Technologino vidhyarthi jivanma upyog - 4 books and stories free download online pdf in Gujarati

ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - 4

વિદ્યાર્થી જીવનમાં ઉપયોગી સોફ્ટવેરો

માઈક્રોસોફ્ટ ઓફીસ

માઈક્રોસોફ્ટ ઓફીસ એ બનાવેલ વિવધ સોફ્ટવેરોનો સમૂહ છે. આ સોફ્ટવેરોના સમૂહમાંથી વિદ્યાર્થીને ઉપયોગી મુખ્ય ત્રણ સોફ્ટવેરો છે: વર્ડ, એક્સેલ અને પાવરપોઈન્ટ. આ ત્રણ સોફ્ટવેર વિદ્યાર્થીને અલગ અલગ કામોમાં ઉપયોગી થઇ શકે છે. વર્ડ એ એક ડોક્યુમેન્ટ બનાવવા માટેનું સોફ્ટવેર છે જેમાં અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટને લગતા કામો કરી શકાય છે. ડોક્યુમેન્ટ બનાવવાથી લઈને તેમાં સુધારાવધારા કરી, તેને અલગ અલગ સાઈઝના કાગળમાં પ્રિન્ટ પણ કરી શકાય છે. આ ઉપરાંત ડોક્યુંમેન્ટમાં ફોટાઓ ઉમેરવા, ડોક્યુમેન્ટને ઈ-મેઈલ પણ કરી શકાય છે તેમજ અલગ અલગ પ્રકારના ફોર્મ પણ બનાવી શકાય છે. એક્સેલ એ એક સ્પ્રેડશીટ પ્રકારનું સોફ્ટવેર છે જેમાં, ડેટાને લગતા વિવિધ કામો જેવા કે, ડેટા એનાલિસિસ, તેમાં સુધારાવધારા કરવા તેમજ તેને પોતાની જરૂરિયાત મુજબ અલગ તારવી શકાય છે. આ ઉપરાંત એક્સેલમાં ડેટા એન્ટ્રી કરવી સહેલી હોય છે કારણ કે તેમાં કોલમ અને રો આપેલી હોય છે જેથી ટેબલ (કોષ્ટક) બનવવાનો સમય બચાવી શકાય છે. એક્સેલ મોટાભાગે વિદ્યાર્થીઓને પોતાના ખર્ચની નોંધ માટે, ટાઇમ-ટેબલ બનાવવા માટે ઉપયોગી છે. પાવરપોઈન્ટ એ એક પ્રકારનો પ્રેઝેનટેશન માટેનો સોફ્ટવેર છે, જેનો ઉપયોગ વિદ્યાર્થી પોતાના વિવિધ પ્રોજેક્ટની માહિતી આપવા માટે કરી શકે છે. આ પ્રેઝેનટેશન સોફ્ટવેરમાં વિવિધ પ્રકારના એનીમેશન આપી શકાય છે જે માહિતીને વધુ રસપ્રદ રીતે રજુ કરે છે. આ ત્રણેય સોફટવેરની ખૂબીઓની વાત કરવામાં આવે તો આખું પુસ્તક લખી શકાય તેમ છે.

