PremKahani books and stories free download online pdf in Gujarati

પ્રેમની અધીરાઈ - 1

આ વાત એક ગામડાની છે.ગાંમનુ નામ રાણક (છુપાવેલ) બહુ મોટુ ગામ ગામમાં દાખલ થતા મસ્ત મજાનુ શંકર ભગવાનનુ મંદીર તેમજ તેને અડીને બહુ મોટુ તળાવ આવેલ છે.સુદર મજાની દુકાનો અલગ અલગ જ્ઞાતીનો વસવાટ ખાસ કરીને દરબાર સમાજનુ પ્રભુત્વ દરેક સમાજ સંપીને પોત પોતાની જીદગી પસાર કરી રહયા છે
       રાણક ગામમાં બે પરીવાર રહેતા હતા એક પરીવાર શંકરભાઈ દેસાઈ અને બીજો પરીવાર ભેમજીભાઈ સુથાર આમ તો તેમના ધર થોડેકજ દુર હતાં લગભગ 1998 ની સાલ હશે શંકરભાઈના પુત્રનુ નામ રાજ હતુ અને ભેમજીભાઈની પુત્રીનુ નામ વસંતી (ઓળખ નથી) આ બંને નાનપણથીજ લાગણીના તાતણે બંધાયેલા હતા.તેમના પરીવારમાં પણ પ્રેમ હતો.એકબીજાના ધરે આવવાં જવા ચાં પાણી વગેરે વગેરે ત્યારે આ બાળકોની ઉમર પાંચ વષૅ હશે રોજ સાથે નિશાળે જવુ સાથે રમવુ તેમાયે ગાંમમા ભાગ્યેજ ટીવી જોવા મળતુ રોજ ટીવી જોવા જવુ ધીરે ધીરે લાગણીનો તાતણો ખુબજ મજબુત બનતો ગયો એકબીજા વિના જમવુ ના ગમે એકબીજા શાળાએ જવુ પણ ના ગમે એમજ કહો કે બંને બાળ હ્રદય જાણે પ્રેમનાં અતુટ તાતણે બંધાઈ ગયા હોય,રાજ ધોરણ 6 માં આવ્યો અને વસંતી ધોરણ 5 માં આવી એક દિવસ બંને ધર ધર રમતા હતા.,( પહેલા નાના બાળકો ધર ધર માટીના રમકડા ) ત્યારે એમનામાં બાળબુદ્ધી હતી વસંતીની બહેનપણીઓ પણ વધારે હતી.વર વધુ બનવાના પણ પ્રસંગો હતા એક સહેલી ખાસ હતી વસંતી માટે એનુ નામ સોનલ હતુ ધીરે ધીરે એ બંનેને એવુ લાગવા લાગ્યુ કે બંનેને પ્રેમ થઈ ગયો છે
       જયારે પ્રેમની અનુભુતી થવા લાંગી એટલે તેનાં ધરે જતા પણ ડર લાગવા માંડયો કેમકે તેના પરીવારજન વઢસે તો વાસ્તવમાં એવુ કાંઈ નોતુ એ સમયે બધુ નોમૅલ હતુ ત્યારે પ્રેમ એટલે શુ ભાગ્યેજ ખબર હોય રાજે તેના ધરે આવવાં જવાનુ બંદ કરી દિધુ હતુ હા એનો મોટો ભાઈ ક્રિકેટ રમવાં બોલાવે ત્યારે જતો ત્યારે પણ રાજ વસંતીની એક જલક માટે તડપી રહયો હોય છે.ધીરે ધીરે બંને પ્રેમપત્ર સુધી પહોચી ગયા બંનેના પત્રની આપલે સોનલ કરતી શાયરાના જીદગીના મોડ ઉપર આવી ગયા તે સમયે લગભગ મોબાઈલ કોઈક કોઈક જોડેજ હતા.
