Devil - EK Shaitan -26 books and stories free download online pdf in Gujarati

ડેવિલ એક શૈતાન-૨૬

ડેવિલ : એક શૈતાન

ભાગ-૨૬

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-અર્જુન ને લેટર મળવાનો સિલસિલો ચાલુ હોય છે-અર્જુન ના લાખ પ્રયત્ન છતાં ડેવિલ એની પહોંચ થી બહાર હોય છે-પોતાને મળેલા છેલ્લા લેટર નો પાંચમો પાંડવ પોતે જ છે એ અર્જુન જાણી જાય છે-અર્જુન અને એ શ્વાન વચ્ચે જોરદાર મુકાબલો થાય છે અને અર્જુન એ શ્વાન ને મોત ના ઘાટ ઉતારે છે-ડેવિલ ના કરેલા કરેલા કેમિકલ યુક્ત ખંજર ના ઘા થી બેહોશ થયેલા અર્જુન ની હત્યા કરવા ડેવિલ આગળ વધે છે-નાયક ને જોઈ ડેવિલ નિરાશ થઈ પોતાના છુપા સ્થળે નીકળી જાય છે-અર્જુન ખતરા ની બહાર નીકળી જાય છે-હવે વાંચો આગળ...

અર્જુન બીજા દિવસે બપોર સુધી માં તો સંપૂર્ણ ભાન માં આવી ગયો..અર્જુન ને તો એમજ હતું કે ડેવિલ પોતાની બેહોશી નો લાભ લઈ એને મોત ના ઘાટ ઉતારી દેશે..પણ અત્યારે હોસ્પિટલમાં બેડ પર પોતાની જાત ને સહીસલામત જોઈ અર્જુન ના આશ્ચર્ય નો પાર નહોતો..બાજુ માં બેસેલા નાયક ને જોઈ અર્જુને બેડ પર સહેજ બેઠો થયો અને કહ્યું..

"નાયક હું અહીં ક્યાંથી..?"

"પહેલા તો ભગવાન ની લાખ લાખ મહેરબાની કે તમે સહીસલામત છો.. અને તમને અહીં લઈને હું આવ્યો છું.."નાયકે ઉપર તરફ જોઈ ભગવાન નો આભાર માનતો હોય એ અંદાજ થી કહ્યું.

"પણ નાયક તું યોગ્ય સમયે ત્યાં કઈ રીતે પહોંચી ગયો એ વાત ની મને નવાઈ લાગે છે.." અર્જુને નાયક સામે સવાલસૂચક નજરે જોઈને કહ્યું.

"સાહેબ તમારા થોડા દિવસ થી બદલાયેલા ભાવ જોઈને હું સમજી ગયો હતો કે તમે કંઈક એવું જાણો છો જે ખુબ જ ભયાનક છે..તમે કોઈને કંઈ કહેતા નહોતા એટલે સલામતી માટે મેં તમારા બુલેટમાં એક માઇક્રોફોન ફીટ કરી દીધો હતો..એના લીધે જ્યારે એ શૈતાની શ્વાન જોડે તમારો મુકાબલો થયો ત્યારે એ શ્વાન ના ભસવાનો અને અફડાતફડી નો અવાજ સાંભળી હું ત્યાં પહોંચી ગયો"નાયકે વિગતવાર વાત સમજાવતા કહ્યું.

નાયક ની વાત સાંભળી અર્જુન ને નાયક ની બુદ્ધિ માટે માન ઉપજી આવ્યું..અર્જુને પછી કહ્યું.."નાયક એ શ્વાન નો મૃતદેહ ક્યાં છે?"

"સર..એ મૃતદેહ ને મેં જાની ને કહી ફોરેન્સિક લેબ માં મોકલાવી દીધો છે ..સાંજે એના મૃતદેહ ને ગેસ ચેમ્બર માં સળગાવી દેવામાં આવશે.."નાયકે કહ્યું.

