Devil - EK Shaitan -30 books and stories free download online pdf in Gujarati

ડેવિલ એક શૈતાન-૩૦

ડેવિલ : એક શૈતાન

ભાગ-૩૦

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-ડેવિલ નો બાળક ને શૈતાન બનાવી અર્જુન ને મારી નાંખવાનો પ્લાન ફેઈલ જાય છે-અમદાવાદ થી ડેટા લઈને અર્જુન પાછો રાધાનગર આવે છે-ડેવિલ નાયક ના હાથ માં થી છટકી ગયો હોય છે એ જાણી અર્જુન રોષે ભરાય છે-ડેટા પર થી અર્જુન ને ડેવિલ વિશે કોઈ માહિતી મળતી નથી-અર્જુન નો પ્રેમ પામવામાં અસફળ રહેલ બિરવા એક વ્યક્તિ ને જોવે છે એની હિલચાલ ઠીક ના લાગતા એ એનો પીછો કરે છે-એ વ્યક્તિ પોતાની કાર ને જંગલ માં આવેલ એક જુના પણ ભવ્ય બંગલા જોડે ઉભી રાખે છે-બિરવા એની પાછળ પાછળ અંદર જવા જાય છે-હવે વાંચો આગળ...

બિરવા ધીરે ધીરે એકદમ દબાતા પગલે બંગલા ની દીવાલ ની આડ માં આગળ વધે છે..ગેટ ખોલવાથી અવાજ થશે એમ વિચારી એ દીવાલ કુદવાનું વિચારે છે..કસરતી બાંધો અને પાતળી કાયા ના લીધે બિરવા છ ફુટ ની દીવાલ આસાની થી કુદી જાય છે.

બિરવા ની નજર અત્યારે બંગલા ના મેઈન ફ્રન્ટ દોર પર અટકેલી હોય છે..બિરવા મનોમન વિચારે છે કે "આગળ નો દરવાજો તો બંધ હશે..તો હવે હું શું કરું?"..

"બંગલા ની ફરતે એક ચક્કર મારી જોઉં ક્યાંક બીજો કોઈ રસ્તો મળી જાય" એમ વિચારી બિરવા બંગલા ની ફરતે વાવેલા વૃક્ષો ની આડશ નો ફાયદો લઈ છુપાતા છુપાતા ચક્કર મારવાનું શરૂ કરે છે..કોઈ વાર એક નાનકડી આહટ થતાં ની સાથે બિરવા સાવચેત થઈ જાય છે અને અટકી જાય છે.

બંગલા ની પાછળ ના ભાગ માં એક બારી ખુલ્લી હોય છે જે બિરવા ના ધ્યાન માં આવી જાય છે..એ ધીરે ધીરે ઝાડ ની પાછળ થી નીકળી બારી ની નીચે આવીને ઉભી રહે છે..બારી માંથી નજર કરતાં જુના જમાના ની લાઈટ ના પ્રકાશ માં બિરવા ને કોઈ દેખાતું નથી.બિરવા સાવચેતી પૂર્વક બંગલા માં પ્રવેશવાનું નક્કી કરી ને બારી માંથી કુદકો મારે છે.અત્યારે બંગલા માં ફેલાયેલ સાર્વત્રિક શાંતિ માં એને પોતાના હૃદય ના ધબકારા પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યા હોય છે.

રૂમ આવેલી નાના માં નાની વસ્તુ ને બિરવા ફાટી આંખે જોઈ રહી હતી..રૂમ માં ટેબલ પર અલગ અલગ કાચ ની બરણીઓ રાખેલી હતી..જેમાંથી કોઈ માં કેમિકલ ભર્યા હતા તો કોઈ માં કેમિકલ માં રાખવામાં આવેલ અલગ અલગ જીવો ના મૃતદેહો રાખેલા હતા.પોતે અહીં આવી એ પાછળ નો ઉદ્દેશ અત્યારે સ્પષ્ટ થઈ રહ્યો હતો.કંઈક તો અહીં થી એવું જાણવા મળશે જે ડેવિલ સુધી પહોંચવાનો રસ્તો શોધી આપશે.

