Paheli nazarno prem part 1 books and stories free download online pdf in Gujarati

પહેલી નઝરનો પ્રેમ

પેહલી નજરનો પ્રેમ

પાર્ટ

દરરોજની જેમ આજે પણ પ્લેટફોર્મ નંબર 3 પર ભીડ જમા થઈ ગઈ હતી. રાજકોટથી મોરબીની બસ દર 15 મિનિટ એ મળે તો પણ બસમાં બેસવાની જગ્યા તો ભાગ્યે જ મળે એ તો તમને પણ ખબર જ હશે. હું દરરોજની જેમ આજે પણ બસ સ્ટેન્ડ પર 6:35 એ પહોંચી ગયો હતો અને બસ મુકાવાની રાહ જોઇ રહ્યો હતો. હજુ સૂરજદાદા ના દર્શન નતા થયા પણ સવાર હવે આળસ મરડી ને ઉભી થવાની હોઈ એમ ચારેકોર અજવાળું પથરાવા લાગ્યું હતું. આકાશ પર જાણે ભગવાને આછા કેશરી રંગ નો પીંછડો માર્યો હોઈ એવું દેખાતું હતું. બસ સ્ટેન્ડ પર મોટા ભાગે નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થી વર્ગ જ દેખાઈ રહ્યો હતો. છાપા વાળા અને ચા વાળા આમ તેમ ઉભેલા બધા પેસેન્જર અને કોઈ બસ આવે તો એમા ચડીને પોતાનો નાનો ધંધો પણ ઈમાનદારીથી કરતા નજરે ચડતા હતા. વાતાવરણમાં ભીની ઠંડી પથરાયેલી હતી.

હું આમ તેમ જોઈ ને timepass કરી રહ્યો હતો ત્યાં બસ પ્લેટફોર્મ પર આવી હજુ બસ ઉભી રહે એ પેહલા અમુક લોકો દોડીને બારી માંથી રૂમાલ અથવા બેગ ફેંકીને સીટ પર પોતાની જગ્યા રોકવા લાગ્યા અને બાકીના બધા દરવાજા પાસે ધક્કામુક્કી કરવા લાગ્યા. નસીબ સારા હશે મારા એ દિવસના કે બસ નો દરવાજો બરાબર મારી સામે રહે એ રીતે ડ્રાઇવરે બસ ઉભી રાખી.

"ધક્કામુકી નહીં અને બધા નીચે ઉતરી જાય પછી જ ચડવાનું ચાલુ કરજો. બસ ડાયરેક્ટ મોરબી જ ઉભી રહેશે એટલે વચ્ચેના ગામના કોઈ આ બસ માં ચડતા નહિ હો" કન્ડક્ટરે બારી માંથી બોલીને દરવાજો ખોલ્યો. બધા એક પછી એક બસ માંથી ઉતરવા લાગ્યા.

હું તો હરખવા લાગ્યો કે હાસ આજે મસ્ત વિન્ડો સીટ મળી જશે એટલે કાનમાં ભૂગળા ભરાવીને મસ્ત સોન્ગ સાંભળતા સાંભળતા આ st ડબ્બાની સવારીની મોજ લઇસ. પણ તે દિવસના લેખ વિધાતાએ કંઈક અલગ જ લખેલા હશે.

Almost બધા ઉતરી ગયા હસે ત્યા છેલ્લે એક છોકરી આવી, બ્લેક કલરનું બાંધણી વાળું બ્લાઉઝ અને મરૂન રંગ નું અભલા જડિત લાબું ઘેર વાળું સ્કર્ટ પહેર્યું હતું, એકદમ ગોરો વાન અને પાતળી સરખી કાયા, ગળા માં કોઈ લાંબો મઢેલો હાર પહેરેલો હતો જે રજવાડી type નો લાગતો હતો એ એના બ્લૅક કલરના બ્લાઉઝ નીચે સુધી પહોંચતો હતો. એને ચહેરા પર ચુની તો બાંધી હતી પણ આ ડ્રેશમાં એને ખૂબ જ સારી રીતે maintain કરેલી એની પાતળી હિરની જેવી કમર સાફ દેખાઈ રહી હતી, એનું સ્કર્ટ નાભિથી થોડે નીચે રાખેલું હતું જે પગ ની ઘૂંટી સુધી પહોંચતું હતું અને પગમાં મોટી હિલ વાળા સેન્ડલ પહેરેલા હતા. સવારના 6 વગ્યામાં આટલું સજીધજીને કોણ આવે !? હું મનમાં બળબળ્યો.

