Ragini part- 4 books and stories free download online pdf in Gujarati

રાગિણી ભાગ 4

હુ એક દમ થી સ્વાસ લઇ નહતો શક્તો શુ કરુ એ પણ કાંઇ સમજાતુ ન હતુ એવામાં ભગવાન જાણે ખુદ આવ્યા હોય એવુ લાગતુ હતુ કેમ કે રાગિણી અચાનક જ મારા વોર્ડ રુમ આવી અને મારી હાલત ને જોઇ એટલે એણે પેલા તો મને માસ્ક પહેરાવ્યુ અને હાર્ટ બીટ ના કેબલ્સ મારી છાતી પર લગાવ્યા અને ડોક્ટર ને બોલાવી ને પુછ્યુ આ શુ છે ?
ડો હુ ના આવી હોત તો દિપક નુ મરવા નુ પાકુ હતુ અરે વોર્ડ માં કોઇ ધુસી કેમ શકે CCTV કેમેરા કેમ નથી તમારી આ હોસ્પિટલ માં.???
ના મેડમ CCTV કેમરા છે પણ હાલ તેમનુ મેન્ટેનેશ ચાલે છે...
અચ્છા કેટલા દિવસ થયા મેન્ટનેનશ ચાલે છે...???
લગભગ ત્રણ દિવસ થયા હશે...
ઓહ મતલબ કે આ પ્લાન પણ તમારા લોકો નો છે એમ ને દિપક ને અંઇયા લાવ્યા એણે પણ ત્રણ દિવસ થયા છે અને દિપક ને મારવા વાડો વ્યક્તિ કેમેરા માં ના આવે માટે તમે કેમરા બંધ રાખ્યા છે કેમ...???
અરે ના ના મેડમ એવુ નથી સાચે જ કેમરા નુ મેન્ટેનશ ચાલે છે તમને ભરોશો ના હોય તો તમે જ જાતે જયને ચેક કરી લો....
હુ ચેક નહિ કરુ હમણા જે પોલીસ આવશે એ ચેક કરશે...
રાગિણી એ મામા ને ફોન કર્યો અને અંઇયા બનેલા ના બનાવ ની જાણ કરી એટલે થોડિ વાર માં મામા ત્યાં આવ્યા...
ડોક્ટર ક્યાં છે...???(મામા) બોલ્યા...
મામા ડોક્ટર ની છોડો મને તો અંઇઆ કંઇક ગડબડ લાગે છે ડોક્ટરો પણ મડેલા છે અને દિપક ની જાન જોખમ માં છે...

