એક્ટર ભાગ ૪. (73) 446 1.1k 2 એક્ટર. ભાગ ૪. પ્રસ્તાવના:- દોસ્તો, એક ઉમર પછી જિંદગી આપણી પાસેથી એક્ટિંગ કરાવવાનું શરુ કરી મુકે છે અને આપણે ખબર પણ નથી હોતી, એક્ટિંગ કરતા કરતા ક્યારેક અકળાઈ જઈએ છીએ! બાળપણ સુંવાળું હોય છે કેમકે એ સમયમાં એક્ટિંગ અસ્થાને હોય છે. જેની પાસેથી જિંદગી એક્ટિંગ કરાવે છે એવા એક યુવાનની પ્રેમ કહાની લખવા પ્રયાસ કર્યો છે, આશા રાખું છું કે આપને ગમશે. આપના પ્રતિભાવ જરૂર આપશો. -નીલેશ મુરાણી એક્ટર ભાગ ૪ “નીલ શું વિચારમાં ખોવાયેલ છો ભાઈ?” મારા વિચારો માં વિક્ષેપ પાડતા સુનીલે પૂછ્યું,, ”એ જ કે હું લંડનથી આવીને નોકરી પર લાગી ગયો અને તું અહીં વાડીના કામમાં પરોવાઈ ગયો,” “હા એ કામમાં પરોવાયેલો રહું છું એ સારું છે, ઘડીકવાર શાંતિથી બેસું છું તો શૈલીની યાદ મને ઉકાળે છે, અને ઉપર થી મોટાભાઈના ચાબખા, સાલી આજ લાઈફ છે?” બંને ગ્લાસના પેગ બનાવતા સુનીલએ કહ્યું,“કેમ ભાઈ મોટાભાઈથી શું તકલીફ છે?” મેં પૂછ્યું, “સાચું કહું નીલ મને પણ તારી જેમ સ્વતંત્ર નોકરી કરવી છે, સાલું આટલો ઉચ્ચ અભ્યાસ કરી અને અહીં વાડીમાં પાણી વાળવાનું?” બન્ને ગ્લાસ માં સોડા નાખતા સુનીલે કહ્યું. “ભાઈ સુનીલ તારે નોકરી કરવાની શું જરૂર છે?” મેં મારો ગ્લાસ ઉપાડી અને ચીયર્સ કરતા કહ્યું.સુનીલે તેનો ગ્લાસ ઉપાડી અને એક સીપમાં ખાલી કરી ગયો, સુનીલ નો ડૂમો ભરાઈ આવ્યો હતો, સુનીલે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને અને ફોટો ગેલેરીમાંથી એક ફોટો બતાવતા કહ્યું.. “આ જોઈલે, ઇન્દુ નામ છે આ છોકરીનું.” મેં મોબાઈલ હાથમાં લઇ કહ્યું “વાહ સુંદર છે, તો શું આ છોકરીથી તને પ્રેમ થઇ ગયો છે?” મેં ખુશ થતા અને વ્હીસ્કી નો એક ઘૂંટ લગાવતા પૂછ્યું, “એ શેઠ જમનાદાસની છોકરી છે, મોટાભાઈના શેઠ સાથે જુના સંબંધ છે,આપણી વાડીમાં થતા પાકમાં બાજરો ઘઉં વગેરે એ સેઠ નોંધી જાય છે,” “તો? આ ફોટો મને શા માટે બતાવે છે?” “મારા પપ્પા સેઠને વાયદો કરી ગયા હતા કે ઇન્દુના લગ્ન મારી જોડે કરાવશે અને હવે મોટાભાઈ દબાણ કરે છે અને કાલે આ ચુડેલ જોડે મારું નક્કી કરવા જવાનું છે,” સુનીલ એ પોતાનો ગ્લાસ ભરતા કહ્યું “ઓહે ...તો તારે કહેવું જોઈએ ને કે તારે શૈલી સાથે પ્રેમ છે,” .”