"ગુડ...તો ચાલ હવે અહીં થી પોલીસ સ્ટેશન જઈએ"અર્જુને બેડ માંથી ઉભા થતા કહ્યું.

"પણ..સર..તમારા ઘા હજુ તાજા છે..તમે થોડો આરામ કરો..હું બધું મેનેજ કરી લઈશ"નાયકે સમજાવતા કહ્યું.

"મને હવે ઠીક છે..ડેવિલ નવો હુમલો કરે એ પહેલાં કંઈક નવું વિચારવું પડશે..તું ડોકટર ને મળી જરૂરી દવાઓ લઈ લે.!"અર્જુને કહ્યું.

અર્જુન હવે પોતાની વાત નહીં સાંભળે એ જાણી નાયક ડોકટર ને મળીને અર્જુન માટે દવાઓ લઈને આવ્યો અને જીપ લઈને અર્જુન ની સાથે પોલીસસ્ટેશન જવા રવાના થઈ ગયો.

અર્જુન અને નાયક ને પોલિસ સ્ટેશન માં આવે હજુ કલાક પણ નહોતો થયો એટલા માં પીનલ ત્યાં આવી ગઈ..પીનલ ના ચહેરા પર ચિંતા અને અધીરાઈ સાફ છલકાતી હતી.એ દોડીને અર્જુન ની કેબીન માં દાખલ થઈ અને અર્જુન ને જઈને ગળે વળગી ગઈ..પીનલ અને અર્જુન ને એકાંત મળી રહે એ હેતુ થી નાયક અર્જુન ની કેબીન માંથી બહાર નીકળી ગયો.

"અર્જુન તમને સારું તો છે ને??મને તમારી બહુ ચિંતા થાય છે.."અર્જુન ના ચહેરા પર ચુંબનો ની જાણે વર્ષા કરતાં પીનલે કહ્યું.

"પીનુ મને કંઈ થયું નથી..અને આ સમયે તું નકામું ટેંશન ના લઈશ..આપણા આવનારા બાળક ની તબિયત પર એની અસર થશે"પીનલ ના કપાળ ને ચુમતા અર્જુને કહ્યું.

"પણ તમારા પર હુમલો થયા ની વાત જ્યારથી મને મળી છે ત્યારનું મારું મન બેચેન બની ગયું હતું..હું વાત મળતા જ હોસ્પિટલ ગઈ પણ તમે ત્યાંથી રજા લઈ અહીં આવી ગયા છો એ વાત ની જાણ થતાં હું તાત્કાલિક અહીં આવી ગઈ"અર્જુન ની છાતી પર પોતાનું માથું રાખી પીનલે કહ્યું.

"અરે મને કંઈ થયું નથી... તું નાહક ની ચિંતા ના કર..જો તારી સામે સહીસલામત ઉભો છું ને"અર્જુને હસતાં હસતાં કહ્યું.

"પણ તમારી ઉપર શૈતાની હુમલા માં બચી જવાનો સૌથી મોટો શ્રેય ફાધર થોમસે તમારા હાથ પર બાંધેલા રક્ષા ધાગા ને આપવું જોઈએ..ત્રીજી વાર તમારો સામનો શૈતાની તાકાતો સામે થયો છતાં બચી ગયા એ બાબત માટે ફાધર થોમસ દ્વારા તમારા હાથ પર બાંધેલ એ રક્ષાશક્તિ જ હોવી જોઈએ"પીનલે કહ્યું.

પીનલ ની વાત સાંભળી અર્જુને પોતાના હાથ પર નજર કરી તો એ રક્ષા ધાગો હાથ પર નહોતો પણ અર્જુને એ વાત પીનલ ને ના કરી કેમકે નકામી આવી બાબત થી એ વધુ ચીંતા કરે.પણ અર્જુન ને પણ આ વાત ની નવાઈ તો લાગી કે એના હાથ પર થી એ દોરો કોને છોડ્યો હશે??

