Ragini - 6 books and stories free download online pdf in Gujarati

રાગિણી ભાગ-6

મામા એ અને રાગિણી એ પાછળ જોયુ તો ચતુર્વેદિ ઉભો હતો જેણે એસ.પી પાસે થી દિપક ના કેસ નો ચાર્જ લીધો હતો,

ચતુર્વેદિ બોલ્યા કે તમે દિપક ને સીફ્ટ કરી ના શકો જ્યાં સુધી એ સ્ટેટમેન્ટ ના આપે ત્યાં સુધી,

મામા બોલ્ય્ અરે ભાઇ પણ આનુ ટ્રીટમેન્ટ થાય તો આને ભાન આવે ને, જુઓ તમારો અને મારો જુનો સંબધ છે અને જો તમે એ સંબધ ને બર્કરાર રાખવા માંગતા હોય તો પ્લીઝ મને જવા દો, તમે મને ખુબ સારી રીતે ઓડખો છો રાઇટ...!!!

ચતુર્વેદિએ મામા ની આંખો માં જોયુ અને લગભગ સમજી ગયા કે આજે બાપુ ની બોલી કંઇક જુદિ છે એટલે હસ્તા ભોઢે બોલ્યા, જુઓ ખુમાણ બાપુ મારે કોઇ નીજી દુશ્મની નથી આ છોકરા હારે અને ઉલ્ટા નુ એણે મારા દિકરા પાર્થ ની જીંદગી બચાવી છે, તમે તો ઓડખો જ છો ને પાર્થ ને...

હા મને બધ્ધી જ ખબર છે માટે કહુ છુ કે આવા નેક દિલ ઇન્સાન નુ બચવુ ખુબ જરુરી છે અને આની પાસે એવા રાજ છે જે આ દેશ ની તબીયત ને બખડતી ને સુધારી શકે એમ છે;

ચતુર્વેદિ મારો પક્ષ માં મારો સાથ આપસે મે કોઇ દિવસ વીચાર્યુ ના હતુ જો કે એમનો દિકરો પાર્થ જે પ્રેમ માં હારી ને મરવા જતો હતો અને મે તો બસ એક ઇન્સાનીયત ના નાતે એને સંમજાવ્યો હતો, અને એ માની ગયો અને અત્યારે એ તલાટી મંત્રી છે અને બીજી છોકરી સાથે લગ્ન પણ કર્યા અને ગમ ભુલી ને એક ખુશ ખુશાલ જીંદગી જીવે છે,

આ બાજુ મને એમ્બુલેન્સ પર કાજોલ ની હોસ્પીટલે મને સીફ્ટ કરે છે અને મામા રાગિણી અને ચતુર્વેદિ આ ત્રણ મારી પાસે એમ્બુલેન્સ માં બેઠા છે અને મામા એ ચતુર્વેદિ એ પુછ્યુ એલા તુ કેવી રીતે તૈયાર થયો અ છોકરા ની મદદ કરવા માં હે...!!!

અરે બાપુ મારા દિકરા પાર્થે મને કિધું કે જે છોકરા એ તમારા દિકરા ની જીંદગી નર્ક માંથી સ્વર્ગ બનાવી અને આજે એજ છોકરો વેન્ટીલેટર પર સુતો જીંદગી અને મોત વચ્ચે લડે છે, પપ્પા જો આ છોકરા ને કાંઇ થયુ ને તો હુ કદિ મારા જીવ ને માફ નહિ કરી શકુ, બસ પાર્થ ની આ વાત સાંભળી ને હૂ દિપક ની જીંદગી બચાવા માટે મજબુર થય ગયો,

વાહ ચતુર્વેદિ વાહ, ખબર નહિ પણ કેમ આ છોકરો છે જ એવો તને યાદ હોય તો સદામ નુ એંકાઉન્ટર માં મને ગોળી વાગી હતી અને જેવી ખબર પડિ કે ઇ હંધુય કામ મુકિ ને મારી પાહે આવ્યો તો અને બે બોટલ ખુન આપી ને મારો પણ જીવ બચાવ્યો હતો, હા બાપુ યાદ જ હોય ને અને અમે હતા તોય ઇ તમારી પાસે બેહિ ને તમારી સેવા કરતો હતો,

પણ રાગિણી બેટા મને તો કાજલ નો વીચાર આવે છે કે જ્યાંરે ઇ આ દિપક ને જોહે તો કેવુ લાગશે એને,

રાગિણી બોલી મામા દિપક અને કાજલ ની વાત ક્યો ને,

હા બેટા લે કહુ છુ,,,,

દિપક પેલી વાર ગામડે થી અમદાવાદ હતો, સાદા અને સિમ્પલ કપડા પહેરતો હતો, 22ની બસ ગુજરાત કોલેજ પાસે આવતી અને જતી હતી, ઇમા બેહિ ને રોજ અપડાઉન કરતો હતો,

દિપક નો પેલો દિવસ કોલેજ માં હતો અને કોલેજ ની અંદર બે ગ્રુપ હતા, મેહમુદ પીરજાદા અને બંટી ધ રોક્ક સ્ટાર,

દિપક જેવો કોલેજ માં ગયો ત્યાં મહેમુદ ના માણસો એ દિપક ને બોલાવ્યો...અરે ઓ લંમ્બુ ઇધર આ બે...