ભાઈ મેં બધી વાત કરી ભાઈને. પણ ભાઈ મારી વાત સાંભળવા તૈયાર નથી, એ એકજ વાત કહે છે કે પપ્પાએ સેઠને વાયદો કર્યો હતો અને તારે ઇન્દુ સાથેજ લગ્ન કરવા પડશે, અઠવાડિયાથી શૈલીના ફોન આવે છે અને હું કાપી નાખું છું. હું શૈલી સાથે વાત નથી કરી શકતો,,અને વાત કરું તો પણ શું વાત કરું? શૈલીને એમ કહું કે મારા લગ્ન ઇન્દુ જોડે થવાના છે?, ભાઈ માનતા નથી,” “અચ્છા ભાભી નું કહેવું શું છે?” મેં પૂછ્યું? ભાભીનું થોડું કઈ ચાલે ? ભાભીએ એક બે વાર મારી તરફદારી કરી તો મોટાભાઈએ ભાભીને પણ માર્યું, અને હું નથી ચાહતો કે મારા કારણે ઘરમાં કોઈ કંકાસ થાય,” એમ કહી ને સુનીલ બીજો ગ્લાસ પણ એક ઘૂંટ માં ઉતારી ગયો, અને સિગરેટ સળગાવવાતા મોટો નિસાસો નાખી કહ્યું ,”આ વાડી, મજુર, એર-કન્ડીસનર, કાર, ઊંચા ઊંચા ખર્ચા અને આ ભપકો જુવે છે ને તું ? એ બધું ખોખલુ છે,” “એમ કેમ કહે છે, ભાઈ?” “મોટાભાઈ પગથી માથા સુધી સેઠ જમનાદાસના કર્જા માં ડૂબેલા છે, અને હું બલીનો બકરો, હું તો એજ વિચારું છું કે ઇન્દુ મારા મેળની હોય અને મારા દિમાગમાં ફીટ થાય તો સારું, નહી તો મારે આત્મહત્યા કરવાનો વારો આવશે,” સુનીલની વાત સાંભળી મને લાગ્યું કે સુનીલે હથિયાર નીચે મૂકી દીધા છે, સુનીલ તેના ભાઈની વાત માનવાનો છે, હું અંદર અંદર રાજી થવા લાગ્યો, હું બે ગ્લાસ ઉતારી ચુક્યો હતો મને બીક હતી એ પ્રવાહીના નસામાં મારાથી બોલી ન જવાય, સુનીલ ખુબ દુ:ખી હતો અને મારે સુનીલ પાસે એવી વાત ન કરવી જોઈએ, વાત? મારે એવો વિચાર પણ ન કરવો જોઈએ, હું મારી જાતને ઢંઢોળી રહ્યો હતો મારી જાતને કોશી રહ્યો હતો, કે હું આ શું વિચારું છું ? અને કદાજ હું સુનીલને કહીશ તો પણ સુનીલનું આત્મસમ્માન ઘવાસે, મારું માથું ફરવા લાગ્યું હતું, જો મારી હાલત આવી છે તો સુનીલની શું હાલત શું હશે? સુનીલ શૈલીથી વાત કરવા માંગતો હતો પણ શૈલીના ફોન નહોતો ઉઠાવતો, મારો ત્રીજો ગ્લાસ ભરતા મને વિચાર આવવા લાગ્યો કે મેં સુનીલ ને પ્રોમિસ કર્યંઠ હતું, હું મોટાભાઈને સમજાવીશ,, મારે મોટાભાઈથી વાત કરવી જોઈએ, અપમાન કરશે એજ ને ? થોડી ગાળો દેશે એજ ને ? સાંભળી લઈશ. “કાલે સાંજે હું ઘરે આવું છું, ભાઈ સાથે વાત કરવા,” મેં કહ્યું. “ભાઈ..... રહેવા દે,આ બાબતે ઘરમાં મ...… મ.… મ.… મોટા.… પપપ.… પા... પાયે માથાકૂટ થઇ ગઈ છે અને તું આવીશ એ વાત કરવા તો એક કરતા બ.. બ.