હું નીચે ઉભો હતો અને એ મારાથી 3 પગરથીયા ઉપર એટલે મારા ચહેરા સામે એની કમર જ પેહલા આવતી હતી.

સાચું કહું તો ફક્ત એની કમર જોઈને હું એની નાભીમા ઊંડે સુધી ડુબી ગયો હતો.

હું એની સુવાળી કાયામાં ખોવાયેલો હતો ત્યારે પાછળથી કોઈ કાકા બોલ્યા "અરે બેન જલ્દી કરો."

એની ફક્ત આંખો દેખાઈ રહી હતી એમાં એક ડર સાફ સાફ દેખાઈ રહ્યો હતો કે આ બધા bags લઈને કેમ નીચે ઉતરવું. મેં જોયું તો એક કોલેજ બેગ પાછળ ટીંગાડેલું હતું, એક ટ્રોલી બેગ ખેંચીને આવી રહી હતી અને એક suitcase જેવું બેગ બાજુની સીટ માં રાખેલું હતું.

હું આમ તો છોકરી સાથે શરમાળ સ્વભાવનો પણ મદદ કરવામાં ક્યારેય પાછો ના પડું. એટલે ફટાક દઈને ઉપર ચડ્યો અને 2 બેગ મેં ઉઠાવી લીધા અને લઈને નીચે ઉતર્યો આખું ટોળું વળેલું હતું ત્યાંથી થોડે દૂર બેગ મુક્યા. મેં પાછળ ફરીને જોયું તો એની આંખમાં હસકારો નજર આવતો હતો. અને બસ માં જોયું તો બધા ધક્કામુકી કરીને ચડવા લાગ્યા હતા.

"Fuck આજે તો જગ્યા ગઈ હવે." હું મન માં બોલ્યો.

"Thanks." એ નજર જુકાવતા ધીમેથી બોલી.

"નો પ્રોબ્લેમ. મારી જગ્યાએ બીજું કોઈ હોઈ તો એ પણ help કરત જ." મેં સાદાઈથી જવાબ આપ્યો.

"હવે આવ્યા છો તો please મને બહાર રીક્ષા સુધી મારા બેગ મૂકી જશો!?" એને પૂછ્યું.

"કદાચ હું તમને કુલી જેવો તો નઈ જ દેખાતો હોઈ" મેં કહ્યું.

"હા sorry પણ આ બસ સ્ટેન્ડ છે અને કુલી અહીંયા નઈ મળે, but anyways હું મેનેજ કરી લઈશ. તમે જાઓ. અને Thanks again.. " એ બોલી.

બસ માં આમ પણ હવે જગ્યા મળવાની નતી એટલે હવે help કરી દઈએ મેં એવું વિચાર્યું.

"અરે મજાક કરું, મજાક તો મારા લોહી માં છે. તમે ના કહ્યું હોત તો પણ બહાર સુધી છોડી જાત." મેં કહ્યું.

"Thanks a lot" એ બોલીને ટ્રોલી બેગને ચલાવતા આગળ નીકળી.

મેં લગેજ બેગ ઊંચક્યું અને સાથે ચાલવાનું સ્ટાર્ટ કર્યું. અને વિચારવા લાગ્યો હવે કઈક એવી વાત કરીને નામ કેમ પૂછવું.

"વહેલી સવારમાં tradisional પહેરીને? " મેં ટૂંકમાં સવાલ પૂછ્યો.

"મારી ફ્રેંડના ઘરે functionમાં જવાનું છે એટલે." એણે કહ્યું. .

"સારું..." મેં કહ્યું.

"નામ તમારું જાણી શકું?" એ કશુ ના બોલી એટલે મેં ડાયરેક્ટ પૂછ્યું.

"શુ કરશો નામ જાણી ને?" એણે મારી સામે જોઈને મારા પ્રશ્ન ઉપર બીજો પ્રશ્ન ઠોકી દીધો.

"ના આતો બસ એમ જ." મેં નિરાસાથી પણ આંખોમાં આંખો મીલાવીને કહ્યું.

"શબાના ખાન.. અને તમારું નામ? " એને કહ્યું અને ફરીથી આગળ જોઈને ચાલવા લાગી.

મોમેડીઅન હશે મને તરત જ વિચાર આવ્યો..

"હું પાર્થ પટેલ... અને, તમારા નામ પરથી અક્ષયકુમારનું મૂવી બન્યું હતું એવું લાગે મને ????????" મેં હળવી મજાક સાથે કહ્યું.

