Shagird - 1 books and stories free download online pdf in Gujarati

શાગિર્દ

કોલાબા પોલીસ સ્ટેશન ની બહાર આખા વિશ્વ જગત ના નામી બેનામી ન્યૂઝ ના રિપોર્ટર ગળા ફાડી ફાડી ને બ્રેકિંગ ન્યુઝ ના કવરેજ માં ઓળઘોળ હતા.જે રીતે બહાર ઊભેલી ભીડ હતી તેને જોતા પોલીસ સ્ટેશન માં હાજર તમામ લોકો ના ચેહરા પર ચિંતા ની લકીર સ્પષ્ટ જોઈ શકાતી હતી.ત્યાં જ પાછળ થી એક પહાડી અવાજ સંભળાયો "હવે બધા ને મારે તમારી જવાબદારી નું પણ ભાન કરાવવું પડશે??"બધા એ પાછળ ફરી ને જોયું તો પાછળ ઇન્સ્પેકટર મેથ્યુઝ ઊભા હતા. હાજર પોલીસ ના ટોળા માંથી કોન્સ્ટેબલ થર થર કાપવા લાગ્યા હતા. કેમ કે હમણાં થોડી વાર પેહલા જ જે ઇન્સ્પેકટર મેથ્યુઝ નો ચેહરો રિમાન્ડ રૂમ માં જોયો હતો તેનો ખોફ બધા ની આંખો માં દેખાઈ રહ્યો હતો.જાણે કોઈએ સાંભળ્યું ના હોય તેમ તેણે ફરી ત્રાડ પાડી અને ફરી બધા ની સામે બોલ્યા, બધા પોલીસકર્મી સાબદા બની ગયા અને સલામ ભરી ને સાવધાન ની મુદ્રા માં આવી ગયા."સાહેબ અમે પ્લાન બનાવી રહ્યા હતા કે આરોપી ને આપડે સેસન કોર્ટ માં હાજર કરવા માટે કયા રસ્તે થી લઈ જઈશું?? કેમ કે આ ભીડ ને કાબુ કરવી થોડી મુશ્કેલ છે!!" આવો જવાબ મકસૂદ નામના કોન્સ્ટેબલે આપ્યો.મકસૂદ ની આ સુજબુજ ભરી જવાબ આપવાની ચતુરતા જોઈ ને ત્યાં હાજર બધા પોલીસકર્મી ને જાણે મરતા મરતા બચાવ્યા હોય તેવી આશાભરી દ્રષ્ટિ એ જોઈ રહ્યા હતા.તરત જ મેથ્યુઝ એ મકસૂદ ને તેનો પ્લાન પુછ્યો " તો શુ પ્લાન છે તારી પાસે??" મકસૂદ તરત બોલ્યો કે સાહેબ અત્યારે તમે બહાર ઊભેલા પ્રેસ ના લોકો ને સંબોધિત કરો અને તેમને આપડા કેસ ની પ્રોગ્રેસ શું છે તેના વિશે થોડું જણાવો, જેથી કરીને તે બધા તેમાં વ્યસ્ત બની જસે અને આપણે ધીમે રહીને આરોપી ને બીજા દરવાજા થી બહાર કાઢી લઈશું.મેથ્યુઝ ને મકસૂદ નો આ પ્લાન ગમ્યો અને સાબાશી આપી અને કહ્યુ કે આજ થી તુ આ કેસ માં મારો પર્સનલ આસિસ્ટન્ટ રહીશ. આવેલી તક મકસૂદ એ તરત ઝડપી લીધી અને સાહેબ ને જય હિન્દ કહીને સલામ ભરી.પ્લાન મુજબ ઇન્સ્પેકટર મેથ્યુઝ બહાર નીકળ્યા અને સાથે મકસૂદ ને પણ આવવા કહ્યુ. બંને જેવા બહાર નીકળ્યા કે ત્યાં હજાર રહેલા તમામ રિપોર્ટર સવાલો ના મારા સાથે તૂટી પડ્યા. "શું કહ્યું છે આરોપી એ, કોણ કોણ આમા શામેલ છે?""શુ આરોપી ખુદ આ રેકેટ ચલાવી રહ્યો હતો કે તે પણ એક કઠપૂતળી છે???"