… બ… બીજું થશે,” સુનીલ ફૂલ નશામાં આવી ગયો હતો મારું પણ માથું ફરવા લાગ્યું હતું. મારી આંખો બંધ થવા લાગી હતી, આમ પીને ઘરે જઈશ તો મા ધોકા મારશે, હજુ હું ફોનમાં વાત કરી શકું એટલો હોશ હતો, મેં સુનીલ પાસેથી ફોન લઇ અને માંને ફોન કર્યો, “હેલ્લો માં... હું અહી સુનીલ સાથે વાડી ઉપર છું,,,અહીજ સુઈ જઈસ મારી ચિંતા ના કરજે,” “કેમ ? અને શું થયું છે તને ?, તારો આવાજ કેમ ભારી થઇ ગયો છે? તું બરાબર તો છો ને?” “હા હું બરાબર છું એ તો અહી વાડી પર ઠંડીના કારણે આવાજ ભારી થઇ ગયો છે,” “ભલે પણ સવારે વહેલો આવી જજે” “એ હા માં,” માંને શંકા તો ગઈ મારો આવાજ સાંભળી ને પણ વાંધો ન આવ્યો, એ માં છે, ફોન ન કર્યો હતો તો પણ ખબર પડી જાત, આ તો ફોન કર્યો,,મારા હાથ માંથી ફોન નીચે પડી ગયો, મારી આંખ બંધ થવા લાગી હતી, મારા મગજમાં અવનવા વિચાર આવવા લાગ્યા, મગજ ચકરાવે ચડ્યું હતું,, “સુનીલ દોસ્ત એક વાત કહું,,,તું નાલાયક છો,, નીચ છો .એક નંબરનો સ્વાર્થી છો, સાલા શૈલીને હું પ્રેમ કરું છું, તને શૈલી સાથે જોઈને હું કેટલો બળું છું? અને તને શૈલી સાથે મુલાકાત પણ મેં કરાવી, અને મારા હાથ માં આવેલ લડ્ડુ તું ઉપાડી ગયો?” મેં કહ્યું, સુનીલ એ મારા ગાલ પર થાપી મારી અને પૂછ્યું એ ભાઈ શું..વિચારે છે...” “ઓહ....સપનું હતું,,, “ સારું થયું સપનું હતું, આવી જીગર તો મારે ન કરવી જોઈએ, “કેવા સપનાઓમાં ખોવાઈ જાય છે તું?” સુનીલે પૂછ્યું, મેં નીચેથી ફોન ઉપાડ્યો, ચેક કર્યો ફોન ચાલુ તો નથી રહી ગયો ને,,સિગરેટનું પાકીટ ઉઠાવી એક સિગરેટ સળગાવી એક મોટો કશ માર્યો..અને સુનીલે મોટા આવજે કહ્યું.. “નીલ્યા.… હજુ એક પેગ બનાવ.મારા માટે....” “ના સુનીલ તને ચડી ગયો છે, ચાલ તને ઉપર તારા રૂમ સુધી મૂકી આવું,” સુનીલ ઉભો થઇ ગયો લથડીયા ખાતો ચાલતો થયો, કુવાથી થોડે દુર આવેલી એક નાની ટેકરી ઉપર ચડી ગયો, હું પણ તેની પાછળ પાછળ કંટ્રોલ કરતા કરતા ચાલતો થયો,મારા પગ આડા ફાટતા હતા પણ મારા ઉપર મારો કંટ્રોલ હતો, “જો નીલ્યા આહીંથી આમ આજુબાજુ નજર કર,” “હા,,,તો શું?” “આ કેટલી જ.....જજ.… જમીન છે? આ જમીનનો આ મ મમ્મ મમ્મ મિલકતનો માલિક છું હું, ધિક્કારું......... છું.... હું આ મિલકતને, આવા પૈસાને,” “હા સુનીલ શાંતિ રાખ દોસ્ત બધું સારું થઇ જશે,” “શું ઘંટો સારું થઇ જશે? થું...… થું.