My Love in Gujarati Love Stories by Jay Limbachiya books and stories PDF | મારો પ્રેમ - મારો પ્રેમ

Featured Books
  • विंचू तात्या

    विंचू तात्यालेखक राज फुलवरेरात का सन्नाटा था. आसमान में आधी...

  • एक शादी ऐसी भी - 4

    इतने में ही काका वहा आ जाते है। काका वहा पहुंच जिया से कुछ क...

  • Between Feelings - 3

    Seen.. (1) Yoru ka kamra.. सोया हुआ है। उसका चेहरा स्थिर है,...

  • वेदान्त 2.0 - भाग 20

    अध्याय 29भाग 20संपूर्ण आध्यात्मिक महाकाव्य — पूर्ण दृष्टा वि...

  • Avengers end game in India

    जब महाकाल चक्र सक्रिय हुआ, तो भारत की आधी आबादी धूल में बदल...

Categories
Share

મારો પ્રેમ - મારો પ્રેમ

"પ્રેમ" શબ્દ સાંભળતા જ દીલ માં કય થઈ આવે... ૧૭-૧૮ વષૅ ની ઊંમર થાય એટલે મન માં ઉમળકાઓ ઉઠવા માડે...
આંખો સામે કલ્પનાઓ દ્રશ્ય સ્વરૂપે દેખાવા માંડે... મન માં વિચારો ના વમળો ફુટવા લાગે... ઊંઘ હરામ થઈ જાય... મન માં પોતાનો પ્રેમી કેવો/કેવી હશે તેના વિચારો રાત-દિવસ ચાલ્યા કરે... "પ્રેમ" માનવી ને જીવન માં ઘણી બધી વ્યક્તિ સાથે થઈ શકે છે... પણ હું જે વાત કરું છું એ છે કે જેની સાથે હું મારુ જીવન જીવવા માંગુ છું... મારી દરેક વાત હુ એને કહી શકું... મારા સુખ-દુઃખ માં સદૈવ મારી સાથે રહે... મારા પરિવાર ની પણ કાળજી રાખે... આવી દરેક વ્યક્તિ ની ઈચ્છા હોય જ છે.

અમે મૂળ વરખડ, રાજપીપળા ના પણ હાલ પોર માં રહેતા. હું નોકરી કરતો હતો ત્યારે એક બાઈક ની જરૂરિયાત હતી આવવા જવા માટે આથી મે નવરાત્રી માં બાઈક લીધી.. ૨-૩ જ દિવસ થયા હતા ને મારો એક્સિડન્ટ થયો... મારા પગ માં ૧/૫ મહિના નો પાટો આવ્યો. હવે હું ઘરે આરામ કરતો હતો. સવારે ઉઠીને નાહીને ચોકમાં ખુરશીમાં બેઠો બેઠો ચોપડી વાંચતો હતો... ને અચાનક મારા સમાજ ની એક છોકરી મારી ખબર કાઢવા માટે ઘરે આવી હતી... એનું નામ રીંકુ હતું.... એના ઘરના બધા અમને ઓળખતા હતા અને એની મોટી બહેન મારા ગામમાં જ એમના માસીના ઘરે રહીને ભણતા હતા... એમના માસી એટલે મારી બો (પપ્પા ના કાકી). રીંકુ ના પપ્પા ૨૦૦૫ માં બીમારી ને કારણે મૃત્યુ પામ્યા હતા, અને રીંકુ કરતા એક મોટી બહેન અને બે નાની બહેન અને એક સૌથી નાનો ભાઇ હતો.

રીંકુ મારા ગામ પોર માં જ એક ખાનગી શાળા માં શીક્ષીકા તરીકે ફરજ બજાવતી હતી. તેના ક્લાશ માં મારી સોસાયટી ની છોકરી ભણતી હતી તેના દ્રારા મારા એક્સિડન્ટ નીખબર પડી હતી.

રીંકુ ખુબ જ સુંદર, શરીરે પાતળી, આંખો માંજરી, શરમાળ ને રંગે રુપાળી... હુ તો જોતા જ તેના પ્રેમમાં પડી ગયો... મારા માટે સફરજન લઈ ને આવી હતી.. એના ગયા પછી મારૂ મગજ બસ એના વિચારો માં ખોવાઈ ગયું... હવે મારા મગજ એ વિચારતું હતું કે એને કહેવું કેવી રીતે? એ મને શું કહેશે? એ મારા માટે શું વિચારશે? આવા અનેક પ્રશ્નો મારા મન માં ઊદભવેલા.... મને તો આખી રાત સુધી ઊંઘ ના આવી... વિચરતો રહયો.... બીજા દિવસે હીંમત કરીને વિચારી લીધું કે આજે તો કોઈ પણ રીતે વાત કરી જ લેવી છે.... એની બી.એડ.ની. પરીક્ષા હતી... આથી હુ સાંજ પડે એની રાહ જોતો હતો..... ઘરમાં મમ્મી પપ્પા હાજર હતા... મારા પગમાં પ્લાસ્ટર નો પાટો હતો છતાં લંગડી ની રમત માં જેવી રીતે એક પગે કુદકા મારે એવીજ રીતે હું ધીમે ધીમે હીંમત કરીને ધાબા ઉપર ગયો ફોન કરવા માટે... સમય હતો લગભગ ૬:૧૫ ને તારીખ ૧૬/૧૦/૨૦૦૮ મે મહામેહનતે ફોન કર્યો... રીંકુ ના મોટા બહેને ફોન ઉઠાવ્યો.... મેં કહ્યુ કેમ છો... (એમને આશ્ચર્ય થયું જયનો ફોન ક્યારેય આવતો નથી આજે કેમ આવ્યો) એમની પરીક્ષા ચાલતી હતી તેના વિશે વાત કરી પછી રીંકુ ને ફોન આપવા કહ્યું મે... રીંકુએ ફોન લીધો ... મારા ધબકારા વધી ગયા છતા હીંમત કરીને વાત શરૂ કરી ..મેં રીંકુ ને કહ્યું થોડી દુર જતી રહે અને ધ્યાનથી સાંભળજે "તું મને ખુબજ ગમે છે અને મારું જીવન હું તારી સાથે જ વિતાવવા માંગું છું... જો તારો જવાબ હા હોય તો જણાવજે... અને જો તારો જવાબ ના હોય તો મારી ભૂલ સમજીને ભુલી જજે... જય અંબે"

