Ek callni raah - 2 books and stories free download online pdf in Gujarati

એક કોલની રાહ ભાગ-૨ ભૂમિ


એક કોલની રાહ - ભાગ-૨

ભૂમિ

રાજેશ્વરી અમદાવાદ ચાલી ગઈ પછી હું વધુ ઉદાસ રહેવા લાગ્યો હતો.  મને હવે રાજકોટમાં રહેવાની ઈચ્છા નહોતી રહી, મનોમન મેં એક નિર્ણય લઈ લીધો હતો. રાત્રે ડિનર કરતા મેં મારો નિર્ણય, મમ્મી-પપ્પાને જણાવ્યો. "મમ્મી, પપ્પા, મારે આર્મી ઝોઇન કરવી છે." મારા પપ્પા જમતા-જમતા અટકી ગયા, મારી સામે જોતા પૂછ્યું, "તને એવો વિચાર કેમ આવ્યો ? શામાટે તારે આર્મી ઝોઇન કરવી છે ? તારા માર્ક તો સારા આવ્યા છે, કઈ પણ પસંદ કરી આગળ ભણવાનું ચાલુ રાખ, આર્મીમાં જવાની કોઈ જરૂર નથી."

"પપ્પા, મને હવે આગળ ભણવામાં કોઈ રસ નથી, મારે આર્મીમાં જવું છે."

"ઠીક છે, તારે આગળ ના, ભણવું હોય તો કઈ નહી પણ આર્મીમાં તો, નથી જ જવાનું." ભગિરથભાઈ, જમવાનું અધૂરું છોડી ઉભા થઈ ગયા.
"મમ્મી, તું સમજાવને પપ્પાને." મમ્મીના સામે જોતા મેં કહ્યું.

"હું પણ તારા પપ્પા સાથે છું, તારે અહીં જે કરવું હોય તે કર પણ, આર્મીમાં જવાની વાત રહેવા દે, આ માટે હું તને ક્યારેય રજા નહીં આપું." હું ગુસ્સામા ! ડાઇનિંગ ટેબલ પરથી ઉભો થંઈ મારા રૂમમાં ચાલ્યો ગયો.

આ વાતને થોડા દિવસો વીતી ગયા હતાં. હું હવે વધું ઉદાસ થઈ બહાર ભટકીયા કરતો હતો. સમય પર જમવા આવતો નહોતો, કોઈની જોડે બોલતો નહોતો. મારી આવી હાલત મારા મમ્મીથી ના જોવાઈ એટલે મારા પપ્પા જોડે વાત કરવાનું નક્કી કર્યું.

"રાજની આવી હાલત હવે મારાથી નથી જોવાતી! એને જીદ્દ  લીધી છે, એ નહી માને, એને આર્મીમાં જવા દ્યો." સાંજે જમતી વેળાએ મમ્મીએ વાત કરી હતી.

"એ આપણું એકનું એક સંતાન છે, એને આર્મીમાં કેમ જવાદવ!  શું એ આર્મીમાં જશે તો તમે ખુશ રહેશો ?"

"અત્યારે એની આવી હાલત જોઈને હું ક્યાં  ખુશ છું! કમ સે કમ એ એની મરજીથી આર્મીમાં જશે તો એ ખુશ તો રહેશે. એ ખુશ રહેશે તો હું પણ ખુશ રહીશ." મારા મમ્મીએ પોતાની ઈચ્છા કહીં દીધી.

"તો ઠીક છે, તમારી ઈચ્છા હોય તો રાજ, સાથે વાત કરી લ્યો, એને જે જોતું હોય એ હું લાવી આપીશ." મારા પપ્પાએ મંજૂરી આપી દીધી.

હું બાલ્કનીમાં ઝૂલ્લા પર ગુમસુમ બેઠો હતો, ત્યારે મમ્મી આવી મારી પાસે બેસતા બોલ્યા,  "રાજ, તો તું જીદ્દ નહી છોડે?"

"મમ્મી, આ મારી જીદ્દ નથી, આર્મીમાં જવાની મારી ઈચ્છા છે."
"રાજ, એક વાત પૂછું ?" સાચો જવાબ આપીશ.

"હા..!-મમ્મી. બોલો શું પૂછવું છે?"

"રાજેશ્વરી, રાજકોટમાં હોત તો, તું આર્મીમાં જવાનું વિચારેત??"

મને આવા સવાલની આશા નહોતી, મે મમ્મી સામે જોતા પુછ્યું. "મમ્મી, તને એવું કેમ લાગ્યું??