વેબ બ્રાઉઝરો

વેબ બ્રાઉઝર એ એક સોફ્ટવેર છે કે જે તમને વિવિધ વેબસાઈટોનું સર્ફિંગ કરવા અને વિવિધ ડેટાને ડાઉનલોડ કરવા માટેની સવલત આપે છે. હાલમાં ઘણા વેબ બ્રાઉઝરો ઉપલબ્ધ તમાંથી સૌથી વધુ ગુગલ ક્રોમ અને મોઝીલા ફાયરફોક્સ વધુ વપરાય છે. મારા મત મુજબ ગુગલ ક્રોમ બ્રાઉઝર વાપરવું જોઈએ કારણ કે તે ઉપયોગમાં સરળ છે તેમજ ઝડપી પણ છે. આ ઉપરાંત સૌથી વધુ વપરાતું હોઈ તેમાં ડેવલોપરો વિવધ એક્સટેન્શન વધુ બનાવતા હોવાથી તમને વધારે વિકલ્પો મળે છે. આ ઉપરાંત તમે સેવ કરેલા પાસવર્ડો, તમારી સર્ચ કરેલી બાબતો વગેરેનો ડેટા તમારા ગુગલ એકાઉન્ટ સાથે સતત ઉપલોડ થતો રહે છે જેથી તેનો ઉપયોગ તમે તમારા સ્માર્ટફોન પર કરી શકો છો અને તમારે વારંવાર તમારું યુઝર નેમ/ઈ-મેઈલ, પાસવર્ડ વગેરે ટાઇપ કરવાની જરૂર રહેતી નથી.

ગુગલ ડ્રાઈવ

ઘણી કંપનીઓ કલાઉડ સ્ટોરેજ માટેની સગવડ આપે છે, જેમાં ગુગલ અને માઈક્રોસોફ્ટ મુખ્ય છે. ગુગલ ડ્રાઈવ એટલા માટે સૂચવું છું કે મોટાભાગના વિદ્યાર્થીઓ એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરતા હોય છે અને ગુગલની બધી જ સેવાઓની એપ્સ મુખ્ય બે સ્માર્ટફોન ઓપરેટીંગ સીસ્ટમ એન્ડ્રોઇડ અને આઇઓએસ પર ઉપલ્બધ હોય છે. જેથી વિદ્યાર્થી પોતાના કલાઉડ સ્ટોરેજમાં સેવ કરેલો ડેટા સરળતાથી મેળવી શકે. હવે તમને થશે કે ગુગલ ડ્રાઈવ જ શા માટે? માઈક્રોસોફ્ટની વન ડ્રાઈવ કેમ નહિ? ગુગલ ડ્રાઈવ એટલા માટે કે તેમાં સ્ટોરેજ માઈક્રોસોફ્ટની વન ડ્રાઈવ કરતાં વધુ મળે છે (ગુગલ ડ્રાઈવમાં ૧૫જીબી સ્ટોરેજ મળે છે જયારે માઈક્રોસોફ્ટ વન ડ્રાઈવમાં ૫ જીબી સ્ટોરેજ મળે છે). આ ઉપરાંત હાલમાં મોટાભાગે વિદ્યાર્થીઓ ગુગલની મોટાભાગની સેવાઓનો ઉપયોગ કરવા માટે ગુગલ એકાઉન્ટ બનાવેલું જ હોય છે, જયારે માઈક્રોસોફ્ટ વન ડ્રાઈવનો ઉપયોગ કરવા માટે વધુ એક એકાઉન્ટ બનાવવું પડે. માઈક્રોસોફ્ટ વન ડ્રાઈવનો ઉપયોગ એક વધારાના વિકલ્પ તરીકે કરી શકાય.