દિપક બોલ્યો જી બોલો...

ન્યુ એડમીટ હુઆ હે ક્યાં...જી સાહેબ એડમીટ નહિ એડમીશન કહેવાય...આ વહિચ અબી ભાઇ કે સામને જાદા ઇંલીશ નહિ જાડ ને કા ક્યાં....

મહેમુદ બીડિ પીતા પીતા બોલ્યો અબે ઓ પંટ્ટર લોગ ચુપ રે...નયા હે ના આહિસ્તા આહિસ્તા સમજ જાયેંગા ના વો...

બરોબર મહેદમુદ ની પાછળ કોઇક ગાડિ વાળા એ થંમ્સ અપ ની બોટલ ફેંકિ ત્યાં મે મહેમુદ ને બાથ માં લઇ ને બોટલ નો ધા મે જીલ્લી લીધો મારા ખંભા પર...

મહેમુદ ના પંટરો એનો પીછો કરે એ પેલા એ લોકો ત્યાંથી ભાગી ગયા,

અરે લંમ્બુ તેરુકો તો બહુત ચોટ લગી હે રે...

મે કિંધુ ના રે ના ભાઇજાન નાનો અમથો ઘાવ છે બસ થોડા દિવસો માં રુજાઇ જશે...

અરે ના ના હો ચલ પીછુ બેઠ અપન લોગ ચલતે હે યહિ ઇસી કોલેજ મે સાઇન્સ વાલો કા કેમ્પ હે જહા મેરી એક બહેન હે જો ડોક્ટરી કર રહિ હે,

હુ અને મહેમુદ બંને મેડિક્લ કોલેજ ના ડિપાર્ટમેન્ટ માં ગયા,

મહેમુદે સાદ દિધો અરે કાજલ બહેન.....!!!હે યા ઘર કો ચલી ગયી...??? કાજલ બહેન....!!!!

ત્યાં તો અપ્સરા જેવી એક દમ સુંદર અને નેચરલ લુક માં એક છોકરી બહાર આવી, ગોરો એનો વર્ણ હતો,

લાંબા અને રેશમી વાળ હતા, કાળી આંખો માં કાજલ આંજેલુ, ભારતીય સ્ટાઇલ વાળો આખો ડ્રેસ પહેર્યો હતો, હાથ માં દર્દિ ના લીસ્ટ અને હોઠ માં પેન રાખી હતી, અને મધુર અવાજ માં બોલી, હા ભાઇજાન બોલો અહિં જ છુ, એક તાવ ના દર્દિ આવ્યા હતા એનુ ટ્રીટમેન્ટ કરતી હતી,

અરે શુ બેન તમે પણ, ખેર આ મારો દોસ્ત છે અને કોલેજ માં નવો આવ્યો છે, મારા પંટરો એની મસ્તી કરતા હતા એવામાં અચાનક બંટી ના પંટરો એ મારી પર હુમલો કર્યો બોટલ વડે પણ મારો ઘા આ લંમ્બુ એ જીલી લીધી અને જો ના જીલ્યો હોત તો મારુ માથુ ફાટી જાત ને આના લીધે મારે અહિ આવુ પડત, પણ ખુદા નો રહેમ છે કે મારી જગ્યા નો ઘાવ આણે જીલ્યો..

અરે અરે અંઇજ વાત કરતા રહેશો તો આનુ લોહિ બધુ અંહિ જ નીકળી જશે,

કાજલે મને અંદર આવા નુ કિંધુ પણ હુ તો કાજલ માં એટલો ખોવાઇ ગયો હતો કે મને આજુ બાજુ નુ કંઇજ સંભળાતુ ન હતુ કે ના તો દેખાતુ હતુ, ઇવન મારી દાબી બાજુ નો આખો સર્ટ લોહિ થી ભરાઇ ગયો હતો, પણ હુ એટલો મોહિત થયો હતો કે કોઇ શબ્દો સુજતા નથી,

મહેમુદ એ મને હલાવ્યો અને બોલ્યો અરે ઓ મામુ તને દુઃખતુ નથી કે શું, હવે જો પાંચ મીનીટ વધારે ઉભો રહિશ ને તો લોહિ ની નદિ ભરાઇ જશે, મહેમુદ નુ આવુ બોલવાથી કાજલ હસી અને એની હસી એટલી ખુબસુરત હતી કે એક દમ દિલ ને છીનવી લે એવી હતી.

