Aanandni Vidaay books and stories free download online pdf in Gujarati

આનંદની વિદાય

                                                                       આનંદની વિદાય

                                                                                                                                  વૈશાખસુદ,૧૧ /૨૦૧૬ શનિવાર

                                                                                                                                  તારીખ.૦૧/૦૫/૨૦૦૪

 

       સૂર્ય ઉદય થયો અને મનમાં એક ઉમંગ ખીલવા લાગી, તો બીજી બાજુ દુઃખ જન્મવા લાગ્યું. આ દિવસ એ મારી જિંદગીનું યાદગાર દિવસ હતો. T.Y.B.A ની પરીક્ષાનું છેલ્લું પેપર આપવાનું હતું. બપોરના ૩વાગ્યે પેપર સરું થયું અને સાજે ૬ ના ટકોરા થતા પેપર અને પરીક્ષાની પૂર્ણાવતી થઈ.એ સાથે જ જીવનના શિક્ષણયાત્રાના પંદરવર્ષની મુસાફરી પૂરી થવાની પળોનજીક આવી ચુકી.દરેક પોતાની મંજીલ શોધવાની છે. પરીક્ષા આપી બહારના મેદાનમાં આવી મિત્રોની સાથે બે ગડી રહી થોડી વાતો કરી એક બીજાને જીવનની સફળતા માટે શુભકામના આપી.અલગ થવાની એ વેળાએ મુખે હાસ્ય જરૂર હતું .પણ દુઃખ અધિક વેદનાં દાયી હતું. તેમ છતાં જે થવાનું હતું .તેને  કોણ રોકી શકવાનું મેઘના પાણી તો ધરતી પર જ આવવાનાં .આંખમાં અશ્રુની બુંદો ભરાઈ હેંયે હિંમત દાખવી તેને  ધરા પર પાડવા કેમ દેવાય  એ ઘડી તો સુખ દુઃખની મિશ્રિત ક્ષણ હતી.

કૉલેજના એ મેદાન જયા  ત્રણ વર્ષ સુધી અમારા ચરણો આહલાદક સ્પર્સ અનેક વખત અનુભવ કર્યુઁ હતું તે યાદ કરી રહ્યા હતાં આંખ પેલ્લી કૉલેજના ભવન ને જોઈ રહી હતી, જેમ કન્યા વિદાયની વખતે પોતાના ઘર ને જૂએછે ! પણ પોતાનું જીવન તો પ્રિયતમને ઘેર જ  છે .તેમ  હવે આ સરસ્વતી મંદિર ને છોડી માં ની મમતા છૂટવાનો સમય આવી ગયો.

સાંજના ૬:૩૦ સમયે  કૉલેજના એ મેદાન ને છોડી અમે આઝાદ ચૌક માંડવીમાં આવ્યાં. ત્યાંથી ઇમરાન દિપક હું અને મહેશ, બ્રિજલ તેમજ ઊર્મિ સહુ નાસ્તો લેવા ગયા .અને અલ્પા,અલ્પા.ડી રશિદા,અને કમ્રુનીસા ગાડી માં બેઠા હતાં.ત્યાંથી અમે એ છેલ્લી ઘડીની મોજ માણવાનું વિચારી ને માંડવી ના દરિયા કિનારેના પવન ચકીયે જવાનું વિચાર્યું.ત્યાંથી નાસ્તો અને થંડાપીણા લઈ અમે ખુશીને શોધવા નીકડી પડ્યા.મંજિલ તો થોડી વારમાં જ આવી ગઈ.

દરિયાના કાંઠે મેટાડોર ગાડી ઊભિ રાખી અને એક એક કરતા દરેક ના ચરણો સરકતી રેતી પર પડયા.જે માં ૪ મિત્રો અને ૬ સહેલી પહ બેહનો નું  ભાવ વધુ હતું . અમેં સર્વે સાગર તરફ આગળ  વધવા લાગ્યા .૭:૧૦નો સમય હતો .સૂર્ય ક્ષિતિજ હતો પણ તેને પણ ઉતાવળ હતી પોતાની પ્રિયાને મળવાની ,આકાશે એક પકારનું ધૂમ્મસ હતું .એ અમારી વહેતી ક્ષણને યાદ કરાવતું હતું.જેમ  ધુમસમાં સૂર્ય જલ્દી દેખાતો બંધ થઇ જાય એમ આમારી ખુશી પર ધુમસ પથરાવા લાગતી હતી.મારું હૈયું સાગર ના ઉછળતા મોજા અને સાહિલે આવેલ પ્રવાસી લોકોની રમઝટ ,ઊટની  સવારી તો ઘોડા ગાડીના ટપ ટપ ના આવાજ,સાગર ની લહેરો નું મધુકર રણઝણ સાંભળવામાં મશગુલ હતું.

