પ્રકૃતિ એક અમીર બાપ ની એક ની એક સુંદર છોકરી હતી. સ્વભાવે એ થોડી અભિમાની અને નખચડી હતી.એના પપ્પા એક મલ્ટીનેશનલ કંપની ના ભારત દેશ ના હેડ હતા.એટલે પોતાની સુંદરતા ની સાથે સાથે એને એના બાપ ના રૂપિયાનું પણ અભિમાન હતુ. એના પપ્પા વલ્લભભાઈ એ પોતાની આવડત થી પોતાના બોસ ને વિશ્વાસ માં લઈ ને બિઝનેસ માં અણધારી સફળતા અપાવી હતી એટલેજ એને કંપની તરફ થી દેશ ના હેડ બનાવી દેવામાં આવ્યા હતા. નેતાઓ સાથે ના સારા સંબંધો અને પોતાની આવડત થી એ દેશ ના એક નામી વ્યક્તિ તરીકે ની છાપ ઉભી કરી હતી. પ્રકૃતિ એના અભિમાન માં ઉછરી ને મોટી થઈ હતી. પાણી માંગે તો ખીર હજાર થઈ જાય એવો રુઆબ હતો. પણ પપ્પા વલ્લભભાઈ સ્વભાવે સંસ્કારી અને કડક હતા એટલે પ્રકૃતિ ને કાબુમાં રાખી શક્યા હતા.
પણ પ્રકૃતિ ની માં નાની ઉંમરે જ ગુજરી જતા એના પપ્પા એજ એને મોટી કરી હતી. કોઈ વાત એ એને ઓછું આવા દીધું નહોતું. એની દરેક જરૂરિયાતો ને પૂરી કરતા અને કોઈ રોકટોક વગર મર્યાદા માં રહી ને મોજ મસ્તી કરવાની છૂટ આપી હતી.પ્રકૃતિ હવે સ્કૂલ પૂરી કરી ને કોલેજ માં આવાની હોવાથી એના પપ્પા એ એને એક મોંઘી કાર ગિફ્ટ માં આપી હતી. એટલે પ્રકૃતિ બોવ ખુશ હતી. એ એની ફ્રેંડ્સ સાથે પોતાની મનગમતી કાર લઈ ને લોન્ગ ડ્રાઈવે પર ચાલી જતી. અને કોલેજ ચાલુ થવાથી એ ખુશ પણ હતી કેમ કે કોલેજ માં એને નવા ફ્રેંડ્સ મળશે એ વિચારી ને એને મજા આવી જતી. એને છેવટે દેશ ની ખ્યાતનામ એમ જે કોલેજ માં એડમિશન મેળવી લીધું હતું.આ એજ કોલેજ હતી જ્યાં દેશ ના નામી વ્યક્તિ ઓ ના સંતાનો શિક્ષણ મેળવતા હતા અને વલ્લભભાઈ એમ જે કોલેજ ના ટ્રસ્ટી હતા.
આ બાજુ આરવ એ પણ પોતે સ્ટેટ ટોપર હોવાથી એમ જે કોલેજ માં આસાની થી એડમિશન મેળવી લીધું હતું. આજે આરવ પણ બહુ ખુશ હતો. પોતાના પપ્પા ની ઈચ્છા ને પૂરી કરવા માટે વગર કોઈ લાગવગે અને વગર કોઈ ડોનેશન એ એને એમ જે કોલેજ માં એડમિશન મળી ગયું હતું.આરવ ના પપ્પા એક ખુબજ સિદ્ધાંતવાદી અને સંસ્કારી વ્યક્તિ હતા. આરવ ના પપ્પા કરશનભાઇ એક દેશપ્રેમી વ્યક્તિ હતા એટલેજ તેને પોતાનું સંતાન વિદેશ માં જઈ ને શિક્ષણ લે એના કરતા પોતાના જ દેશ માં પોતાની જ સંસ્કૃતિ વચ્ચે શિક્ષણ લે એવી એની ઈચ્છા હતી અને આરવ એ પપ્પા ની ઈચ્છા ને માન આપી ને સરકાર તરફ થી મળતી વિદેશ માં જઈ ને શિક્ષણ લેવાની શિષ્યવૃત્તિ ને ઠોકર મારી ને એમ જે કોલેજ માં ભણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પોતે સ્ટેટ ટોપપેર હોવાથી કોલેજ પ્રશાશને આરવ ને વગર કોઈ ડોનેશન એ એડમિશન આપ્યું હતું. આરવ એક ખુબજ સંસ્કારી,સુશીલ અને સરળ સ્વભાવ નો છોકરો હતો.પોતે ભણવામાં ખુબજ તેજસ્વી હતો.દેશ ની યુપીએસસી પરીક્ષા આપવાની આરવ ની ખુબજ ઈચ્છા હતી પણ પપ્પા ની ઈચ્છા એને એક સફળ બિઝનેસમેન બનાવની હોવાથી તે દેશ ની ખ્યાતનામ મેનેજમેન્ટ કોલેજ માં દાખલ થયો હતો. આરવ દેખાવે એક સુંદર રમતવીર જેવો હતો.