હુ કાજલ અને મહેમુદ સાથે અંદર ગયો અને મહેમુદે મારો સર્ટ ઉતાર્યો અને સર્ટ ઉતાર્યા ની સાથે રાડ પાડિ યાહ અલ્લાહ ઇતની ગહેરી ચોટ લગી ઔર લંમ્બુ તુ કે રહા થા કિ મામુલી ચોટ હે...

અરે મહેમુદ મીયા આપ ક્યુ ખામો ખા અલ્લાહ કો પરેશાન કરતે હો એસી મામુલી ચોટ કે લીયે, ઇન્સાન હુ ઉપર સે એક જવા મર્દ હુ યાર,

અરે હા પણ લંમ્બુ...કાજલ બહેન મારા થી તો નહિ જોવાય હુ તો આ ચાલ્યો...

મહેમુદ મને એકલો મુકિ ને જતો રહ્યો પણ હુ ખુબ જ સરમાતો હતો, કાજલ એક દમ ફ્રિ માઇન્ડ છોકરી હતી અને મારી સામે જોઇને બોલી અરે...આમ નીચે મોં કરી ને કા બેઠા;તમે તો એમ સરમાવસો જાણે કોઇ નવેલી દુલ્હન હોય;એમ બોલી ને કાજલ હસવા માંડિ અને હુ બોલ્યો જી અમમમ એવુ કાઇ નથ હો આતો હુ બોવ છોકરીઓને જોતો નથ ને એટલે...કાજલ પ્રત્યે નુ મારુ આકર્ષણ વધ્યુ હોય એવુ નો તુ લાગતુ પણ હુ જરુર કાજલ પ્રત્યે આકર્ષણ થયો હતો,

કાજલે મારુ ડ્રેસીંગ કરી ને મને સર્ટ પહેરાવ્યો અને હુ અને કાજલે મને ટાટા કહ્યુ અને પાછા આવા નુ કહ્યુ, હુ પણ મજાક માં બોલ્યો કે કાશ મને પાછો ઘાવ લાગે અને કાશ હુ પાછો તમારી પાસે આવુ, કાજલ બોલી અરે એવુ થોડિ હોય કે ઘાવ વાંગે તો જ અવાય અમથુ પણ અવાય જ હો, મે કિંધુ સારુ આવતો રહિશ...

આમ હુ મહેમુદ ને શોધતો મહેમુદ ના પંટર પાસે ગયો અને મહેમુદ વીસે પુછ્યુ તો તેઓ કિંધુ લે બેસ હમણા આવી જશે, અચ્છા લંમ્બુ તારુ નામ શુ છે એતો કે..!!

જી મારુ નામ દિપક ગઢવી છે...

અચ્છા તો કવીરાજ છો એમ ને...અલ્યા તને ખબર છે કાજલ પણ ગઢવી જ છે, શુ મસ્ત કવીતાઓ લખે છે તને ખબર છે...!!!

અચ્છા કાજલ ને કવીતા લખવા નો સોખ છે;મને પણ કવીતાઓ લખવી ખુબ જ ગમે છે...મહેમુદ ના પંટરો બોલ્યા આલે લે તો તો બેવ ની જોડિ ખુબ જામસે...!

એટલે શુ...!!! કેવી રીતે જોડિ જામસે...!!!

અરે આવતા વીક માં કવી સંમેલન છે અને દર વર્ષ ની જેમ કાજલ પણ ભાગ લેશે અને ગઢવી સાહેબ હુ શુ કહુ છુ કે તમે પણ ભાગ લો ને યાર...!!!

અરે ના ના ભાઇઓ મારે ભાગ લઇ ને શુ કરવુ;હુ એમને સાંભળીશ એમા જ મજા છે...

અરે ક્યાં યાર મહેમુદ ભાઇ ને કેટલુ સારુ લાગશે સાંભળી ને ખબર છે તમને...!!!

ત્યાં મહેમુદ આવ્યો અને બોલ્યો ક્યાં બાતા કરતે તુમી એકડે બેઠકુ...!!!!

અરે ભાઇજાન યે જો અપના લંમ્બુ હે ના વો ગઢવી હે ઔર વો ભી કવી હે...!!!

ક્યાં બાત કરતો હે યાર....ઓય લંબ્મુ આઇ મીન ગઢવી સાહેબ આ લોકો સાચુ કે છે...!!!

હા ભાઇજાન કવી તો છુ એટલો મોટો નથી જેટલો આ સમુંદર....

