Foram - Premni Pratiksha - 2 books and stories free download online pdf in Gujarati

ફોરમ ભાગ ૦૨

ફોરમ- પ્રેમની પ્રતીક્ષા

( ભાગ ૦૨ )

"લાસ્ટ લવ " ફોરમ - પ્રેમની પ્રતીક્ષા

ગુજરાત નું સુંદર અને ઐતિહાસિક શહેર એટલે વડોદરા....

સતત જીવંતતા અનુભવતું અને લોકોને એનો અહેસાસ કરાવતું શહેર એટલે બરોડા.

મિત્રોને મળવા માટેનું ઉત્તમ સ્થળ અને રખડવા માટે અને ભણવાની એક અદ્યતન સગવડ પુરી પાડતું આ બરોડા શહેર...

“ વડોદરા “

અલંકાર બોયઝ હોસ્ટેલ

રૂમ – 321

( કૉલજ લાઈફ )

“ વ્યોમ “ ક્યાં છે ???

( આજે આખી હોસ્ટમાં બસ બધાં ના મોંઢા પર એક જ નામ આવી રહ્યું હતું. “ વ્યોમ “ આવે પણ કેમ નહિ આજે વ્યોમ નો જન્મદિવસ હતો )

હોસ્ટમાં રહેવાની મજા કાંઈક અલગ હોય છે. રાતનાં ૧૨ વાગ્યાં નથી ને રૂમ નંબર ૩૨૧ નો દરવાજો ખટ ખટાવ નું ચાલું થઈ જાય, આખી હોસ્ટેલમાં આ એક જ રૂમ એવો હતો કે ભેળ બનાવાની દરેક સામગ્રી મળી જ જાય.

“ કાનો “ મારો બેસ્ટ ફ્રેંડ. હું બરોડા આવ્યો ત્યારે પેહલી મુલાકાત કાના સાથે થઈ “કાના નું નામ તો રોય હતું પણ બધાં એને કાનો કહી ને જ બોલાવતાં. એક વાત મેં નોટિસ કરી કે જિંદગીમાં માં જીવવા જેવું તો ઘણું બધું છે જો આ જિંદગી ને માણતા આવડી જાય ને તો કાંઈ નો ઘટે, ઘટે તો જિંદગી ઘટે. આ એક ડાયલોગ હું કાનાં મોઢે થી રોજ સાંભળતો... જયારે જોવ ત્યારે મને કહ્યા જ કરે, ડોબા ઘટે તો જિંદગી ઘટે. કાનો મને ડોબો કહી ને જ બોલાવતો.

“ હું બુક અને પેન લઈ ને ટોઇલેટમાં બેઠો બેઠો મારી સ્કૂલલાઇફ ના એ યાદગાર દિવસો લખી રહયો હતો...ત્યાં જ મારા કાને એક અવાજ સંભળ્યો.

“ ઓય ડોબા આજે તારો બર્થડે છે, ને તું અયહ્યા સંડાસ માં લોક થઈ ને બેઠો છે. “ ડરપોક બાર નીકળ આજે તો તારી લાલ નો કરી નાખું તો મારું નામ પણ “ રોય બાટટલીવાલા નહિ “ આ રોય જે કહે એ કરી ને બતાવે.. ચાલ નીકળ બાર નહિ તો ધોયા વગર જ બહાર આવીશ...નીકળે છે કે હું અંદર આવું ?? પ્રેમથી બહાર આવીશ ને તો મજા આવશે નહિ તો પેન્ટ ઉતારી ને આખી હોસ્ટેલમાં આંટા મરાવીશ..

“ મને ખુદ ને સમજાતું નોહતું કે આવી રીતે કોણ કરે કોઈ ના જન્મદિવસ પર...?? આ મારો હોસ્ટેલમાં પહેલો જન્મદિવસ હતો એટલે એતો ખબર પડી જ ગઈ હતી કે આજે મારી મરાવા ની જ છે. મેં કાના ને કહ્યું. ભાઈ મને શાંતિ થી કરવા તો દે...સવાર સવાર માં ક્યાં તું ભાઈ મારવા પુગી ગયો રાતે માર્યો એ કાંઈ ઓછું છે ?? અયહ્યા ટોયલેટ માં બેસવા જેવો તે નથી રાખ્યો મને અને તારે મને હજી મારવો છે ??

જો કાના બોવ થયું હવે ! આવું તે કોઈ કરતું હશે યાર ??

મારો જન્મદિવસ છે યાર આવો બર્થડે તો મેં મારી લાઈફમાં પણ કયારે પણ નથી જોયો...

“ ઓય બાબા તારું પ્રવચન બંધ કર અને તું જલ્દી બહાર નીકળ મને બોવ લાગી છે એટલે તને કવ છું...." રોય મને કહ્યુ એટલે મને એમકે એ સાચું બોલતો હશે.