"બેટા, હું તારી મા છું, દીકરાના મનની વાત મા ન જાણે. તમને બન્નેને ત્રણ વર્ષથી સાથે જોતી આવી છું. બેટા રાજેશ્વરી ભણવા ગઈ છે કાયમ માટે નથી ગઈ, તો તારે શું-કામે દૂર જવું છે? 

"મમ્મી આર્મીમાં જવાની મારી ઈચ્છા પહેલેથી જ હતી, પણ હવે મેં નક્કી કર્યું છે, હું તને અને પપ્પાને દુઃખી કરી ક્યાંય દૂર નહી જાવ. મારે હવે ભણવું નથી એટલે કોઈ નોકરી કરીશ. તમે બન્ને ખુશ તો હું ખુશ."

"અમને ખુશ રાખવા તું હમેશા મનથી દુઃખી રહે એવું અમે ક્યારેય નથી ઈચ્છતા, મેં તારા પપ્પા સાથે વાત કરી લીધી છે. એ માની ગયા છે, તું સવારે તારા પપ્પા સાથે વાત કરી લેજે, તારે જે જોઈતું હશે તે આપશે.

"સાચું મમ્મી..! આઇ લવ યું મમ્મી." હું મારા મમ્મીના ગળે વળગી ગયો.  "મમ્મી, મારે અત્યારે કંઈ નથી જોઈતું, તમે મને રાજી-ખુશીથી રજા આપો બસ એટલી જ મારી ઈચ્છા હતી. હું કાલે જ આર્મી એકેડમીનું ઓનલાઇન ફોર્મ ભરી દવ છું."

"ચાલ હવે ઘણી રાત થઈ ગઈ છે, જા જઈને સુઈજા. મારા મમ્મી ઉભા થતા બોલ્યા.

"ઓ.કે. મમ્મી ગુડ નાઈટ."

મેં બીજા દિવસે જ ઓનલાઇન ફોર્મ ભરી દીધું હતું. થોડા ટેસ્ટ આપી હું એકેડમી માટે સિલેક્ટ થઈ ગયો હતો.  દહેરાદુન એકેડમીમાં ટ્રેનિંગ માટે ઓર્ડર આવી ગયો. મેં આ વાત રાજેશ્વરીને કહેવા ફોન કર્યો.

"હાય... રાજ, હું તારા જ ફોનની રાહ જોતી હતી. મને કાલે જ મમ્મીએ ફોન પર  કહ્યું કે, તે આર્મી ઝોઇન કરી. 'congratulations.'

"Thenk you રાજેશ્વરી, હું આજ રાતની ગાડીમાં જવાનો છું."

"તારું ધ્યાન રાખજે, અને મને ફોન કરવાનું ભૂલતો નહી."

"સોરી.. હું ફોનનું પ્રોમિસ નહી કરું. એકેડમિમાં મારી પાસે ફોન નહી હોય, પણ કોશિશ જરૂર કરીશ."

"રાજ, તને તારા સવાલનો જવાબ મળ્યો?"

"હા..! રાજેશ્વરી." મને જવાબ મળી ગયો પણ તને અત્યારે નહી કહું, હું પાછો આવીશ ત્યારે તને મળીને કહીશ.

"ઓ.કે. પણ ભુલતો નહી."

"પ્રોમિસ! નહી ભૂલું."


"ઓ.કે. હેપ્પીજરની.. ચાલ બાય, મારે ક્લાસમાં જવાનો સમય થઈ ગયો છે, જોજે મને ભુલતો નહી, નહીંતર જે દિવસે તું મળીશ તે દિવસે મારા હાથનો એક તમાચો જરૂર ખાઈશ.!"

"ઓ.કે. બાબા, નહી ભૂલું, બાય." મેં ફોન કટ કરી સાંજની તૈયારી કરવા લાગ્યો.

દહેરાદુન ગયાને છ મહિના જેવો સમય થઈ ગયો હતો. આ છ મહિનામાં હું ત્રણ વખત રાજેશ્વરી, સાથે વાત કરી શક્યો હતો. છ મહિના પછી હું રજા પર રાજકોટ ગયો હતો.

"મમ્મી, હું અમદાવાદ રાજેશ્વરીને મળવા જાવ છું." રજામાં રાજકોટ આવ્યા ના ત્રીજા દિવસે સવારમાં તૈયાર થતા મેં કહ્યું.

"રાજ, તું રાજેશ્વરીને મળવા ના જા, એમાં જ બન્ને પરિવારની ભલાઈ છે."