કોલેજ ચાલુ થઈ ગઈ હોવાથી આરવ એ પોતાના પપ્પા તરફ થી ભેટ માં મળેલી સાયકલ પર કોલેજ આવાનું ચાલુ કર્યું. આરવ પણ આજે ખુશ જાણતો હતો કેમ કે એ પણ એજ વિચારતો હતો કે કોલેજ માં નવા ફ્રેંડ્સ મળશે અને કોલેજ પણ એક સુંદર જગ્યા પર અને શાંત વાતાવરણ માં હતી જ્યાંની હવાઓ માં પણ એક તાજગી હતી.
આ બાજુ પ્રકૃતિ એ પણ કોલેજ અવાનૂ ચાલુ કરી દીધું હતું પણ હજી કોલેજ ચાલુ થયા ને થોડોજ ટાઈમ થયો હતો એટલે એના કોઈ ફ્રેંડ્સ થાય ના હતા. પ્રકૃતિ ને એના સ્ટેટસ નું અભિમાન હતું એટલે એ કોઈ જેવા તેવા સાથે દોસ્તી કરવા માંગતી નોહતી. એટલે એ પોતાના સ્ટેટસ સાથે મેળ ખાય એવા દોસ્તો ની શોધ માં હતી.આખરે એને પ્રિયા,શિલ્પા અને વિશાલ સાથે મેળ પડ્યો. આ ત્રણેય ના પપ્પાઓ દેશ ના નામી ઉદ્યોગપતિઓ હતા એટલે પ્રકૃતિ ને એના સ્ટેટસ પ્રમાણે જેવા મિત્રો જોઈતા હતા તેવા મળી ગયા.
વિશાલ એક સારો છોકરો હતો. કોલેજ ના પ્રથમ દિવસેજ એની મુલાકાત આરવ સાથે થયેલી અને આરવ સ્ટેટ ટોપર અને હોશિયાર હોવાથી વિશાલ ને એની સાથે દોસ્તી કરવાનું પસંદ પડ્યું. ટૂંક માં વિશાલ પ્રકૃતિ અને આરવ એમ બંને નો મ્યુચુઅલ ફ્રેન્ડ બની ગયો હતો.વિશાલ ના પપ્પા જે મલ્ટીનેશનલ કંપની ને કેમિકલ સપ્પલાઈ કરતા તે કંપની ના દેશ ના હેડ પ્રકૃતિ ના પપ્પા હોવાથી પ્રકૃતિ એ વિશાલ સાથે દોસ્તી કરવાનું પસંદ કર્યું હતું.