ત્યારબાદ થોડી ઘણી વાતચીત કરી અને પીનલે અર્જુન ને ટાઇમસર ડોક્ટરે આપેલી દવાઓ લેવાનું તથા આરામ કરવા માટેનું જરૂરી સુચન કર્યું અને પછી લાયબ્રેરી તરફ જવા માટે નીકળી પડી.જતાં જતાં અર્જુન અને પીનલે એકબીજા ને ચુંબન આપી ને એકબીજા પ્રત્યે ની લાગણી દર્શાવી.

અર્જુન અને પીનલ વચ્ચે ની આ મુલાકાત દરમિયાન બિરવા પણ અર્જુન ની ખબર અંતર પૂછવા પોલીસ સ્ટેશન આવી હતી...પીનલ અને અર્જુન વચ્ચે ના અંગત પળો ને કેબીન ના દરવાજા જોડે ઉભા ઉભા પોતાની નજરે નિહાળી બિરવા ના રોમેરોમ આગ લાગી ગઈ હતી..અને આંખો માં આંસુ અને મન માં ક્રોધ લઈ બિરવા અર્જુન ને મળ્યા વિના જ પાછી વળી ગઈ..!!

બિરવા નો અર્જુન પ્રત્યે નો વધી રહેલો આ પાગલપન ની જેવો પ્રેમ આગળ જતાં કંઈક નવું જ રૂપ ધારણ કરવાનો હતો એતો નક્કી જ હતું.

***

દવાઓ ની અસર ના લીધે થોડું ઘેન ચડતાં અર્જુન પીનલ ના ગયા બાદ થોડો સમય સુઈ ગયો..પોતે ઉંઘ્યો ત્યારે અર્જુન ને ખબર નહોતી કે એની ઉંઘ ઉડતા ની સાથે એક વસ્તુ એની રાહ જોઇને તૈયાર હતી જેના લીધે અર્જુન ની રાતો ની ઉંઘ હરામ થઈ જવાની હતી.

જાગતા ની સાથે અર્જુને ચા નો ઓર્ડર આપ્યો અને સિગરેટ સળગાવી એના ધુમાડા ના ગોટેગોટા હવામાં છોડવા લાગ્યો..થોડીવાર માં ચા આવી ગઈ..ચા પીને હજુ અર્જુન નિરાંત નો શ્વાસ લેતો હતો એટલા માં નાયક હાથ માં એક કવર લઈને આવ્યો..

"સાહેબ...ફરીથી ડેવિલે એક કવર મોકલ્યું છે"દરેક વાર આવા જ લીલા રંગ ના કોઈ નામ વગર ના કવર ને જોઈ નાયક સમજી ગયો હતો કે આ કવર કોને મોકલાવ્યું છે એટલે એને ડેવિલ નું નામ લઈને જ અર્જુન ને કહ્યું.

"નાયક..હું જાણતો હતો કે બે ત્રણ દિવસ માં ડેવિલ નો નવો લેટર જરૂર આવશે..લાવ તો ખરો કવર..હું જોઉં શું લખ્યું છે એ શૈતાને?"અર્જુને હાથ લંબાવતા કહ્યું.

"તમે જાણતા હતા કે ડેવિલ નો લેટર આવશે..કઈ રીતે પણ?"કવર અર્જુન ને આપતા નાયકે પૂછ્યું.

"એતો નાયક વાત એમ છે કે જ્યારે એ શૈતાની શ્વાન અને મારા વચ્ચે મુકાબલો થયો ત્યારે ડેવિલ ત્યાં આજુબાજુ માંજ હાજર હતો..એને મારા પર ખંજર નો ઘા કરી મને બેહોશ કરવાનો પ્રયત્ન કર્યો હતો..પણ મારી હિંમત અને બુદ્ધિ થી મેં શ્વાન ને મોત ના ઘાટ તો ઉતારી દીધો પણ ડેવિલ મારા બેહોશ થયા પછી મને મારી જ નાંખત એ વાત પાકી હતી..પણ મારા સારા નસીબ કે તું આવી ગયો અને મને અણી ના સમયે બચાવી લીધો..પોતાના હાથ માં આવેલો શિકાર આમ છટકી જવાથી ડેવિલ ગુસ્સે ભરાઈને કંઈક મોટું પ્લાનિંગ કરવાનો એ નક્કી હતું...અને એ મને એ પહેલાં કોઈ કલ્યુ આપવા લેટર પણ મોકલાવશે એ પણ નક્કી જ હતું..એટલે મેં આ લેટર ની અપેક્ષા કરેલી જ હતી.."સ્મિત સાથે અર્જુને કહ્યું.