એવરનોટ

એવરનોટ એ એક નોટ ટેકિંગ સોફ્ટવેર છે. જેના ઉપયોગ દ્વારા તમે અલગ અલગ નોટ્સ બનાવી શકો છો. આ નોટ ટેકિંગ સોફ્ટવેર ફોટો પણ એડ કરવાની સગવડ આપે છે અને તેનો ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને રીતે ઉપયોગ કરી શકાય છે. એવરનોટનો ઉપયોગ કરવા માટે તમારે તેમાં એકાઉન્ટ બનાવવું પડશે. જયારે ઈન્ટરનેટ કનેકટીવીટી મળે છે ત્યારે ઓફલાઈન નોટ્સ તમારા એવરનોટના કલાઉડ સ્ટોરેજમાં સેવ થઇ જતી હોય છે. એવરનોટ એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને ઓપરેટીંગ સીસ્ટમ પર ઉપલબ્ધ છે એટલે તે નોટ્સનો ઉપયોગ ગમે ત્યારે ગમે ત્યાં કરી શકાય છે. આ ઉપરાંત સેવ કરેલી અને કલાઉડમાં સ્ટોર થયેલી નોટ્સને સાથી વિદ્યાર્થીઓ જોડે શેર પણ કરી શકાય છે અને તેઓ તેમના સૂચનો પણ મંગાવી શકાય છે. આ ઉપરાંત એવરનોટ ગ્રુપ પ્રોજેક્ટ જેવી સુવિધાઓ પણ આપે છે જેમાં વિદ્યાર્થીઓ ગ્રુપ બનાવીને સાથે કામ કરી શકે છે. આ ઉપરાંત કોઈ વેબસાઈટ પર સર્ફિંગ કરતી વખતે જો કોઈ મહત્તવની બાબત નોટ કરવા માટે એવરનોટ દ્વારા એવરનોટ વેબ ક્લીપર નામનું એક્સટેન્શન બનાવવામાં આવેલ છે જે વેબ પેજના કોઈ ભાગને કલીપ કરીને એવરનોટમાં સ્ટોર કરે છે.

ટુડુઈસ્ટ (Todoist)

ટુડુઇસ્ટ એક વિવિધ કામોને અલગ અલગ ઓપરેટીંગ સીસ્ટમ પર જોડતું સોફ્ટવેર/એપ છે. જે મોબાઇલ અને કમ્પ્યુટર બંને પર ઉપલબ્ધ છે. ટુડુઇસ્ટનો ઉપયોગ કરવા માટે તેમાં એકાઉન્ટ બનાવવું પડે છે. એકાઉન્ટ બનાવ્યા બાદ તેનો ઉપયોગ કરવો સહેલો છે. તેમાં તમે તમારા દિવસ દરમિયાન કામ કરવાનું લીસ્ટ, સમય સાથે સેવ કરી લો. હવે આ એપ/સોફ્ટવેર તમને ઈ-મેઈલ, મોબાઇલ પર નોટીફીકેશન દ્વારા તમારા કામની અગાઉથી સેટિંગ કર્યા મુજબ જાણકારી આપે છે. તેમાં સેવ કરેલ કામોનું લીસ્ટ સમયસર પૂરું કરવામાં આવે તો તમને પોઈન્ટ્સ આપવામાં આવે છે અને જો તે પૂર્ણ ના થાય તો તેના પોઈન્ટ્સ બાદ કરવામાં આવે છે. જેથી તમને કામ કરવા માટે પ્રોત્સાહન મળે.

અડોબી એક્રોબેટ રીડર

અડોબી એક્રોબેટ રીડર એ એક પીડીએફ રીડર સોફ્ટવેર છે. જેનો એક રીડર તરીકે ફ્રીમાં ઉપયોગ કરી શકાય છે, પરંતુ પીડીએફમાં સુધારાવધારા કરવા માટે તમારે પૈસાની ચુકવણી કરવી પડે છે. પરંતુ એક પીડીએફ રીડર તરીકે આ સોફ્ટવેર તેના જેવા બીજા સોફ્ટવેરની સરખામણીમાં ખુબ જ સરળ અને ઝડપી છે. અડોબી એક્રોબેટ રીડરના વિકલ્પ તરીકે ફોકસિટ પીડીએફ રીડર વાપરી શકાય.

એન્ટીવાઇરસ સોફ્ટવેર

હાલમાં ઘણી આઈટી કંપનીઓએ જેવી કે ક્વિકહિલ, કેસ્પરસ્કાઈ, ઝોનલ એલાર્મ, વર્ડવીઝ, કે૭, ઇસેટ વગેરે પોતાના એન્ટીવાઈરસ સોફ્ટવેર બનાવે છે. એન્ટીવાઇરસ સોફ્ટવેર પહેલા ૩૦ મહિનાની ટ્રાયલ તરીકે મળે છે અને ત્યારબાદ ફરજીયાત પણે તેના લાઈસન્સની ખરીદી કરવી પડે છે જેની કિંમત રૂ. ૫૦૦થી લઈને રૂ.૨૦૦૦ સુધીની હોઈ છે. તમારી જરૂરિયાત મુજબ એન્ટીવાઇરસ સોફટવેરની ખરીદી કરવી જોઈએ.

