Check and Mate - 15 books and stories free download online pdf in Gujarati

ચેક એન્ડ મેટ 15

ચેક એન્ડ મેટ - ચાલ જીંદગી ની

Part:-15

યોગેન્દ્ર ગુરુ ની પેકેટ વાળી વાત ગોવિંદ ડેવિડ ને જણાવે છે.. સોનુ, સોનાલી અને સુમિત પુણે માં જલસા કરી રહ્યાં હોય છે. ડેવિડ નો પીછો કરતી વ્યક્તિ ને દગ્ગુ ખતમ કરી નાંખે છે.. ડેવિડ મુંબઈ આવી વસીમ ને મળી પોતાની કહેલી વસ્તુ તૈયાર રાખવા કહે છે. cctv કેમેરા ની પ્રોબ્લેમ માટે ડેવિડ એક બીજો પ્લાન ઘડે છે અને ગોવિંદ ને અમુક કામ બતાવે છે.. ડેવિડ એક ટાઈમ બૉમ્બ બનાવે છે.. નફીસા આકાશને જણાવે છે કે એ બે દિવસ પછી પોતાની વર્જિનીટી એને આપવા માંગે છે.. હવે વાંચો આગળ... !!

***

ગોવિંદે વોટર ટેન્ક માં નાંખેલી માટી ને લીધે આકાશનાં ફાર્મહાઉસ પર બાથરૂમ માં કચરાવાળું પાણી આવે છે.. જેને લીધે સવારે શાવર લેતી વખતે આકાશ ગુસ્સે ભરાય છે અને પોતાનાં નોકર બિરજુ ને તાત્કાલિક કોઈ પ્લમ્બર ને બોલાવી પાઇપલાઇન ચેક કરાવવાનું કહે છે.

આકાશનાં ઓફીસ જતાં જ બિરજુ ફાર્મહાઉસ પર રહેલાં બધાં નોકર ચાકર પાસે કોઈ પલમ્બર નો કોન્ટેકટ નંબર હોય તો આપવા માટે કહે છે.. બિરજુ ની વાત સાંભળી ગોવિંદ કહે છે.

"મારી જોડે એક પ્લમ્બર નો નંબર છે.. "આટલું કહી ગોવિંદ ડેવિડ નો નંબર બિરજુ ને આપી દે છે.

આ હતો ડેવિડ નો સિમ્પલ પણ અસરકારક પ્લાન જેનાં વડે એ cctv કેમેરાથી એમને રોબરી વખતે ઉભી થનારી પ્રોબ્લેમ નો તોડ નીકાળવાનો હતો.. ગોવિંદે જેવો બિરજુ ને ડેવિડ નો નંબર આપ્યો એવોજ ડેવિડ ને મેસેજ કરી એ વિશે જણાવી દીધું જેથી એને ખબર રહે કે બિરજુ એને કોલ કરશે.

બિરજુ નો કોલ આવતાં ડેવિડે પોતાની ઓળખાણ સુલતાન પ્લમ્બર તરીકે આપી અને પોતે એકાદ કલાકમાં બિરજુનાં બતાવેલાં એડ્રેસ પર પણ પહોંચી જશે એવું પણ જણાવી દીધું.

ડેવિડ જ્યારે ફાર્મહાઉસ નાં ગેટ પર આવ્યો ત્યારે એને પોતાની ઓળખાણ સુલતાન તરીકે આપી.. ડેવિડ નો દેખાવ અત્યારે એકદમ સાચુકલા પ્લમ્બર જેવો જ હતો.. કેસરી રંગ નો મોટો શર્ટ અને ખુલ્લું પેન્ટ.. મોં પર કાળા ડાઘ, માથે ટોપી, પગ માં બુટ અને પ્લમબિંગ આઇટમો થી ભરેલી બેગ.. !!

ડેવિડે એક પછી એક બધી પાઈપલાઈન ચેક કરવાનું નાટક કર્યું.. ખાલી ખાલી કારણ વગર બે ત્રણ પાઈપો ખોલી અને ફીટ કરી.. પાણીનાં નળ પણ ખોલી ને ફીટ કરી જોયાં.. લગભગ ત્રણેક કલાક સુધી કામકાજ કર્યા બાદ ડેવિડે બિરજુ ને કહ્યું.

"મેં બધો ક્ષાર અને કચરો કાઢી બધી પાઈપલાઈન એકદમ વ્યવસ્થિત કરી દીધી છે.. હવે પાણી ચોખ્ખું અને ફોર્સ થી આવશે.. "

ત્યારબાદ બિરજુ એ ડેવિડ ને એનાં કામ નાં પૈસા આપ્યાં અને ડેવિડ એ પૈસા લઈને ત્યાંથી રવાના થઈ ગયો.. બહાર નીકળતાં ડેવિડ નો હસતો ચહેરો જોઈ ગોવિંદ સમજી ગયો હતો કે ડેવિડે પોતાનું કામ પૂર્ણ રૂપે નિભાવી દીધું છે.

***

વિનાયક અને એની પત્ની સુરભી ની રજા લઈ એમનો ખૂબ ખૂબ આભાર માની સુમિત, સોનાલી અને સોનુ પુણે થી બસ પકડી મુંબઈ આવવા રવાના થઈ ગયાં. ડેવિડે એમને જે એડ્રેસ મોકલાવ્યું હતું એ એડ્રેસ ચાર્લી હોટલનું જ હતું. ડેવિડે સુમિત ને કહ્યું નહીં કે એ પોતે પણ ચાર્લી હોટલમાં જ રોકાયેલો છે.

