Zindagi Unmuted books and stories free download online pdf in Gujarati

ઝિંદગી Unmuted - મિસ મૌલી

વાર્તા : 6


ઓહ તમે પેલા પ્રખ્યાત અભિનેત્રી મિસ મૌલી છો ને? ના ના મને ખબર જ છે પણ હું કોઈ સપનું નથી જોઈ રહ્યો ને એટલે ખાતરી કરવા પૂછ્યું.
અહીં આ નિર્જન રસ્તા પર એકલા, શું થયું ગાડી બગડી છે કે? પ્રશંતે વિનમ્ર ભાવે પૂછ્યું.

નહીં કશું જ નથી થયું. આ શહેરમાં એકલા બહાર ફરવા પર પ્રતિબંધ છે? હું બસ અહીં એકાંતમાં ફરવા આવી છું, તમને ઓટોગ્રાફ કે સેલ્ફી પડાવી હોય તો લઇ લો અને મને એકલા છોડી દો. મૌલિએ ચેહરા પર કોઈપણ હાવ ભાવ આપ્યા વગર પ્રશાંતને કહ્યું.

અરે ના ના મિસ મૌલી મને એ બધા ગતકડામાં રસ નથી, તમારું અભિનય બહું ગમે છે એટલે થયું તમને અભિનંદન આપતો જાઉં. અને પછી તમે તો ખૂબ જ પ્રખ્યાત વ્યક્તિ એટલે અહીં એકલા તમે સુરક્ષિત નથી એવું પણ મને લાગે છે. એટલે બસ હું સહેજ વાર રોકાયો. તમને વાંધો હોય તો જતો રહીશ. પ્રશાંત ફરી  વિનમ્ર આવાજે બોલ્યો.

તમે સારા માણસ લાગો છો, બાકી એક હીરોઇનને રસ્તે એકલા જોઇ લોકો પોતાનું ભાન ભૂલી બેસતાં હોય છે. મૌલિએ પણ પ્રશાંતની સાફ નિયત અને સરળતા કદાચ ઓળખી લીધી હશે.

મિસ મૌલી...એક વાત કહું...એક મિનિટ...પ્રશાંતની વાત અટકાવી મૌલી બોલી..આ મિસ મૌલી નહીં બસ મૌલી કહો, મને ગમશે.

હાં તો મૌલી તમારું છેલ્લું મુવી આમ તો સાઉથની ફિલ્મનું સારું અનુકરણ હતું પણ હું પ્રામાણિકતાથી કહું તો મને નહોતું ગમ્યું. એ પાત્ર જે એક બગડેલી પૈસાદાર બાપની દીકરીનો હતો એ તમને જરીકે સૂટ નહોતો થતો. તમે જેવા છો એવા રોલ તમે કરો, સાદગી વાળા. પ્રશાંત એક સારા પ્રશંસક તરીકે સલાહ આપી.

હા સાચું, મને પણ એ ફિલ્મ નહોતી કરવી પણ મારા બોયફ્રેન્ડ અને આ ફિલ્મના હીરોને આ ફિલ્મ મહા મહેનતે અને પ્રોડ્યૂસરની ઓફિસના ધક્કા ખાધા પછી મળી અને પ્રોડયુસરે એટલે જ આપી જો હું એ ફિલ્મમાં કામ કરું તો. બસ એટલે જ મેં આ ફિલ્મ સ્વીકારી. પણ પરિણામ સારા નથી, લોકોએ બહુ ટીકા કરી છે. મૌલી મોડું નીચું કરીને બોલી.

અરે કૈં નહીં.તમે ફરી બીજી ફિલ્મમાં ચમકી જશો, મને ખાતરી છે લોકો ભૂલી જશે. પ્રશાંતે આશ્વાસન આપ્યું.

ભૂલી જશે, ખરેખર? મને નથી લાગતું. આજે છાપામાં નથી જોયું? એક છાપા વાળાએ તો હદ વટાવી દીધી, લખ્યું છે મૌલિએ ઇન્ડસ્ટ્રી છોડી દેવી જોઈએ, એની કારકિર્દી પુરી થઇ બસ. એને લગ્ન કરી ઘર સંસાર વસાવી લેવું જઈએ. મૌલી ગુસ્સે થતાં બોલી.

તમે એમને ભૂલી જાઓ, માફ કરી દો એમને.. પ્રશંતે ફરી એમને શાંત કરતાં કહ્યું.

માફ, આજે બે ફિલ્મમાંથી કાઢી મૂક્યાં મને, મેં તો એડવાન્સ પૈસા પણ લઈ લીધા હતા. હવે એ પાછા આપવા મારી પાસે કશુંજ નથી, થોડાક પૈસા હતા એ તો મારો દારૂડિયો બોયફ્રેન્ડ લઈ ગયો. ખબર નહીં શું થશે...મૌલી ખુબજ ચિંતા અને માનસિક તકલીફમાં હતી.