આમ વાત થઇ ગયા પછી તો મને ખુબ જ વિચારો આવવા લાગ્યા.... શું થશે? શું જવાબ આપશે? હા પાડશે કે ના? ઊંઘ હરામ થઇ ગઇ.... આખી રાત ઊંઘ ન આવી... ૨-૩દિવસ પછી એનો ફોન આવ્યો.... હું ખુશ થઇ ગયો... મને મારી પસંદ ની પ્રેમીકા મળી ગઈ.... હજુ મારા પગે પાટો હતો એટલે હું આરામ કરવા માટે મારા મૂળ ગામ વરખડ ગયો. દિવાળી હતી એટલે રીંકુને સ્કુલ માં રજાઓ હતી આથી રીંકુ અને તેની બહેન વરખડ તેના માસી એટલે કે મારી બો ના ઘરે આવી જેથી મારી ખુશીનો પાર ના રહ્યો. જોકે ઘરમાં કોઇને પણખબર નહતી. અમને સાથે સમય વિતાવવા નો, વાતો કરવાનો ખુબ મોકો મળ્યો....

હજુ મારાથી મોટો ભાઈ બાકી હતો... એના માટે છોકરીઓ જોવાનું ચાલુ હતું.... મે ધીમે રહીને મારી મમ્મીને અને ભાઈને વાત કરી કે તમે મારી ચિંતા ના કરતા મેં છોકરી પસંદ કરી લીધી છે.... મમ્મી એ પપ્પાને જાણ કરી દીધી.... એટલે આપડું ચેપ્ટર ક્લીયર થઈ ગયું.

અમે ફોન પર ખુબ વાતો કરતા... રાત્રે બધા સુઈ જાય ત્યારે સૂતા સૂતા ગોદડી માથે ઓઢીને વાતો કરતા.... ઘણી વાર સવાર સુધી વાતો કરતા રહેતા... રીંકુ સ્કુલથી ૫:૦૦ વાગ્યે છુટે... તેનું ગામ ટીંબરવા જવાની બસ નો સમય કોઈ નક્કી નહિ.... આથી ચોકડી પર બસ ની રાહ જોવી પડતી એટલે હુ નોકરી થી છુટી ને ચોકડી પર મળતા જ્યાં સુધી બસ ના આવે... કયારેક પપ્પા પણ ચોકડી પર રીંકુ દેખાય તો ઊભા રહેતા અને બસ માં બેસે પછી ઘરે આવે. રીંકુ જે સ્કૂલ માં ભણાવતી તેના ક્લાસ માંથી મારું ઘર બીલકુલ સામસામે તો ઈશારા થી વાત થતી ક્યારેક... જોકે અંતર ઘણું હતું.

જેવી રીતે ફિલ્મ માં હીરો હીરોઈન વચ્ચે દુશ્મન હોય એમ અમારી જીવનમા મારો સાળો દુશ્મન તરીકે હતો... હું રીંકુ ને ફોન કરતો ત્યારે તે વાત ના કરવા દે.... અને રીંકુ ને ખુબ મારતો... મારા સાસુ નુ કઈ ચાલવા ના દે... ઘરમાં સૌથી નાનો પણ વધારે લાડ કોડ ના કારણે ખુબ જીદ્દી... મારે ઘણી વાર એની સાથે બોલવાનું થઇ જાય... છુપી રીતે વાત કરતાં ઘણી વાર... મારા લીધે રીંકુએ ઘણી વાર માર ખાધો હતો... મને ખુબ ગુસ્સો આવતો મારા સાળા પર પણ મજબૂર હતો.... હજુ સમાજમાં કોઈને ખબર ન હતી અમારા સંબંધ વિશે...
આવુ મારા મોટા સાળી અને સાળુભાઈ સાથે પણ આમજ કરતો હતો.

આખરે ત્રણ વર્ષ પછી મારા ભાઈનું નક્કી થઈ ગયા પછી અમારા લગ્ન થયા... મારા ભાઈ મોટો હતો એનું ધામધૂમથી લગ્ન કર્યા કારણકે અમારે જવારા વાવવા પડે રોજ પૂજા કરવી પડે માટે.... જયારે મારા લગ્ન સમુહ માં કર્યા કારણકે અમારી અને મારા સાસરીમા આર્થિક રીતે સધ્ધર ન હતા... હું નાનો છતાં મારા લગ્ન પહેલાં થયા કારણકે સમુહલગ્ન ની તારીખ ૦૭/૦૨/૨૦૧૧ વહેલી હતી અને ભાઈનુ લગ્ન ની તારીખ ૧૯/૦૨/૨૦૧૧ હતી... આમ મારા જીવન માં મારો પ્રેમ પામ્યો અને આજે મારે એક પરી જેવી દિકરી અને રાજકુમાર જેવો દિકરો છે.... ખુબજ પ્રેમ થી અમારો સંસાર ચાલે છે.... હું મારા કુટુંબ ને ખૂબ પ્રેમ કરું છું..... 

?️......જય