“ છેવટે આટલી બધી લપ કર્યા પછી હું જેવો સંડાસ ની બહાર નીકળ્યો ત્યાં જ બધાં એ મારાં પર અટેક કરી દીધો અને મારા પર ઈંડા, કાદવ, ગોબર, અને કચરો નાંખી ને મને ખુદ ને કચરા જેવો બનાવી દીધો, એ બઘું તો ઠીક પણ એવો માર્યો કે જાણે હું કોઈ માણસ નહિ પણ એક ધોબી જેમ કપડાં ને ધોતો હોય ને તેમ મને પણ સાબુ પાણી વિના નો ધોઈ નાખ્યો…

“ કાના “ આવું તે કોઈ કરતું હશે ભાઈબંધ જોડે…?? ( મેં કાના ને પ્રેમથી કહ્યું પણ મનમાં તો એને મોટી મોટો ગાડું દેવાનું મન કરતું હતું.. કાના ને કેટલો સમજાવ્યો પણ એ ના માન્યો હજી આ બધું તો કાંઈ નોહતું સાચી મહેફિલ તો રાતે થવાની હતી.. હું કાનો બંને જણા રાતે હોટેલમાં ગયાં, પૈસાનું પ્રોબ્લેમ હતું એટલે હું અને કાનો જ પાર્ટી માં ગયા. બાકી હોસ્ટેલમાં તો અમે બધાં ભેળ બનાવી ને પાર્ટી મનાવી નાંખી…

( રાત ના ૧૨ વાગ્યાં હતાં…હું અને કાનો બંને હોસ્ટેલ જતાં હતાં કોઈ વાહન ના મળ્યું એટલે અમે બને ચાલી ને જતાં હતાં…

“ વ્યોમ તને એક વાત પૂછું ???

( કાના એ પેહલી વાર આવી રીતે મને સવાલ કર્યો, હું ખુદ વિચાર માં પડી ગયો લે એવું તે શું પૂછવા માંગે છે…?? મેં પણ હિંમત કરી ને કાના ને કહ્યું, બોલ ને ભાઈ તારે મને જે પૂછવું હોય એ દિલ ખોલી ને પૂછી લે મારી પાસે તારા પ્રશ્નનો જવાબ હશે તો હું ચોક્કસ આપીશ..)

“ કાનો બોલ્યો… ડોબા મેં વાત નોટિસ કરી છે. તું જ્યાર થી હોસ્ટેલમાં આવ્યો છે તું મારા સિવાય બીજા કોઈ સાથે કેમ બોલતો નથી..??

હું કાંઈ ના બોલ્યો. બોલું પણ શું ?? મારી પાસે કાંઈ જવાબ નૉહતો.

( કાનાએ મને મારા હાથ માં ફોટો આપ્યો… વ્યોમ આ કોણ છે બધાં ??? )

આ ફોરમ છે.. મારી બેસ્ટ ફ્રેન્ડ કહું કે મારો પહેલો પ્રેમ એ મને ખુદ ને નથી સમજાતું.. એની બાજુમાં છે એ ફાલ્ગુની એ મારી બેસ્ટફ્રેન્ડ છે, સ્કૂલમાં એક પણ દિવસ એવો નહીં ગયો હોય કે એની સાથે બોલા ચાલી ના થઇ હોય..આ જેનિલ અને શિવ છે . અમારા ત્રણે થી આખી સ્કૂલ ડરતી જયારે અમે ત્રણે સાથે હોય..

એક વાત પૂછું વ્યોમ ?? ( કાના મને સવાલ કર્યો. )

“ હાં બોલ ! તમે બધાં અલગ કેમ પડી ગયાં..?

“ કાના “ અલગ નથી પડ્યા બસ અમે બધાં એકબીજાં ને ચેલન્જ આપ્યું છે, ૫ વર્ષે પછી બધાં આપણે એક બીજા ને મળસુ ત્યાં સુધીમાં કોઈપણ એકબીજા સાથે વાત નથી કરવાની.. રોય ને હું સાચી હકીકત કઈ રિતે બોલી શકું કારણ કેઆ બઘું મારા લીધે જ થયું છે. મારી એક ભુલ ના કારણ અમે બધાં અલગ પડી ગયાં..

“ કાના એ મને સમજાવ્યો કે જે થયું તે બધું તું ભૂલી જા અને હવે તું તારી લાઈફ ની નવી શરૂવાત કર..

“ એજ દિવસથી મેં નક્કી કર્યું કે જે થયું એ મારી એક ભૂલના કારણ થયું, હું એ સ્વીકારવા તૈયાર છું પણ હવે અફસોસ કરવાથી મારા મીત્રો મને પાછા થોડી મળી જવા ના..?

