Dikari ane bhagy books and stories free download online pdf in Gujarati

દીકરી અને ભાગ્ય

                     




                દીકરી અને ભાગ્ય.....ભાગ - ૧

.                              કાજલ પટેલ
                                   

                         છ વર્ષ  ની યામી....એના મમ્મી ને કહ્યું . મમ્માં આજે સ્કૂલ માં ટીચરે તને મળવા બોલાવી છે. ઓકે યામી મિસ ને કેહજે મમ્મા આવસે .આટલું કહી યામી ને નાસ્તો કરાવી સ્કૂલબસ માં બેસાડી.સેલ્વિ ઘરે આવી ને વિચારો માં ખોવાઈ ગઈ.હજુ યામી ને સ્કૂલ ગયા ને હજુ માત્ર બે દિવસ થયા હતા.અને આજે સેલ્વિ ને યામી ની સ્કૂલ માં બોલાવી હતી.એને ડર હતો જ્યાં પેલી સ્કૂલ ની વાત આ સ્કૂલમાં તો નહી થાય ને.મુંબઈ થી એક વીક પેહલા જ સેલ્વિ યામી ને લઇ અમદાવાદ આવી હતી.અમદાવાદ સાથે સેલ્વિ ની યાદો જોડાયેલી હતી.એના જીવન ના મુખ્ય તબ્બકા આ શહેર થી જ સારું થયા હતા.અને કોઈ એવા હતા જે એણે પોતાની જાતે જ અધૂરા મુકવા નો નિર્ણય કર્યો હતો.અને આજે અમદાવાદ આવતા ની સાથે જ એ ભય એને કોરી ખાતો હતો.સુ જવાબ આપસે એ સૌને જ્યારે એ સવાલ જે ને એણે વર્ષો થી છૂપાવી ને રાખ્યો છે એ સામે આવસે ત્યારે.એ કોને કોને જવાબ આપશે.સુ કહેશે એ .આવા વિચારો થી દરી ને જ બે વર્ષ પેહલા સેલ્વિ યામી ને લઇ આ શહેર ને અલવિદા કહી ગય હતી. પરંતું આ સમયે એના મનમાં કાઈ અલગ જ ચાલી રહ્યું હતું .
                        યામી આ નામ માં જ સેલ્વિ નું જીવન હતું.યામી એ સેલ્વિ ના જીવન નો આધાર હતો.યામી માટે જ જીવન જીવી રહેલી સેલ્વિ એ ક્યારે વિચાર્યું પણ ન હતું એવા ખેલ આ જિંદગી રમાદિ રહી હતી.એને ટ્રી ન...ટ્રી ન અવાજ સાથે ઘરમાં ફોન ની રીંગ ગુજી રહી હતી.અને આ રીંગ સાથે જ સોફા પાસે બેસી ને વિચારો માં ખોવાયેલી સેલ્વિ નું ધ્યાન તૂટ્યું .ફોન ઉપાડ્યો ત્યાં સામે થી યામી ના ટીચર નો ફોન હતો . સ્કૂલ માં આવવા ના નિમંત્રણ સાથે.યામી ની સ્કૂલ માં ગયા ની સાથે જ સેલ્વિ  ના મનમાં ઘણા વિચારો ચાલી રહ્યા હતા એક એક એ જૂની વાતો એના મનમાં આવી ને પસાર થય રહી હતી.જેને વર્ષો પેહલા સેલ્વિ છોડી ને ગઈ હતી.ઓફિસ ની બહાર ઊભી રહેલી સેલ્વિ ના મનમાં મુઝવણ ચાલી રહી હતી.થોડી થોડી વારે સેલ્વિ પોતાના મુખ ને દુપટ્ટા ની આદે લઇ એ.મો ને સાંતળવા નો પ્રયાસ કરી રહી હતી . આંખો માંથી આશુ ની ધારા વહી રહી હતી.સમજાતું ન હતું સુ કરવું અને સુ ન કરવું.ત્યાં એક મિનિટ પણ રેહવું એના માટે અસહ્ય હતું.ત્યાંથી નીકળી જવા ની તૈયારી કરી રહેલી સેલ્વિ ને અચાનક યામી યાદ આવી.યામી માટે અહિયાં રોકાવું એ જરૂરી હતું.ત્યારે મનમાં નક્કી કર્યું જે થશે એ જોયું જશે.એવું વિચારી ઓફિસ માં પ્રવેશ કર્યો.અને ત્યાં પ્રવેશ કરતા ની સાથે જ એના મુખ પર એક શાંતિ વ્યાપી ગઈ.
                     પ્રિનસીપાલ એ જ્યારે સવાલ કર્યો તમે યામી માં મોમ છો.ત્યારે સેલ્વિ એ અચકાયા વિના કહ્યું હા યામી મારી દીકરી છે. પ્રિનસીપાલ આટલું સાંભળતા ની સાથે જ સેલ્વિ ને એક તસે જોઈ રહ્યા. પણ વિચાર વા જેવું હતું.સેલ્વિ હજુ ત્રેવીસ વર્ષ ની હતી.અને એની છ વર્ષ ની દીકરી આ વાત કોઈ ને ગળે ઉતરે એવી ન હતી.ત્યાર બાદ યામી ના બધા ડોક્યુમેન્ટ જમા કરાવી સેલ્વિ એ સ્કૂલ માં થી રજા લીધી.ઘરે આવતા ની સાથે જ એ ચોધાર આશુ એ રડી પડી.કઈ સમજાય એવું ન હતું.આખો બંધ કરી એ સ્કૂલ માં બનેલી ઘટના યાદ કરી રહી હતી.અને એની સાથે જ એક નામ લઈ એને ત્યાં જ થોભી ગઈ અને એ હતું. વૃદાંત યામીના સ્કૂલ ની બહાર એણે વૃદાંત ને જોયો હતો.એનું નામ લેતા ની સાથે જ સેલ્વિ નું મુખ નો ભાવ કંઇક અલગ જ લાગી રહ્યો હતો.રડતા મુખ પણ એક હાસ્ય જોઈ એવું લાગી રહ્યું હતું...




             કોણ છે આ વૃદાંત .જેના સામે આવતા જ સેલ્વિ અસહ્ય પીડા માં ખેંચાઈ ગઈ હતી.એ જાણવા માટે આગળ  વાચતા રહો.દીકરી અને ભાગ્ય...
ભાગ - ૨

                               જય શ્રી કૃષ્ણ...