"એનો મતલબ ડેવિલ તમને મારવા માટે હવે વધુ જોર લગાવશે..હું એને જીવતો નહીં છોડું.."નાયક ગુસ્સા માં બે ચાર ગંદી ગાળો પણ બોલ્યો..

"નાયક ગુસ્સો મનુષ્ય નો સૌથી મોટો શત્રુ છે..એને કાબુ માં રાખ.."નાયક ને શાંત થવાનું કહી અર્જુને કવર માં હાથ નાંખી લેટર બહાર કાઢ્યો..

પહેલાં ના જેવો જ ટાઈપિંગ કરેલો લેટર અને નીચે ખોપરી ની નિશાની એ સાબિત કરવા પૂરતી હતી કે આ લેટર ડેવિલ દ્વારા જ મોકલાવાયો છે..અર્જુને લેટર વાંચવાનું શરૂ કર્યું..

"તારા હનુમાને તને બચાવી લીધો..પણ તારું નસીબ વધુ સમય તારો સાથ નહીં આપે..આમપણ વેર અને વાઇન જેટલુ જુનું હોય એમ એની મજા કંઈક અલગ હોય છે..આખી દુનિયા ને હું મારા કદમો માં ઝુકવા મજબુર કરી દઈશ.."લી. ડેવિલ!!!

લેટર નું લખાણ વાંચ્યા પછી અર્જુને નાયક ની સામે નજર કરી અને કહ્યું..

"નાયક ડેવિલ ના દરેક લેટર નો કોઈને કોઈ અર્થ જરૂર નીકળે છે..આ વખતે પણ એ કંઈક કહેવા માંગે છે..જુનું વેર..આ શબ્દ મને સૌથી વધુ ખૂંચી રહ્યો છે"

"સાહેબ એવું લાગે છે કે ડેવિલ કોઈ સાથે જુનો બદલો લઈ રહ્યો છે..."નાયકે કહ્યું.

"નાયક મને લાગે છે એ વેર બીજા કોઈ જોડે નહીં પણ મારા જોડે લેવાની વાત કરે છે..પણ મારે ડેવિલ નામના એ માણસ સાથે એવી તે કેવી દુશમની છે..જે મને ખબર નથી" અર્જુને માથું ખંજવાળતા કહ્યું.

"એ માટે તો તમારે તમારા ભુતકાળ માં ડોકિયું કરવું પડશે.."નાયકે કહ્યું.

"પણ નાયક તને ખબર તો છે..મારી પ્રામાણિકતા અને ગુનેગારો પ્રત્યે ના કડક વલણ ના લીધે મારા સેંકડો દુશ્મનો છે..હવે એમાં થી કોઈ એક ને કઈ રીતે શોધવો..આ કામ તો ઘણું અઘરું છે.." અર્જુને પોતાના બે હાથ ને કપાળ પર રાખી કહ્યું..

"એના માટે તો તમારે સેન્ટ્રલ ઓફીસ અમદાવાદ જવું પડશે..ત્યાં કોમ્પ્યુટર ડેટા માં તમારા દરેક કેસ ની ફાઈલ હશે..એ ડેટા ચેક કર્યા પછી આપણે આગળ વધી શકીશું" નાયકે પોતાનો વિચાર અર્જુન સમક્ષ મુક્યો.

