Traveller...an unstoppable journey 01 books and stories free download online pdf in Gujarati

રખડુ ...એક નિરંતર યાત્રા ભાગ -૧

વાચક મિત્રો,

આજથી આપની સમક્ષ એક સતત દોડતી, સતત જીવંત, સતત રજુ થતી એક રખડું ની વાર્તા રજુ કરવાની " કોશિશ" કરું છું. વાર્તા નો નાયક રાજુ એક ચંચળ , વિશ્વાસુ, હોશિયાર અને સૈનિક જેવો યુવાન છે. સમાજ ની સેવા કે પોતાના ની સેવા તે બંને તેના માટે સમાન છે. પરિસ્થિતિ નો સામનો કેમ કરવો તે તેના પિતા પાસે શીખ્યો છે. કર્મનિષ્ઠ રાજુ એક પરિસ્થિતિ માં સામેલ થઇ જાય છે કે જ્યાં તેની કોઈ જવાબદારી જ નથી. નાનપણ થી ફોટોગ્રાફી નો શોખીન દુનિયા ફરવા નું સ્વપ્ન રાખી ને બેઠો છે. હવે તે રાજુ, ' રખડું રાજારામ ' કેવી રીતે બને છે અને તેની આ યાત્રા નિરંતર કેવી રહે છે તે સતત રજુ કરવાની પૂર્ણ ' કોશિશ' કરીશ.

ધન્યવાદ...

રાજેશ શેઠ " કોશિશ'

રખડું .....દિવસ ૦૧

કોઈ દિવસ નહીં ને આજેજ કેમ રાજુ ને મેઈલ બોક્ષ ખોલવાનું મન થયું. સુંદર નાનકડા ઘર ના ઝાંપે એક લાલ રંગ નું મેઈલ બોક્ષ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું. દરિયા કિનારે એક ઊંચા ખડક ઉપર રાજુ ના માલિક નું ઘર હતું. આ ઘર નો માલિક થોડાક મહિનાઓ થી સાઉથ સુદાન ગયો હતો. સાઉથ સુદાન ના સરકારી અધિકારીઓ સાથે તેનો ઉઠવા બેસવાનો સંબધ હતો. પણ થોડાક છેલ્લા વર્ષો થી રાજકીય ઉલટ પુલટ ને કારણે આ સ્થળ ભયંકર પરિસ્થિતિ માં થી પસાર થઇ રહ્યું હતું. આફ્રિકા ખંડ માં બધાજ પ્રદેશ સુખી નથી. ફળદ્રુપ છે , ભારોભાર કુદરતી સંપતિ છે, પણ, શાંતિ નથી. અશાંતિ નું કારણ કદાચ કોઈનેય ખબર નહિ હોય પણ રાજુ ના માલિક ને લગભગ જાણ હતી કે આ પરિસ્થિતિ માં કેમ માલ મિલકત ભેગી કરી શકાય. લાલ મેઈલ બોક્ષ માં એક ખાખી રંગ નું કવર રાહ જોઈ રહ્યું હતું. તેના ઉપર સાઉથ સુદાન ની સ્ટેમ્પ હતી.

ને હા...કવર ખુલ્લું પણ હતું. રાજુ બોક્ષ ખોલી ને કવર બહાર કાઢે છે. આમ તો આ અઠવાડિક નિયમ છે. નજીક નું ગામ ૧૦ માઈલ દુર છે. કોઈ પોસ્ટમેન રોજ અહી ના આવે! અને હા ...ઘર ની બધી ખરીદી પણ મહીને થાય...કવર ખુલ્લું હતું પણ અંદર એક કાગળ ચોળાયેલી સ્થિતિ માં ડોકિયું કરતો હતો. નિયમ પ્રમાણે રાજુ ને કોઈ પણ કવર ખોલી ને અંદર શું છે તે જોવાની પરમીશન ના હતી. પણ કોણ જાને એક અજ્ઞાત મને રાજુ ને કાગળ વાંચવાની ફરજ પાડી. અહી ,

આ સ્થળે આજુબાજુ કોઈ ના હતું એટલે રાજુ પત્ર વાંચવા ની રાહ જોઈ ના શક્યો. બસ , આજ ઘડી રાજુ ને રખડું બનાવવા ની હતી. શાંત મન નો રાજુ એક રખડું રાજારામ બનવા નો હતો. પત્ર, રાજુ ના માલિક નો હતો.