જેમ જેમ કોલેજ ના દિવસો પસાર થઈ રહ્યા હતા તેમ તેમ વિશાલ અને આરવ વચ્ચે દોસ્તી ગાઢ થઈ રહી હતી.એક દિવસ પ્રકૃતિ અને આરવ નીમુલાકાત વિશાલ એ કરાવી.પેલા તો પ્રકૃતિ આરવ ને જોઈ ને મોહી ગઈ પરંતુ જ્યારે એને ખબર પડી કે આરવ તો કોલેજ માં સાયકલ લઈને આવે છે અને કોલેજ માં ડોનેશન વગર એડમિશન લીધું છે એટલે એને પોતાના સ્ટેટસ પર અભિમાન આવ્યું અને એને વિશાલ ને આરવ સાથે વધારે દોસ્તી ના રાખવા આગ્રહ કર્યો. વિશાલ ને એ વાત ના ગમી અને પ્રકૃતિ ને લાખ સમજાવી પણ એને પોતાના સ્ટેટસ ની ચિંતા હતી. પ્રકૃતિ એ ચોખ્ખા શબ્દો માં વિશાલ ને કહી દીધું કે આરવ ને આપડા ગ્રુપ માં ના લાવવો.
પણ આ બાજુ આરવ તો એક મસ્તમૌલા બની ને કોલેજ માં દિવસો પસાર કરી રહ્યો હતો અને ભણવામાં પણ ખૂબ ધ્યાન આપી રહ્યો હતો. પ્રોફેસરો પાસે આરવ વધારાના ટાઈમ માં પણ દેખાવા માંડતો હતો કેમ કે એક્ઝામ નજીક આવી રહી હતી.પ્રકૃતિ ને મન માં ને મન માં આરવ ની ઈર્ષ્યા થવા માંડી હતી કેમ કે આરવ કોલેજ ના દરેક પ્રોફેસરો ની સૌથી વધારે નજીક હતો અને કોલેજ ની બીજી છોકરી ઓ આરવ ને જોઈ ને પોતાનું દિલ દઈ બેઠી હતી. પણ આરવ આ બધા માં પાડવા કરતા પોતે ભણવામાં જ ધ્યાન આપતો. કેટલીયે છોકરી ઓ આરવ ને પ્રપોઝ કરી આવી હતી પણ આરવ એ એક પણ છોકરી સાથે દોસ્તી સુદ્ધાં નોહતી કરી.એજ કારણ હતું કે પ્રકૃતિ ને ઈર્ષ્યા થતી કે આરવ માં એવું તો શું છે કે કોલેજ ની બધી છોકરીઓ આરવ પાછળ ઘેલી હતી.
એનું એક સિમ્પલ કારણ એ પણ હતું કે આરવ માત્ર દેખાવ માંજ નહીં પરંતુ ભણવામાં પણ ખુબજ હોશિયાર હતો જેના કારણે તે એટલો ફેમસ થયો હતો. આથી પ્રકૃતિ ના અભિમાને માથું ઉચક્યું અને પ્રકૃતિ એ મનોમન આરવ ને પોતાની પ્રતિભા પણ બતાવાનું નક્કી કર્યું.પ્રકૃતિ પોતે પણ હોશિયાર હતી જ પણ આરવ જેટલી તો નહીંજ.પણ પ્રકૃતિ એ વાત થી અજાણ હતી. એક દિવસ એણે પ્રિયા,શિલ્પા અને વિશાલ ને આ વાત કરી કે કોઈ પણ સંજોગો માં પોતાને આરવ કરતા વધારે માર્ક્સ લાવવાજ છે.
વિશાલે સુફિયાણી સલાહ આપતા એનો વિરોધ કર્યો અને કીધું કે હરીફાઈ કરવી સારી બાબત છે પણ હરીફાઈ સાથે અભિમાન હાર જ અપાવે.પણ પ્રકૃતિ એ એની કોઈ પણ વાત માની નહીંઅને એ આરવ કરતા વધારે માર્ક્સ લાવવા પાછળ લાગી ગઈ. આખરે એક્ઝામ આવી ગઈ. સંજોગો વશાત એ અને આરવ આગળ પાછળ ની બેંચો પર આવ્યા હતા.એટલે પ્રકૃતિ પોતે પેપર માં શું લખે એના કરતા આરવ શું લખે છે એના પર વધુ ધ્યાન આપતી.પણ પ્રકૃતિ ને આત્મવિશ્વાસ કરતા અભિમાન વધુ હતું એટલે પોતેજ ટોપ કરશે એ વાત થી એ ખુશ હતી.