"નાયક તારો આઈડિયા સરસ છે..ત્યાં સેન્ટ્રલ ઓફીસ માં બધા ઓફિસર ના સોલ્વ કરેલા કેસ નો ડેટા સેવ હોય છે..એ ડેટા પર થી કોઈના કોઈ કલ્યુ તો જરૂર મળી જ રહેશે..ડેવિલ ને પકડવા આટલું તો કરવું જ પડશે..અને એ માટે મારે જ રૂબરૂ અમદાવાદ જવું પડશે..પણ..."અર્જુન આટલું બોલી અટકી ગયો..

"શું થયું સર..કેમ બોલતાં બોલતાં અટકી ગયા..?"નાયકે પૂછ્યું.

"નાયક મારે ત્યાં અમદાવાદ માં બે દિવસ જેટલો ટાઈમ થઈ જશે..અને આ બધી ઘટનાઓ જે રાધાનગર માં બની રહી છે ત્યારે આ શહેર ને આમ મૂકી ને જવાનું મન નથી માની રહ્યું.."અર્જુને પોતાના ખચકાટ નું કારણ આપ્યું.

"સાહેબ..હું છું ને તમારે કંઈપણ ચિંતા કરવાની જરૂર નથી..તમ તમારે કોઈપણ જાત ની ચિંતા કર્યા વગર અમદાવાદ જતાં આવો.."નાયકે અર્જુન ને કહ્યું.

"નાયક તું છે તો મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ એક બીજી વાત છે જેના પર તારું ધ્યાન દોરવું મને જરૂરી લાગે છે.."અર્જુને કહ્યું.

"હા સાહેબ બોલો...હું બધું સાંભળી લઈશ.."અર્જુન ને આશ્વસ્થ કરતાં નાયક બોલ્યો.

"જો નાયક ડેવિલ દ્વારા તૈયાર કરાયેલા દરેક શૈતાન પાછળ એક કોમન વસ્તુ છે..એ સૌપ્રથમ એવી લાશ ની ચોરી કરે છે જેને દફનાવામાં આવી હોય અને એક દિવસ થી ઓછો સમય એને દફનાવ્યાં પછી લાગ્યો હોય..એટલે નવો દૈત્ય ઉભો કરવા એ કોઈ આવી જ ચોરી કરશે..એટલા માટે જો રાધાનગર માં કોઈ એવી ઘટના બને જેમાં કોઈનું આકસ્મિક મૃત્યુ નીપજે અને એની દફનવિધી કરવામાં આવે તો એ સ્થળ પર બે દિવસ સુધી ચાંપતી નજર અવશ્ય રાખવી..મારુ ગણિત એમ કહે છે કે એવું થશે તો ડેવિલ એ સ્થળે આવવો જોઈએ.."અર્જુને નાયક ને સમજાવતાં કહ્યું.

"જો ડેવિલ એવું કંઈપણ કરશે તો જરૂર મારી પકડ માં આવી જશે"જુસ્સાથી નાયકે કહ્યું.

"સારું તો હું કાલે સવારે વહેલા અમદાવાદ જવા માટે નીકળી જાઉં.."અર્જુને જણાવ્યું.

***

ડેવિલ સાથે પોતાને શું જૂની દુશમની છે એનો તાગ મેળવવા અર્જુન બીજા દિવસે સવારે નીકળવાનો છે એની જાણ બિરવા ને થતા એને અર્જુન સાથે જવાનો પ્લાન બનાવ્યો અને સાંજે અર્જુન પીનલ ને પીક અપ કરવા આવ્યો ત્યારે એ પણ લાયબ્રેરી માં જ હાજર હતી.

"અરે બિરવા તું અહીં કેમ?"પીનલ જોડે બિરવા ને જોઈને અર્જુને પૂછ્યું.

"બસ એમજ..ભાભી ને મળવા આવી હતી"બિરવા એ કહ્યું.

