Meghna - 6 books and stories free download online pdf in Gujarati

મેઘના - ૬

મેગના તેના ઘરે થી તૈયાર થઈ રહી હતી ત્યારે બીજી તરફ રાજવર્ધન પણ પહેરવા ના કપડાં ની પસન્દગી કરી રહ્યો હતો છેલ્લા બે કલાક માં તેણે દસ જોડી કપડાં પહેરીને જોઈ લીધા હતા પણ આજે તેને કોઇ પણ કપડાં ગમતાં જ નહોતા.

એટલે તે બધા કપડાં નો ઢગ કરી ને એકબાજુ બેસી ગયો  પણ થોડી વાર પછી એને કંઈક યાદ આવતાં તે ઉભો થયો અને બધા કપડાં માં થી એક સફેદ રંગ નું શર્ટ અને ડાર્ક બ્લેક કલર નું પેન્ટ પહેરી લીધું પછી જે કપડાં અસ્તવ્યસ્ત કરી દીધેલા હતા તેમને વ્યસ્થિત કરી ને પાછા કબાટ માં મુકી દીધા.

અને હવે ઘળીયાળ તરફ જોયું તો પાંચ વાગ્યા હતા એટલે તેણે બાલ્કની માં થી મેગના ના ફ્લેટ તરફ જોયું તેની બારી ના પડદા પડેલા હતા એટલે રાજવર્ધન ને લાગ્યું મેગના બગીચા માં જવા માટે નીકળી ગઈ હશે.

એટલે તરત જ રાજવર્ધન કાર ની ચાવી લઈને પાર્કિંગ લોટ માં આવ્યો અને જલ્દી થી કાર શોધી ને કાર માં બેઠા પછી તેને થોડી રાહત થઈ. ફટાફટ કાર ડ્રાઇવ કરી ને દસ મિનિટ માં બગીચા સુધી પહોંચી ગયો પછી કાર ને પાર્કિંગ માં મૂકી ને બગીચા માં એક બેન્ચ પર બેસી ને મેગના ની આવવાની રાહ જોવા લાગ્યો.

થોડી વાર પછી કોઈ એ રાજવર્ધન ના ખભા પર હાથ મુક્યો એટલે તે ચોકી ગયો અને પાછળ જોયું તો હાથ મુકનાર મેગના હતી.

એટલે તેણે મેગના ને પૂછ્યું કે તે ક્યારે આવી? ત્યારે મેગના એ જણાવ્યું કે ઘરે થી સમયસર નીકળી પણ તેની સ્કૂટી નું ટાયર પંક્ચર હતું એટલે તેણે રીક્ષા માં આવવું પડ્યું તેથી તે થોડી લેટ આવી.

મેગના ની વાત સાંભળી ને રાજવર્ધન ઉભો થયો અને મેગના ને કહ્યું કે તે થોડા એકાંત જગ્યાએ જઇએ.

એટલે મેગના રાજવર્ધન ને બગીચામાં એક જગ્યાએ જ્યાં વૃક્ષો વધારે હતા ત્યાં લઈ ગઈ . ત્યાં બંને એક બેન્ચ પર બેઠા.

થોડી વાર પછી રાજવર્ધને જ વાત કરવાની શરૂઆત કરી અને મેગના ને તેના વતન અને પરિવાર વિશે પૂછ્યું.

રાજવર્ધન ની વાત સાંભળી ને મેગના ને તેની મમ્મી ની યાદ આવી ગઈ જાણે કે કોઈ જુના જખમ તાજા થયા હોય તેમ મેગના ને લાગ્યું.તે કંઈ બોલી નહીં પણ તેની આંખો માં આંશુ જરૂર આવી ગયા.

મેગના ની આંખો માં આસું જોઈ ને રાજવર્ધન ને લાગ્યું કે તેના પોતાના થી કાંઈ ભૂલ થઇ ગઇ છે. એટલે તે મેગના પાસે માફી માંગવા લાગ્યો પણ મેગના એ કહ્યું કે માફી માંગવા ની જરૂર નથી બસ તેને તેની મમ્મી ની યાદ આવી ગઈ.

પછી રાજવર્ધને મેગના ને તેની મમ્મી ક્યાં છે એમ પૂછ્યું એટલે મેગના એ આકાશ તરફ આંગળી બતાવી ને કહ્યું કે તેની મમ્મી ભગવાન પાસે ગઈ છે. અને તેના પપ્પા સુરત માં એન્જીનિયર છે. અને તેનો ભાઈ અનુજ મુંબઈ માં MBBS ની સ્ટડી કરે છે. 