આ રૂમ માં બીજું કંઈ હતું નહીં એટલે બિરવા ધીરે થી રૂમ નો દરવાજો ખોલી બીજા રૂમ માં આવી..આ રૂમ માં કોમ્પ્યુટર અને પ્રિન્ટર મશીન રાખેલા હતા..આ ઉપરાંત આ રૂમ ની દીવાલ પર ૫૬ ઇંચ નું LCD ટેલિવિઝન પર હતું.બિરવા એ આ રૂમ ના અધખુલ્લાં દરવાજા માંથી બહાર નજર કરી તો આગળ હવે એક વિશાળ હોલ દેખાયો..હોલ માં જમણી તરફ સુંદર ડિઝાઈન વાળી દાદર હતી..જેમાંથી ઉપર આવેલ રૂમો સુધી જઈ શકાતું હતું.

આટલી મોટી હવેલી માં અત્યારે વ્યાપ્ત શાંતી બિરવા ને ડરાવી રહી હતી..આ ઉપરાંત પેલો કાર ચલાવી અહીં આવનાર વ્યક્તિ પણ ક્યાં ગયો આ મનોમંથન કરતી કરતી બિરવા એ રૂમ ના દરવાજા જોડે જ અમુક સમય સુધી ઉભી રહી..હોલ માં શું શું આવેલું છે એ બિરવા ને સ્પષ્ટ દેખાઈ રહ્યું નહોતું..

"મારે આગળ તો જવું જ જોઈએ ત્યારે ખબર પડશે કે એ વ્યક્તિ આખરે છે કોણ? અને અહીં એ શું કરી રહ્યો છે?" મનોમન આગળ વધવાનો મક્કમ નિર્ધાર કરી બિરવા એ કહ્યું અને હળવેક થી દરવાજો ખોલી હોલ માં પ્રવેશી.

હોલ માં પ્રવેશતા ની સાથે બિરવા ની જાસુસ નજર આજુ બાજુ બધે ફરી વળી..દીવાલ પર લટકેલા હાડપિંજર અને જુદી જુદી ભાષા માં લખાણ વાળા ચાર્ટ એની નજરે પડ્યા...હોલ ખુબ જ વિશાળ હતો એની ડાબી તરફ તો જાણે કોઈએ લેબોરેટરી બનાવી હોય એવું લાગતું હતું..સાંકળો ધરાવતા હોસ્પિટલ માં હોય એવો બેડ..જોડે પડેલા ટેબલ પર અવનવા કેમિકલ અને ઓજારો..આ ઉપરાંત તંત્ર મંત્ર માં વપરાતી વસ્તુઓ અને ચોપડીઓ પણ ત્યાં પડેલી દેખાઈ.આ સાથે બિરવા એ ટેબલ પર પડેલી એક ફોટો બુક ઉઠાવી જેમાં લોકો ના મૃતદેહો પર કરવામાં આવતી સર્જરી અને બોડી કટીંગ ના ફોટો હતા.

બિરવા નું હૃદય અત્યારે બમણી ગતી એ ધબકી રહ્યું હતું..એની પુરી ટીશર્ટ પરસેવા થી ભીંજાઈ ગઈ હતી..શરીર નો દરેક ભાગ અત્યારે ધ્રુજી રહ્યો હતો..આ બધું જોયા પછી બિરવા એ બાબતે આશ્વસ્ત હતી કે આ ડેવિલ નું જ ગુપ્ત સ્થળ છે અને એને જોયેલો વ્યક્તિ ડેવિલ જ હતો એટલે એને મનોમન વિચાર્યું "ઓહ માય ગોડ.. તો એ વ્યક્તિ જ ડેવિલ હતો..જે આ શહેર માં બની રહેલી ખુની ઘટનાઓ નો માસ્ટર માઈન્ડ છે..મારે અર્જુન ને આ બધી વાત ની જાણ કરવી જ પડશે."