આ બાજુ વિશાલ મનોમન દુઃખી હતો કેમ કે એ પ્રકૃતિ અને આરવ બંને માંથી કોઈ ને છોડવા તૈયાર ના હતો. એટલે વિશાલે મોકો જોઈ ને પ્રકૃતિ પાસે પ્રોમિસ લીધું હતું કે જો પ્રકૃતિ કરતા આરવ ના માર્ક્સ વધારે આવે તો આરવ આપડા ગ્રુપ માં આવશે અને જો પ્રકૃતિ ને વધારે માર્ક્સ આવે તો પોતે આરવ ની દોસ્તી છોડી દેશે.વિશાલ જાણતો હતો કે આરવ જ ટોપ કરશે એટલે એ બેફિકર હતો. અને પ્રકૃતિ ને એમ હતું કે પોતેજ ટોપ કરશે એટલે એ મોજ મા હતી. છેવટે રિજલ્ટ આવ્યું અને પ્રકૃતિ ના મોઢા પર આઘાત છવાઈ ગયો. પોતે ટોપ ટેન માં પણ નોહતી. આરવ એ કોલેજ માં ફર્સ્ટ યર માં ટોપ કર્યું હતું. આઘાત માં સારી પડેલી પ્રકૃતિ એ કોલેજ આવાનું બંધ કરી દીધું હતું. પણ છેવટે વિશાલ એ પોતાની સુફિયાણી સલાહોથી પ્રકૃતિ ને એ આશ્વાસન આપ્યું કે આતો સામાન્ય ટેસ્ટ હતી ફાઇનલ હજી બાકી છે. પોતાના પ્રોમિસ પ્રમાણે એને વિશાલ ને આરવ ને ગ્રૂપ માં લઈ આવા માટે કીધું.
આરવ પણ ખુશ હતો કેમ કે આખરે તેને વિશાલ સિવાય બીજા ત્રણ નવા ફ્રેન્ડ્સ મળ્યા હતા. પણ પ્રકૃતિ ના માં માં હજી અભિમાન ઉછાળા ભરતું હતું કેમ કે પોતાના સ્ટેટસ સાથે મેળ ન ખાય એવા ફ્રેન્ડ્સ સ્વીકારવા પ્રકૃતિ નું મન તૈયાર ના હતું.ધીરે ધીરે આરવ એ પ્રિયા અને શિલ્પા સાથે દોસ્તી ગાઢ બનાવી જે પ્રકૃતિ ને પસંદ નોતું પણ પોતે આપેલા પ્રોમિસ ના કારણે તે ચૂપ હતી. આરવે પ્રકૃતિ સાથે ગાઢ દોસ્તી થાય એવા પ્રયત્નો જરૂર કર્યા પણ પ્રકૃતિ એ આરવ ને મચક ના આપી. પ્રકૃતિ આરવ ના મન માં વસી ગઈ હતી. એનું રૂપ અને એની વાત કરવાની સ્ટાઇલ થી આરવ પ્રભાવિત થયો હતો. પ્રકૃતિ કોલેજ ની પ્રથમ એવી છોકરી હતી જેને આરવ ની સાથે દોસ્તી નોહતી કરવી.આરવ એ વાત જાણતો હતો કે પોતાના સિમ્પલ સ્ટેટસ ના કારણે પ્રકૃતિ પોતાની સાથેદોસ્તી કરવામાં શરમ અનુભવે છે. પણ કેવાય છે ને કે જે વ્યક્તિ તમને નફરત કરતી હોય તેની સાથે જ વધુ લાગણી હોય એમ આરવ ને પ્રકૃતિ ગમવા લાગી હતી. આરવ ને એમ હતું કે પોતે પ્રકૃતિ ના માં માંથી એક દિવસ અભિમાન કાઢી નાખશે. આ બાજુ પ્રકૃતિ ને પણ આરવ ગમતો હતો પણ પોતાના સ્ટેટસ નો અભિમાન નો કીડો આડે આવતો હતો.