Prabhujini shodhma - 4 books and stories free download online pdf in Gujarati

પ્રભુજીની શોધમાં... - ભાગ -૪

ભક્તિ અને ભજન અનુભવવાની વાત છે...          કેવી રીતે ?? સમજીએ એક સરસ પ્રસંગ પરથી... મીરાં બાઇ અને નરસિંહ મહેતા ને તો સૌ કોઈ ઓળખતા જ હોય... ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભગત થઈ ગયા... આજે પણ એમના ભજન ગવાય છે... મીરાં બાઈ નું જીવન જોઈએ તો એમને મારવા માટે પણ ઘણાં પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ ભગવાન એમના સાથે હતા તો કોઈથી કાંઈ થઈ શક્યું નહીં...હવે મીરાં બાઇ સાથે ભગવાન હતા અને આપણાં સાથે છે કે નહીં ...કેવી રીતે ખબર પડે ??? સરળ છે !! આપણા કર્મો સારા તો ભગવાન આપણી   " સાથે "અને આપણાં કર્મો નરસાં તો ભગવાન આપણી "સામે..." બધાં ને એમ જ થાય આ ટેકનોલોજી ના યુગમાં ક્યાં મીરાં બાઇ ને ક્યાં નરસિંહ મહેતા ...અરે ભાઈ ! માપ માં રહો... તમારી જ મનબુધ્ધિ તમને રમાડી રહી છે અને ભગવાન થી દુર કરવામાં અને તમને હરાવવા મથી રહ્યા છે...આ જે બુદ્ધિશક્તિ , ક્રિયાશકિત અને ઈચ્છા શક્તિ એ ભગવાન તરફથી જ તમને મળી છે એની કદર સત્કાર્યો માં નહીં કરો તો તમને અટવાતા કોઈ રોકી નહીં શકે... આપણે જ આપણા પગ પર કુહાડી મારી એ છીએ એવું ખબર પણ નહીં પડે... દરરોજ પ્રભુ તમને આગળ લેવા મથે જ છે પરંતુ પ્રભુ આગળ નિવૅિકલ્પ અવસ્થા માં બેસવાનો પ્રયત્ન કર્યો છે ?? અને જવાબ માં "હા" હોય તો એકદમ સાચી વાત તો એ છે કે શરુઆતમાં તો અગણિત વિચારો શાંતિ થી બેસવા દે જ નહીં...તો હવે રસ્તો શું ??? અરે સાવ સરળ ... જાગ્યા ત્યારથી સવાર... મીરાં બાઇ નો રસ્તો... નરસિંહ મહેતાજીનો રસ્તો...ભજન કીર્તન કરો... મીરાં બાઇ ની જેમ... મીરાં બાઇ મંદિર માં એકલા જ ભજનો ગાતા હતા ... કોઈ સાંભળવા જતું નહોતું...પણ આપણને એમ લાગે કે એકલા...અરે ભાઈ ... ત્યાં સાંભળવા માટે ભગવાન રેડી જ હતા...એટલા માટે તો મીરાં બાઈ ને એકલતા નો અહેસાસ પણ ના થયો...ઘરે રહીને પણ ભજન કરી શકીએ આપણે તો ભગવાન ને સંભડાવવાનું છે એમને રાજી કરવાનાં છે...અન્ય વ્યક્તિને નહીં...કારણ આ સમગ્ર બ્રહ્માંડ સૃષ્ટિમાં જે પણ બધાં ચૈતન્ય છે એ પ્રભુજીને લઈને જ છે...એક દિવસ તો એવો આવશે જ કે ઘરનાં અન્ય સભ્યો પણ સાથ આપશે... અને ના આપે તો પણ શું...આપણે તો પ્રભુજીને રાજી કરવાનાં છે ને..!   આપણે તો ઘરે કેલેન્ડર હોય મૂર્તિ ના ફોટા હોય...એના પર ભગવાન ની મસ્ત સરસ મૂતિૅ હોય પણ દેખાય ક્યાંથી ...?? કેલેન્ડર જ્યાં ટીંગાડયુ હોય એના પર તો બેલ્ટ , શટૅ કે કોઈ પણ વસ્તુ લટકાવ્યું હોય...હા હા ... પછી ક્યાં થી ભગવાન દેખાય ... અને અમુક ના ઘરે તો એટલા બધા ભગવાન ની મૂર્તિ હોય કે ખબર જ ના પડે કોણે પહેલાં પ્રણામ કરીએ... અને જો દિવા ને અગરબત્તી કરી દઈએ તો અંદરથી તો એવું જ થાય .. કોઈ પણ ભગવાન રહી ન જવા જોઈએ...