"મમ્મી , તું કેમ આવું કહે છે? શું થયું ?"

"તારા ગયા પછી મેં રિટાબેનને તારા અને રાજેશ્વરીના સબંધની વાત કરી હતી, કિશોરભાઈ અને રિટાબેને કહ્યું અમને રાજ પહેલેથી પસંદ હતો. અમારું પણ સ્વપ્નું હતું રાજ અને રાજેશ્વરીની જોડી બને પણ રાજે આર્મી ઝોઇન કરીને  અમારું સ્વપ્નું રોળી નાખ્યું.."

"મમ્મી, અંકલ-આન્ટીને આર્મીવાળાથી  આટલી નફરત કેમ છે??"

"એ લોકો આર્મીને નફરત નથી કરતા, પણ એના અતિતથી ડરી ગયા છે."

"કેવું અતિત..મમ્મી, શું થયું હતું?"

"સુરેશભાઇના બહેનના લગ્ન એક આર્મી ઓફિસર સાથે થયા હતા. છ મહિના પછી એક આંતકવાદી સાથેની મુઠભેળમાં એ શહીદ થઈ ગયા! આ ઘટના સુરેશભાઈના બહેન જીરવી શક્યા નહી અને એ પાગલ થઈ ગયા. એટલે જ તું આર્મીમાં ગયો એ નથી ગમ્યું."

"આપણા દેશના લોકો પણ કમાલના છે! એક આર્મીમેન શહીદ થાય તો આખો દેશ દુઃખી થાય છે. પોતાનો આર્મી પ્રત્યેનો પ્રેમ, ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ પર પ્રદર્શિત કરે છે, પણ જો પોતાના ઘરની વાત આવે તો કેટલો સ્વાર્થી બની જાય છે. મમ્મી મેં એકવાર રાજેશ્વરીને પ્રોમિસ કર્યું હતું કે, એની ઈચ્છા હશે ત્યાં સુધી એનો સાથ નહી છોડું,.. હું એને ક્યારેય નહીં મળું, પણ જે દિવસે રાજેશ્વરી સામે ચાલીને મારી પાસે આવશે એ દિવસે અમને એક થતા કોઈ રોકી નહી શકે, મમ્મી જો એવો દિવસ આવશે તો, એ દિવસે હું તમારી વિરુદ્ધ જતા પણ નહી અચકાવ એ માટે મને માફ કરજે." હું ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો.

પંદર દિવસની રજા પુરી થતા, હું પાછો એકેડમી ચાલ્યો ગયો. સમય પસાર થતો ગયો, રાજેશ્વરી, ડોકટર બનવા તરફ આગળ વધી રહી હતી. હું, ટ્રેનિગમાં વ્યસ્ત રહેતો હતો. રજામાં રાજેશ્વરી, ઘરે આવતી તો મારા વિષે જાણવા, મારા મમ્મીને જરૂર મળતી. બે, વર્ષ વીતી ગયા હતા. આ બે વર્ષમાં મેં, ક્યારેય રાજેશ્વરી, સાથે વાત નહોતી કરી. બન્ને ચૂપચાપ પોતની મંજિલ તરફ આગળ વધતા રહ્યા. બે, વર્ષની ટ્રેનિંગ પુરી કરી ઇન્ફન્ટ્રી યુનિટમાં બતોર લેફ્ટનન્ટની રેંકમાં પોસ્ટિંગ થઈ. 102 રાજપૂત યુનિટમાં જોડાઈ મેં મારી ફોજી લાઈફ શરૂ કરી..

'મેજર અશોક, અજય, અને વિક્રમ, રાજને સાંભળી રહ્યા હતા. બહાર હજી તોફાન શરૂ હતું.

"તો ક્યાં તુમને, અપની મન કી બાત રાજેશ્વરી, કો નહી બતાઇ?" વિક્રમે રાજના ખંભે હાથ રાખતા પુછ્યું.

"યરા, મેને તો અપની બાત બતા દી હૈ, બસ ઉસકા જવાબ કા ઇંતજાર હૈ. રાજ  મુશકુરાતાં બોલ્યો.

ડિટેલ સે બતા, કબ ઓર કેસે બતાઈ દિલ કી બાત?"

"ચાર મહિને પહેલે મેં છૂટી મેં ગયા થા, તબ મેરી મમ્મીને મુઝેે રાજેશ્વરી કા એક લેટર દિયા થા....!!"

ક્રમશ: