Aaj thi paanch varsh pachi books and stories free download online pdf in Gujarati

આજથી પાંચ વર્ષ પછી



પ્રીય તું,

તારા માટે કયું સંબોધન વધુ સારું રહેશે તે નક્કી નથી કરી શકતો પણ કાંઈ નહી

તને આ પત્ર લખીને હેરાન કરું છું તે બદલ સોરી પણ આમ પણ આ પત્ર તારા સુધી પહોંચશે નહી 

આપણે અલગ‌ થયાને હવે ત્રણ વર્ષ થવા આવ્યા અને છતાં આ ત્રણ વર્ષમાં તને ક્યારેય મારી જરૂરત નથી પડી એ જોઇને આશ્ચર્ય અને આનંદ થાય છે

ક્યારેક વીચાર આવે છે કે સારૂં જ થયું કે આપણે અલગ‌ થયા અને હું થોડો મોડો જ ખરો પણ મારી જીંદગી નું લક્ષ્ય શોધી શક્યો

થેંકફુલી આજે હું એ નથી રહ્યો જે તુ મને છોડી ગ‌ઈ હતી મેં ઘણું અચીવ કર્યું છે અને આમ જુઓ તો તેમાં તારો પણ ઘણો મોટો ફાળો છે

પણ ક્યારેક મળેલી નવરાશ ની પળો માં જો તારો વીચાર આવે તો મન માં સવાલ આવે કે જો આપણે ક્યારેય ભૂલથી ભટકાઇ જ‌ઇએ તો શું....

માન કે આજથી પાંચ વર્ષ પછી જો આપણે મળીએ તો ક‌ઇ રીતે મળીએ?

લાઇક હું એક કેફે માં બેઠો છું અને હું જાણું છું કે તું અહીં આવવાની છે (કારણકે ભલે આપણે અલગ‌ થયા પણ હજી પણ મને તારી ફીકર કરવાનું, તારી ખબર રાખવાનું ગમે છે)

આખરે અનંત સમય ના ઈંતજાર પછી તું આવે છે અને વાતાવરણ જાણે કાંઇક અલગ જ પ્રકારનું થઈ જાય છે જાણે કેફે માં છાંટેલુ ફ્રેશનર‌ કાંઇક વધારે જ સુગંધી થ‌ઈ ગયું છે

જાણે AC ની હવા આજે વધારે ઠંડી છે અને જાણે ટેબલ પર સજાવેલા ફુલ વધારે ‌ફ્રેશ અને કલરફૂલ લાગે છે

તું આજે પણ એટલી જ સિમ્પલ બટ સ્ટાઈલીશ લાગે છે અને કદાચ પહેલા કરતા વધુ સુંદર પણ...

તું અંદર આવે છે અને કદાચ મને જુએ છે કારણકે તું ચાલતાં-ચાલતાં એકદમ જ રોકાઈ જાય છે અને મારાથી જેટલું બને તેટલું દૂરનુ ટેબલ શોધવા પ્રયત્ન કરે છે

આખરે એક ટેબલ નક્કી કરી ને તું ત્યાં ગોઠવાય છે અને મને બની શકે એટલું વધારે ઇગ્નોર કરવાનો પ્રયાસ કરે છે

વારંવાર તું તારી ધડીયળ માં સમય જુએ છે અને કદાચ આ એ‌ જ ઘડયાળ છે જે મેં તને મારી છ મહિનાની પોકેટમની ભેગી કરી ને ગીફ્ટ કરી હતી

મને મન થાય છે કે હમણાં જ દોડીને તને હગ‌ કરી લ‌ઉં અને તારા ખભા પર માથું ઢાળી ને પોક‌ મુકીને વરસી પડું પણ ના હું ફક્ત મારી આંખો માં આવેલા તે એક આંસુ ને મારી આંગળી પર લ‌ઇને તેને મારા હદય પર ચાંપી દઉ છું

આખરે થોડા સમય પછી તું કાંઇક વીચારે છે અને ઉભી થઇ ને મારા ટેબલ તરફ આગળ વધે છે 

હું તને ઇગ્નોર નથી કરી રહ્યો બસ‌ કોઈ પણ પ્રકારનુ રિએક્શન આપવાથી બચવાનો પ્રયાસ કરૂં છું

આખરે તું મારા ટેબલ સુધી પહોંચી ને ‌એક સ્મિત સાથે મારી સામે વાળી ખુરશીમાં બેસે છે

તારા નજીક આવતાં જ તારા પરફ્યુમ ની સુગંધ થી મારૂ નાક જાણે બહેર મારી જાય છે આ એ જ પરફ્યુમ છે જે મેં તને જીદ કરીને લેવડાવ્યું હતું અને શરૂઆત માં તો તને તેની સુગંધ પણ પસંદ નહોતી

મારી નજર નીચે જાય છે અને તે ત્રણ ઇંચ ની પ્લેટફોર્મ હીલ પહેરી છે અને તે જોઇને મને યાદ આવે છે કે મેં તને એક વખત મજાક માં કહ્યું હતું કે "જો તું ત્રણ ઇંચ વધારે લાંબી હોત તો ખુબ જ સુંદર લાગતી" અને હું સાચો હતો

આખરે મને ખોવાયેલો જોઇને તું મારા ટેબલ પર મૂકેલ હાથ ને‌ થોડો હલાવે છે અને જાણે કે કાંઇ વિજળી જેવું મારા આખા શરીરમાં ફેલાઇ જાય છે

મને એકદમ ચોંકેલો જોઇને તું એક ખીલખીલાટ હાસ્ય સાથે બોલે છે "હાય" અને મને રીયલાઇઝ થાય છે કે મારૂ ફેવરિટ મ્યુઝિક તો તારો અવાજ છે

હું સ્વસ્થ થઈ ને બોલું છું "હાય, કેમ છે તું?"