“ ફોરમ “ મને યાદ કરતી હશે ? એ સવાલ મને રોજ મારા મનમાં આવતો અને વિચારતો કે ફોરમ મેં પણ મારો સાથ ના આપ્યો એક ફાલ્ગુની જ હતી જેણે મારો સાથ આપ્યો.. ભુલ મારા એકની થોડી હતી..? ફોરમ ની પાસે મારા સવાલ નો જવાબ જ નથી એને પણ બસ તેનો સ્વાર્થ જોયો અને મને એકલો મૂકી ને જતી રહી ત્યારે ફાલ્ગુની સિવાય કોઈ મારી સાથે નોહતું.. હું આજે પણ ફોરમ ને એટલો જ પ્રેમ કરુ છુ જેટલો ત્યારે કરતો…

( સમય ની સાથે બધું બદલાય છે તેમ હું પણ મારી જિંદગી ની એક નવી શરૂવાત કરવા જઈ રહ્યો હતો…)

“ કોલેજ કેન્ટીન “

આખી હોસ્ટેલમાં બધાં ૬ વાગ્યે ઉઠી જતાં. હું અને રોય બંને ૮ વાગ્યે જ ઉઠતા ભલે સાવરણી ખાવી પડતી.. એક પણ દિવસ એવો નહિ ગયો હોય કે અમારા વોર્ડન અમને બંને સવાર સવાર માં માર્યા ના હોય...

રોજ ની જેમ આજે પણ હું રોય બંને કોલજ ની કેન્ટીનમાં પહોંચી ગયા. અમારો પહેલો લેક્ચર તો ત્યાં જ હોય, હાજરી તો અમારી " આયત " જ પૂરી લેતી કારણ કે તેને ખબર જ હોય કે અમે ક્યાં હોય..

કેન્ટીન નું બિલ હંમેશા જયલો જ પે કરતો પણ આજે જય આવ્યો નૉહતો..

“ કાના શું યાર તું આજે ચિંતામાં લાગે છો…??

અરે કાંઈ નહિ ડોબા ! બસ થોડુ કામ આવી ગયું છે, ઍટલે હું વિચારતો હતો..

( કાન એ મારા ખભા પર હાથ રાખી વને બિન્દાસ થઈ ને મને કહ્યું, પણ એ જૂઠું બોલ્યો એ વાતની મને ખાતરી જ હતી.. )

“ કાના આજે કેન્ટીન નું બિલ કોણ આપશે ???

“ ડોબા” આપણી પાસે કશું નથી હો, બાપુ નો ખીસો સાવ ખાલી છે, બાકી રાખી દે નહીં તો આપણા “ જયલા “ નું ખાતું હાલે જ છે .

“ એ બધું તો ઠીક પણ આ જયલો છે ક્યાં હમણાં…??? ( કાનો અને જય મહેતા એ બંને બાળપણ ના ફ્રેન્ડ હતાં, મારા કરતાં પણ કાના નું જય સાથે વઘારે બનતું જે વાત એ મને ના કહી એ બધું જ એ જય ને કહેતો…જયારે હું કોલજમાં આવ્યો ત્યારે જય અને કુંજ ( કાનો ) એ બંને સાથે જ મારી ભાઈબંધી થઈ..જેમ જેનિલ અને શિવ મારા ભાઈબંધ હતાં તેમ અમારા ત્રણે ની મિત્રતા છે…અમારા ગ્રુપમાં સૌથી જો કોઈ નટખટ હોઈ તો તે હતી “ કાયરા “ અને અમારા ગ્રૂપ ની લીડર “ “ આયાત “ સાથે મારે સૌથી વધારે બનતું કારણ કે હું તેની સાથે જ મસ્તી અને મજાક કરતો.. મને આજે પણ એ દિવસ યાદ છે, જયારે આયત સાથે મારી મુલાકાત થઈ હતી…

કોલેજ એડમિશન

રશ્મિ યુનિવર્સિટી

" એડમિશન માટે ની લાઈન લાગી હતી. કૉલેજમાં જાણે કોઈ મેળો ભરાયો હોય..

હું પણ આજ લાઈન માં ઉભો હતો...મારી સાથે મારા પપ્પા સાથે હતાં એટલે સભ્યતા માં રહેવું પડે એમ હતું. મને આજે ખબર પડી કે ફાલ્ગુની અને ફોરમ કરતાં પણ સુંદર છોકરીઓ પણ આ દુનિયામાં છે... શિવ ની ભાષામાં બોલું તો શું એક થી એક માલ હતાં. એક ને જોવો તો બીજાં ને ભૂલી જાવ.