"કયું મૂવી? હું મોસ્ટ ઑફ બોલીવૂડના મૂવી નથી જોતી."

"નામ શબાના.. બહુ મસ્ટ છે જોઈ લેજો મેડમ" મેં કહ્યું.

"હવે મેડમ કહેશો તો તમે ખરેખર કૂલી હોઈ એવી ફીલિંગ આવશે મને " એણે કહ્યું.

"ઓહો મજાક તો તમારી પણ આદત લાગે છે.. તો આપડા બંનેના સ્વભાવ કાફી મિલતા ઝુલતા લાગે છે ????.." મેં કહ્યું

"તો ચાલો સ્વભાવનો આચાર બનાવીએ " એણે હસતા કહ્યું.

અને એની આ વાત પર હું પણ હસી પડ્યો. ત્યાં અમે બસ સ્ટેન્ડ ની બહાર રીક્ષા સ્ટેન્ડ પર પહોંચી ગયા હતા.

"તમે કહો તો તમારી ફ્રેંડના ઘર સુધી મૂકી જઉ હવે ????" મેં ફોર્મલિટી કરતા કહ્યું.

"ખોટી ફોર્મલિટીના કરો. આ તમે હેલ્પ કરી એ બહુ જ મોટી વાત છે. આભાર તમારો" એ બોલી.

"ફક્ત આભાર થી શુ.." હું ધીમે થી બોલ્યો.

"What you mean? જરા સાફ સાફ કહેશો?" એણે ફરીથી નજર મીલાવીને પૂછ્યું.

આ એની નજર મલાવીને વાત કરવાની આદત કાતિલ હતી. હું દર વખતે એની મોટી આંખો માં ખોવાઈ જતો હતો.

"બસ ભગવાનની બનાવેલી આટલી સરસ બનાવટ ઉપરનો ચહેરો જોવા માંગુ છું જો તમને કઈ પ્રોબ્લેમ ના હોઈ તો ચુની હટાવી લોને." મેં કહ્યું.

"એ બંધ છે ત્યાં સુધી સારું છે." એ નીચું જોઈને બોલી. જાણે એને કોઈ વાત પર અફસોસ થતો હોઈ એવું લાગ્યું મને.

"Anyways, જેવી તમારી ઈચ્છા.." હું કહી ને ડાયરેક્ટ ફરી ગયો અને મારી બસ હતી એ બાજુ ચાલવા લાગ્યો.

"એક મિનિટ ઉભા રહો." એ બોલી.

Pubgમાં છેલ્લા enemy નો હેડ શોટ લીધો હોઈ એવી ખુશી મળી મને આ વાક્ય સાંભળીને.. હું પાછળ ફર્યો એ એની ચુની છોડી રહી હતી. હું નજીક જવા લાગ્યો. એને જોઈને ચકીત થઈ ગયો.. રાત્રે ઘોર નિંદ્રામાં ભયાનક સપનું આવ્યું હોઈ અને અચાનકથી જાગી જઈએ અને કપાળ પર જે પરસેવો વળી ગયો હોઈ એવી મારી હાલત થઈ ગઈ એને જોઈને..

એક બાજુ કોમળ ગાલ, નવા ખીલેલા ગુલાબની પાંખડીને પણ શરમ આવે એટલી લીસી એની ત્વચા હતી, અને બીજી બાજુ?....

બીજી બાજુ જાણે ગરમ લોઢાના રસને પ્લાસ્ટીક પર નાખ્યો હોઈ અને એની જેવી હાલત થાય એમ, એની ચામડી આખી બળી ગયેલી હતી. ઉપર નો હોઠ પણ એક દમ સંકોચાય ગયેલો અને એનું નાક સાવ એક નમી ગયેલું હોઈ એવું થઈ ગયું હતું.

મને કાપો તો પણ લોહી ના નીકળે એવી મારી હાલત થઈ ગઈ હતી.

"એસિડ...." એ એટલું બોલી ત્યાં એની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા.

હું કસું બોલી ના શક્યો. એ ત્યાં થી રિક્ષામાં બેસીને ચાલી ગઈ હું પાછો વળી ગયો.

બસ મગજમાં એક વિચાર ઘૂમ્યા કરતો હતો, આટલું ક્રૂર કામ કોણ કરી શકે? એ હેવાન જ હોવાનો જેને આ કર્યું હશે. ગમે તે થાય પણ હું આખી વાત જાણી ને જ રહીશ..