… થું… છે આવી મિલકત ઉપર જો હું શૈલીનો પ્રેમ ન પામી શકું તો, નીલ્યા જો શૈલી મને નહી મળે તો હું મરી જઈસ ,,નીલ્યા હું મરી જઈસ...” મારા ખભા પર માથું રાખી સુનીલ રડવા લાગ્યો,. “સાલા મારો દોસ્ત થઇને નમાલા જેવી વાતો કરે છે,,” સુનીલના ખભા પર હાથ રાખતા મેં કહ્યું. “તો શું કરું હું જ્યાં જોઉં ત્યાં મને શૈલીજ દેખાય છે,,સવાર સાંજ શૈલીનાજ વિચારો આવે છે,” “હા સુનીલ હજુ એક વખત તો મોટાભાઈથી વાત કરી જો નહીતો શૈલી અહીં આવે તો તમે બન્ને ભાગીને લવ મેરેજ કરી લેજો હું સાથ આપીશ,, પણ તું આમ નિરાશ ના થા,” સુનીલ મારી વાત સાંભળ્યા વગર ટેકરી ઉપરથી નીચે ઉતરતા ઉતરતા બબડ્યો, “દસ કરોડ.... દસ કરોડ.… દસ કરોડમાં આ જમીન શેઠ જમનાદાસ લેવા તૈયાર છે. મોટાભાઈ એ આ જમીન વેચવાની નથી. વહુના માગાં ના હોય એવું કહી દીધું,..હા પણ મારે શું? મારે આ જમીનથી કે દસ કરોડ થી કોઈ મતલબ નથી, દસ કરોડમાં વેચાય કે મફત માં! હું આ મિલકરત ને ધિક્કારું છું,, લથડીયા ખાતો સુનીલ ફરી ખુરસી ઉપર આવી બેસી ગયો, હાલક ડોલક હાથે તે ફરી પોતાનો ગ્લાસ ભરવા લાગ્યો. “જો નીલ્યા કાલે ઇન્દુના ઘેર નક્કી કરવા જવાનું છે, તુ પણ સાથે આવજે, મોકો મળ્યો તો ઇન્દુને સમજાવીશ કે એજ સામેથી ના પડી દે,અને જો નહી માને તો હું જ રીજેક્ટ કરી દઈશ તો બધું સચવાઈ જાય,” “પણ સુનીલ આટલી સુંદર છોકરી ને તું રીજેક્ટ કરીશ?” મેં હસતા હસતા કહ્યું. “કેમ! તને ગમતી હોય તો તારી વાત કરું બોલ ? સુનીલ એ ગર્ભિત હસતા કહ્યું. અને ગ્લાસ માં રહેલું બાકી પ્રવીહી ગટગટાવી ગયો, અને ફસડાઈ ને ખુરસીથી નીચે પટકાયો, “નીલ કારની પાછલી સીટ ઉપર તારા માટે કાંઇક મુક્યું છે, એ તું રાખ હું શૈલીની એક પણ વસ્તુ રાખવા નથી માંગતો.” હું લથડીયા ખાતો ઉભો થયો, કારની પાછલી સીટ ઉપર એક પાર્સલ પડ્યું હતું, એમાં સુનીલની પસંદના શર્ટ, ટીશર્ટ અને પરફ્યુમ હતા, એ બધુજ શૈલીએ સુનીલને ગીફ્ટમાં આવ્યું હતું. સુનીલે એ પાર્સલ મને આપી દીધું.” *** “ઓકે નીલ હું સમજી ગઈ, મતલબ સુનીલને ઇન્દુ પસંદ ન હતી અને મોટાભાઈના દબાણથી તેને ઇન્દુને સ્વીકારવી પડી એમ?” વચ્ચે મિસ લીલી એ કહ્યું...” “જી હા મેમ” ત્યાં તો વકીલ સાહેબ આવ્યા અને મિસ લીલીને ઈશારા થી બોલાવ્યા,, “ઓહ! નીલ જો વકીલ સાહેબ પણ આવી ગયા હું આવું એક મિનીટ,” એટલું કહી અને લીલી વકીલસાહેબ પાસે ચાલી ગઈ અને લગભગ દસ મિનીટ સુધી વાતો કરી