ગુગલ ઈન્ડીક ઈનપુટ કીબોર્ડ

ગુગલ ઈન્ડીક કીબોર્ડ એ એક પ્રકારનું કીબોર્ડ જ છે. જેનો ઉપયોગ કરીને તમે ભારતની વિવિધ ભાષાઓમાં કમ્પ્યુટરમાં ટાઈપીંગ લારી શકો છો. દા.ત. ગુજરાતીમાં “ઘર” ટાઇપ કરવા માટે તમે જે સોફ્ટવેરમાં ટાઇપ કરવા માંગતા હો એ સોફ્ટવેર ઓપન કરો, ત્યારબાદ ટાસ્કબાર પર દેખાતા “EN” પર ક્લિક કરો અને ગુજરાતી સિલેક્ટ કરો, હવે સોફ્ટવેરમાં “Ghar” ટાઇપ કરો એટલે ગુજરાતીમાં “ઘર” ટાઇપ થશે.

માઈક્રોસોફ્ટ ઓફીસ ૩૬૫

હવે તમને થતું હશે કે સૌથી પહેલા જ મેં માઈક્રોસોફ્ટ ઓફિસની વાત કરી અને હવે ફરી પાછી મેં એજ માઈક્રોસોફ્ટ ઓફિસની વાત કરી ખાલી પાછળ ૩૬૫ નવું લગાવી આપ્યું, પરંતુ તમે જે વિચારો છો એ સંપૂર્ણ ખોટું તો નથી એમ સંપૂર્ણ સાચું પણ નથી. તમને થતું હશે કે આ કઈ નવી ઓફીસ છે? આ ઓફીસ વિશે આપણને કોઈ જાણકારી નથી તેમાં આપના કોઈનો વાંક નથી, આ આપણી શિક્ષણ પ્રણાલીના લીધે છે. તમને થતું હશે શિક્ષણ પ્રણાલીના લીધે!, તો હા તમારામાંથી કેટલા લોકોએ પોતાના વિદ્યાર્થી જીવનમાં અથવા હાલમાં વિદ્યાર્થી છે એમણે ઓફીસ ઓનલાઇન વિશે સાંભળ્યું છે? આ એવી ઓફીસ છે કે જેને કમ્પ્યુટર પર ઓફલાઈન ઇન્સ્ટોલ કરી ઉપયોગ લઇ શકાય છે. જો તમારી પાસે તમારી યુનીવર્સીટી/કોલેજનું એજ્યુકેશન ઈ-મેઈલ એકાઉન્ટ હોય તો આ ઓફિસને ફ્રી ઉપયોગ કરી શકાય છે. જયારે કોઈ મહત્વના ડોક્યુમેન્ટની જરૂર પડે ત્યારે તને ઈન્ટરનેટના ઉપયોગથી મેળવી શકાય છે. આ ઓફિસમાં વિદ્યાર્થીને જરૂરી તમામ ઉપયોગી સોફ્ટવેર ફ્રીમાં ઉપયોગ કરી શકે છે અને કલાઉડ સ્ટોરેજ પણ મળે છે, જેમાં તે આ ડોક્યુમેન્ટને સેવ કરી શકાય છે.

તમારા સજેશન, રીવ્યુ મને zankrut20@gmail.com પર ઈમેઈલ કરી શકો છો. આ ઉપરાંત તમારે વધુ જાણવું હોઈ (કદાચ ભુલાઈ ગયું હોઈ) તો મને તમે ઉપરના ઈ-મેઈલ એડ્રેસ પર ઈ-મેઈલ મોકલી શકો છો. તમારો ઈ-મેઈલ યોગ્ય હશે તો જવાબ ચોક્કસપણે મળશે.