             યુવાનીના ઉબંરે બંને પહોચી ગયા હતા તે સમયે શંકરભાઈએ ભેમજીભાઈના ધરથી થોડે દુર પોતાની દુકાન બનાવી હતી.રાજને જાણે જલશો પડી ગયો હોય એવો ખુશખુશાલ રહેતો હતો.હોયજ ને હવે તો પોતાની પ્રિયતમાને રોજ રોજ નિહાળવાનો મોકો મળતો સવાર સાંજ દુકાને બેસતો બસ એનાજ વિચારોમાં કયારે તે બહાર આવે કયારે તેનુ મુખડુ જોવા મળે એકવાર શાળામાં વસંતીની બેગમાંથી પ્રેમપત્ર રાજનો મિત્ર જોઈ ગયો તેને રાજને જણાવ્યુ રાજે એની બેગ તપાસી તો સાચેજ એમાં પ્રેમ પત્ર હતો રાજે કંઈ વિચાર કરયાં વિના એક લાફો મારી દીધો વસંતી રડવાં લાગી ત્યા સોનલ આવી વસંતી શુ થયુ કેમ રડે છે કંઈ નહી રાજે લાફો મારયો કેમ રાજ શુ કામ લાફો મારયો રાજે માંડીને વાત કરી બીજે દિવસે રાજ અને તેના મિત્રોએ વોચ રાખીને પ્રેમપત્ર રાખનારને ઝડપી પાડયો એને માર મારીને કબુલ કરાવ્યુ અમે લોકોએ શિક્ષકને જાણ કરીને તેને માર ખવડાવ્યો રાજે વસંતી પાસે જઈને માંફી માંગી પણ વસંતીએ માંફ ના કરયો.પછી તો રાજ દુકાને આવવાનુ પણ ઓછુ કરી દીધુ શાળામાં પણ દિઢૅ વ્યથામાં હોય એમ હરવા ફરવા લાગ્યો.
            એકવાર શાળામાં વસંતીની આંગળી બારણામાં આવી ગઈ રાજને જાણ થતાંજ રાજ પોતાની દુકાનેથી 10 રુપિયા ચોરી છુપીથી લાવીને એક ટુપ લાવી લગાવવા માટે (તે સમયે 10 રુપિયાની કિમત પણ વધુ હતી માંડ 25 પૈસા રોજ વાપરતા આપતા) વસંતીની આનાકાની બાદ પણ ટુપ લગાવી વસંતીને પણ રાહત થી ફરીથી પ્રેમનુ અંકુર ફુટવા લાગ્યુ પછે તો એમના પ્રેમની શાળામાં ખબર પડી ગઈ બેસતુ વષૅના પવૅ નિમીતે દુકાનદાર દરેક ગ્રાહકને કેલેન્ડર આપે છે તેમજ રાજે પણ વસંતીના ધરે તેના નાના ભાઈ પરેશ જોડે કેલેન્ડર મોકલાવ્યુ થોડીવાર પછી રાજ રમવા નીકળી ગયો કલાક બાદ આવીને જોવે તો આશુ શેનો ઝગડો છે જાણવા જાય ત્યાતો શંકરભાઈએ ચાર પાંચ લાફા ઝીકી દીધા નાલાયક આવડો નાનો થઈને આવા ધંધા કરે છે.અરે પણ શુ કરયુ મે અાજો મારા હાથમાં કેલેન્ડર આપ્યુ મે જોયુ તો એમાં I love vasu & Raj લખેલ હુ વિચારમાં પડી ગયો કે કોણે વાંચી લીધુ એના પરીવારમાં કોઈને વસંતી સિવાય કોઈને વાંચતા નથી આવડતુ ત્યા મે ભીડમાં એક છોકરા પર નજર ગઈ તે બરાબર ભેમજીભાઈની બાજુમાં ઉભો હતો.બાદમાં મને ખ્યાલ આવ્યો કે એના મામાનો છોકરો છે.જે આજે સવારમાં આવ્યો હતો તેને આ બધુ જણાવી દિધુ હતુ,