પ્રશાંતને હવે સમઝાયું કે કેમ મૌલી આ નિર્જન રસ્તા પર એકલી ઉભી છે, કદાચ એને રડવા માટે કોકના ખભાની જરૂર હતી અને જોગાનુજોગ પ્રશાંત ત્યાં હાજર થયો.

અરે મૌલી આ વિડ્યો જો ને, કેવી સુંદર લાગે છે તું, જો ને આ ફોટો એકદમ જોરદાર રાણીના રોલમાં. અને આ સિક્રેટ એજેન્ટ. તું તો વરસેટાઈલ એકટર હતી હોં બાકી. મૌલી જવાબ નથી આપતી.

અને પેલી રાત, યાદ છે ને, કેટલું રડી તું. પણ સારું થયું. આપણે જોડે એક ફિલ્મ બનાવી, મને બહુ અનુભવ નહોતો પણ તેં જ હિંમત આપી. કેવી સુપર હિટ ફિલ્મ બની હોં. પછી પેલો રિપોર્ટર આવ્યો હતો તારો ઇન્ટરવ્યૂ લેવા અને તેં કેવા એને ભગાડી દીધા. હો ...હો હો.. બસ પછી તો આપણી જોડી...તું સાંભળે છે ને મૌલી? 

અરે મૌલી પેલો તારો બોયફ્રેન્ડ મળ્યો હતો, રેસ્ટોરન્ટમાં વેટરની નોકરી કરે છે હવે, લગ્ન પણ નહીં કર્યા, ક્યાંથી થાય દારૂડિયના લગ્ન. મેં કીધું હું મૌલીનો હસબન્ડ તો મને કહે એક કામ કરોને 1000 ઉધાર આપોને. બોલ હજી નથી સુધર્યો એ માણસ.

ઓ મિસ મૌલી, બસ એક્ટિંગ બંધ, નહીં તો તારી કોઈ ફિલ્મ પ્રોડ્યુસ નહીં કરું કઈ દઉં છું તને.

પ્રશાંતભાઈ, મૌલી હવે નહીં બોલે, એ લાઇફનો છેલ્લો સીન કરીને જતી રહી છે. ડોકટરે મૌલિના ચહેરા પર ચાદર ઓળતા કહ્યું. પ્રશાંતભાઈ... પ્રશાંતભાઈ ...ઉઠો પ્રશાંતભાઈ...
........




વાર્તા : 7


"જો અતુલ, આ બેબી..બેબી કરીને મને નહીં બોલાવવાનું, હું તારી ગર્લફ્રેન્ડ નથી, આપણે બસ એક ઑફિસમાં જોડે કામ કરીએ છીએ,  અને મારા એંગેજમેન્ટ પણ થઈ ગયાં છે.." અનિતાએ અતુલને સ્પષ્ટ સંભળાવી દીધું.

"યાર અનુ, તું ગુસ્સે ના થઈશ. ખબર છે તારા એંગેજમેન્ટ થયા છે અઠવાડિયા પહેલાં. પણ આપણે તો દોઢ વરસથી અહીં સાથે કામ કરીએ છીએ, આપણે ફ્રેન્ડ્સ તો છીએ ને.." અતુલ અનિતાને શાંત પાડતાં બોલ્યો.

"એંગેજમેન્ટ પહેલાં ફ્રેન્ડશીપ ઠીક છે, પણ હવે નહીં. મારા ફિયાન્સને ખબર પડી જશે તો મારું આવી બનશે..." અનિતા ગભરાતા બોલી.

"કેમ એની કોઈ ફ્રેન્ડ... આઈ મીન ગર્લફ્રેન્ડ નથી? અને હોય તો એ લોકો છૂટા પડ્યા કે નહીં એ તને ખબર છે? કે પછી એનો ભાવ પૂછવાવાળી કોઈ મળી જ નથી?" અતુલનાં આવાજમાં કોઈકને ઉતારી પાડવાનો ભાવ હતો.

"અતુલ, હવે તું હદ વટાવી રહ્યો છે. અજય એક સી.એ. છે, ખૂબ જ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે અને સેવન ફિગર સેલરી મેળવે છે. એને લફરાં કરવાનો ટાઈમ નહીં જ મળતો હોય. પણ તારે શું? મારા એંગેજમેન્ટ થી તને બહુ લાગી આવ્યું લાગે છે...." અનિતા બોલી.

