Makan no 13 - 3 books and stories free download online pdf in Gujarati

મકાન નં.13 - ભાગ - 3

આગળ ના પ્રકરણ માં જોયું કે નવા ઘર માં ઍના સાથે અજીબોગરીબ ઘટના ઓ બને છે અને તેનો સંબંધ ઘર માં આવેલા બેઝમેન્ટ સાથે હોય છે. ઍના બેઝમેન્ટ માં જવાની હોય છે ત્યાં તેનો નવો પાડોશી રાહુલ આવી જાય છે. તે ઍના ને સાંજે રાખેલા ગેટ ટુ ગેધર માં બોલાવે છે. બને જણા પહેલી મુલાકાત માં જ એકબીજા થી આકર્ષિત થઈ જાય છે. રાત્રે ઍના રાહુલ ના ઘરે થી આવે છે ત્યારે તેને પહેલો હાથ ખેંચી ને બેઝમેન્ટ માં લઈ જાય છે. હવે આગળ...

***

ઍના બેઝમેન્ટ ની સીડીઓ પરથી સીધી નીચે બેઝમેન્ટ ની ફસૅ પર પડી. પેલો હાથ તો ગાયબ થઈ ગયો. ઍના એક પળ તો હેબતાઈ ગઈ. તેને સમજાણું જ નહીં કે તેની સાથે શું થઈ રહ્યું છે. પછી તેને અહેસાસ થયો કે તે બેઝમેન્ટ માં છે. ચારેબાજુ અંધારું હોય છે. ઍના ને સીડી પર થી પડવાથી લાગ્યું પણ હોય છે. ઍના ને યાદ આવે છે કે છેલ્લે ફોન તેના હાથમાં હતો. એટલે તે અંધારા માં ફસૅ પર હાથ થી ફોન શોધવાની કોશિશ કરે છે.

અંતે તેને ફોન મળે છે. ફોન પડવા છતાં સલામત હોય છે તે ફોન ની ફ્લેશ લાઈટ ચાલુ કરે છે. ચારેબાજુ ફ્લેશ લાઈટ થી જોઈએ છે. બેઝમેન્ટ માં જુનો સમાન અને કરોળિયા ના ઝાળા હોય છે. ત્યાં ઍના ના પગ પાસે થી કશું પસાર થાય છે. ઍના ગભરાઈ ને ચીસ પાડે છે તે ફ્લેશ લાઈટ થી જુએ છે તો ઉંદર હોય છે. ઍના ઘીમે ઘીમે ઉભા થવાની કોશિશ કરે છે. તેના હાથ પગ છોલાયા હોય છે. સીડી પર થી પડવાથી તેને મુઢમાર લાગ્યો હોય છે.

ઍના ઉભી થઇ બેઝમેન્ટ માં ચારેબાજુ નજર કરે છે પણ કંઈ ખાસ તેને દેખાતું નથી. તે જુનો સમાન જોતી હોય છે. એકદમ નીરવ શાંતિ હોય છે. ત્યાં ઍના ના ખભા પર હાથ મુકાય છે ઍના ડર ની મારી કાંપી ઊઠે છે તેનો હાથ ગળા તરફ જાય છે પણ ક્રોસ ત્યાં નથી હોતું. ઍના પરસેવા થી રેબઝેબ થઇ જાય છે. તે પ્રભુ નું નામ લઈ હળવે થી પાછળ ફરે છે. તો કોઈ ત્યાં હોતું નથી. ઍના ફલેશ લાઈટ ની મદદથી ચારેબાજુ જોવે છે પણ કોઇ હોતું નથી. ત્યાં ઍના ના કાન પાસે પાછળ થી એક ઘેરો અવાજ આવે છે," ઍના"

ઍના પાછળ ફરે છે પણ કોઇ દેખાતું નથી. ઍના રડી પડે છે અને રડતા રડતા બોલે છે," કોણ છે તું ? શું જોઈએ છે તને ? "