અર્જુન સાથે વાત કરવા બિરવા એ પોતાનો મોબાઈલ ફોન હાથ માં લીધો અને અર્જુન નો નમ્બર ડાયલ કર્યો...એક બે ત્રણ ચાર રિંગ વાગી અને અર્જુને બિરવા નો ફોન કટ કરી દીધો..બિરવા બીજી વાર ફોન લગાવવા જતી હતી એટલા માં બિરવા ના કોઈના પગલાં નો અવાજ આવ્યો...અને પછી એક જોરદાર અટ્ટહાસ્ય સંભળાયું..

ભયંકર અટ્ટહાસ્ય એ બિરવા ને અંદર સુધી ડરાવી મુકી હતી..બિરવા એ પગલાં ના અને હાસ્ય ના અવાજ માં પોતાની નજર ઘુમાવી..

"બિરવા માય લિટલ ડાર્લિંગ... શું થયું અર્જુન તારો ફોન નથી ઉપડતો...ટ્રાય કર હજુ ક્યાંક ઉપાડી લે...,"બિરવા ની નજર પોતાના પર પડતાં એ વ્યક્તિ લુચ્ચાઈ ભર્યું હસ્યો.

બિરવા એ જોયું તો એ વ્યક્તિ ધીરે ધીરે દાદર ઉતરી નીચે આવી રહ્યો હતો...આ એજ માણસ હતો જેનો એ પીછો કરતી કરતી આવી છે..એને કઈ રીતે ખબર પડી કે પોતે અર્જુન ને જ કોલ કર્યો હતો..એ વાત બિરવા ને આશ્ચર્ય પમાડી ગઈ.

દાદર પર થી નીચે ઉતરતાં એ વ્યક્તિ ને બિરવા જોતી જ રહી ગઈ..અત્યારે ઓવરકોટ ની જગ્યાએ એક ટીશર્ટ અને ફોર્મલ પેન્ટ માં સજ્જ એ સંદિગ્ધ માણસ ના ચહેરા પર કોઈ ભય નહોતો કે નહોતી કોઈ ચીંતા.. પોતાની હાજરી થી એને કોઈ ફરક પડ્યો જ ના હોય એવું એના હાવભાવ પર થી લાગતું હતું.

ટક.. ટક... બુટ નો અવાજ હોલ ની શાંતી ને તોડી રહ્યો હતો..એ માણસ ચહેરા પર એક મીઠી મુસ્કાન સાથે બિરવાની નજીક આવ્યો અને કહ્યું.."શું વિચારે છે ડિયર?એજ કે મને કઈ રીતે ખબર તું અર્જુન ને જ કોલ લગાવે છે??..બહુ વિચારીશ નહીં... મને તો એ પણ ખબર છે કે તારા અને અર્જુન વચ્ચે અત્યારે બધું વ્યવસ્થિત નથી..એટલે જ એને તારો ફોન નથી ઉપાડ્યો.."

"અરે...ના ના એવું કંઈ નથી..!એતો અર્જુન વ્યસ્ત હશે..એટલે નહીં ઉપાડ્યો હોય.."બિરવા સત્ય વાત છુપાવવાનો પ્રયત્ન કરતાં બોલી.

"કેટલું છુપાવીશ બિરવા...મને બધી જ ખબર છે..તારા અને એના વચ્ચે અમદાવાદ ગયા ત્યારે કંઈક તો એવું બન્યું છે જેના લીધે તમારા વચ્ચે નું અંતર વધી ગયું છે...તું પ્રેમ કરે છે ને અર્જુન ને?"ઉંચા અવાજે ડેવિલે કહ્યું.

ડેવિલ ની વાત સાંભળી બિરવા ના અચરજ નો પાર ન રહ્યો.."આ વ્યક્તિ તો મારી દરેક નાના માં નાની વાત જાણે છે.." મનોમન આવો વિચાર બિરવા ને આવ્યો.