વાહ વાહ ક્યાં ડાયલોગ હે...

અચ્છા તો એક છોટા સા સેર બોલદો પ્લીઝ...

અરે ભાઇજાન પ્લીઝ મતબોલો યાર આપકે લીએ તો જાન હાજીર હે ફિર યે સેર ક્યાં ચીજ હે...

"યુહ તો હમ બેગાને થે ઇસ નયે શહેર મે લેકિન ઉનકે આને કે બાદ લગતા હે કિ શહેર મે હમ ભી એક રીસ્તેદાર લગને લગે"

વાહ વાહ ક્યાં બાત હે જનાબ આપતો કાબીલે તારીફ હે પાછળ થી કાજલ નો અવાજ આવ્યો...અને બોલી

"ના જાને ક્યું શહેર મે આતે હે લોગ બેગાને બનકે પર યુ ઉનકિ નીગાહો સે દેખકર તો લગતા નહિ કિ વોહ બેગાને સે હે"

વાહ મહોતરમાં ક્યાં ખુબ કહિ...

"હમ તો આયે થે અપને બેગાનેપન કે સાથ લેકિન અબ લગતા હે અપનાપન જેસા"

વાહ હુજુર આપતો આફર્રીન હે...

અરેઅરે ગઢવી ગઢવી ક્યાં મીલે આપસી મે કવીતાએ ઓર સેરો સાયરી હોને લગી હમમમમ....

શુ બોલ્યા ભાઇજાન...કાજલ બોલી...કોણ બીજુ ગઢવી છે...????

અરે આ લંમ્બુ બીજુ કોણ વરી....

ત્યાં મહેમુદ ને ફોન આવ્યો એટલે એ અને એના પંટર લોગ જતા રહ્યા અને હુ અને કાજલ વડલા નીચે બેઠા હતા,

શુ વાત છે તમે પણ કવી જ નીક્ળયા લંમ્બુ સાહેબ... અચ્છા તમારુ નામ તો કો....

મે કિંધુ જી મારુ નામ દિપક છે...

અચ્છા તો તમે અહિંઆ કોમર્સ ના ફર્સ્ટ યર માં આવ્યા છો...???

જી ના હુ કોમર્સ ના થર્ડ યર માટે આવ્યો છુ, જામનગર માં ખુબ ટ્રેન્સ માં રહેતો અને ભણવા માં ધ્યાન કેન્દ્રિત થતુ ના હતુ અને આમેય તે પહેલે થી જ એવી ઇચ્છા હતી કે હુ ગુજરાત કોલેજ માં આવુ તો એ ઇચ્છા પણ મારે પુરી કરવી હતી;ખરે ખર અહિ બોવ જ મજા આવે છે,

અચ્છા દિપકજી ખરેખર મજા આવે છે કે પછી અહિંઆ પણ ટ્રેન્સ થાય છે;જો એવુ હોય તો હુ તમને દવા આપુ...!

જી ના ના ખરેખર અંઇયા ધ્યાન અને મન બેવ લાગે છે આમેય તે મારા સબજેટ નો પિરીયડ પુરો થયો છે એટલે હુ આમ બહાર રખડુ છુ,

ખેર દિપકજી ટેલ મી અબાઉટ યોર ફ્યુચર...!!!

બોવ કાય ખાશ નથી બસ જર્નાલીસ્ટ બનવાનો સોખ અને સપનુ છે જે આ કોલેજ પુરી થાય પછી જર્નાલીસ્ટ નો કોર્ષ કરવાનો છુ...બાકિ તમે કો...!!!!

હુ તો બસ ડોક્ટર ની તૈયારી કરુ છુ અને એ પછી ડિગ્રી કરીને પછી એમ.ડિ.

વાહ કાજલજી અતી પ્રશંન્ય કહેવાય હો...એમ.ડિ બની ને ગરીબો નુ ખાસ ધ્યાન રાખજો...

અરે બાબા એ જ તો મારુ અહેમ છે કે હુ ગરીબ માણસો ની સેવા કરી શકુ અને એમને બીમારી ઓથી બચાવી શકુ....

ઓકે કાજલજી તો મારી બસ નો ટાઇમ થવા આવ્યો છે તો હુ હીસ્ટેલ પર જાઉં...????

અરે છોડો બસ ને આજે મારી સાથે આવો...!!!

તમારી સાથે પણ ખરાબ લાગે ને આમ આપણુ સાથે નીકળવું...!!!

અરે કંઇ ખરાબ નો લાગે તમે ચાલો તો ખરા...!!!

હુ અને કાજલ કાર માં બેઠા અને કોલેજ ના ગેટ પર ત્રણ બાઇક સવારોએ અમારો રસ્તો રોક્યો.....