કોઈ જવાબ આવતો નથી. ઍના બુમ પાડીને કહે છે," જે પણ હોય તે સામે આવ" થોડી વાર તો સન્નાટો છવાયેલો રહે છે. ઍના ભય થી કાંપતી ઉભી હોય છે. ત્યાં પગલાં નો ધબ્બ ધબ્બ અવાજ આવે છે. તે અવાજ ની દિશા માં જાય છે. તો ત્યાં બેઝમેન્ટ ના ખુણામાં એક જુનો અરીસો હોય છે. ત્યાં જઈને પગલાં નો અવાજ શાંત થઈ જાય છે. ઍના અરીસા સામે ઉભી રહી જાય છે. અરીસા પર લાલ રંગ ના અક્ષરો ઉપસી આવે છે," તારો દોસ્ત"

ઍના વિચાર માં પડી જાય છે. તે ગુસ્સામાં બોલે છે," કોણ મારો દોસ્ત ? જે હોય તે સામે આવી જા "

થોડી વાર નીરવ શાંતિ રહે છે. ઍના ભય થી કાંપતી અરીસા સામે ઉભી હોય છે. તે મન માં નક્કી કરે છે કે આજે તે આ મકાન નુ રહૃસ્ય જાણી ને રહેશે. તે ફરી બુમ પાડે છે," કોણ છે તું ? સામે આવ"

ત્યાં ઍના ની પાછળ ધબ્બ ધબ્બ એવો પગલાં નો અવાજ આવે છે. કોઈ ઍના તરફ આવતુ હોય એવું લાગે છે.પગલા નો અવાજ બંધ થઈ જાય છે. ઍના ને એવો આભાસ થાય છે કે કોઈ તેની પાછળ ઉભુ છે. પણ તે પાછળ ફરી ને જોવાની હિંમત નથી કરતી. તે અરીસા ની સામે ઉભી રહી અરીસા માં જોવે રાખે છે. તે મન માં પ્રભુ નું નામ લેતી હોય છે ત્યાં તેને અરીસા માં એક આકાર દેખાય છે. તે તેની પાછળ જ ઉભો હોય છે. ઘીમે ઘીમે તે આકાર સ્પષ્ટ દેખાવા લાગે છે. તેનો એક બાજુ નો ચહેરો લોહી થી લથપથ હોય છે. તેની એક આંખ હોતી જ નથી. એક આંખ લાલચોળ અંગારા જેવી લાગતી હોય છે. તેનો એક બાજુ નો ચહેરો ચામડી વગર નો માંસ અને લોહી થી ભરેલો હોય છે અને બીજી બાજુ નો ચહેરો એકદમ બરાબર હોય છે. એક બાજુ નો હાથ નથી હોતો. તેના દાંત લોહી થી ભરેલા અને તીક્ષ્ણ અણી વાળા ભયંકર લાગતા હોય છે. તેના કપડા ઠેકઠેકાણે થી ફાટેલા હોય છે. એક બાજુ ના હાથ માં મોટા તીક્ષ્ણ નખ હોય છે. એક પળ તો તેને જોઈને ઍના છળી ઉઠે છે.

તેને ધ્યાન થી જોયા પછી તેને આધાત લાગે છે. તે બોલી ઉઠે છે," અજય " અને તે સાથે ઍના બેભાન થઈ જાય છે.

ઍના આંખો ખોલે છે ત્યારે તે હોસ્પિટલમાં હોય છે. તેની આસપાસ રાહુલ અને ગીતા ઉભા હોય છે. ગીતા તેના કપાળ પર હાથ રાખે છે અને કહે છે," કેમ છે ઍના?"

ઍના ગીતા સામે જોઈએ છે અને આશ્ર્ચર્ય સાથે પુછે છે કે," હું અહીં કેવી રીતે આવી ?"

ગીતા તેને કહે છે," હું સવાર થી તને કૉલ કરતી હતી પણ તારો ફોન લાગતો ન હતો. મને તારી ચિંતા થતી હતી. એટલે હું તને મળવા તારા ઘરે આવી પણ એકલી અંદર જવાની મારી હિંમત ન ચાલી. મને યાદ આવ્યું કે તે કીધું હતું કે રાહુલ નું ઘર નજીક છે. તો તેના ઘરે જઈ હું તેની સાથે તારા ઘરે આવી. મેઈન ડોર ખુલ્લો અનેહૉલ માં બધો સમાન વિખરાયેલો જોઈ મને તારી ચિંતા થઈ. આખા ઘર માં તું કંઈ ન મળી પણ પછી મેં જોયું કે બેઝમેન્ટ નો દરવાજો ખુલ્લો હતો. રાહુલ અને હું બેઝમેન્ટ માં ગયા તો ત્યાં તું બેભાન હાલતમાં હતી. એટલે અમે તને અહીં હોસ્પિટલમાં લઈ આવ્યા."