"બિરવા..બહુ મગજ ને તકલીફ ના આપીશ..હું બધું જ જાણું છું..તું અર્જુન ને બેહદ પ્રેમ કરે છે પણ એ પોતાની પત્ની પીનલ ના પ્રેમ અને લાગણી ના અતુટ બંધન ના લીધે તારી ઉપેક્ષા કરે છે..."એ વ્યક્તિ એ બિરવા ની સામે જોઈ કહ્યું.

"હા હા હા..હું અર્જુન ને પ્રેમ કરું છું...પણ એનો મતલબ એવો તો નથી કે એ મને પ્રેમ કરે..."હું અર્જુન ને આ જગ્યા વિશે ની જાણ કરવા જાઉં છું.

હા.હા.. હા....એક જોરદાર અટ્ટહાસ્ય થી આખો હોલ ધ્રુજી ગયો....એ વ્યક્તિ થોડી વાર આમ જ હસતો રહ્યો અને પછી બોલ્યો..."બિરવા...તને ખબર ખબર છે તું ક્યાં છે અને હું કોણ છું???હું છું ડેવિલ અને આ છે મારું ડેવિલ હાઉસ...આજ સુધી અહીં લોકો પોતાની મરજી થી કોઈવાર આવી તો જાય છે પણ અહીં થી જાય છે તો ફક્ત મારી મરજી થી... હું છું ડેવિલ.."

પોતાની સામે ઉભેલો વ્યક્તિ ડેવિલ જ છે એ સાંભળી બિરવા ના તો જાણે મોતિયા જ મરી ગયા...ડર ના લીધે એના પગલાં ધીરે ધીરે પાછળ પડવા લાગ્યા..બિરવા ધીરે ધીરે પાછળ કેમિકલ ની બોટલ રાખેલા ટેબલ ની બિલકુલ નજીક પહોંચી ગઈ..અચાનક બિરવા નું પગલું અવળું પડ્યું અને એ કેમિકલ ભરેલી બરણી જોડે અથડાઈ..બરણી નીચે પડી અને એના અંદર નું કેમિકલ બિરવા ઉપર પડવાનું જ હતું પણ ડેવિલે એને પકડીને ખેંચી લીધી.

બિરવા એ જોયું તો એ કેમિકલ જમીન પર પડ્યું અને એમાંથી પરપોટા બનવા લાગ્યા અને તીવ્ર વાસ સાથે ઉષ્મા ભરી વરાળ હવા માં ઉડવા લાગી...!! "Thanks"આભારવશ બિરવા ના મુખે થી શબ્દો સરી પડ્યા.ત્યારબાદ બિરવા ડેવિલ થી દુર ખસી સને ડેવિલ હવે શું બોલશે એ સાંભળવા ની રાહ જોઈ ઉભી રહી.

"જો બિરવા હું તને રોકીશ નહીં.. તારે અર્જુન ને જઈને કહેવું છે મારા વિશે તો તને છુટ છે તું જઈ શકે છે..પણ એવું કરવા થી તારો ફાયદો શું.. જો તું મારી વાત માનીશ તો તારો પણ ફાયદો છે અને મારો પણ..."ડેવિલે બિરવા ના ખભે હાથ મુકીને કહ્યું.

"મારો ફાયદો..શું વાત છે એવી કે જેના થી તમારે અને મારે બંને ને ફાયદો થાય..?"બિરવા એ ડેવિલ ની સામે જોઈ થોડા ડર તો થોડા આશ્ચર્ય ના ભાવ સાથે પૂછ્યું.

"જો ડિયર તારા અને અર્જુન વચ્ચે કોઈ અડચણ રૂપ બની રહ્યું છે તો એ છે એની પત્ની પીનલ અને મારા માટે મારો દુશ્મન છે અર્જુન...આમ તો હું અર્જુન ને જ મારી ને મારો બદલો લેવાનો હતો..પણ હવે મારો વિચાર બદલાઈ ગયો છે.."ડેવિલે બિરવા ને ખુરશી માં બેસાડતાં કહ્યું.

