Rakhadu ek nirantar yatra - 2 books and stories free download online pdf in Gujarati

રખડુ...એક નિરંતર યાત્રા - ૨

પ્રિય વાચક મિત્ર...

ધન્યવાદ...મને એમ કે મારી વાર્તા કોઈ નહિ વાંચે પણ ...અઢળક આતુર આંખોએ માતૃભારતી ની આ સ્લેટ ને વાચી નાખી. અગાઉ ના પહેલ ભાગ માં આપને ભારત બહાર ના અન્ય પ્રદેશ, માલ્ટા માં હું લઇ ગયો હતો.

આપે જાણ્યું કે, ....પરગજુ રાજુ , દરિયાકાંઠે ચીસ સાંભળી ને દોડતો જાય છે. તૂટેલી ફૂટેલી એક હોડી ને જુએ છે, એક રડતી બાળકી ને શાંત રાખવા ની કોશિશ કરે છે. બહેરી મૂંગી એલીઝાબેથ, તેની મેઈડ, ને ઈશારો કરી ને બોલાવે છે. અને વિચારે છે....હવે આગળ...

રાજુ સ્વગત બોલ્યો,” આવું કેમ થયું હશે? આ હોડી અહીં આવી કેવી રીતે? અહીં તો લગભગ બધીજ મોટર બોટ છે.”

બાળકી ની ચીસ રુદન માં પલટાઈ હતી ને હવે રુદન ડુસકા માં બદલાતું હતું. બાળકી ના વર્તન થી અનુમાન થયું કે તે પુરુષ બાળકી નો પિતા હતો. તે હવે લગભગ સ્તબ્ધ થઇ ગઈ હતી. ડુસકા બંધ હતા ને આંસુ ગાલ ઉપર સુકાઈ ગયા હતા. એક ઝીણી નઝર તેની ઉપર કરી ને જોયું કે તેના ના વિખરાયેલ સોનેરી વાળ જાણે કહેતા હતા કે તે નજીક ના દેશ ઇટલી થી આવેલી છે. સુંદર ચેહરો, તીક્ષણ નાક, માંઝરી આંખો સુદરતા નું પ્રતિક છે ઇટલી ના લોકો નું.

થોડે દુર આવેલા બંગલા ની બારી માં થી એલીઝાબેથ કૈંક ઈશારો કરી રહી હતી. રાજુએ તેને ત્યાં દરિયા કાંઠે પહોચવા નો ઈશારો કર્યો. એલીઝાબેથ ઉતાવળે પગલે ત્યાં પહોંચી ગઈ. પહેલા તો તે અવાક થઇ ગઈ...

એલીઝાબેથ ઈશારા થી રાજુ ને પૂછવા લાગી, “ આ શું થયું? આ કોણ છે? આ હોડી અહીં કેમ? રાજુ નું સ્વગત બોલવું કે એલીઝાબેથ ની મૂંગી ભાષા બન્ને તે બાળકી માટે વ્યર્થ હતી.

એલીઝાબેથ પરિસ્થિતિ સમજી ગઈ ને તે નાની ગુમસુમ બાળકી ને બાથ માં લઇ લીધી. ઘણા વર્ષો પછી એક માં તેના સંતાન ને મળતી હોય તેમ. એલીઝાબેથ વિધવા હતી. સંતાન સુખ ના હતું. ને જાણે કુદરતે તેને એક સુંદર બાળકી તેના કોખ માં નાખી!!!

રાજુ એ બાળકી ના પિતા ના મૃતદેહ ને એક ચાદર માં વીટાળી ને રાખ્યો જેથી દરિયાઈ પક્ષીઓ ચૂંથી નાં નાખે. તેઓ બાળકી ને લઇ ને નજીક ના પોલીસ સ્ટેશને પહોંચ્યા. પોલીસ સાર્જન્ટ ને વિગત વાર વાત કરી ને રીપોર્ટ લખાવ્યો . પોલીસ ધ્વારા નક્કી એ થયું કે રાજુ અને એલીઝાબેથ બાળકી ને તેમના ઘરે લઇ જાય અને તેની સાર સંભાળ કરે. જ્યાં સુધી તે બાળકી નું કોઈ સગું ઇટલી થી ના આવે ત્યાં સુધી જવાબદારી રાજુ ની. આખા ગામ માં રાજુ ને બધા એક સારી વ્યક્તિ તરીખે ગણતા. પથરાળ દરિયા કાંઠા નો પ્રદેશ માલ્ટા, સુંદરતા થી ભરપુર છે.

હજી તો પત્ર વાંચ્યો નથી ને નવી ઘટના રાજુ ના જીવન માં બની. શું તે પત્ર અને આ બાળકી વચ્ચે કોઈ સંબધ છે? શું આના માટેજ કોઈ સંદેશો હતો? તે હોડી તેના બંગલા પાસેજ કેમ આવી ને અફળાઈ ? આ બધા પ્રશ્નો રાજુ માટે એક કસોટી બની ગયા. પણ, પહેલા બાળકી.....

રખડું ....રાત્રી ૦૫....

એલીઝાબેથ ની સાથે નાની બાળકી ને મોકલી, રાજુ ઊંડા વિચાર માં પડી જાય છે. ત્રણ પરિસ્થિતિઓ સામે આવી છે. સુનાદ્ર સાઉથ સુદાન ગયા છે....તેમનો કોઈ સંપર્ક નથી...ત્યાં સિવિલ વોર છે ને બળવો થયો છે. કોઈક નો પત્ર આવ્યો છે ને વાંચી શક્યો નથી....પત્ર માલ્ટા નોજ છે...પોસ્ટલ સ્ટેમ્પ સુદાન ની છે.....ને હવે આ નાની બાળકી....આવે વખતે રાજુ એક થી સો ગણી ને નિર્ણય લેતો. નાંનપણ ની ટેવ. રાજુ ના ડેડી મિલેટ્રી માં હતા. ઘણી તાલીમ આપેલી હતી. રાજુ ને પણ નેવી માં જવું હતું પણ સમય અને સંજોગે તેને સુનાદ્ર ની સાથે જોડી દીધો.

તે પરત દરિયા કાંઠે આવ્યો. અમુક માણસો એ બધો સામાન સમુદ્ર ના કાંઠે થી એકઠો કરી ને રાખ્યો હતો. તૂટેલી ફૂટેલી હોડી નું પડખું સલામત હતું. તેના પર અંગ્રેજી માં લખ્યું હતું, ANGEL એન્જલ....રાજુને એન્જલ શબ્દ બહુ જાણીતો લાગ્યો. ક્યાંક વાંચ્યો હતો...ક્યાં? ક્યાં? સતત યાદ કરવા ની કોશિશ કરતો કરતો રાજુ દરીયા કાંઠા ની ભીની રેત માં ચાલવા લાગ્યો. નાના નાના છીપલાં ને અંગુઠા થી ઉડાડતો ઉડાડતો રાજુ બહુ આગળ પહોંચી ગયો. પથરાળ છેડો આવ્યો ને ત્યાં થી પરત ફર્યો. ટીટીડી ટી ટી કરતી રાજુ ને ચીડાવતી હતી. દરિયા નો પવન રાજુ ના ચેહરા ઉપર લટકતી વાળ ની ઝુલ્ફો ને ઉડાડતો હતો. રાજુ ના વાળ ઝુલ્ફેદાર, ગૂંચળા વાળા, કાળા ભમ્મર.....

અચાનક રાજુ ને યાદ આવ્યું.....એન્જલ...ક્યાં વાંચ્યુ છે.......

રખડું....૦૬...


રાજુ દ્વિધા માં પડી ગયો...પત્ર માં શું લખ્યું હશે? હોડી ઉપર નું નામ એન્જલ...યાદ આવી ગયું...પત્ર થોડોક વાંચ્યો હતો...સંબોધન હતું ' બેટા એન્જલ, '

બચાવેલી બાળકી નું નામ એન્જલ છે તે રાજુ ને ખબર પડી. દરિયા કાંઠે વિખરાયેલો સામાન પોલીસ ના માણસો એ એકઠો કરી દીધો હતો. તેઓ ચાલ્યા ગયા હતા.

રાજુ સુનમુન કાંઠે થોડીક વાર બેઠો રહ્યો. દૂર કેસરી ડૂબતા સૂર્ય ને એક ટશે જોઈ રહ્યો...."

રાજુ સ્વગત બોલ્યો, "આ સૂર્ય પણ ખરો છે. આખો દિવસ ફર્યા કરે, થાક પણ આવે નહિ...જીવન પ્રદાન કરે...અને ૧૨ કલાકે માનવી ને થાક ઉતારવા ૧૨ કલાક નો સમય આપે. હું પણ સૂર્ય જેવો કેમ ના બનું?

નાના અદનો માનવી મોટી વાત કરે....તે સૂર્ય દેવ ને માનવા માં ના આવ્યું ને રાજુ સામે આંખ મીચકારી....રાતા રતુંમ્બ્ડા સૂર્ય ની વચ્ચે કાળા વાદળો આવી ગયા. મેડીટેરીયન ના સમુદ્ર માં કાયમ ચોમાસું કહેવાય. બંને બાજુ મહા ખંડ,,આફ્રિકા અને યુરોપ...એક છેડે ઝીબ્રાલટર ની ખાડી ને બીજે છેડે સુએઝ કેનાલ....બારાત દેશ થી દૂર અહીં માલ્ટા માં રાજુ વિચારે ચડે છે. કદાચ તેનું ભવિષ્ય બદલાશે. સુનાદ્ર ની ગેરહાજરી, એન્જલ નું આગમન...કંઈક કુદરત નો અંદેશો હશે ને રાજુ ' રખડું' બનવાનો હશે....