કંઈક ખોટું લાગી જશે તો ! અરે ભાઈ ! પ્રભુજી ને તો કાંઈ ખોટું નથી લાગતું તને બવ ખોટું લાગી જાય છે એના કરતાં એક જગ્યાએ બેસીને અમુક સમય સંભાળ્યા હોય તો ! હા ...પણ ટાઈમ ક્યાં છે ?? એમ ...કાલે આપણે હોઈશું કે નહીં એની જ ખબર નથી તો ટાઈમ એમ પણ નથી જ...તો આપણને જે ટાઈમ મળ્યો છે એનો સદ્ઉપયોગ કરી શકાય ને ...! ના ના ...અરે ! ભગવાન તો અંત સમયે ભજવાના કેમ ?? હા તો રોજે રોજ ભુખ લાગે છે , તરસ લાગે છે ત્યારે કેમ પાણી પી લેવું છે ...જમી લેવું છે...નિંદર આવે તો સુઈ જવું છે ....હે ??એ પણ અંત સમયે જ કરતાં હોય તો...ના એ ના થાય કેમ ?? ભાઈ જેમ કોઈ કાગળ પર જમવાની ચીજ દોરી હોય ને એને જોવાથી ભુખ સંતોષાય નહીં , પાણીને જોવાથી તરસ છીપાય નહીં, આરામ કર્યા વગર નિંદર પુરી થાય નહીં.... એવી જ રીતે માત્ર ભગવાન ને જોવાથી એમને સમજી ન શકાય અને એમના ચિદાકાશની મૂર્તિ ના દશૅન ન અનુભવી શકાય...એના માટે ભજન કરવું જ પડે... ભગવાન ની કથા વાર્તા માં ડુબવું જ પડે...તો ખરેખરા આનંદની પ્રાપ્તિ થાય...પણ રુપિયા પાછળની દોટ , જવાબદારી નો ભારો ક્યાં ભગવાન ભજવા દે છે !! અરે ભાઈ ! જેમના પાસે રુપિયા નહોતાં ને એ જ કંઈક સારું કામ કરીને ગયા છે વિશેષ....એમ નથી કે રુપિયા જરુરી નથી .. જરુરી છે પણ સુખનું કારણ રુપિયા નથી...એક પ્રસંગ વાગોળીએ... એકવાર ભગવાન પુરુષોત્તમ નારાયણ અને લક્ષ્મી જી વચ્ચે સંવાદ ચાલતો હતો... લક્ષ્મી જી કહે " પ્રભુ !  ખરેખર જોવા જઈએ ને તો આ મનુષ્ય ને રુપિયા ની , સોનું ઘરેણાં ની ધન દોલત ની વધારે જરૂર છે ...કારણ સારી રીતે રહેણીકરણી હોય તો તમને ભજી શકે ને !!"  પ્રભુજી સહજ સ્મીત કરતાં બોલ્યાં..એમ ! શું વાત કરો ...?? સાબિત કરી બતાવશો ??" લક્ષ્મી જી બોલ્યા હા સાબિત કરી બતાવું ! લક્ષ્મી જી એ એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડમાં માં ઘરેણાં અને સોનાના સિક્કા નો વરસાદ વરસાવ્યો... હોસ્પિટલમાં કેટલાક નાસ્તિક પણ હતાં..જેટલા પણ દરદીઓનાં સગાં સંબંધીઓ હતા તે દોડવા લાગ્યા અને જેમ આવે તેમ ભરવા લાગ્યા.... પછી લક્ષ્મી જી એ ભગવાન ને કહ્યું "જોયું પ્રભુ લોકો કેવા દોડવા લાગ્યા ... કોઈને સારવાર ની ય પડી નથી કે નથી પોતાના સગાં વ્હાલા ની ..." પ્રભુજી બોલ્યા બરાબર .... પછી ફરી લક્ષ્મી જી એ એક સ્મશાન યાત્રા નીકળી હતી એમાં પણ સોનાના સિક્કા નો વરસાદ કર્યો..બધાં મડદું મૂકી ને બધું ભેગું કરવા લાગ્યા... લક્ષ્મી જી બોલ્યા "જોયું પ્રભુ કીધું તું ને !!" પ્રભુજી બોલ્યા હા હો... "પરંતુ હવે તમે મને એ સમજાવો કે હોસ્પિટલમાં સારવાર અર્થે જે લોકોને રાખવામાં આવ્યા હતા એ લોકો પણ દોડ્યા ??  ખુશ થઈ ને ?? "લક્ષ્મી જી બોલ્યા " ના પ્રભુ એ ના દોડી શક્યા..." પ્રભુજી બોલ્યા " જેઓનું જીવવાનું જ નક્કી નથી એ ઘરેણાં લઈને શું કરશે ?? એ બધા દુઃખી હશે કારણ ભગવાન પ્રત્યેની નિષ્ઠા નથી...એ લોકોને એમ જ છે કે દવા એમને મટાડી દેશે ..