"તમારે અર્જુન જોડે શું દુશમની છે?અને તમારો વિચાર શું છે..પ્લીઝ તમે જે કહેશો એમ કરીશ પણ અર્જુન ને કંઈ ના કરતાં.."બિરવા એ કરગરતાં કહ્યું.

"નો..નો..નો...ડિયર...અર્જુન ને હું કંઈ નથી કરવાનો પણ એ માટે તારે મારુ એક કામ કરવું પડશે...કરીશ ને ?ગરદન ને સહેજ ત્રાંસી કરી ભયાનક ભાવ સાથે ડેવિલે પૂછ્યું.

"તમે કહેશો એમ કરવા તૈયાર છું..પણ મારા અર્જુન ને કંઈપણ ના થવું જોઈએ"ડેવિલ સામે હાથ જોડી બિરવા એ કહ્યું.

"બિરવા તને ખબર છે મારી પત્ની ના અવસાન પછી મારી જીવવાની આશા અને ઉમ્મીદ એક જ હતી..મારો દીકરો કિશન..મેં એને ખુબ લાડ કોડ થી ઉછેરી મોટો કર્યો..એની દરેક જીદ પુરી કરી..એની ખુશીઓ માટે મારી જાત ને ઘસી નાંખી પણ ..અર્જુન ના લીધે મારો એક નો એક દીકરો મને મૂકીને હરહંમેશ માટે ચાલ્યો ગયો..."આટલું બોલતાં બોલતાં ડેવિલ ની આંખ માં થી બોર જેવડા આંસુ ઉભરાઈ આવ્યા.

બિરવા એ ઉભા થઈને ત્યાં ત્રિપાઈ પર પડેલા જગ માંથી ડેવિલ ને પાણી પાયું..અને ધીમા અવાજે કહ્યું.."હું તમારું દુઃખ સમજુ છું..અર્જુન વતી હું માફી માંગુ છું પણ તમે અર્જુન ને કંઈ ના કરતા"

થોડો સમય શાંત રહ્યા બાદ ડેવિલે કહ્યું.."જો બિરવા હું અર્જુન ને મૃત્યુ આપી એને આસાની થી મુક્તિ આપવા નથી માંગતો.. પણ જેમ હું મારા પુત્ર ના વિયોગ માં તડપ્યો છું એમ એને પણ ખબર પડવી જોઈએ કોઈ અંગત ને ખોવા નું દુઃખ શું હોય છે.."ડેવિલ ના ચહેરા પર અત્યારે ક્રોધ ના ભાવ સ્પષ્ટ દેખાતા હતા.

બિરવા ડેવિલ ના કહેવાનો અર્થ થોડો થોડો સમજી ગઈ હતી..એટલે અચકાતા અચકાતા એને ડેવિલ ની સામે જોઈ પૂછ્યું..",એનો મતલબ તમે પીનલ ને મારવા માંગો છો...અને એમાં તમારે મારી મદદ જોઈએ...હું એવી કોઈ મદદ કરવાની નથી.."

"બિરવા નાસમજ ના બનીશ..હું પણ જાણું છું તું મનોમન અર્જુન ને જેટલો પ્રેમ કરે છે એટલી જ પીનલ ને નફરત..હું અર્જુન ને કંઈ કરું એ તને નહી પોસાય..એના કરતાં એક કાંકરે બે પક્ષી મારવાનો ચાન્સ તને હું આપી રહ્યો છું..પીનલ ને મારા જોડે લેતી આવ હું એના શરીર માં શૈતાની શક્તિ નો પ્રવેશ કરાવીશ અને એવું ગતકડું કરીશ કે અર્જુન ને પોતાના હાથે જ પીનલ ને મારી નાંખવી પડે..અર્જુન ફરજ ના લીધે પીનલ ને મારી નાખશે પણ અંદર થી એ બિલકુલ ભાંગી જશે..એના અંતર માં વેદના ની શૂળ ભોંકાશે.. મારો બદલો ત્યાં પૂરો થઈ જશે..પછી એના દુઃખ ના સમય માં તું એનો સથવારો બનજે એના એના હૃદય માં તારા પ્રત્યે ના પ્રેમ ના બીજ અંકુરીત કરજે...બોલ શું વિચાર છે તારો?"ડેવિલે એક એક વાક્ય બિરવા ને શાંતિ થી સંભળાવતા કહ્યું.