સૂર્યના કિરણો નીલ જલને કેશરીયા લાલ રંગ ઉડાડે છે . શ્રેવ્ત રેતાળ પટ પળ પાણીની લહેર અને તેમાં થતી સફેદ ફીણમાં પગ પલાળી,સૂર્યના અંતિમ  અસ્ત સમયે પ્રણામ કર્યાં, અને સાગર જળની અંજલિ લઇ પ્રભુ પાસે એક ઇરછા વ્યક્ત કરી કે , આદિત્ય દેવને સાક્ષાત દેવ માની આમે સૂર્યાસ્ત ના શ્રેષ્ઠ ગણવામાંઆવે છે  એ વિચારી , આ ક્ષણ ને ભૂલાય નહિ  એમ મનમાં જ વિચાર્યું . જયારે પણ સાગર પટ પર હોઈએ અને સુર્યાસ્ત નો સમય હોય  ત્યારે આ ઘડી ફરી યાદ આવતી રહે.પૂનમ ને આવવાની ચાર દિવસ ની રાહ હતી.પણ તેમ છતાં ચંદ્રના કિરણો જળ ને પોતાની તરફ આકર્ષણ કરતો હતો. સાગર માં ભરતી વધવા લાઘી .અમે થોડી વારમાં તો કપડાં થોડા  ઉચાં ચડાવી સાગર ના કિનારા તરફ આગળ વધ્યા. અલ્પા રાજગોર ,પાણીથી દુર જ રહી.એને અમારા પર્સ,ઘડિયાળઅને જેવી વસ્તુ ની સભાળ રાખી બહાર  કિનારે ઊભિ રહી,અને અમને દુર થી જોતી રહી .દિપક  ને તો રેતી પર નવા ચિત્રો કંડારાવાનઆ જ હતાં! ત્યારે મારતા હોઠે એક ગીત યાદ આવ્યું .

                                           "કોઈ લોટાદે વો બારીશ કા પાની,

                                           વો કાગજ કી કસ્તી વો લહેરો કી મસ્તી "

એમ કરતા તો સાગર નું પાણી ગણું ઉપર વધવા લાગ્યું. તેથી અમે થોડે દુર અમે રમત રમવાનું વિચાર કરી .પકડા પકડીની રમત શરુ કરી .પછી  થોડી વાર ઊભિ ખો રમ્યાં, એ રમત માં ખૂબજ મજા પડી પણ તે ઘડિયે લપસવાની એટલી મજા પડે .હું જયારે ઇમરાનને પકડવા ગયો  ત્યારે હું લાપશી પડ્યો .તો ત્યાં રસિદાએ કહ્યું ભાઈ તને વાગ્યું તો નથી ને,પણ ઘડીએ દુઃખતો  આવીજ કયાંથી શકે!સૂર્ય પહ ક્ષિતિજ હતો સામે છેડે ચંદ્ર અને સૂર્ય પણ ઝાંખા દેખાતા હતાં .ધીરે ધીરે સમય પણ રેત પર સરકી રહ્યોં હતો .અધારું પણ વધવા લાગ્યો હતો. સામ સામે એકબીજા ના ચહેરા પણ ઝાંખા દેખાવા લાગ્યા. પછી તો સર્વ કિનારા તરફ દોડવા લાગ્યા અને જય ગાડી ઊભિ હતી ત્યાં જતા રહ્યા .અને થોડુ જે અલ્પ આહાર અને ઠંડાપીણા  લઇ સર્વે ગોળાકાર અર્કાર માં બેસી ને એક બીજા ને નાસ્તો આપવા લાગ્યા .અને તેમાં ટુચકાની  સાથે હાસ્ય  રેલાવા લાગ્યા .થોડું જમ્યા થોડું બાકી રહ્યું .અને કિનારે ફરવા આવેલા લોકો પણ ત્યાંથી જવા લાગ્યા , અને અમે પણ ગાડી માં બેઠા.