આવા એક સામટા પ્રશ્નો નું ઘોડાપૂર ઇન્સ્પેકટર મેથ્યુઝ અને કોન્સ્ટેબલ મકસૂદ સામે વહી રહ્યું હતું, અને જાણે તે બંને આ ઘોડપૂર માં તણાઈ રહ્યા હોય તેવો તેમનો હાલ હતો.ઇન્સ્પેકટર મેથ્યુઝ એ તરત પરિસ્થિત પર કાબૂ મેળવ્યો અને કોન્સ્ટેબલ મકસૂદ પાસે રહેલી સીસોટી ને ફૂલ જોર થી વગાડી અને બધા ને શાંત રેહવા અરજી કરી. સીસોટી નો અવાજ એવો હતો કે બધા ના કાન માં તમ્મર આવી ગયા અને શાંત રેહવા ની અરજી તો ખાલી નામ ની હતી પણ લોકો તેને ઓર્ડર સમજી ને અને તેના કદ કાઠી અને તેના પ્રભાવ ને જોઈ ને શાંત થઈ ગયા."તમારા તમામ સવાલો માં જવાબ આપવા જ હું અહી આવ્યો છું, બધા શાંતિ જાળવી રાખો અને એક એક કરીને પ્રશ્નો પૂછો તમામ ને જવાબ મળશે તે મારી ખાત્રી આપુ છું" આવો આદેશ ઇન્સ્પેકટર મેથ્યુઝ એ ત્યાં હજાર રહેલા પ્રેસ રિપોર્ટર ના ટોળા ને આપ્યો.કલતક ન્યૂઝ ના એક રિપોર્ટર એ સવાલ કર્યો " ઇન્સ્પેકટર સાહેબ તમે આરોપી ને સીધા કોઈ પણ પુરાવા વગર તેના ઘરે થી ઉઠાવી લાવ્યા છો, શું તે વાત સાચી છે??"પોલીસ ક્યારેય પણ કોઈ નિર્દોષ ને કારણ વગર હિરાસત માં લેતી નથી, અમારી પાસે નક્કર પુરાવા હાથ લાગ્યા છે તેના ઉપર થી જ અમે તેની ધરપકડ કરી છે""શુ એ વાત સાચી છે ઇન્સ્પેકટર કે તમે આ આખા ખેલ મા પોલીસ ની જે નિષ્ક્રિયતા રહી છે તેને છુપાવવા માટે આ પ્રકારે મોટી સેલિબ્રિટી ની આડ માં પોતાની નાકામી છૂપાવી રહ્યા છો??" અપના ન્યુઝ ચેનલ ના રિપોર્ટર એ આ વેધક સવાલ પૂછ્યો.પોલીસ ઉપર ઉઠેલી આંગળી અને આ ફાલતુ સવાલ ના લીધે ઇન્સ્પેકટર મેથ્યુઝ નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો પણ પોતાના ગુસ્સા પર સંયમ રાખી ને તેને ફક્ત કહ્યું કે આવનારા એક સપ્તાહ માં તમારી સામે તમામ ગુનેગારો હસે અને તમે જ પોલીસ ને ખુબ સારું કામ કર્યું તેવા સર્ટિફિકેટ આપશો તેની હું ખાત્રી આપુ છુ"મેથ્યુઝ એ જેવો જવાબ પૂરો કર્યો કે મકસૂદ એ તેને ઈશારા થી જણાવી દીધું કે આરોપી ને ગુપ્ત રીતે પોલીસ સ્ટેશન માંથી કોઈ ને પણ ખબર પડ્યા વગર બહાર કાઢી લેવામાં આવ્યો છે.મકસૂદ નો ઈશારો મેથ્યુઝ સમજી ગયો અને ત્યાં હાજર રહેલા તમામ પ્રેસ ના લોકો ને " DCP સાહેબ નો ફોન આવે છે તેમ કહી ને તે ત્યાં થી અંદર જતો રહ્યો અને કેસ ની પ્રોગરેસ દરરોજ બુલેટિન જાહેર કરી ને તમામ લોકો ને જણાવશે.