અને વકીલ સાહેબ મિસ લીલીને કોઈ કાગળ બતાવી રહ્યા હતા અને કંઇક કહી રહ્યા હતા. બંને કંઇક નક્કી કર્યું હોય તેમ લોક-અપની બિલકુલ સામે પોલીસ ઇન્સ્પેકટરની ઓફીસમાં જતા રહ્યા, અને બે મિનીટમાં ઇન્સ્પેક્ટર સાથે બહાર આવ્યા,, “હાવ ડેર યુ? આ રીતે તમે કોઈને પણ આરોપી બનાવી અને લોક અપમાં બંધ નથી રાખી શકતા. મિસ્ટર . ખન્ના “ વકીલ સાહેબ એ ઇન્સ્પેકટરની છાતી ઉપર લાગેલી નેમ પ્લેટ ઉપર આંગળી રાખતા કહ્યું.આ વ્યક્તિ નીલ જયારે સુનીલની હત્યા થઈ ત્યારે આગ્રા માં હતો, આ રહ્યા તેના પુરાવા આ જુઓ નીલે જે હોટેલમાંથી ચેક આઉટ કર્યું તેના બીલની કોપી, આ તાજ મહેલ જોવા ગયાના ફોટા રેસ્ટોરન્ટમાં મિસ શૈલી સાથે જમ્યો તેનું બીલ. પોસ્ટ મોર્ટમ રીપોર્ટનાં આધારે તો મારો કલાઈન્ટ કોઈ એન્ગલથી આરોપી નથી લાગતો, તમારી પાસે કોઈ પુરાવા છે? કયા આધારે તમે તેના ઉપર ચાર્જ લગાવ્યા છે? ઇન્સ્પેકટર સાંભળતો રહ્યો કોઈ જવાબ નહોતો આપી રહ્યો,, “હેલ્લો મિસ્ટર ખન્ના હું તમને પૂછું છું. કયા આધારે તમે મિસ્ટર નીલને અરેસ્ટ કર્યા છે? “જી … જ..… જી..… સુનીલના મોટાભાઈ ના નિવેદનના આધારે. ક્રમશ:- આવતા ગુરુવારે - નીલેશ મુરાણી. મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯ ઈમેઈલ:- nileshmurani@gmail.com *** ‹ Previous Chapterએક્ટર ભાગ ૩. › Next Chapter એકટર - ભાગ ૫. Download Our App Rate & Review Send Review Kinjaljnakrani 10 months ago Bhoomi Surani 11 months ago Viral Vaghasiya 11 months ago Hiren Patel 12 months ago dobariya yagnik 12 months ago More Interesting Options Short Stories Spiritual Stories Novel Episodes Motivational Stories Classic Stories Children Stories Humour stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Social Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews NILESH MURANI Follow Share You May Also Like એક્ટર ભાગ ૧ by NILESH MURANI એક્ટર ભાગ ૨. by NILESH MURANI એક્ટર ભાગ ૩. by NILESH MURANI એકટર - ભાગ ૫. by NILESH MURANI એક્ટર ભાગ ૬ by NILESH MURANI એક્ટર ભાગ 7. by NILESH MURANI એક્ટર. ભાગ ૮ by NILESH MURANI એક્ટર ભાગ ૯ by NILESH MURANI એક્ટર ભાગ ૧૦. by NILESH MURANI એક્ટર ભાગ ૧૧. by NILESH MURANI