પણ એમ નથી થતું કે આ મટાડનાર ભગવાન જ છે ...બીજી બધી સારવાર તો નિમિત્ત માત્ર છે એટલે એમને ભગવાન ને સંભાળ્યા નથી એટલે ખુશ નથી.... અને જે લોકો ઘરેણાં લેવા ગયા એમને એ પણ જાણવું જોઈએ કે બધું જ નાશવંત છે તો દોડાદોડી કેમ કરવી ??? સ્મશાન યાત્રામાં બધા મડદું મૂકીને સોનાના સિક્કા વીણવા લાગ્યા અને પોતાનાં ખિસ્સાં ભરવા લાગ્યા એ તો સમજ્યા પણ એક જણ ઉભું ન થયું અને એ હતું મડદું...જો ભગવાન પ્રાણશક્તિ જ ખેંચી લે તો સોનાના સિક્કા વીણવા જશે કોણ ?? " એમ કહી પ્રભુજીએ સહજ સ્મીત કર્યું... લક્ષ્મી જી એ પ્રભુજી ની માંફી  માંગી લીધી...આમ આપણે પણ આ પ્રસંગ પરથી જાણવા મળે કે રુપિયા એ સુખનું કારણ નથી... અને જે પણ કાંઈ સુખ સાહ્યબી ભોગવવી હોય તો એમાં પણ પ્રભુજીનો રાજીપો અનિવાર્ય છે... ઘણાં બધાં રુપિયા ભેગા કરી લીધા હોય ને એક રોગ મટતો ન હોય મતલબ કે શરીર સાથ આપતું ન હોય તો એ રુપિયા શું કામના ??? પણ જો શરીર સારું હોય અને ભલે રુપિયા ઓછા હોય તો ય ખર્ચ મર્યાદા માં કરીએ તો મોજ છે વ્હાલા.... ભગવાન એટલે જ ભજવાના છે કે સાચો આનંદ પ્રગટ થાય ...સાચી મોજ માણી શકીએ... સદ્ બુદ્ધિ ની પ્રેરણા થાય... બાકી જો  પ્રભુજીને ભજીએ નહીં તો આપણે કમાયેલું ધન પણ આડા રસ્તે જ જાય....જેમ કે જરુરિયાત વગરના બિનખચૉ વ્યસન...દારુ , તમાકુ, નોન વેજ વગેરે... નાશવંત આનંદ મેળવવા માં સાચો આનંદ જેમ તેમ કોઈ માની શકતું નથી... અને પછી વ્યસન કરવાથી કોઈ જીવલેણ રોગ થાય એટલે પત્યું... અમુકને વ્યસન ના હોય તો ય જીવલેણ રોગ થઈ જાય...આ બધાનું એક જ કારણ છે જો તન , મન અને ધનથી કોઈ નું અહિત કર્યું એટલે આવું થાય... પોતાના જીવને સંતોષવા માટે કોઈ જીવનું અહિત કર્યું એટલે આમ થાય...જેટલો આપણને સ્વતંત્રતા થી જીવવાનો અધિકાર છે એટલો જ અધિકાર બીજા અન્ય જીવો ને પણ છે જ...પણ ના અમે કહીએ એમ જ થવું જોઇએ...ખબર નહીં શેના કેફમાં રાંચતા હોય....પછી જ્યારે ન બનવાનું બને એટલે લોકોનો દોષ કાઢવાનો... અરે ભાઈ ! જરાક જાગ્રત થઈને જીવન જીવતા શીખ બાકી દુનિયામાં એવા પણ દાખલા છે કે મરવું હોય , શરીરથી કંટાળી ગયા હોય , લોકો થી કંટાળી ગયા હોય અને મરાય પણ નહીં...એના કરતાં બહેતર છે કે કોઈ પણ કેફમાં રાચ્યાં વગર હુંહાટા વગર પ્રભુજી ને ભજીને સરસ જીવન જીવતા શીખ !! સાચા આનંદ સાથે...સરળ રહેણીકરણી સાથે... અને ઉત્તમ વિચારો સાથે.... અને એ પણ યાદ રાખવું જોઈએ એ કે સૂર્ય ભગવાન ની સામે આગિયાનું તેજ કાંઈ નજરમાં ન આવે...તો સમગ્ર બ્રહ્માંડ જેઓને લઈને ચૈતન્ય છે તેજોમય છે તે પ્રભુજીમાં તો અનંત કોટી સૂર્ય નું તેજ રહેલું છે અને એ આપણા સવૅસ્વ છે આપણાં આત્માના અસલી માવતર છે  તો એમને ભજવામા આળસ શાની ?? એક રીતે જોવા જઈએ તો આપણી ફરજ જ કહેવાય... પ્રભુજીની શોધમાં નીકળીએ તો ક્યારે આપણને પ્રભુજી એમની ગોદમાં બેસાડી દેશે એ આપણને ખબર પણ નહીં પડે.... પૂર્ણ.... અસ્તુ...વાંચવા બદલ ખુબ ખુબ આભાર...જય હો...