કોર્ટ ની બહાર પહેલા થી જ પહેરો વધારી દેવામાં આવ્યો હતો અને જડબેસલાક બંદોબસ્ત ની વ્યવસ્થા કરવામાં આવી હતી. થોડી જ વાર માં ત્યાં પોલીસ ની ગાડી આવી પહોંચી. આરોપી ને સિફ્તાઇ થી બહાર કાઢવામાં આવ્યો અને તેના મોઢા ને કાળા રંગ ના કપડાં થી ઢાંકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી ને સેશન કોર્ટ માં હાજર કરવામાં આવ્યો. આ આરોપી કોઈ બીજો નહિ પણ બોલીવુડ નો ખ્યાતનામ સુપરહીરો રમજાન ખાન હતો. રમજાન ખાન મતલબ આખા બોલીવુડ તેના કેહવા પર ચાલતુ. તે ઈચ્છે તેના કેરિયર બનાવે અને જો કોઇ તેની સાથે દુશ્મની કરે તો તે તેમના કેરિયર પર ફૂલ સ્ટોપ મારી દેતો.આરોપી રમજાન ખાન પર આરોપ હતો કે તેણે ક્રિકેટ ની મેચો માં સટ્ટો રમ્યો હતો અને જે આપણા દેશ માં ગેરકાયદેસર છે. અને આ બધા કામ માં તેમણે હવાલા દ્વારા રૂપિયા નો વહીવટ કર્યો હતો જેના માટે કાળા નાણાં નો અને ફેમાં ના નિયમ નો ઉલ્લઘન નો કેસ પણ બનતો હતો.જ્યારે હજુ ટ્રાયલ શરૂ જ થઈ હતી ત્યાં જ તેના વકીલે વચ્ચે જંપલાવ્યું અને બોલવાનું શરૂ કરી દીધું "જજ સાહેબ મારા અસીલ બિલકુલ નિર્દોષ છે, અને તેમની છબી ખરડાય તે માટે આ કોઈ વ્યક્તિ નું કાવતરુ લાગે છે જેમાં મારા અસીલ ને ફસાવવામા આવી રહ્યા છે"તરત જ સરકારી વકીલ અજય શેટ્ટી બોલ્યા, " જજ સાહેબ પોલીસ દ્વારા કોઈ પણ નિર્દોષ વ્યક્તિ ની ધરપકડ થઈ નથી, પુરાવા અને ગવાહ ના આધારે જ આ કાર્યવાહી કરવામાં આવી છે. Cbi ના સર્વેલેન્સ અને અથાગ પ્રયત્નો બાદ જ અટકાયત કરવામાં આવી છે"."ડિફેન્ડર વકીલ ને પોતાના અસીલ ના બચાવ માં પુરાવા રજૂ કરવા માટે કોઈ દસ્તાવેજ છે?" જજ સાહેબ કડક અવાજે બોલ્યા." મારા અસીલ એક બોલીવુડ ના જાણીતા ફિલ્મ એક્ટર છે અને તેમની ચાહના આખા ભારત અને વિશ્વમાં ઘણા દેશો માં તેમની ખ્યાતિ પથરાયેલી છે. અને જે રીતે આ આખા સટ્ટા કાંડ માં તેમને ફસાવવામાં આવી રહ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત છે."" જજ સાહેબ જે રીતે પુરાવા પોલીસ અને cbi પાસે છે તે ઉપરથી રમજાન ખાન પૂરેપૂરી રીતે આ મોટા રેકેટ માં સંડોવાયેલા છે તેની પુષ્ટિ થાય છે" સરકારી વકીલ બોલ્યા અને મને પરવાનગી આપવામાં આવે જેથી કરી ને હું પુરાવા રજૂ કરી શકુ.""