         હવે તો મારા અને વસુ (વસંતી) પર તેના પરીવારના વોચ રાખવા લાંગ્યા છતા પણ અમે એકબીજાને મળતા એકવાર વસુ તેની મમ્મી સાથે ખેતરમાં ગઈ ત્યા સરસ મજાના જાબુ હતા તે ઝાડ ચડી આમતો અમારા અને એમના ખેતર લગોલગ હતા ઝાડ પર મસમોટુ માખીઓનુ મધપુડો તેને ખ્યાલ આવે તે પહેલાતો તેને એક પાણો મારયો જાબુ માટે ત્યાજ તે પાણો બરાબર મધપુડાને લાગ્યો એકીસાથે મધમાંખીઓએ વસુ પર હુમલો કરી નાખ્યો જોતજોતામા કેટલીય મથમાંખીઓએ વસુને ડંખ ડીધો તેની આંખોમાં અંધારા આવી ગયા. મમ્મી....મમ્મી મને મધ કરડયુ મમ્મી બાજુના ખેતરમાં વિષ્નુભાઈ(મારા કાકાનો છોકરો) દોડીને આવ્યા ત્યા સુધી તેની મમ્મી પણ આવી શુ થયુ,,,શુ થયુ મમ્મી આંખે કંઈ દેખાતુ નથી  કાકી મધમાંખીએ ડંખ મારયો છે તમે નાગજીભાઈના ધરે લૈ જાઓ હુ બળદેવકાકાને જાણ કરુ શુ તે ધરેજ છે
        બળદેવકાકા તેમનુ ખખડધજ ટ્રેકટર લઈને આવ્યા.ભાભી મીઠુ લગાવ્યુ હા ભાઈ મીઠુ લગાવ્યુ જટ કરો આને દવાખાને લઈ જવી છે.મમ્મી કંઈ દેખાતુ નથી બેટા શાન્તી રાખ આપણે દવાખાને જઈએ શીએ.વિષ્નુભાઈ બળદેવકાકા અને તેની મમ્મી બાજુના ગામના દવાખાને લઈ ગયાં મને કાંઈ જાણ હતી નઈ મારા મિત્રએ મને જાણ કરી કે વસંતીને મધમાંખીના ઝુડે ડંખ દીધો છે હુતો બેબાકળો બની ગયો ના આવવાના વિચાર આવવા માંડયા મારી વસુને કાંઈ થઈ ગયુ તો વસુને મોટી હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી ડોકટરે આખા શરીરમાં રીએકશન થઈ ગયુ હતુ.મે પણ મન મકકમ કરી લીધુ વસુને કાંઈ થયુ તો હવે જીવવુ અધરુ થઈ જશે એટલી હદે અમારો પ્રેમ હતો.બસ હવે જીવવુજ નથી વસુને કાંઈક થશે તો મે પણ મનોમન સોગન ખાઈ લીધા વસુને કાંઈ થશે તો અમે બંનેજ જીદગીના છેલ્લા સથવારાના સંગાથી બનીશુ હુ સાંઈબાબાને પ્રાથૅના કરવા લાગ્યો વસુને સારુ થઈ જાય.મોટી હોસ્પિટલમાં દાખલ કરયા પછી ડોકટરે પાંચ દિવસ રહેવાની સલાહ આપી ધીરે ધીરે તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો મને પણ તેની તબિયત વિશે સમાચાર મળવા લાગ્યા તેની Close Freaind સોનલ દ્ધારા મને હાંશકારો થયો.ડોકટરે પાંચ દિવશ પછી રજા આપી હવે કંઈ વાંધો નથી તમે ધરે લઈ શકો અઠવાડિયા પછી ફરીથી બતાવવા આવજો એમ કહી ડોકટર સાહેબે ડિસ્ચાજઁ કરી દીધા,
            મને વસુને જોવાની તાલાવેલી લાંગેલી હવે શુ કરુ તેના ધરે કંઈ રીતે જવુ.શાળાએ પણ તે આવી શકે તેમ નથી હવે શુ કરુ વિચાર કરતા કરતા મને એક આઈડિયા આવ્યો......વધુ આવતા અંકે