" હવે એડમિશન લાઈન ધીરેધીરે ઓછી થવા લાગી હતી તેવાં માં મારી નજર એક છોકરી પર પડી, એને જોઈ ને મારા હોંઠ પર આપમેળે સ્મિત આવી ગયું.

શું છોકરી હતીએ.. મારું મન એનાં માં જ ખોવાઈ ગયું, એને જોતા જ મને ફોરમ ની યાદ આવી ગઈ. કાંઈક તો વાત હતી એનાં માં કે એને જોતા જ મારું મન મોર બની થનગનાટ કરવા લાગ્યું... બસ હવે અમારા બંને વચ્ચે થોડી જ દુરી હતી મારી આગળ મી જ લાઈન માં એ હતી, મેં ઘણી ટ્રાય કરી એના ફોર્મ માં તેનું નામ જોવા ની પણ હું ના જ જોઈ શક્યો..

એ ફોર્મ સબમિટ કરી ને જતી રહી અને હું એને જોતો જ રહી ગયો.. એનું નામ મારા માટે અકબંધ રહી ગયું. એ દિવસ મને બસ એનાં જ વિચારો મારા મનમાં ફરતા કે એ શું કરતી હશે ?? શું એનું નામ હશે ?? ક્યાં એ રહેતી હશે..??

૭ દિવસ થઈ ગયાં એની કોઈપણ ખબર મને ના મળી... એક દિવસ અચાનક મને ઇન્સ્ટાગ્રામ માં એક " સ્ટેન્જર ગર્લ " નામની રીકવેસ્ટ આવી. આમ તો હું કોઈ ગર્લ સાથે વાત જ નૉહતો કરતો પણ મારું મન કહેતું હતું કે તે આજ છોકરી હશે..

મેં તેની પોસ્ટ પણ જોઈ તેમાં તેનો એક પણ ફોટો નૉહતો, મેં તેને મેસેજ પણ કર્યો પણ કાંઈ રીપ્લાય જ ના આવ્યો... આમને આમ ૨ દિવસ થઈ ગયાં હવે કોલેજ શરૂ થવાની જ હતી..

" ૧૬ એપ્રિલ આજે પણ મને આ દિવસ યાદ છે જ્યારે રાત ના ૧૦ વાગ્યે તેનો મેસેજ આવ્યો..

કેટલાં દિવસ થી તું મને મેસેજ કરે છો, તને ખબર છે કે હું મેસેજ જોઈ ને પણ તને રેપ્લાય નથી કરતી છતાં પણ તું રોજ મને મેસેજ કરતો.. એવું તે શું છે મારા માં કે તું મને લાઈક કરે ?? મને ખબર છે કે તું મને એડમિશન ના દિવસ થી જોતો હતો...તે ઘણી ટ્રાય કરી મને બોલવાની પણ તું ના બોલાવી શક્યો.. શું યાર તું પણ બોવ શરમાળ છો એક છોકરી જોડે વાત કરવામાં એટલું અચકાવું પડે કાઈ ?? તું મારુ નામ ના જાણી શક્યો નહિ તો શું થયું..?? મેં તો તારા વિશે બધું જ જાણી લીધું તું જે દીવસે મેં તને જોયો હતો... ચાલ બાય ! હવે આપણે કોલેજ મળ્યાં

" મને ખુદ ને વિશ્વાસ નૉહતો કે એ પણ મને લાઈક કરે છે જેટલો હું તેને કરું...

હું મેસેજ નો રેપ્લાય કરું ત્યાં જ એને મને બ્લોક મારી દીધો... થોડી વાર તો મને એવું લાગ્યું કોઈ મારી જોડે મસ્તી કરી હશે...

કોલેજ કયારે શરૂ થાય તેની જ રાહ જોતો હતો....

" હું વડોદરા માં કોઈને પણ નૉહતો ઓળખતો એટલે મારાં માટે બધું જ અજાણ હતું એક તરફ એ ગર્લ ની ખોજ અને બીજી તરફ ફોરમ થી દુર થયા નું ગમ..મારી લાઈફ એક નવા ટ્રેક પર ચાલવા જઈ રહી હતી, હું ખુદ જાણતો નહોતો કે મારી લાઈફ મને ક્યાં લઈ જવા ની હતી...

" મારી મુલાકાત " રોય સાથે થઈ " તે મારો રૂમમેટ હતો. રૉય નો સ્વભાવ બોવ જ ફ્રેન્ડલી હતો તે કોઈપણ સાથે હળીમળી જતો.. રોય ને મેં એડમીશન ના દિવસ ની બધી વાત કરી ત્યારે રોય હસવા લાગ્યો અને બોલ્યો..