ઍના રાહુલ અને ગીતા સામે જોવે છે અને કહે છે,"Thank you "

રાહુલ ઍના ને પુછે છે," હવે કેમ છે તબિયત ?"

ઍના કહે છે," હવે હું ઠીક છું"

ત્યાં ડોક્ટર ઍના ને જોવા માટે આવે છે. ઍના નો ચેકઅપ કરીને તે કહે છે," હવે ઍના ને સારું છે. કાલે તમે એને ઘરે લઈ જઈ શકો છો"

ઍના કહે છે,' Thank u doctor "

ડોકટર ના ગયા પછી ગીતા ચિંતા સાથે બોલે છે," તું બેઝમેન્ટ માં એકલી કેમ ગઈ ? બેભાન કેવી રીતે થઇ?"

ઍના ને બેઝમેન્ટ માં થયેલી ઘટના યાદ આવે છે અને તે રડી પડે છે. ગીતા તેની પાસે આવે છે અને તેને શાંત કરે છે. રાહુલ ઍના ને પાણી આપે છે. ઍના ધીમે ધીમે બધી વાત કરે છે.

ગીતા આશ્વર્ય સાથે પુછે છે," આ અજય કોણ છે ?" રાહુલ ના ચહેરા પર પણ આ જાણવાની ઉત્સુકતા હોય છે.

ઍના કહે છે," તે મારો નાનપણ નો ફ્રેન્ડ છે " ફ્રેન્ડ શબ્દ સાંભળી રાહુલ ના ચહેરા પર રાહત ની લાગણી આવી ગઈ. ગીતા એ આ નોટીસ કર્યું.

ઍના પોતાના ભુતકાળમાં સરી જાય છે.

***

ઍના ત્યારે સાત વર્ષની હતી જ્યારે અજય અને તેના મમ્મી તેમની સામે ના ઘર માં ભાડે રહેવા આવ્યા. ‌અજય ત્યારે ૧૦ વર્ષ નો હતો. અજય પહેલે થી જ ગુસ્સા વાળો અને લડાઈ ઝધડા માં એક્કો હતો. ભણવુ ગમતું નહીં. જ્યારે ઍના શાંત અને ભણવામાં હોશિયાર હતી. બન્ને ના મમ્મી વરચે થોડા સમય માં સારી મિત્રતા બંધાઈ ગઈ. અજય ના પણ પપ્પા ન હતા તેના મમ્મી એકલે હાથે તેને ઉછેરતા હતા.

ઍના ને અજય જરાય પસંદ ન હતો. અજય તેની સાથે દોસ્તી કરવાની કોશિશ કરતો પણ ઍના જરાય દાદ દેતી ન હતી. હંમેશા મોં મચકોડીને જતી રહેતી. એકવાર ઍના બહાર શેરી માં બેસી હોમવર્ક કરતી હતી ત્યારે શેરી ના કેટલાક છોકરાઓ આવી તેને હેરાન કરવા લાગ્યા. એક જણ તેનો ચોટલો ખેંચવા લાગ્યો અને બીજા જણે તેની નોટબુક અને પેન ફેકી દીધા. ઍના રડવા જેવી થઈ ગઈ હતી ત્યાં અજય પહોંચી ગયો. તેણે જોર થી બુમ પાડી," શું કરો છો તમે બધા ? ભાગો તો અહીં થી." ગુસ્સા થી બધા સામે જોવા લાગ્યો.

અજય ની છાપ પહેલે થી માથાભારે હતી. શેરી ના બધા છોકરા તેના થી ડરતા હતા. બધા છોકરા ડરીને ભાગી ગયા.

અજય ઍના ના બુક અને પેન આપતા કહ્યું," આવી ડરપોક રહીશ તો બધા હેરાન કરશે. થોડી બહાદુર બન."