"પણ આમાં હું કઈ રીતે મદદ કરી શકું?"ડેવિલ ની વાત સાંભળી થોડો સમય શાંત મુદ્રા માં બેસેલી બિરવા એ કહ્યું.

"એનો મતલબ કે તું મારા કહ્યા મુજબ કરવા તૈયાર છે...?"ડેવિલે એક લુચ્ચાઈ ભરી મુસ્કાન સાથે બિરવા સામે જોઈ કહ્યું.

"હા હું અર્જુન ની સલામતી માટે અને એને મેળવવા માટે કંઈપણ કરવા તૈયાર છું..હું કોઈપણ હદ સુધી જઈ શકું છું અર્જુન ને પ્રાપ્ત કરવા માટે.."બિરવા નું મગજ અત્યારે ડેવિલ ની વાતો માં આવી ગયું હોય એમ એ બોલી.

"શાબાશ બિરવા હવે સમજ અર્જુન ફક્ત તારો જ છે..એ માટે તારે કોઈપણ રીતે પીનલ ને મારા સુધી લાવવી પડશે..અને મને વિશ્વાસ છે તું એ કામ બખુબી નિભાવીશ.."ડેવિલે બિરવા સામે જોઇને કહ્યું.

"હા એતો થઈ જશે આમ પણ મારે અને અર્જુન વચ્ચે મતભેદ છે એ વાત થી પીનલ અજાણ છે એટલે અમારા વચ્ચે ના સંબંધો પૂર્વવત છે માટે આ કામ હું આસાની થી કરી લઈશ..પણ અર્જુન ને કંઈ ના થવું જોઈએ.."બિરવા એ કહ્યું.

"વિશ્વાસ રાખ અર્જુન નો વાળ પણ વાંકો નહીં થાય..આ ડેવિલ ની પ્રોમિસ છે..." ડેવિલે કહ્યું.

"સારું તો હું રજા લઉં... આગળ આ પ્લાન ને ક્યારે અંજમ આપીશ એ હું તમને જાણ કરી દઈશ.."બિરવા એ ખુરશી માંથી ઉભા થતાં કહ્યું.

"તું મને જાણ કઈ રીતે કરીશ...અહીં આવવું તારા માટે હિતાવહ નથી..એક કામ કર મારો મોબાઈલ નમ્બર આપું.. મને કોલ કરીને તું કયારે પીનલ ને અહીં લઈને આવીશ એ જણાવી શકે છે..ઇવિલ બ્લેસ યુ.."ડેવિલે બિરવા ને પોતાનો મોબાઈલ નમ્બર આપી કહ્યું.

બિરવા ડેવિલ નો નમ્બર સેવ કરી..જલ્દી મળવાનું વચન આપી ત્યાંથી નીકળી ગઈ..અત્યારે એ સંપૂર્ણ રીતે ડેવિલ નામ વાળા એ વ્યક્તિ ના જાદુઈ વશ માં હતી...એના મગજ માં અર્જુન ને મેળવી લેવાનું ભુત સવાર થઈ ગયું હતું..ડેવિલ ના બંગલા માંથી નીકળી એને પોતાની એક્ટિવા ચાલુ કરી અને નીકળી ગઈ પોતાના ઘરે જવા માટે.

***

બિરવા ના ગયા પછી ડેવિલ ખુરશી માં બેઠો અને ટેબલ નું ડ્રોવર ખોલી એક યુવક નો ફોટો કાઢ્યો અને એના પર હાથ ફેરવી ને થોડો સમય એ ફોટા સામે જોઈ રહ્યો..સુંદર સોહામણા લાગતાં એ યુવક ને જોઈ ડેવિલ ની આંખો માં આંસુ ઉભરાઈ આવ્યા...એ યુવક જોડે વાત કરતો હોય એમ એ બોલ્યો..