સૂનાદ્ર નો પત્ર હતો. સુનાદ્ર એક શ્રી લંકા નો મોટો વહેપારી. વર્ષો પહેલા સુનાદ્ર ના દાદા મેડીટેરીયન સી ( સમુદ્ર ) માં આવેલા સીસીલી અને ત્યુંનીસ વચ્ચે આવેલ રમણીય નાના ટાપુ માલ્ટા ઉપર વેપાર અર્થે પહોંચ્યા હતા.

માલ્ટા ટાપુ નું શહેર, ત્રીક-તાલ માંડ એક નાના વિસ્તાર જેટલું. અરે માલ્ટા પોતે ૧૧ કિલોમીટર બાય ૨૪ કિલોમીટર......પણ સુંદરતા થી ભરપુર. ૫૦૦૦ વર્ષો પહેલા ની સંસ્કૃતિ થી ભરપુર , માલ્ટા તેના પત્થર થી બનેલ મંદિરો થી પ્રખ્યાત આજે પણ છે. રાજુ ના માલિક, સુનાદ્ર અહી વસી ગયા હતા. સુનાદ્ર એક ફિલ્મ ડીરેક્ટર પણ હતા. પ્રખ્યાત ‘પોપાઈ’ ના શુટિંગ દરમ્યાન સુનાદ્ર તેના દાદા ને મળવા પહોંચી ગયા હતા ને કામ પણ મળ્યું હતું. રાજુ જે પત્ર વાંચતો હતો તે હતો માલ્ટા નો, પણ સ્ટેમ્પ સાઉથ સુદાન ની કેમ હતી ? રાજુ નું મગજ ચકરાવે ચડી ગયું. આખરે આ પત્ર મોકલ્યો કોણે ?

" રખડું ..." દિવસ ૦૨

કોઈ કહે છે રખડું શબ્દ ખરાબ...હું કહું છું તે છે બિન્ધાસ્ત....જેમેણે દુનિયા નામનું પુસ્તક જોયું નથી ને તેનું એક પણ પાનું વાંચ્યું નથી તે મૂરખ...કહે છે ને કે..ફરે તે ચરે ...બસ આજ વાત રાજુ ના મન માં બાળપણ થી હતી. તમે શું માંનોછો..મેગેલેન , કોલંબસ , વસ્કોડીગામાં યાત્રાળુઓ હતા?...ના....તે તો રખડું હતા....રખડ્યા વગર કશુજ મળતું નથી...રાજુ આ વાત ને બરોબર સમજતો પણ જીવન જ એવું હતું કે તક મળીજ નહિ. બાળપણ માં રોબીન્સન ક્રુઝો ની વાર્તા બહુ વખત વાંચી હતી. વાંચવા નો શોખીન રાજુ, તેના શેઠ ના બંગલા માં નિરાંતે વિવિધ ટ્રાવેલ ના પુસ્તકો વાંચતો.

જુલેવર્ન ની દરિયાઈ સફર નો તો તે ગાંડો.....હવે રખડું થવું એ એક કલ્પના હતી પણ તે હકીકત માં બદલાવવા ની હતી તે ન રાજુ ને કે બંગલા માં રહેલી બહેરી મૂંગી એલીઝાબેથ ને હતી . એલીઝાબેથ ઘર ની કુક હતી. પત્ર ખોલી ને વાંચતો રાજુ , આ સંદેશો વાંચી ને અવાક થઇ ગયો....