ઍના મોઢું બગાડીને બોલી," હું બહાદુર જ છું. "

અજય હસતાં હસતાં બોલ્યો," તે તો ખબર પડી ગઈ કે કેટલી બહાદુર છો!!!"

ઍના ગુસ્સામાં બોલી," હું તારા જેવી ઝધડાળુ નથી. "

અજય ને પણ ગુસ્સો આવ્યો તે બોલ્યો," એક તો તારી મદદ કરી અને તું મને જ ઝધડાળુ કહે છે,"

ઍના થોડી ઝંખવાઈ ગઈ અને ઘીમે થી બોલી," Thank u"

અજય એ હસતા કહ્યું," હવે થી આપણે મિત્રો ને ?"

ઍના એ હસતા કહ્યું," એક શરતે. તું મારામારી ને ઝધડો નહીં કરે"

અજય એ કહ્યું," સારું નહીં કરું"

ત્યાર થી બંને સારા મિત્રો બની ગયા. હવે અજય ભણવામાં ધ્યાન આપતો. ઝધડો અને મારામારી કરવાનું બંધ કરી દીધું. બન્ને સાથે જ સ્કૂલે જતાં. અજય ઍના નું બહુ ધ્યાન રાખતો. કોઈ ઍના ને ચીડવે કે મસ્તી કરે તો તેનું આવી જ બનતું. અજય ઍના ને હમેશાં ડરાવી દેતો. ઍના કોઈ કામ માં હોય ત્યારે પાછળ થી આવી તેના કાન માં " ઍના " એવી બૂમ પાડી તેને ડરાવી દેતો. ઍના તેની આ આદત પર હંમેશાં ભડકતી અને તેને મારવા દોડતી.

અજય હંમેશા તેને ચીડવતા કહેતો," ડરપોક, થોડી બહાદુર બન" ઍના પોતાની દરેક વાત તેની સાથે શેર કરતી. બંને સારા મિત્રો બની ગયા હતા. અજય જ્યારે ૧૫ વર્ષ નો થયો ત્યારે તેના મમ્મી એક ટુકી બીમારી માં ઑફ થઈ ગયા. અજય આ દુનિયામાં સાવ એકલો પડી ગયો. ઍના અને તેના મમ્મી અજય ની સાથે રહૃયા. ઍના એ અજય ની આંખો માં આવેલા આંસુ લુછી કહ્યું," તું એકલો નથી. હું તારી સાથે છું હંમેશા"

ઍના ના મમ્મી પણ બોલ્યા કે," બેટા, અમે તારી સાથે જ છીએ"

ધીમે ધીમે અજય તેના મમ્મી ના જવાના આધાત માંથી બહાર આવ્યો. તે સવારે સ્કૂલ જતો સાંજે પાટૅટાઈમ જોબ કરતો. ક્યારેક તેને પૈસા ની જરૂર પડતી તો ઍના ના મમ્મી મદદ કરતા.

ઍના અજય નું ધ્યાન રાખતી. તે લોકો રાત્રે ઍના ના ઘર ની અગાસી પર બેસતા અને આખા દિવસ ની વાતો શેર કરતા. ઍના ને નાનપણ થી ઈશ્વર માં શ્રદ્ધા હતી. તે અજય ને પણ મંદિર જવાનું કહેતી પણ અજય હંમેશા હસતા કહેતો," મને મારી જાત પર વિશ્વાસ છે. હું મારી તકદીર જાતે બનાવીશ. "

બન્ને એકબીજા થી ઘણા અલગ હતા છતાં બંને ની દોસ્તી ગાઢ હતી. હવે ઍના ૧૮ વર્ષ ની સુંદર યુવતી બની ગઈ. અને અજય ૨૧ વર્ષ નો હેન્ડસમ છોકરો બની ગયો. હજી પણ અજય ની છાપ માથાભારે જ કહેવાતી. તેની ૫ ફૂટ અને ૬ ઈંચ ની હાઈટ, કસાયેલુ શરીર, આંખો માં જુસ્સો તેને અલગ બનાવતા હતા.