પરમિશન ગ્રાન્ટેડ" જજ સાહેબ બોલ્યા"આભાર જજ સાહેબ, "આ રહી ફોન કોલ ટેપિંગ ની ડીવીડી જેમાં ચોખ્ખુ સાંભળી શકાય છે કે આરોપી ઇન્ડિયા ની બહાર ના નંબર ઉપર વાત કરી રહ્યો છે. અને આ રહી તે નંબર ની માહિતી, અજય શેટ્ટી એ ડીવીડી અને નંબર ની કોપી જજ સાહેબ ના હમલદર ને આપી"અને બોલ્યા કે જજ સાહેબ હું આ આખા ઓપરેશન ના હેડ કે જેમની દેખરેખ માં આ આખુ રેકેટ પકડવામાં સફળતા મળી છે તેવા સીબીઆઇ ઇન્સ્પેકટર ત્રિવેદી ને બોલાવવા માંગુ છું.!"ઇજાજત છે" જજ સાહેબ એ પરવાનગી આપી."ઇન્સ્પેક્ટર ત્રિવેદી જરા કોર્ટ ને જણાવો કે કઈ રીતે આ આખા રેકેટ ને પકડવામાં સીબીઆઇ ને સફળતા મળી, અને કોણ? કોણ? શામેલ છે આ આખા રેકેટ માં""જજ સાહેબ, જે રીતે ભારત મા ક્રિકેટ ને લઈને દીવાનગી છે તે આખુ જગત જાણે છે, અને તેથી જ ભારત મા IPL પેહલા જ વર્ષે હિટ થઈ ગયુ અને આખા વિશ્વ નું ધ્યાન આકર્ષિત કર્યું, ઘણા બધા નવા ટેલેન્ટ બહાર આવ્યા, અને દેશ ના યુવાનો અને ટુરિઝમ ને ફાયદો થયો. સાથે સાથે અંધારી આલમ ના કેટલાક લોકો આ મોકા નો બીજી જ રીતે ફાયદો ઉઠાવી રહ્યા હતા. જે હતો સટ્ટો""જ્યારે મારી ટીમ સરવેલેન્સ માં હતી ત્યારે અમે અમુક ચોક્કસ નંબર જે ભારત અને ગલ્ફ દેશ વચ્ચે વારંવાર કનનેક્ટ થતા હતા તેમને અમે ઈન્ટરસેપ્ટ કર્યા અને માલૂમ પડ્યું કે આ બધા કોલ સટ્ટા માટે ના હતા."અને ત્યારબાદ અમે લોકેશન ટ્રેસ કર્યું તો જે સર્વર ભારત માં હતું તેનું એડ્રેસ આ આપડી સામે ઊભેલા રમજાન ખાન ના ફાર્મ હાઉસ નું હતું.ત્યારબાદ અમારી સ્પેશિયલ ટીમ અમે રમજાન ખાન ની પાછળ લગાવી દીધી અને એમને માલૂમ પડ્યું કે તેની સાથે આ સમગ્ર કામ મા એક થી એક મોટા માથાઓ શામેલ હતા, પરંતુ અમારી પાસે કોઈ પુરાવા ના હોવાના કારણે અમે ધરપકડ કરવામાં થોડો કચવાટ અનુભવતા હતા.પરંતુ બે દિવસ પેહલા જ્યારે મારી ટીમ નો ફિલ્ડ એજન્ટ કબીર વોચ ગોઠવીને બેઠો હતો ત્યારે તેણે એક એમ્બ્યુલન્સ અંદર જતા જોઈ અને મને તરત જાણ કરી.