બિરવા અને પીનલ એકબીજા ને ઓળખતા હતા..અર્જુને કઈ રીતે બિરવા ની મદદ થી નાયક ની જાન બચાવી છે એ પણ પીનલ ને જણાવ્યું હતું..આ ઉપરાંત બિરવા ને ક્રાઈમ અને પોલીસ ની પ્રવૃત્તિ માં પણ રસ હોવાથી એ અર્જુન ને ઘણીવાર મળતી એ પણ પીનલ ને ખબર હતી.પોતાના અર્જુન પર સંપૂર્ણ વિશ્વાસ કરનાર પીનલ માટે બિરવા પર શક કરવાનું કોઈ કારણ જ નહોતું.

બસ આ જ કારણ થી બિરવા એ પ્લાન બનાવ્યો કે પોતે એકલી અમદાવાદ જવાની છે એવું પીનલ ને જણાવશે એટલે એ અર્જુન ની સાથે એને સામેથી જવાનું કહેશે અને પીનલ ની વાત ને અર્જુન ટાળી નહીં જ શકે અને થયું પણ એવું જ.

"પીનલ હું કાલે સવારે કામ ના સિલસીલા માં અમદાવાદ જ જવાનો છું..."અર્જુને કહ્યું.

"અરે એ તો ખુબ સરસ કહેવાય..કેમકે કાલે બિરવા ને એની એક ફ્રેન્ડ ના મેરેજ માં અમદાવાદ જવાનું છે..અને એ એકલી ક્યાંય ગઈ નથી..સો થોડી ટેંશન માં હતી એટલે મારી મદદ લેવા માટે આવી હતી..મેં એને ગૂગલ મેપ માં બધી જગ્યાઓ વ્યવસ્થિત રીતે બતાવી દીધી..જો તું કાલે જવાનો હોય તો એને જોડે જ લેતો જા..બિચારી એકલી ક્યાં ફરશે."પીનલે અર્જુન ને કહ્યું.

"અરે ભાભી રહેવા દો..હું એકલી જતી રહીશ..અર્જુન સાહેબ ને તમે હેરાન ના કરશો" એકદમ ફિલ્મી એક્ટ્રેસ ના જેમ એક્ટિંગ કરતાં બિરવા એ કહ્યું.

"એમાં હેરાનગતી શેની...?એ એકલો જાય છે તો તને લેતો જશે એમાં શું હેરાનગતી?" પીનલે થોડા ઉંચા અવાજે કહ્યું..

"પણ ભાભી..."બિરવા આટલું બોલી ત્યાં પીનલે એને અટકાવી અને કહ્યું.

"બસ હવે નો પણ બણ... કાલે સવારે અર્જુન તને તારા ઘરે થી લેતો જશે...આ મારો ઓર્ડર છે.."પીનલે હસતાં હસતાં કહ્યું.

"પણ એસીપી સાહેબ ને તો પૂછો.."બિરવા એ મોઢું નીચે રાખી કહ્યું.

"અર્જુન તને કોઈ પ્રોબ્લેમ તો નથી ને બિરવા ને લઈ જવામાં..?"પીનલે અર્જુન ને સવાલ કર્યો.

થોડું વિચાર્યા બાદ અર્જુને કહ્યું.."સારું હું સવારે એને લેતો જઈશ..જોરુ નો હુકમ સર આંખો પર"ગુલામ ની અદા માં અર્જુને પીનલ સામે ઝુકતા કહ્યું.

"સારું તો ભાભી હું નીકળું..મારે થોડો સમાન પણ પેક કરવાનો બાકી છે..thanks સો મચ..તમે ના હોત તો હું કાલે કઈ રીતે પહોંચત.. લવ યુ "આટલું કહી બિરવા એ પીનલ ને ગળે લગાવી દીધી..બિરવા ના મુખ પર એક વિચિત્ર પ્રકાર ની ચમક હતી જે પીનલ સમજવામાં થાપ ખાઈ ગઈ.