" અરે ડોબા શું તું ગાંડો થઈ ગયો...?? આ કાઈ તારું કેશોદ નથી કે છોકરી જોતાંની સાથે જ નંબર લઈ લેય.. આ બરોડા સિટી છે ભાઈ. ભાઈ તારું ખાલી જગ્યા માં નામ લખી ને જતું રહ્યું... તું પણ મગજવીનાં નો લાગે ?? તારા બાપાએ તને ભણવા મોકલ્યો કે પછી આવા લફળા માં પડવા ?? છાનું મનો ભણવામાં ધ્યાન દે નહિ તો ફાટી જતાં વાર નહિ લાગે તારી...

" આ રશ્મિ યુનિવર્સિટી છે અયહ્યા ડખા થતા વાર નથિ લાગતી એટલે સાવચેતી થી રહેજે...અને છોકરીઓ ના લફળામાં તો તું ભાઈ ભૂલ થી પણ ના પળતો..

તને ખબર છે.. કૉલેજ ના પ્રિન્સીપાલ " જગજીવન દાસ દારૂવાલા " એ ચુતિયો છે.. એને કાઈ મગજ જેવું છે જ નહીં. મારવા પર આવે તો એ ડફોડ ને કાંઈ ખબર જ નથી પડતી કે સામે વારો મરી જશે.. " જગિયાનાં " ખોફ થી આજ સુધીમાં એક પણ છોકરાં એ આ કેમ્પર્સ માં લવ નથી કર્યો.. જગજીવન ને ૨ દીકરીઓ છે એક આયત અને બીજી દીકરી નું નામ " રશ્મિ ", એ ક્યાં રહે છે ? કોઈને પણ જાણ નથી. જગજીવન કયારે પણ એનાં વિશે વાત નથી કરતા બસ એટલું જ કહે છે કે રશ્મિ એ બહાર સ્ટડી કરવા ગઈ છે.

" આયત " મારી બેસ્ટફ્રેંડ છે, એનો સ્વભાવ એક નાના બાળકો જેવો છે.. હંમેશા ખુશ રહે અને બીજાં ને ખુશ રહેતાં શીખડાવે,સરળ અને મસ્તિખોર એનો સ્વભાવ હતો..બીજો મારો બેસ્ટફ્રેન્ડ " જયલો " એ એક્દમ ગુસ્સામાં રહેવાવારો કયારે કોને મારી દેય ખબર જ ના પડે.

. " એકવાર તો જયલો પ્રિન્સિપાલ ની ઓફિસની સામે " સું સું " કરી ને આવતો રહ્યો હતો..એમાં થયુ એવું હતું કે જાગીયા એ જયને મુતરવા જવા ની ના પડી એટલે જયલા ને ગુસ્સો આવ્યો . જેવો જાગીયો ઓફિસમાં ગયો ત્યાં જ જયલો પણ એનું કામપુરૂં કરીને આવતો રહ્યો..." જય એક જ વ્યક્તિ ને જોઇ ને શાંત થઈ જતો એ હતી " કાયરા " જય કાયરા ને લાઇક કરતો હતો પણ કયારે પણ એ કાયરા ને બોલી જ નથી શકયો..

કાયરા પણ જય ને લાઈક કરતી હતી પણ તેને જયનો આ સ્વભાવ જરાઈ પણ નૉહતો ગમતો.. " કાયરા " પણ જય ને કહ્યું કે તું જયારે સુધરી જાય ત્યારે જ હું તને ઍક્સેપટ કરીશ..

" આયત ની સામે પણ અમે એને જાગીયો જ કહેતાં કારણ કે ખુદ આયત પણ એનાં પપ્પા નો પનિશમેન્ટ ની ભોગ બનેલી... આયત એ લેક્ચર બક માર્યો એટલે " જાગીયા " એ આખા ગ્રાઉન્ડમાં દોડવાનું કહ્યું..

" આયત " જયારે પણ અમારી પાસે બેસતી ત્યારે એ વાત કરતી કે તેનાં પપ્પા પેહલા આવાં કયારે પણ ના હતાં.. ખુબ જ હેતાળ અને દયાળું સ્વભાવ વારા હતાં, જયારથી મારી નાની બહેન ગઈ છે ત્યાર થી જ પપ્પા નો સ્વભાવ બદલાય ગયો છે..

" વ્યોમ મને સવાલ કર્યો...તું અયહ્યા કેટલાં વર્ષથી છો..

હું જય અને આયત ૧૦ ધોરણ થી અયહ્યા જ છીએ તને શું લાગે અયહ્યા ખાલી કૉલેજ છે ?? જગજીવન પાસે અઢળક મિલકતો છે ૪ તો હોસ્ટેલ છે. પ્રાઇમરી,હાઈસ્કૂલ અને કૉલેજ આટલી સંપત્તિ હોવાછતાં પણ એ હંમેશા ગુસ્સામાં જ રહેતો... કંઈક તો રાજ છે " રશ્મિ " નું જે જગજીવનદાસ બધાં થી છુપાવે છે..