જો રાગિણી બેટા મને બધુ પેલે થી સંમજાઉ...
મામા હુ એક સ્ટીંગ ઓપરેશન કરતી હતી જેનુ કવરેઝ ફુટેઝ દિપક પાસે છે અને એ ફુટેઝ નુ કાર્ડ ક્યાં છે એની ખબર માત્ર દિપક ને જ છે...
ઓકે તમને પાકિ ખબર છે આ બધી દવાઓ ગેરકાનુની છે...???
હા મામા 100% ખાતરી થી કહિ શકુ છુ કે આ દવા ગેરકાનુની છે અને આ દવા લેવાથી માંસીક અને સારીરીક અસરો દર્દિ માં જોવા મડે છે અને દિપક નુ ઇલાજ પણ આ જ દવાથી થતુ હતુ એ તો મારુ ધ્યાપ પડ્યુ એટલે સારુ કેવાઇ નહિતર ખબર નહિ દિપક ની શુ હાલત થાત....અને જેવી હુ બીજી દવા લેવા માટે મેડિકલ ગય તે તરજ જ દિપક ને મારવા નો પ્રયત્ન કરવા માં આવ્યો હતો....
અરે તો સીસી ટીવી ના માધ્યમ થી એ કોણ હતુ જેણે દિપક ને મારવાની કોંશીશ કરી એ જાણી શકાય ને...!!!
કાશ એવુ થાત.... મામા પણ કેમેરા બંધ છે અને ડોક્ટરો કહે છે મેન્ટનૈશ ચાલે છે....
સારુ તુ અંહિયા રે હુ ડોક્ટર ને મડતો આવુ...
મામા ડોક્ટર ને મડવા ગયા અને જોયુ તો ડોક્ટર મારી વાત બીજા કોઇક ને કરતો હતો કે મને જાણ કર્યા વગર તમે પેલા જર્નાલીસ્ટ ને મારવા માટે કેમ મોકલ્યો હવે પેલી તેની સાથી મારી પર શક કરે છે....બોલો હવે હુ શુ કરુ....???
ડોક્ટર મે તને પેલા પણ કિધુ હતુ ને કે મને સવાલો પસંદ નથી...!!!!એક કામ કરો ફુટેઝ ચાલુ કરી દો અને શરીફ બનાવા નો ઢોંગ કરો....
ઠીક છે પણ હવે આવી હરકત કરતા નહિ....
ત્યાં મામા ડોક્ટર પાસે ગયા અને બોલ્યા દિપક ની હાલત માં સુધારો ક્યાંર થી આવશે...(મામા પણ નાટક કરવા લાગ્યા કેમ કે ડાઇરેક્ટ પુછતાછ કરવી એ મામા ની આદત ન હતી એ વાતો વાતો માં બધુ ઉગલાવી દે એમ છે)
તમે કોણ...???
જી હુ પેઇસેન્ટ નો મામા છુ...
ઓહ અચ્છા,જુઓ હજી આપણે થોડિ રાહ જોવી પડશે કેમ કે એણે બહુ ગંભીર ઇજાઓ થઇ છે માટે હજુ એને ભાનમાં આવતા પણ વાર લાગશે...
ઓહ ડોક્ટર સાહેબ તમને કેવુ લાગે છે કે એણે હજુ ભાનમાં આવતા વાર લાગશે...???
તમે દિપક ને દવાઓ અને બધા ઇક્યુમેન્ટ્સ તો બરાબર આપો છો ને...
જી હા ભાઇ તમે ચીંતા નહિ કરો દિપક એક દમ સાજો થય જશે...
નહિ ડોક્ટર તમે સમજ્યા કે હુ શુ કેવા માંગુ કારણ કે જે દવા તમે વાપરો છો એ દવા નુ કોંભાડ આખુ બહાર પાડ્યુ હતુ આજ થી એક વર્ષ પહેલા....
જી હા સાહેબ તમારી વાત બીલકુલ સાચી છે પણ હવે એ દવા માં કોઇ પણ નુકશાન કારક મીશ્રણ નથી એ કોંભાડ પછી બધા જ ડોક્ટરો પેલા એ દવા નુ પરીક્ષણ કરે છે અને એ પરીક્ષણ કર્યા બાદ જ દર્દિ ને આપવા માં આવે છે....
અચ્છા તો તો તમારી પાસે આ બધી દવા ના પોઝેટીવ રિપોર્ટ હશે જ ને...????
જી અમમમ હા હા કેમ નહિ હોય જ ને...(ડોક્ટર ના રુમ માં એસી હોવા છતા પણ મામા ની વાત પર થી પસીનો આવતો હતો)
હા તો આપો મને એ રિપોર્ટ ની કોપી એટલે હુ પણ જોઇ લઉ કે આ દવા કેટલી ફાયદા કારક છે...
અરે પણ હુ એમ કેમ તમને રિપોર્ટ આપી શકુ આ હોસ્પિટલ ના મેઇન ટ્રસ્ટી ને મારે પુછવુ પડે ન...
હા તૉ પુછી લો એમા શુ...તમે ક્યાં કાંઇ પાપ કર્યુ છે તમે તો ઉલ્ટાનુ સારુ કર્યુ છે કે જે દવા આવે એનુ પરીક્ષણ કર્યા બાદ જ દવાનો ઉપયોગ કરવો આ તો ખુબ જ સારુ કહેવાય અને હૂ તો કહુ છુ કે દરેક હોસ્પિટલો માં તમારા જેવા ડોક્ટર હોવા જોઇએ જેથી કરી ને દર્દિઓ ને રાહત થાય....
જી આ તો તમારુ બડપન છે વડિલ ઓકે એક કામ કરો તમે થોડો વેઇટ કરો હુ પુછી ને કહુ...
હા અને બીજુ મારે એ કહેવુ હતુ કે જો હવે કેમરા નુ કામ થઇ ગયુ હોય તો જલ્દિ થી કેમરા ને ચાલુ કરો કેમ કે દિપક ના દુશ્મનો બહાર જ નહિ પણ અંદર પણ છે અને હા આવડા થંડા રુમ માં પરસેવો વડે છે તમને આના પરથી ખબર પડે છે કે તમે કેવડા મહેનતુ છો...
જી આભાર આપનો....
તો અડઘી કલાક પછી રિપોર્ટ લઇ જાઉ કે શુ કરુ....???
હુ તમને કહેવડાઉ ઓકે વડિલ...
આમ ચાલાકિ થી મામા એ પેલા ડોક્ટર ને મજબુર કરી દિધો અને હવે એ ડોક્ટર જ એ માણસ પાસે પોચાડશે જે આ નકલી દવા નો ધંધો કરે છે અને દર્દિ ઓની જાન જોખમ માં મુકે છે...એ દવા થી કાતો માણસ મરે અને કાતો એ માણસ જીવે ત્યાં સુધી એણે અવાર નવાર બીમારીઓ થતી જ રહેતી હોય છે,
આ બાજુ રાગિણી મને જોઇ ને ખુબ દુ:ખી હતી કાંઇ સમજાતુ ન હતુ કે દિપક જીવસે કે નહિ કેમ કે 24 કલાક ના બદલે 48 કલાક થયા હતા અને મારી આંખો માં હજુ ખુબ ધેન હતુ અને ખુમાણ મામા એ વીચાર કર્યો કે દિપક ને બીજી હોસ્પિટલ માં દાખલ કરીયે અને રાગિણી પણ મામા ના આ ફેસલાથી સહેમત થય એવામા મારી માઁ નો ફોન આવ્યો એટલે રાગિણી એ જવાબ હા આન્ટી જય માતાજી,મારી માઁ એ જવાબ આપ્યો જય માતાજી બેટા તુ રાગિણી બોલે છે.? રાગિણી બોલી હા આન્ટી હુ રાગિણી જ બોલુ છુ,પણ રાગિણી બેટા આ ટી.વી માં શુ આવે છે ! આ મારા દિકરાને શુ થયુ છે એ કોઇ ગુનેગાર છે ?????