પીનલ અને અર્જુન ની રજા લઈ બિરવા પોતાના ઘર તરફ રવાના થઈ અને અર્જુન અને પીનલ પોતાના ઘર તરફ.

***

બિરવા પોતાના ઘરે જઈને પોતાના બેડરૂમ માં પલંગ પર આડી પડીને હવે આગળ શું કરવું એ વિચારી રહી હતી...અત્યાર સુધી તો એનું ધારેલું બધું જ સમસુતરું પૂરું પડ્યું હતું એ વિશે વિચારી એના આનંદ નો પાર જ નહોતો. એમાં પણ પીનલે સામે ચાલી ને અર્જુન ને એના પ્રેમ જાળ માં ફસાવા માટે મોકલ્યો એ વિચારી એને પીનલ પર તરસ આવતી હતી.

"હવે અર્જુન ના પ્રેમ થી મારી પ્યાસ નહીં બુજાય ત્યાં સુધી મારા આખા શરીર માં ઉભી થયેલી જ્વાળાઓ શાંત નહીં થાય"મનોમન આવું વિચારતી બિરવા સવાર ના છ વાગ્યા નું એલાર્મ મુકી ને સુઈ ગઈ.

દવાઓ ની અસર ના લીધે અર્જુન પણ રાત્રે ડ્યૂટી પર ના ગયો અને સવારે અમદાવાદ જવા નીકળવાનું હોવાથી ઘરે જઈને જમીને સુઈ ગયો.

અર્જુન અને બિરવા કાલે સવારે અમદાવાદ જવા નીકળવાના છે એ વાત થી અંજાન ડેવિલ આગળ શું કરવું એની ગડમથલ માં હતો.. નવી શૈતાની શક્તિ ઉભી કરવા કોઈની છત્રીસ કલાક ની અંદર જ મૃત પામેલી બોડી જોઈએ..કેમકે હજુ સુધી જીવિત વ્યક્તિ ને શૈતાની સ્વરૂપ આપી એ પોતાના કહ્યા પ્રમાણે કરે એ ઇન્વેન્ટ કરવામાં હજુ પોતાને સફળતા મળી નહોતી..એ વાત ડેવિલ ને ખબર હતી.

"અર્જુન આજે નહીં તો કાલે તારું મોત તો મારા હાથે જ થશે...હું તને તડપાવી તડપાવી ને મારીશ...જ્યાં સુધી તને નહીં મારુ ત્યાં સુધી મારો બદલો પૂરો નહીં થાય..." આટલું બોલી ડેવિલ શૈતાની અટ્ટહાસ્ય થી પોતાના ખુફિયા સ્થાન ને વધુ ભયાનક બનાવી મુકે છે...!!!

***

To be continued.....

ડેવિલ આખરે છે કોણ? અર્જુન સાથે ડેવિલ ની શું દુશમની હતી? અર્જુન પોતાના ભુતકાળ નો ડેવિલ સાથે નો કોઈ સંબંધ શોધી શકશે? ડેવિલ આખરે છે કોણ? ડેવિલ અર્જુન સાથે કઈ રીતે બદલો લેશે? બિરવા અર્જુન ના પ્રેમ ને પામી શકશે? ...! આ બધા સવાલો ના જવાબ માટે વાંચતા રહો ડેવિલ એક શૈતાન...નવો ભાગ ટૂંક સમયમાં..

આ નોવેલ જેમ જેમ આગળ વધી રહી છે એમ એમ વાંચકો નો વધુ ને વધુ પ્રેમ મેળવી રહી છે..આપના પ્રેમ માટે આપ સૌનો ખુબ ખુબ આભાર..એક શૈતાન ને કેન્દ્ર માં રાખી ને લખાયેલી આ નોવેલ મારા માટે એક મસીહા જેવી સાબિત થઈ છે..આપ પણ આ નોવેલ અંગેનો આપનો કિંમતી અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર આપી શકો છો..

ઓથર :- જતીન. આર.પટેલ