ક્રમશ.... વધુ ક્યારે...ખબર નથી....ઈશ્વર ધારે ત્યારે...

રખડું....૦૭

૧૫ વર્ષ પહેલા રાજુ એક ગાઈડ હતો. અજંતા ઈલોરા ની ગુફા નો ભોમિયો હતો. એક સમયે ઓરંગાબાદ માં એક ગેસ્ટહાઉસમાં રહેતો રાજુ લગભગ આજે બંગલા નો માલિક બની ગયો છે. સુનાદ્ર શેઠ ક્યાં છે તે રાજુ ને ખબરજ નથી...ઇન્ડિયા માં રાજુ એક અદનો ફોટોગ્રાફર પણ રહ્યો છે.

જુના જમાના નો આસાઈ પેન્ટેક્ષ સ્પોટમેટીક કેમેરો વાપરતો. બંને આંખો થી દ્રશ્ય જોઈ લે, એક આંખ ને કામે લગાડે, ને આંગળી ટ્રીગર ને ધીમેથી દબાવે...ક્રિએટીવ દ્રષ્ટિ કામ લે.. જબરજસ્ત ધ્યાન અને સ્થિરતા કોમ્પોઝ પણ જોરદાર...પશુ પક્ષી બાળકો, કુદરતી દ્રશ્ય , વૃદ્ધો અને નિર્જીવ વસ્તુઓ તેને ખાસ આકર્ષે...

“ એ ...રાજુ....” કોઈકે બુમ પાડી ને રાજુ પાછો ધરતી ઉપર આવી ગયો.

“ મિસ્ટર રાજુ....આ બેગ કોની છે? શું આ બધા સામાન સાથે હતી? તો પછી પણ પોલીસ સ્ટેશને કેમ ના મોકલી?”

“ હેલો ઓફિસર , કેમ શું થયું? મેં આ નાનકડી કાળી લેધર ની બેગ જોઈ પણ નથી. આ કદાચ બોટ માં હશે પણ પછી તરતી તરતી કાંઠે આવી હશે.”

“ લાગે છે કે મારે આ બેગ મારી પાસેજ રાખવી પડશે. કદાચ કંઇક માહિતી મળે..” રાજુ સ્વગત બોલ્યો.

“ જુઓ ઓફિસર,” રાજુએ એક ડાહ્યા વડીલ ની જેમ ચોખવટ કરી. “ આતો મારી બેગ છે...હું તેને સાથેજ રાખું છું. ભીની છે, ગંદી છે, રેતી થી ખરડાયેલી છે પણ મારી છે. હું જયારે આ બાળકી ને બચાવવા આવ્યો ત્યારે સાથેજ લાવ્યો હતો. હોડી ને કાંઠે લાવતી વખતે પાણી માં પડી ગઈ હતી.”

“હમમમ”, “ પોલીસ ઓફિસરે પદ પ્રમાણે હુંકારો કર્યો. “ કાલે આવી જજો..ઓકે?”

“ યસ ઓફિસર....” રાજુ એ રોજ ના ક્રમ પ્રમાણે સાલમ કરી. તે સલામ સુનાદ્ર ને હતી. રાજુ સુનાદ્ર શેઠ ને ખુબજ સન્માન આપતો. નાં કેમ આપે? જીવનજ સુનાદ્ર શેઠે જ આપ્યું હતું ને?

ઓફિસર ના જતાજ....રાજુએ બેગ સાથે ડાર-મેમ્ફિસ તરફ દોટ મૂકી. સુનાદ્ર ના બંગલા નું નામ ડાર-મેમ્ફિસ, તેના પિતા એ રાખ્યું હતું. ઈતિહાસ ના શોખીન સુનાદ્ર ના પિતાજી એક અમુલ્ય વારસો મૂકી ને ગયા હતા તે રાજુ ને ક્યાંથી જાણ હોય?

મેમ્ફિસ એક એતિહાસિક નામ. ગીઝા ના પીરામીડ નું શહેર. સુનાદ્ર ના પિતા આફ્રિકા ખંડ ના ભોમિયા....ઈજીપ્ત, નૈરોબી, સુદાન....કોઈ દેશ બાકી ના હતો..

યાદ રહે રખડું ની વાર્તા છે...

રાજુ સાથે રખડવા તૈયાર થઇ જાવ...ઇટલી, ગીઝા કે પછી સાઉથ સુદાન?

હવે કાલે....કદાચ!

ક્રમશ....