પેલું સાગર તટ પણ અમને ભીની રેતી ને નજરે જોઈ રહ્યું જાણે એ પહ નિરાશ થઇ ગયું હોય.અને પછી કહેવા લાગ્યા કે જીવન માં ગમે ત્યારે મળીયે તો ભૂલી ન જતા એક બીજાને .અને દિપક તો મારી બેન ને કહેવા લાગ્યો કે હું તને કવિતા લખી ને ટ ઘડી ની યાદ રૂપે ભેટ આપીશ.અને તેનો એ ચેલેજ સહુ કોઈએ સીવકાર્યું.હું તો  તે વખતે ચુપ j રહ્યો, પણ ઊર્મિ મને કહેવા લાગી કે તને તો લખાવનું કહેવાની જરૂરજ નથી.

ગાડી ચાલુ થઇ થોડું આગળ ગયા અને ત્યાં અંતાક્ષરી ની રમઝટ અને તેમાં નવા જુના ગીતો ની ભેળસેળ સાથે હાસ્ય રેળસેળ થવા લાગી.તેમાં એક મિત્રને "ગ" ગધેડાનું છૂટ્યું જ  નહી. તેમાં અહી કોને જીતવાની પડી હતી ખરેખર  તો હારવામાં  જે આંનદ છે તે જીતવામાં નથી.

૮:૩૦ નો સમય થયો હતો ત્યાં એ અમ્રારી ત્રણ વર્ષ ની જે અમારી વિધાભુમી માંડવી ને અંતિમ વખતે  યાદ કરી એ સરદ ને છોડી ગયા .રસ્તામાં દરેક એકબીજા સાથે થોડા ગપસપ અને એક બીજાને યાદ કરવાના ,વાડી લગ્ન વખતે બોલાવીને પોતાના વચન યાદ કરી ને પુરા કરવના વચન આપ્યા .પણ એમાં પ્રથમ નંબર મારો જ હતો. 

સર્વે સાથે અમે ગઢશીશા તરફ આગળ વધી રહ્યા હતાં .તે દિવસે મને દિપક ના ઘેર રાત રોકાવાનું હતું.પણ ઇમરાન મને કહે કે  તું મારી સાથે ચાલ, હું તારા વિના એકલો પડી જઈશ.પણ કદાચ હું તેનાથી અલગ ભલે થાઉં પણ તેમના હૈયાથી તો કયારે અલગ થવાનો નથી .અને તે મારા થી કયા છુટા થવાના છે, તે વખતે મારી મંજિલ તો ભાડઈ હતી .પણ બીજા મેટ્રો બધા ગઢશીશા તરફ જવાના હતાં .દુખની વેળા ની ઘડીયો તો દિપક અને મારા માટે જલ્દી આવી ગઈ .ભાડઈનું સ્ટેશન આવ્યું પણ અમારા ચરણ તેમના સાથ છોડવા ન માંગતા હતાં .

પણ હૈયે પથ્થર  મૂકી ત્યાંથી ઉતરી અને છેલ્લી ઘડિયે તેમને શુભ કામનાના ઓ આપવા માટે હોઠ પણ ફફડવા લાગ્યા .ઉચાર પણ થળથળવા લાગ્યા ત્યારે બધા પાસેથી મારા આ ત્રણ વર્ષ દરમિયાન જો કોઈ ભૂલો થઇ હોય કોઈ એવા સબ્દો બોલાયા હોય જેથી નામને દુઃખ પહોચ્યું હોય  તો તેની ક્ષમા માંગી અને ત્યાંથી અમે બધા  ને હાથ ઉછો કરી આવજો આવજો એ સબ્દો કહ્યા .અને હું અને દિપક ભાડઈ તરફ ચાલ્યા .બીજા બધા ગઢશીશા તરફ ગયા .રાર્ત્રીનો સમય હતો તારા આકાશે ટમટમતા  હતાં ચંદ્રનો પ્રકાશ શીતળ તા પાથરી રહ્યો હતો આવા શીતલ વાતાવરણમાં તુમરા  અને કંસારી ના આવાજો સભાળતા હતાં.અને અમે રસ્તે ચાલતા થયા . કહેવાય છે કે હમેશા બધુ ભૂલી જાય છે ,એ યાદો ને યાદ આપી અને પેલી ઘડી તો સાગર ની સરકતી રેતીની જેમ એ ક્ષણ સરી ગઈ.

લી.નારાણજી જાડેજા

તા.૨/૫/૨૦૦૪ રાતે ૧૦ વાગે  લખેલ.