" ચાલ તું એ બધું ભૂલીજા કાલે આપણો કૉલેજમાં પહેલો દીવસ છે...

" સાવાર ના આઠ વાગ્યા અને સૌથી પહેલાં અમે બધાં કેન્ટીનમાં પોહચી ગયાં..

" મેં રોય ને પૂછ્યું ! ઓય ડોબા તું પ્રે હોલ ને બદલે કેન્ટીનમાં કેમ લઈ ને આવ્યો..

સવાર સવારમાં મને રોય ના મોંઢા માથી સાંભળવા મળી.. તું જા એકલો હરખપદુડા તને કાંઈ ભાન છે ?? તું હવે કૉલેજમાં આવ્યો છો પ્રાર્થના સભા એ બઘું ભૂલી જવાનું.. કૉલેજ લાઈફ એન્જોય કરતાં શિખ, આમ પણ જિંદગીભર કામ જ કરવાનું છે, જીવાય એટલું જીવી લેવાનું બાકી ઘટે તો જિંદગી ઘટે..આ રોય ના ડખા નહિ..

" આ મારી લાઈફ ની એક નવી શરૂવાત હતી..

" પેહલી નજર "

" મારી નજર કલાસરૂમ ના દરવાજા પર જ હતી કે ક્યારે એ છોકરી આવે..મને એ પણ ખ્યાલ નૉહતો કે એ પણ મારા જ કલાસ છે કે પછી કોઈ બીજાં ફિલ્ડ માં એને એડમિશન લીધું " મારે તો લેખક જ બનવું હતું પણ પપ્પા ની જીદ ના લીધે મારે સીવીલમાં એડમિશન લેવું પડ્યું..

" રોય મને ચીટલો ભર્યો " ત્યાં જ મારા મોંઢા માંથી બોલાય ગયું " તારી માસી ને.....

" પોફ્રેસર મને રૂમ ની બહાર જવાનું કહ્યું.. ત્યારે રોય મને કાનમાં કહ્યું કે લો* તારું ધ્યાન દરવાજે નહિ પણ એટેન્ડસ માં લગાડ ઓલો બિચારો કયાર નો તારું નામ લેહતો હતો અને તું છે કે બોલવામાં જ નથી સમજતો..

" સર કહ્યું " શું તમે બંને કાનાફુસી કરી રહ્યા છો...?? હું બોલ્યો સર રોય મને કહે છે કે આ ચમન સોપારી થી બીવાનું ના હોય બેઠોરે આ તો બોલ્યાં રાખે..

" મને અને રોય ને બંને ને રૂમમાં થી બહાર કાઢ્યા... રોય મને બહાર નીકળ્યાં પછી એવો માર્યો કે હું બોલવા જેવો ના રહ્યો.. ત્યાં જ જય આવ્યો . શું બંને ખુટિયાની જેમ બાંધો છો ?? ચાલો લેક્ચર ચાલુ થઈ જશે, જો લેટ થયાં ને તો ચમચો મારી લેશે આપણી ત્રણે ની આમ પણ એને બીજું આવડે શું ?? એની બયરી તો રોજ આપના " જાગીયા " ની પાછળ પાછળ ફરતી હોય... લાગે છે કે ચમનમાં કાંઈક ખોટ લાગેઆ આટલું બોલ્યો ત્યાં જ જય ની સીટ પર ચમન એક લાત મારી કે જયલો નીચે જ પડી ગયો... ત્યાં જ એક છોકરી નો હસવા મો અવાજ આવ્યો...મેં પાછળ ફરીને જોયું ત્યા તો હું એને જોતો જ રહ્યો જાણે મને એનાં સીવાય બીજું કોઈ નોહતું દેખાતું...

" એ અમારી તરફ જ આવતી હતી મને લાગ્યું કે એ મારી પાસે જ આવે છે.. એ બીજું કોઈ નહીં પણ એ જ છોકરી હતી જેને મેં એડમિશન ના દિવસે જોય હતી..

" મારું તો પોપટ થઈ ગયું... એ આવી ને રોય ને જોર થી હગ કરવાલગી મારા મન માં તો કંઈક થાતું હતું અને પાછળ થી ધુવાળા નીકળતા હતાં...

" મેં રોય ને પૂછ્યું આ કોણ છે...??

આ "આયત " છે આપણા પ્રિન્સિપાલ ની છોકરી અને મારી બેસ્ટફ્રેંડ..

" હું તો એને જોતો જ રહ્યો.. ત્યાં જ આયત મને એક ઝાપટ મારી મારા ગાલમાં..