બન્ને હજી પણ રાત ના અગાશી પર જઈને બેસતા. ઍના અજય ને કહેતી," મારુ તો બસ એક જ સપનું છે કે મારું પોતાનું એક ઘર હોય"

અજય ઍના ની સુંદર આંખો માં જોતો અને કહેતો," જોજે એક દિવસ હું તારુ સપનું પૂરું કરીશ."

બહાર ના લોકો ને દબડાવતો અજય ઍના પાસે નરમ પડી જતો. ઍના જેમ કહે તેમ કરતો. ઍના ને એકીટશે જોયા કરતો અને તેની આંખો માં ઍના માટે એક અલગ જ ભાવ જોવા મળતો. ઍના ના મમ્મી આ જોતા તેમણે તો એક વાર ઍના ને પુછી લીધું," તું અજય ને ચાહે છે?" ઍના ચોંકી પડી એણે હસતા હસતા કહ્યું," ના મમ્મી, અજય મારો બેસ્ટ ફ્રેન્ડ છે. મેં તેને એવી રીતે ક્યારે જોયો નથી"

ઍના મમ્મી બોલ્યા," અજય ને કેવી લાગણી તારા માટે ?"

ઍના હસીને બોલી," તેને એવું કશું નથી. "

તેના મમ્મી બોલ્યા," મને તેની આંખો માં તારા માટે અલગ જ ભાવ દેખાય છે"

ઍના તેની મમ્મી નો ગાલ ખેંચતા કહૃા," મારી પ્યારી મમ્મી, તું વધારે પડતું વિચારે છે. હું અને અજય સારા મિત્રો જ છીએ. હું તેના માટે સારી છોકરી શોધી લાવીશ"

ઍના ના મમ્મી ઍના ના માથે હાથ ફેરવતા બોલ્યા," તું જ કરી લે ને અજય જોડે લગ્ન. તે તારું કેટલું રાખે છે. તને હંમેશા ખુશ પણ રાખશે."

ઍના અકળાઈ ને બોલી," pls, મમ્મી મને અજય માટે એવી કોઇ લાગણી નથી. તેને પણ નથી. મને તેમાં એક સારો મિત્ર જ દેખાય છે. આવુ બધુ ન વિચારીશ"

ઍના મમ્મી બોલ્યા," ભલે. "

અજય એ કૉલેજ પુરી થઈ ગઈ હતી.તેને હવે વિદેશ જવું હતું અનેતે માટે તે પ્રયત્ન કરી રહૃાો હતો. તેમાં તેને એક વાર પકંજ મળી ગયો. પંકજ બહુ મોટો ગિલિન્ડર હતો.તે દેખાવે ઠીંગણો અને જાડો હતો. તેની આંખો માં લુચ્ચાઈ છલકાતી હતી. તેણે અજય ને વિશ્વાસ અપાવ્યો કે તે અજય ને દુબઈ માં સારી નોકરી દેવડાવશે. એક વાર પકંજ અજય ના ઘરે આવ્યો હતો અને બંને દુબઈ જવા વિશે ચર્ચા કરી રહ્યા ત્યારે જ ત્યાં ઍના આવી. ઍના એ અજય ને ડબ્બો દેતા કહ્યું," તારા માટે મમ્મી એ ગાજર નો હલવો મોકલાવ્યો છે. "

અજય એ ડબ્બો લેતા કહ્યું," સારું હુ ખાઈ લઈશ,"

ઍના એ કતરાતી નજરે પંકજ તરફ જોયું. પંકજ ઍના ને લોલુપ નજરે જોઈ રહ્યો તે ઍના ને ન ગમતા તે તરત ત્યાંથી જતી રહી.

ઍના ના ગયા પછી પંકજે આંખ મારીને અજય ને કહ્યું," બહુ કડક માલ છે"

આ સાંભળી અજય નો મગજ છટક્યો તેણે સીધું પંકજ નું ગળું પકડી લીધું અને ગુસ્સા થી બોલ્યો," ઍના વિશે જેમ તેમ બોલ્યો છો તો તને મારી નાખીશ. મને તારી સાથે કોઈ વ્યવહાર નથી રાખવો. નીકળી જા મારા ઘરે થી."