રખડું....દિવસ ૦૩

" કેમ...? રખડુ બનવુ એ કાંઈ ખરાબ નથી... ઘણા વાચકોને લાગ્યું કે આ શું? જીવન માં વિવિધતા ત્યારેજ આવે જ્યારે નવીનતા હોય. ચાર દિવાલો ની બહાર નીકળી ને કુદરત ની સમીક્ષા કરીએ તો કઇંક મજા આવે. મારા વિચારો ને વાર્તા નો નાયક, રાજુ બરાબર સમજે છે. ઇન્ડિયા થી નીકળ્યા પછી માલ્ટા ટાપુ ની બહાર નથી ગયો. પોતાના શેઠ નો પત્ર વાંચી ને તરતજ નિશ્ચય કર્યો કે બસ હવે તો દુનિયા રખડી નાખવી છે. એલિઝાબેથ ની જવાબદારી કોણ લેશે એ વિચાર પણ દરિયા પાર જતો રહ્યો. હવે તો બસ એક નવું જીવન જીવવું છે, રખડુ બની ને. પણ આ પત્ર માં લખ્યું છે શું? પત્ર કોણે મોકલ્યો હતો? તેના શેઠ ક્યાં છે?

રખડું દિવસ ૦૪

ચોળાયેલા કાગળ ને રાજુ વાંચવા જાય છે ત્યાજ એક લાંબી ચીસ સંભળાય છે. ચીસ કારમી અને તીક્ષણ હતી. પહેલા , રાજુ ને લાગ્યું કે એલીઝાબેથ ની ચીસ છે પણ અફસોસ , બિચારી ને વાચાજ નથી તો ચીસ ક્યાંથી? રાજુએ વિશાળ રંગીન પડદા વાળી કાચ ની બારી માંથી બહાર દરિયા કાંઠા તરફ નઝર કરી. સમય સવાર નો હતો. સૂર્ય તેનો કુણો તડકો પથરાળ દરિયા કાંઠા ને ચમકાવી રહ્યો હતો. દરિયાઈ પક્ષી , ટીટોડી પોતાના બચ્ચા માટે ખોરાક ગોતી રહી હતી. દુર દરિયા માં નાના જહાજો કાંઠે આવવા ની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ઝીણી નઝરે રાજુએ જોયું તો એક નાનકડી હોડી કાંઠે મોટા પત્થર સાથે અફળાઈ ને તૂટી ગયી હતી.

પળ વાર માં તો રાજુ હોડી પાસે હતો. પહેલેથી પરગજુ રાજુ કોઈ નું દુઃખ દુર કરવા પહેલા દોડતો. રાજુ શું જુએ છે? એક ૧૨ વર્ષ ની બાળકી એક બેભાન પુરુષ ના શરીર ને ચોંટી ને રડી રહી હતી. તે કારમી ચીસ આ બાળકી ની હતી તે સમજવા માં રાજુ ને વાર ના લાગી. રાજુએ બાળકી ને શાંત કરી. કંઇક પૂછવા ગયો પણ બાળકી વધારે જોર થી રડવા લાગી. રાજુએ સમજી ને પૂછપરછ મુલતવી રાખી. રાજુએ બીજી મીનીટે તે નિર્જીવ બોટમેન નું નિરીક્ષણ કર્યું.

નાડી જોઈ, શ્વાસ જોયો , ધબકારા જોયા પણ અફસોસ તે વ્યક્તિ જીવિત ના હતી. નાની હોડી પણ ટુકડા માં ચારે કોર ફેલાઈ ગઈ હતી. થોડો ઘર નો સામાન વેરવિખેર હતો અને અમુક સામાન જેમાં એક નાની બેગ પણ હતી તે પાણી ના મોજા માં ઉંચો નીચો થઇ ફરિયાદ કરતો હતો.

રાજુ સ્વગત બોલ્યો,” આવું કેમ થયું હશે? આ હોડી અહીં આવી કેવી રીતે? અહીં તો લગભગ બધીજ મોટર બોટ છે.”

ક્રમશ....