ભૂલી ગયો કે શું મને ? ( રોય આયત ને પૂછ્યું કે તું આને ઓળખે છે..? ત્યારે આયત કહ્યું કે આ તારો પાગલ ફ્રેન્ડ મારા પ્રેમમાં પડી ગયો છે.. ઓહઃહઃહ એ તું છો ?? મને લાગ્યું જ હતું કે તારા સિવાય આવો મજાક કોઈ ના કરી શકે..)

" આયત " મને સોરી કહ્યું ! મારુ તો મન જ ભાગી ગયું... હું આયત ને લવ કરતો હતો પેહલી વાર મને ફોરમ પછી કોઈ છોકરી જોડે પ્રેમ થયો હોય તો તે આયત હતી..

" જયારે જયારે " આયત " ની આંખોમાં જોવ છું, ત્યારે ત્યારે મને ફોરમ નો અહેસાસ થાય છે."

" કૉલેજ પુરી થયાં પછી અમે હોસ્ટેલમાં ગયાં ત્યારે મને રોય સમજાવ્યો કે " વ્યોમ " તું પાગલ છો એમ તે કાંઈ પ્રેમ થતો હશે પહેલી નજરમાં ?? આયત નો સ્વભાવ જ મજાક કરવાનો છે...

" મારી સાથે જ આવું કેમ થાય છે...?? ૨ વર્ષ પહેલાં મેં ફોરમ ને " આઈ લવ કહ્યું હતું, ત્યારે એને મને એવું કહ્યુ કે તું મારો બેસ્ટફ્રેંડ છે એનાં થી વિશેષ કાંઈ પણ હું તારા વિશે વિચારતો નથી..

" હું ફોરમ ને એટલો લવ કરતો હતો કે હું ફાલ્ગુની ના પ્રેમ ને પણ ઓળખી ના શક્યો..

ભગવાન પન કેવું કરે છે... હું ફોરમ ને લવ કરતો હતો જયારે ફોરમ સાહિલ અને સાહિલ એ ફાલ્ગુની ને પ્રેમ કરતો હતો અને ફાલ્ગુની મને પ્રેમ કરતી હતી.. આ જ કારણે હું અને ફોરમ દૂર થયાં એ રાત મને આજે પણ યાદ છે જ્યારે અમે બધાં ગેમ રમી રહ્યા હતાં..

" ત્યારે શિવ એ ફોરમ ને પૂછ્યું " ફોરમ તું કોને પ્રેમ કરે છો..?? ત્યારે ફોરમ બોલી હું સાહિલ ને પ્રેમ કરું છું પણ મને ખબર છે કે જ્યાં સુધી ફાલ્ગુની છે ત્યાં સુધી સાહિલ મને કયારે નહિ મળે..

" જેનિલ બોલ્યો " તું તો વ્યોમ ને પ્રેમ કરે છો ને..?? ફોરમ જયારે જવાબ આપ્યો ત્યારે બધાં ચોકી ગયાં... " ના હું વ્યોમ ને પ્રેમ કરતી જ નથિ એની સાથે તો હું પ્રેમ નું નાટક કરું છુ જેથી મને મિહિર મળી શકે... આજે હું સાચું એટલે બોલું છું કે જયાં સુંધી ફાલ્ગુની છે ત્યાં સુધી મને મિહિર ક્યારે નહીં મળે.. ફોરમ ઉભી થઇ ને ફાલ્ગુની ને ખાઇ નીચે ધકો મારી દીધો..

" હું આ બધું જોઈ રહ્યો હતો...મને ખુદ ને નોહતું સમજાતું કે આ શું થઈ રહ્યું હતું ?

મારા માટે તો " ફોરમ એ મારા પ્રેમની પ્રતીક્ષા " જ બની ને રહી ગઈ.. એ દિવસે જે ત્યાં બઘું બન્યું ત્યાર પછી અમેં બધાં જ અલગ પડી ગયાં.. ફાલ્ગુની ને પણ કાંઈ ના થયું ભગવાનની દયા થી એ બચી ગઈ પણ અમારા ઘરે આ બધી ખબર પડી ગઈ એટલે અમને બધાં ને અલગ કરી નાખ્યા... ફોરમ " બાળ સુધાર કેન્દ્ર માં મોકલી "આજે પણ એ ત્યાં જ છે... ફાલ્ગુની આજ પણ મારી રાહ જોવે છે..

" મારી સાથે જ ભગવાન આવું કેમ કરે છે...?? " ફોરમ ને પછી મારી લાઈફમાં " આયત આ આવી પણ એને પણ મારી સાથે ફોરમ જેવું જ કર્યું...

" વ્યોમ મને સમજાવ્યો કે તું પહેલાં આયત જોડે ફ્રેન્ડશીપ તો કર પછી પ્રેમ તો આપોઆપ થઈ જશે જો આયત પણ તને લાઈક કરતી હશે તો...