એક સાથે ત્રણ એમ્બ્યુલન્સ અંદર ગઈ અને તરત જ બહાર આવી ગઈ અને રવાના થઈ ગઈ. તમને જાણી ને હેરાની થશે જજ સાહેબ, આ એમ્યુબલન્સ માં કોઈ દર્દી નહિ પણ IPL ના ખેલાડીઓ હતા કે જેમને ફિક્સિંગ માટે નક્કી કરવામાં આવ્યા હતા અને ત્યાં મોજ મજા કરવામાટે લાવવામાં આવ્યા હતા. અને આ વાત ના પણ પુરાવા અમારી પાસે મોજુદ છે.

આ બધી દલીલો ચાલી રહી હતું ત્યારે રમજાન ખાન બિલકુલ ચુપચાપ બેસી રહ્યો હતો અને આ તેનું વર્તન તેનો વકીલ જોઈ રહ્યો હતો.

અચાનક જ ડિફેન્ડર વકીલ ઉભા થયા અને બોલ્યા" જજ સાહેબ કઈ રીતે મારા હોનહાર વકીલ મિત્ર મારા અસીલ પર આ બેબુનિયાદ આરોપ લગાવી શકે છે?? મારા અસીલ બોલિવૂડ ના જાણીતા અભિનેતા છે તો આ પાર્ટી તો તેમના માટે રોજ નું કામ છે. એટલે આ વાત ને ખરીજ કરવામાં આવે"

હજુ ડિફેન્ડર વકીલ પોતાના અસીલ ના બચાવ માં બોલી રહ્યા ત્યાં જ લંચ નો ટકોરો વાગ્યો. જજ સાહેબે તરત જ સ્તિથી ને ધ્યાન માં રાખતા આવતા સોમવાર ની તરીખ આપી અને ત્યાં સુધી ના રિમાન્ડ પણ મંજૂર કર્યા.

ઘી કોર્ટ ઈઝ એડજર્નડ..

***

"ત્રિવેદી સાહેબ ખુબ ખુબ અભિનંદન આપને અને આપની ટીમ ને તમારી મેહનત અને સુઝબુઝ વગર આ શક્ય જ નહોતું"..વકીલ અજય શેટ્ટી હાથ મિલાવતા કહ્યું.

"બસ હવે આ બધા અંધારી આલમ ના ગુનેહગારો વધારે દિવસ સુધી ચેન થી નહિ સુઈ શકે, એક એક ની ઊંઘ હરામ કરી નાખીસ" ઇન્સ્પેક્ટર ત્રિવેદી એ પોતાના દાંત દબાવતા ગુસ્સાવાળા સ્વરે કહ્યું.

ત્યાં જ થોડી વાર માં ઇન્સ્પેક્ટર મેથ્યુઝ ત્યાં આવી પહોંચ્યો અને સલામ ભરી ને જય હિન્દ બોલ્યો" સર આપડે હવે કેડી ને સીધા સ્પેશ્યલ સેલ લઇ જઈ રહ્યા છીએ, આપ સાથે આવવાના છો કે??"

તને લોકો પહોંચો મારે હજુ CBI હેડ ક્વોર્ટર જવું છે તો હું ત્યાં જઈ ને આવીશ.

થોડી જ વાર માં કોર્ટ ની બહાર એક જોરદાર બૉમ્બ વિસ્ફોટ થયો અને એક કાર ના ચીથરે ચીથરા થઈ ગયા.

આ કાર બીજા કોઈ ની નહિ પણ ઇન્સ્પેક્ટર મેથ્યુઝ ની હતી, તરત જ નજીક ના એમ્બ્યુલન્સ અને ફાયર બ્રીગેડ ના વાહનો આવી પહોંચ્યા, પણ શું થઈ શકે ખુબ મોડું થઈ ચૂક્યું હતું.

જે રીતે કોલાબા પોલીસ સ્ટેશન ની બહાર આખા વિશ્વ જગત ના નામી બેનામી ન્યૂઝ ના રિપોર્ટર ગળા ફાડી ફાડી ને બ્રેકિંગ ન્યુઝ ના કવરેજ માં ઓળઘોળ હતા. તે જ રીતે પાછા તે ઇન્સ્પેક્ટર મેથ્યુઝ ની મોત ના સમાચાર માં ઓળઘોળ થઈ ગયા.

***

કોણ છે આ ગલ્ફ દેશ માં બેસેલી વ્યક્તિ કે જેની સાથે રમઝાન ખાન ને કન્નેકશન છે? શું ખરેખર IPL ના ખેલાડી કે જે એમ્બ્યુલન્સ માં છુપાઈ ને આવ્યા હતા તે ફિક્સિંગ માં સંડોવાયેલા છે? અને ઇન્સ્પેક્ટર ત્રિવેદી ની કાર બ્લાસ્ટ માં શું આમનો જ હાથ છે કે પછી બીજું કોઈ?? આ તમામ સવાલો ના જવાબ જાણવા માટે વાંચતા રહો શાગિર્દ