"બેટા કિશન તારી મોત નો બદલો હવે ટૂંક સમય માં લેવાઈ જશે..જેના લીધે તારું મૃત્યુ થયું છે એને હું એવી સજા આપીશ કે એ આખી જીંદગી એની ઠેસ એના હૃદય ને વાગતી રહેશે..અર્જુન ની સાથે બદલો પણ લઈ લઈશ અને આ દુનિયા માં મારા નામનો ડંકો પણ વાગી જશે.. મારે જે નામ રુતબા અને ઈજ્જત ની આજીવન ઝંખના રહી છે એ પણ મને પ્રાપ્ત જરૂર થઈ જશે.."

***

આ તરફ અત્યારે રાધાનગર માં ફેલાયેલી શાંતી ના લીધે અર્જુન ને ઘણી નિરાંત હતી..કોઈપણ નું આકસ્મિક અવસાન થતું અને જો એની લાશ ને દફન કરવામાં આવતી તો પોલીસ ની એક ટીમ એની ફરતે બે દિવસ ચોકી પહેરો ભરતી જેના લીધે ડેવિલ ને કોઈ નવો શૈતાન સર્જવા માટે ડેડબોડી ના મળી રહે.

મહિના જેટલો સમય વીતી ગયો છતાં ક્યાંક કોઈપણ પ્રકાર ની ઘટના ઘટિત થઈ નહોતી..પીનલ ને પણ પાંચમો મહિનો પૂર્ણ થવા આવ્યો હતો એટલે અર્જુન પીનલ ની પૂરતી કાળજી રાખતો..આવનારા નવા મહેમાન માટે એને પૂર્વ તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી.બિરવા એને મળતી નહોતી કે કોલ પણ કરતી નહોતી જેના લીધે બિરવા બધું ભુલી ગઈ હશે એવું અર્જુન ને લાગતું હતું.

આમ ને આમ સમય તો પસાર થઈ રહ્યો હતો પણ અર્જુન ને ખબર હતી કે આ શાંતિ આવનારા વાવાઝોડાં ની દસ્તક છે..કોઈ મોટું તોફાન જરૂર આવશે કેમકે હજુ ડેવિલ સુધી એ પહોંચી શક્યો નહોતો.

અચાનક એક દિવસ સાંજ ના સમયે અજાણ્યા નમ્બર પર થી આવેલા કોલ આવ્યો.એમાં એક ભારે અવાજ માં બોલેલા શબ્દો અર્જુન ને સંભળાયા. "લોકો ની જાન બચાવવાની ફિકર માં તારી જાન ની ફિકર કરવાની તું ભુલી જ ગયો."

***

To be continued......

શું બિરવા પીનલ ને ડેવિલ સુધી પહોંચાડશે? અર્જુન પર આવેલો કોલ ડેવિલ નો જ હતો કે કોઈ બીજાનો? અર્જુન અને ડેવિલ ના પુત્ર કિશન ની મૃત્યુ વચ્ચે શું સંબંધ? શું અર્જુન પીનલ પર આવનારી મુસીબત ને રોકી શકશે? ડેવિલ આખરે છે કોણ? અર્જુન ડેવિલ નો મુકાબલો કઈ રીતે કરશે? આવા ઘણા જ સવાલો ના જવાબ માટે વાંચતા રહો..ડેવિલ એક શૈતાન...નવો ભાગ આવતા સપ્તાહે.

અંત તરફ આગળ વધી રહેલી આ નોવેલ ને આટલો બધો પ્રેમ આપવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર..આ નોવેલ પછી આપ સૌ માટે લાવી રહ્યો છું એક મેચ્યોર લવ સ્ટોરી "મેરે રસ્કે કવર"..આ નોવેલ અંગે આપના અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર જણાવી શકો છો..

ઓથર :- જતીન. આર.પટેલ