વ્યોમાના કહેવા થી મેં આયત સાથે ફ્રેન્ડશિપ કરી અને અમેં બને એટલા બધાં હળીમળી ગયાં કે અમે એકબીજાં વિના રહી પણ નૉહતો શકતા..

" આયત આખોદીવસ બસ મારી જોડે જ મસ્તી કરતી રહતી, એક પણ એવો દિવસ નહિ ગયો હોય કે આયત વિના હું કૉલજમાં એકલો ગ્યો હોવ... જ્યાં આયત હોય ત્યાં હું વ્યોમ હોય..

" અમારા બંને ની ફ્રેન્ન્ડશિપ " જગજીવન દાસ ને જરા પણ નોહતી ગમતી તેને મને એક બે વાર વૉર્નીગ આપી કે " આયત " થી તારે દૂર રહેવું..

" મારાં મનમાં પણ હવે ફોરમ નું નામો નિશાન નોહતું રહ્યું. હવે મારો લાસ્ટ લવ હતો " આયત "

" હું આયત ને એટલાં માટે પ્રપોઝ નૉહતો કરતો કારણ કે હું જો પ્રેમી બની ને આયત પાસે જાત તો હું એક દોસ્ત ખોઈ ને આવત.. " આયત મને પ્રેમ નથી કરતી તો શું થયું મારા એકલા નો જ પ્રેમ અમારા બંને માટે કાફી છે..

" એક ગર્લફ્રેન્ડ કરતા બેસ્ટફ્રેંડ વધું સારી...આ એક જ ડાયલોગ હું આયત ના મોંઢે થી સાંભળતો...

" આજ નો દિવસ... કૉલેજ કેન્ટીનમાં "

" રોય કોનાં વિચાર માં ખોવાઈ ગયો...???

" કાંઈ નહીં યાર હું તો આયત વિશે વિચારતો હતો કે એ આજે આવી કેમ નહીં...?? આયત અને જયલો કયાં ખોવાઇ ગયાં ??

" મને લાગ્યું તું જ આજ સવાર થી કે કંઈક તો થયું છે, નહીંતર તું ક્યારે પણ આટલી ચિંતા ના કરે, બોલ હવે શું થયું ???

" સોરી યાર મેં તારાથી એક વાત છૂપાવી છે..

" આયત " મો ક્યાં ગઈ એ કોઈ ને ખબર નથી.. મેં જગજીવન દાસ ને ફોન કર્યો હતો તો એને કહ્યું કે "આયત " ક્યાં ગઈ એને પણ ખબર નથી, મેં આ વાત તારાથી એટલે છુપાવી કે તું ચિંતા ના કર..

" મને લાગ્યું તું કે કાંઈક આવું જ બનશે !

રોય મને પૂછ્યું ! તને ખબર છે કે આયત ક્યાં છે ???

હા ! કાલે રાતે હું અને આયત ડેટ પર ગયાં હતાં ત્યારે મેં વાત વાતમાં એને કહ્યું કે હું એને પ્રેમ કરું છું... આ વાત સાંભળીને તે ત્યાંથી ચાલી ગઈ.. મને ખબર છે કે તે ક્યાં હશે ચાલ " રોય " આપણે જલ્દી ત્યાં જઈ...

" એ બધું તો ઠીક પણ " જયલો ક્યાં છે ???

જય ની મને કંઈ ખબર નથી...

હું અને રોય બંને " સીંધરોટ " પોહચ્યાં કારણ કે " આયત " ને એ પેલ્સ બોવ જ ગમતું જ્યારે પણ એ દુઃખી હોય ત્યારે એ ત્યાં જ જાતી...

એક બેન્ચ પર આયત બેઠી હતી અને તેની પાસે જય પણ બેઠો હતો...આ જોઈ ને હું અને રોય બંને ચોકી ગયાં..

એ બંને વાતો કરી રહ્યા હતાં...

" આયત " તું વ્યોમ ને પ્રેમ કરે છો કે નહીં...????

- વધું આવતાં ભાગમાં

શું " આયત " પણ વ્યોમ ને પ્રેમ કરતી હશે..?? કોણ છે રશ્મિ ?? ફોરમ શું વ્યોમ ની લાઈફમાં પાછી આવશે..?? ઘણાં બધાં પ્રશ્નો અકબંધ છે આ નવલકથા માં જલ્દી જ આ બધાં સાવલો ના જવાબ આપણે પાર્ટ ૦૩ માં મળશે. .. જો તમને આ ભાગ ૦૨ પસંદ આવ્યો હોય તો તમારા પ્રતિભાવ મને મેલ કરી શકો છો અથવા તો વોટ્સએપ કરી શકો છો..

Whatsapp - 8155043932

Share

NEW REALESED