હવે તું પણ થોડી સ્વસ્થ થઈ છે અને કહે છે "બસ હું એકદમ મસ્ત, તું બોલ... બહુ સમયે... અહીં આમ‌ અચાનક જ..."

"બસ થોડું કામ હતું તો મિટિંગ માટે આવ્યો છું... અને તું?"

"એક ફ્રેન્ડ ને મળવા..." તું થોડા સંકોચ સાથે બોલે છે "એક્ચ્યુઅલી પેરેન્ટ્સ કહે છે કે મળી લે, છોકરો સારો છે એન્ડ ઓળખાણ નો પણ છે"

"કાંઇ ઓર્ડર કરીએ?" મેં પૂછ્યું

"ના કદાચ એ હમણાં થોડી વારમાં આવતો જ હશે"

" કાંઇ નહી ત્યાં સુધી આપણે તો ક‌ઇ મંગાવીએ... હા જો તારી ઈચ્છા ન હોય તો ક‌ઇ વાંધો નથી"

" ના ના એવું કાંઈ જ નથી... આ તો તને ખોટો ખર્ચ ન વધે એટલે..."

"એક કોફી મને વધારે ગરીબ નહી કરી શકે" મેં મજાક માં કહ્યું

"ઓકે તો લેટ્સ ઓર્ડર"

હું F&B boy ને બોલાવવા માટે વેવ કરૂં છું તે આવે છે અને તુ ઓર્ડર આપે છે

"મને એક કેપુચિનો વિથ વેજ ડ્રિલ્ડ ચીઝ સેન્ડવીચ,‌ અને તું?"

"મારૂ એ જ રેગ્યુલર" અને F&B boy "ઓકે" કહીને નીકળી જાય છે

તેને જતા જોઇને તું એકદમ જ જાણે ચીસ પાડી ઉઠે છે "અને બીલ મને આપજે"

તે મારી તરફ આશ્ચર્ય થી જુએ છે અને હું તેને એક સ્મિત સાથે જવાનો ઇશરો કરૂ છું  અને તે જાય છે

"તો... રેગ્યુલર હં... મતલબ તું અહીં ઘણી વખત આવ્યો છે..."

"હા ફ્રિકવન્ટલી... બાય ધ વે તારો ફ્રેન્ડ કરે‌ છે શું? મતલબ જોબ-બિઝનેસ?"

"અરે એ છે ને આ કેફે ના જે માલિક છે ને ઓમની કંપની માં મેનેજર લેવલ પર કામ કરે છે એન્ડ ડેડ કહેતા હતા કે સારૂ એવું કમાય છે"

"ધેટ્સ રીયલી ગ્રેટ" મને ખબર છે કે તું મને ટોણો મારી રહી છે પણ હું ફક્ત સ્મિત આપુ છું

"અને તને ખબર છે કે આ કેફે ના જે માલિક છે ને ઓમની પ્રોપર્ટી તો ઘણી મોટી છે અને પોતે કમાયેલી છે"

મેં એક મોટું સ્મિત આપ્યું અને કાંઇ બોલવા જાઉં એ પહેલાં જ ઓર્ડર આવી ગયો

"યોર કેપુચિનો વિથ વેજ ડ્રિલ્ડ ચીઝ સેન્ડવીચ મે'મ , એન્ડ યોર કોલ્ડ કોફી સર" અને તે સર્વ કરીને જતો રહ્યો

"તો તું શું કરે છે આજ કાલ? આઇ મીન કવિતાઓ લખવા સિવાય" તું જાણે એક‌ તુચછકાર ભર્યા ફુંફાડા સાથે બોલી

"બસ વધુ કાંઇ નહી , એક નાનકડો બિઝનેસ છે એ સંભાળું છું , રહેવા લાયક ઘર છે અને હા મેં કવિતાઓ લખવાનું છોડી દિધું છે"

"કોઈ ગર્લફ્રેન્ડ?"

"વેલ... તને શું લાગે છે?"

"હોનેસ્ટલી કહું તો આઇ થીંક નહીં હોય.... આઇ મીન સોરી પણ તારી હાલત..." તું હાથ થી પૈસા નો ઈશારો કરે છે

"નો ઓફેનસ ટેકન બટ આઈ શુડ ગો નાઉ... "

"પ્લીઝ તું ખોટું ના લગાડીશ , આઇ ડિડન્ટ મેન્ટ ટુ હર્ટ યુ"

"મને તારી વાત નું કાંઇ ખોટું નથી લાગ્યુ‌, આઇ રીયલી‌ નીડ ટુ ગો નાઉ" અને હું ‌ટેબલ ‌પર થી ઉભો થાઉં છું

"બીલ પ્લીઝ" તું લગભગ ચીખી ઉઠી

F&b  boy આવે છે પણ તેના હાથમાં બીલ નથી , એ જોઇને તું આશ્ચર્ય સાથે તેને જુએ છે

હું જતા જતા તારી આંખોમાં આંખો પરોવીને એક સ્મિત સાથે કહું છું "અને બેસ્ટ ઓફ લક ફોર યોર મિટિંગ"

તું એકદમ કલુલેસ છે અને F&b  boy ને પુછે છે "આ શું હતું?" અને હું જે છેલ્લા કેટલાક શબ્દો સાંભળી શકુ છું તે છે "મે'મ શું તમને સાચે ખબર નથી કે આ કેફે કોનું છે?"