"અનુ, મેં કોઈ લફરાં કર્યા નથી ઓકે...' લાંબો શ્વાસ લઈને અતુલ હવે અનિતાનો હાથ પકડે છે, એની આંખોમાં આંખ મિલાવીને હળવેથી બોલે છે...
"અનુ, આઈ લવ યુ બેબી, હું જિંદગીની દરેક ખુશી તને આપીશ, શું તું મારી જોડે લગ્ન કરીશ?"

"નહીં, આ શક્ય નથી, અતુલ, હવે બહુ મોડું થઈ ગયું છે. હું ઘરે શું જવાબ આપીશ કે મારે એંગેજમેન્ટ તોડીને બીજાને પરણવું છે?" અનિતા હાથ છોડાવીને બોલી.

"કંઈ જ મોડું નથી થયું, મારી મમ્મીને તું ગમે છે. બસ તારે હિંમત દાખવીને અજયને ના પાડવી પડશે, બાકી બધું જ થઈ જશે." અતુલ મક્કમ સ્વરમાં બોલ્યો.

"મારા મમ્મી ડેડી નહીં માને, અજય પપ્પાનાં ખાસ ફ્રેન્ડનો એકનો એક દીકરો છે, આ લગ્ન હવે થઈને જ રહેશે..." અનિતા આંખો નીચી કરીને બોલી.

"હવે છેલ્લી વખત પૂછું છું, તને મારી જોડે આવું છે કે પેલા સી.એ. અજય જોડે? મને ખબર નથી એ છોકરાની પણ મેં તને દિલોજાનથી પ્રેમ કર્યો છે, તારી જોડે રહેવાના સપના સેવ્યા છે. તને જોઉં એ દિવસે જીવ્યો અને નથી જોતો ત્યારે શ્વાસ પણ લેવાતો નથી. તું સ્માઈલ આપે એ દિવસે મેં લાખો રૂપિયાનું સેલિંગ કર્યું છે અને નહીં આપે એ દિવસે રૂપિયાનો ધંધો કંપનીને કરી નથી આપ્યો, તને પહેલીવાર બાઈક પર ઘરે મૂકવા આવ્યો ત્યારનો તારા પ્રેમમાં છું... બસ તને કહેતા અચકાતો હતો, અને અચાનક તું આ એંગેજમેન્ટના સમાચાર લાવી ત્યારે મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ, પણ આખી રાત મારી જાત સાથે લડાઈ લડીને હિંમત ભેગી કરી અને થયું જો હવે નહીં કહું તો બહુ મોડું થઈ જશે....." અતુલ હવે ઇમોશનલ થઈ ગયો હતો અને અધીરો પણ.. અને એને હવે અનિતાનો જવાબ સાંભળવો હતો.

"અતુલ, હું તારા પ્રેમની કદર કરું છું, પણ મારું ફૅમિલી મારા માટે વધુ અગત્યનું છે, એટલે મને માફ કરજે, હું કદાચ તારા પ્રેમને લાયક નથી, આજે મેં રિઝાઇન મૂકી દીધું છે, કાલથી આપણે નહીં મળીએ...." અનિતા શાંત સ્વરે બોલી અને ત્યાંથી કંપનીના ગેટ તરફ નીકળી ગઈ.
...

"ટીનું, સવારે તે પિકનીકની ના પાડી અને હવે કહે છે તું આવીશ, હવે નવેસરથી બુકિંગ કરાવવું અને વધારે પૈસા આપવા પડશે. તું એકદમ તારી મમ્મી પર ગઈ છે, કોઈ ડિસિઝન લઈ જ નથી શકતી, આ તારો બાપો તો જબરો ફસાયો મા-દીકરી વચ્ચે.. સાલું હા અને નામાં ખર્ચો બહું થઈ જાય છે. .... અતુલ બનાવટી ગુસ્સામાં બોલ્યો...

"એ આઘો રે, હું માની ના હોત તો અત્યારે તું.. ચલ રહેવા દે, પણ મને છે તારી ઓનેસ્ટી ગમી, તારો એકરાર, મારા માટે બેહદ પ્રેમ અને એ પ્રેમ માટે કોઈ પણ હદ વટાવી દેવાની તૈયારી.... એટલેજ જ્યારે રાતે 2 વાગ્યા સુધી હું મારી જાતને તારાથી અલગ કરી શકી નહીં એટલે તને મૅસેજ કર્યો... આઈ લવ યુ...." અનીતા એ દિવસ યાદ કરતાં બોલી...

"હા અને સવારે આપણે ભાગી છૂટ્યા ગયા..." પછી અતુલ અને અનીતા ખૂબ હસ્યા.
- મહેન્દ્ર 'પ્રેમી'