્ધતિ ગમી હતી. અને કહેવાય છે મન મુંઝાયેલ હોય ત્યાં ગુંચવણ વધતી હોય છે.લંચ લઈને જાનકી આવવાની હતી તેવો મેસેજ હતો. બહાર નીકળ્યા ત્યારે ગરમા ગરમ સમોસા અને બટાકા પૌઆ લઈને જાનકી હાજર હતી. બંને નાં ચહેરા જોઇને તે બોલીપરિ તને મઝા પડી લાગે છે.”

હા આંટી પણ રૂપા તો બૉર થાય છે. ભુખ જબર જસ્ત લાગી છે ટીફીન કેંટીનમાં જઈને ખોલીએ!”

નવો અજાણ્યો વિષય હોય તો પહેલું અઠવાડિયું જરા કઠીન લાગે.. ધીમે ધીમે જેમ રસ પડતો જશે તેમ તેમ મઝા આવશે.”

હવે વિષયાંતર..પ્રોજેક્ટ ૨૯ ચાલુ થશેને?”

હા આજે તો હું પુછી લઈશ કે પહેલા ૨૮ પ્રોજેક્ટ કયા હતા?”

આંટી સમોસા અને બટાકા પૌઆ સરસ હતા. મઝા આવી. અને હા આવી ગરમા ગરમ લંચની ટેવ ના પાડશે અહીંની કેંટીનમાં ખાઈ લઈશું અને હવે તો ડેબિટ કાર્ડ પણ છે.”

તો પહેલો દિવસ હતોને? તેથી.”

રૂપા બોલીમમ્મી મને ધીમે ધીમે ઇંડીપેંડંટ થવામાં રસ છે. અને તમારો એક ધક્કો ઓછો થાય તે પણ જોવું છે. તો આપણે હવે સાંજે મળીશું.”

પરિ જરા વિસ્મીત થઈ પણ તેને સીધી વાત થઈ તે ગમી

જાનકી નું મો પડી ગયું પહેલી વખત તેને લાગ્યું કે રૂપા ને પૈસા મળ્યા તેની અસર છે. પણ આતો થવાનું હતુંને?