એમ કહી ને અજય એ પંકજ નું ગળું છોડી દીધુ. પંકજ ને તમ્મર આવી ગયા અને ખાંસી આવવા લાગી. પંકજ થોડી વાર રહીને બોલ્યો કે "મને માફ કરી દે દોસ્ત. " અજય નો માફ કરવાનો કોઈ ઈરાદો ન હતો. તેણે ગુસ્સામાં કહી દીધું," તું જા અહીંથી. મને તારી સાથે કોઈ વ્યવહાર નથી રાખવો."

પંકજ અજય ની સામે એક નજર નાખી ત્યાં થી જતો રહ્યો.

અજય સાંજે ઍના ને મળવા ગયો ત્યારે ઍના મોં ફુલાવી ને બેઠી હતી. અજય એ ઍના ના માથે ટપલી મારતાં કહ્યું," શું કરે છે? કેમ મોં ફુલાવી ને બેઠી છૉ?"

ઍના એ મોં મચકોડીને કહ્યું," આજકાલ તું કેવા માણસો સાથે ફરે છે. !!"

અજય એ કહ્યું," સવાર ના ઘરે આવેલો પંકજ તેની તું વાત કરે છે?"

ઍના બોલી," હા તે જે હોય તે તું તેનાથી દૂર રહે. મને તે યોગ્ય ન લાગ્યો"

અજય એ કહ્યું," હા હવે. હું તેની સાથે કોઈ કોન્ટેક્ટ નહીં રાખું. તેણે મને દુબઈ લઈ જવાની લાલચ આપી એટલે મેં તેને ઘરે બોલાવ્યો પણ તેની દાનત સારી ન લાગતાં ભગાડી દીધો."

ઍના એ કહ્યું," સારું કર્યું તે." ઍના એ અજય નો હાથ પકડતા કહ્યું," તું મને વચન આપ કે કોઈ ખરાબ રસ્તે તુ ક્યારેય નહીં જાય "

અજય એ ઍના ના હાથ પર પોતાનો બીજો હાથ મુકતા કહ્યું," હા હું પ્રોમિસ આપું છું"

ઍના ના ચહેરા પર સ્મિત આવી ગયું અને અજય ના ચહેરા પર ખુશી છલકાતી હતી.

ઍના ના મમ્મી બજાર થી આવ્યા ત્યારે બંને ને એકબીજા નો હાથ પકડી ને બેઠેલા જોઈ રાજી થયા અને ભગવાન ને પ્રાર્થના કરી કે બંને ની જોડી સલામત રહે " પણ તકદીર ને કશું બીજું જ પસંદ હતું.

અજય ના નસીબ આગળ નું પાંદડું ખસી ગયું. અજય જ્યાં પાટૅટાઈમ જોબ કરતો હતો ત્યાં ના માલિક એ એક શેઠ પાસે અજય ના વખાણ કર્યા અને તે શેઠ સારા સ્વભાવના હતા તેમને અજય નું કામ ગમતા તેને દુબઈ ની પોતાની ઑફિસ માં મોકલવા તૈયાર થયા. અજય ને ૨ વર્ષ માટે દુબઈ માં રહેવાનું નક્કી થયું.

અજય સાંજે પેંડા લઈ ને ઍના ઘરે ગયો. બન્ને ને મોઢું મીઠું કરાવતા કહ્યું," મારું દુબઈ જવાનુ નક્કી થયું. હું ૨ વર્ષ માટે દુબઈ જાઉં છું"

ઍના ના મમ્મી બહુ ખુશ થયા," આ તો બહુ જ સારી વાત છે"

ઍના પણ ખુશ થઈ પણ તેની આંખો માં ભીનાશ આવી ગઈ તેને દુઃખ હતું પોતાના બેસ્ટ ફ્રેન્ડ થી દૂર જવાનું.

અજય એ આ જોઈને કહ્યું," તું રડે છે? તું ના પાડે તો ન જાઉં?"