પછી મેગના પોતાના વિશે બધી વાત કરે છે. તેના ભણવા ની ધગશ, જોબ ઇન્ટરવ્યૂ, જોબ લોકેશન ની પસંદગી, પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર્સ ડિગ્રી માટે આ કોલેજ એડમિશન અને તેની રાજવર્ધન સાથે થયેલી પહેલી મુલાકાત બધુ જ.

મેગના ની વાત સાંભળીને રાજવર્ધને રૂમાલ મેગના ને આપી તેના આંસું લુછવા માટે કહ્યું. પછી તેણે મેગના ને પોતાના વિશે જણાવતા કહ્યું કે તે અહીં Ph.d. ની ડિગ્રી માટે રિસર્ચ કરવા માટે આવ્યો.

પછી તેના પરિવાર માં તે પોતે , તેની નાની બહેન વીરા અને મોટા ભાઈ આર્યવર્ધન એમ કુલ ત્રણ વ્યક્તિ ઓ છે. મેગના તેને તેના માતાપિતા વિશે પૂછ્યું ત્યારે રાજવર્ધને જણાવ્યું કે તે ઘણા નાનો હતો ત્યારે જ તેના માતાપિતા નું એક અકસ્માત માં અવસાન થયું હતું.

એટલે તેને અને તેની બહેન ને તેના ભાઈ એ બંને ને ભણાવ્યા અને તેમના કારણે જ તે અહીં સુધી પહોંચી શક્યો છે અને તેમની બહેન મુંબઈ એક હોસ્પિટલ માં ડોક્ટર ની પ્રેક્ટિસ કરી રહી છે.

આમ મેગના અને રાજવર્ધન ઘણી સમય સુધી વાત કરી એટલે તેમને સમય નો ખ્યાલ જ ના રહ્યો. સાંજ પડી એટલે મેગના ઊભી થઈ અને રાજવર્ધન ને કહ્યું કે હવે તેણે ઘરે જવું પડશે કારણ કે જો વધારે મોડું થઇ જશે તો તેને રીક્ષા નહિ મળે.

એટલે રાજવર્ધન પણ ઉભો થઇ ગયો અને કહ્યું કે જો મેગના ને તકલીફ ના હોય તો પોતે તેને પોતાની કાર માં લિફ્ટ આપશે.

રાજવર્ધન ની વાત થી મેગના પહેલા તો થોડી મૂંઝવણ માં મુકાઈ ગઈ પણ પછી તેણે હા પાડી દીધી એટલે રાજવર્ધન તરત પાર્કિંગ માં જઈને તેની કાર લઈ આવ્યો પછી મેગના થોડા કચવાટ પામતા કાર માં બેસી ગઈ.

દસ મિનિટ પછી રાજવર્ધન ની કાર મેગના ના ઘેર પહોંચી ગઈ એટલે મેગના કાર માં થી બહાર નીકળી ને પછી રાજવર્ધન ને thank you કહ્યું ત્યારે રાજવર્ધન બોલ્યો કે કાલે કોલેજ માં મળીશું.

એટલું કહી ને તરત જ રાજવર્ધન પાછો જતો રહ્યો અને મેગના પાછી ઘરે આવી ને ડોમીનોઝ માં કોલ કરીને પીઝા ઓડર કર્યા પછી તેના પપ્પા ને ફોન કરી ને ખબર પૂછી ત્યાર બાદ તે ટીવી ચાલુ કરી ને ગીતો ની ચેનલ કરી એટલા માં તેનો પીઝા આવી ગયો એટલે તે ટીવી જોતાં જોતાં પીઝા ખાવા લાગી થોડી વાર પછી તેના મોબાઇલ પર એક કોલ આવ્યો.

તેણે તરત ફોન રિસીવ કરી લીધો થોડી વારમાં તેના ચહેરા પર ખુશી રેખાઓ ફેલાઈ ગઈ.

મેગના ને કોણે ફોન કર્યો હતો? કઈ વાત સાંભળી ને મેગના ખૂશ થઈ ગઈ?

જાણવા માટે આગળ નો ભાગ વાંચો..

મિત્રો આ વાર્તા ની ધીરેધીરે થી રસપ્રદ બનતી જાય છે કારણ કે ખરેખર રાજવર્ધન અને મેગના ની love story તો આ ભાગ થી જ શરૂ થઈ છે.

આ વાર્તા અંગે ના તમારા પ્રતિભાવ જરૂરથી આપશો.
તમે તમારા પ્રતિભાવ મને 8238869544 નંબર પર Whatsapp થી આપી શકો છો.

                                              - અવિચલ પંચાલ