ઍના બોલી," ના હવે પાગલ, આ તો ખુશી ના આંસુ છે"

અજય જ્યારે દુબઈ જવાનો હતો તેના આગલા દિવસે ઍના અને અજય અગાશી પર મળ્યા. ઍના બોલી," આંખ બંધ કર. તારા માટે એક સરપ્રાઈઝ છે. "

અજય એ આંખો બંધ કરી ને ઍના એ તેના ડાબા હાથ માં ઘડિયાળ પહેરાવી દીધી અને કીધું," હવે આંખો ખોલ"

અજય ઘડિયાળ જોઈને ખુશ થઈ ગયો. ઍના બોલી," આ હંમેશા તને અમારી યાદ દેવડાવશે"

અજય ઍના ના ગાલ પર ટપલી મારતાં બોલ્યો," હું તમને ભુલી નહીં જાઉં. હવે તુ આંખો બંધ કર "

ઍના એ આંખો બંધ કરી તો અજય એ તેના વાળ આગળ કરી તેના ગળા માં ક્રોસ પહેરાવી દીધો. ઍના જ્યારે ક્રોસ જોયો તો તે ખુશ થઈ ગઈ અને બોલી," તું તો ભગવાન માં નહીં માનતો ને ?"

હા,પણ તું તો માને છે ને.આ ક્રોસ હંમેશા તને મુશ્કેલી માં હિંમત આપશે. તું તારું અને આન્ટી નું ધ્યાન રાખજે" અજય એ ભાવુક થઈ ને કહ્યું. તેનો અવાજ થોડો ભરાય ગયો.

ઍના બોલી," તું રડીશ નહીં. હું અને મમ્મી ખુશ છીએ તારી પ્રગતિ જોઈને." અજય ઍના ને ભેટી પડયો.

બે વર્ષ તો ચપટી વગાડતાં પસાર થઈ ગયા. અજય એ દુબઈ જઇ ખુબ પ્રગતિ કરી.તે બહુ ખંતથી કામ કરતો અને તેના શેઠ પણ તેનાથી ખુશ હતા. તે અઠવાડિયા માં બે ત્રણ વખત ફોન કરતો. આજે તે ભારત પાછો આવવાનો હતો. ઍના અને તેના મમ્મી અજય ની સ્વાગત ની તૈયારી માં હતા. અજય આવી પહોંચ્યો. તે પહેલાં કરતાં વધુ હેન્ડસમ લાગી રહ્યો. ઍના ના મમ્મી એ તેની આરતી ઉતારી સ્વાગત કર્યું. ઍના આટલા ટાઈમે પોતાના મિત્ર ને જોઈ તેને ભેટી પડી.

અજય ની આંખો ભીની હતી. તે ચોકલેટ, પફયુમૅ, મેકઅપ ને કેટલી બધી વસ્તુઓ ઍના અને તેના મમ્મી માટે લઈ આવ્યો હતો. તેણે ઍના ના મમ્મી ને કહ્યું," સાંજે તમે અને ઍના તૈયાર રહેજો. તમારા માટે એક સરપ્રાઈઝ છે." ઍના ઘણું પુછ્યું પણ તે કંઈ ન બોલ્યો.

ત્યાર પછી અજય ગાયબ થયો તે પછી ક્યારેય મળ્યો નહીં.

***

ઍના વતૅમાન માં પાછી આવે છે. તે રડતા રડતા કહે છે," અમે સાંજે તૈયાર થઈ ને અજય ની રાહ‌ જોઈ રહૃાા. પણ અજય તે સાંજે આવ્યો જ નહીં. તેનો ફોન પણ લાગતો ન હતો. પોલીસ માં પણ ફરિયાદ કરી પણ કોઈ ફાયદો નથી થયો. તેના શેઠે પણ તેની તપાસ કરાવી પણ કોઇ જ સમાચાર ન મળ્યા. આજે આવી હાલત માં તે મને મળ્યો." એમ કહી ઍના જોર જોર થી રડવા લાગે છે.

ગીતા તેને હિંમત આપે છે. તે કહે છે," ઍના, આપણે જાણીને રહીશું કે આખરે અજય સાથે શું થયું હતું ? તેનો અને આ ઘર નો શુ સંબંધ છે?"

રાહુલ પણ ઍના ને કહે છે," હું પણ તારી સાથે છું. "

ઍના મન માં નક્કી કરે છે કે અજય ની આવી દશા કરનાર ને તે જરુર સજા દેવડાવશે.

***