સાંજ નાં સમયે સુમિત, સોનુ અને સોનાલી પુણે થી મુંબઈ આવવાની ટ્રેઈન પકડી લે છે.. મુંબઈ ઉતરીને એ સીધા ડેવિડે કહેલી ચાર્લી હોટલ માં જઈને ચેક ઈન કરે છે.. સુમિત પર્સનલ રૂમ લે છે અને સોનાલી તથા સોનુ સાથે રહે છે.. આ હોટલમાં પણ તેઓ નકલી આઈડી આપીને રોકાય છે.. કોઈપણ જાતની ભૂલ કરવાની શકયતા હતી જ નહીં એટલે એમને ડેવિડે આપેલ નકલી આઇડેન્ટિટી પ્રુફ નો જ ઉપયોગ કર્યો.

ત્યાં જઈને એમને ઝાઝું કરવાનું હતું નહીં એટલે ફ્રેશ થઈને એ લોકો ડેવિડ ને પોતે ત્યાં પહોંચી ગયાં છે એમ જણાવી સુવા માટે પથારી માં લંબાવે છે. પણ આજે ઊંઘ આવવાની શક્યતા નહીંવત હતી.. આજ ની રાત ઓમ, નફીસા, ગોવિંદ, સોનુ, સુમિત કે સોનાલી કોઈ સુઈ શકયતા નહિવત હતી કેમકે કાલ ની રાત એમની જીંદગી ને ચાલ ને બદલી દેવાની હતી.. શતરંજ ની બીસાત પર એમની છેલ્લી આ ચાલ સામેવાળા ને માત કરી દેવાની હતી એ નક્કી હતું.

***

આખરે એ દિવસ આવી ગયો જેની જેલ માં મળેલાં એ નસીબ નાં મારેલાં છ લોકોની સાથે ડેવિડ પણ જોઈ રહ્યો હતો.. એક રોબરી અને એમની નસીબ આગળનું પત્તુ ખસી જવાનું હતું.. બધાં તૈયાર હતાં હવે એમનાં પ્લાન નો છેલ્લો ઘા કરવા માટે.

સવાર પડતાં ની સાથે જ ડેવિડ સીધો વસીમનાં ગેરેજ પર પહોંચી ગયો.. વસીમે ડેવિડે કહયાં મુજબનું વેહિકલ તૈયાર કરી રાખ્યું હતું. જેની નંબર પ્લેટ નકલી હતી અને ઓરીજીનલ ગાડી પણ ચોરીની હતી.. વસીમ નું કામ જોઈ ડેવિડ ખુશ થઈ ગયો અને એને બાકીનું પેયમેન્ટ ચૂકતે કરી સાંજે વેહિકલ લેવા આવશે એમ જણાવીને ત્યાંથી વિદાય લીધી.

ચાર્લી હોટલમાં આવી ડેવિડે સુમિત, સોનુ અને સોનાલીને પોતાનાં રૂમ માં બોલાવી એમને રાતે પહેરવા માટેનાં કપડાં આપી દીધાં.. અને રાતે શું કરવાનું છે એ પણ ફરીવાર વ્યવસ્થિત રીતે સમજાવી દીધું હતું.. ડેવિડ નહોતો ઇચ્છતો કે છેલ્લા સમયે કોઈ નવી પ્રોબ્લેમ ઉભી થાય જે એમનાં આખા પ્લાન પર પાણી ફેરવી મૂકે.

ડેવિડે બનાવેલાં પ્લાન ની શરૂવાત થઈ ગઈ હતી આકાશનાં હોટલ ડ્રીમલેન્ડ નાં પાર્કિંગ માં પોતાની કાર પાર્ક કરતાં ની સાથે.. આકાશ સહાની અત્યારે અદિતિ વર્મા ઉર્ફે નફીસા ને ત્યાંથી પીકઅપ કરવા આવ્યો હતો.. અદિતિ આજે પોતાની વર્જીનીટી પોતાનું કુવારાપણું એને ભેટ ધરવા માંગતી હતી એ સાંભળ્યા પછી તો આકાશ સહાની આ પળ ની રાહ આતુરતાથી જોઈને બેઠો હતો.

આકાશે પાર્કિંગ માં આવીને નફીસા નો નંબર ડાયલ કર્યો અને પોતે ત્યાં આવી ગયો છે એ જણાવી દીધું.. આકાશનો કોલ આવતાંની સાથે નફીસા એ ડેવિડ ને કોલ કરી એ વિશે જણાવી દીધું.. અત્યારે સોનુ, સોનાલી અને સુમિત પણ ડેવિડ ની જોડે હાજર હતાં. જ્યારે ગોવિંદ અત્યારે પણ આકાશનાં ઘરે રોકાઈ ગયો હતો.. હમણાં થી ગોવિંદ રહેવાની વ્યવસ્થા ન હોવાનું બહાનું કાઢી ફાર્મહાઉસ પર જ રોકાતો.. !!

આકાશનાં આવી ગયાં ની માહિતી ડેવિડ ને આપ્યાં પછી નફીસા હોટલમાંથી ચેક આઉટ કરી નીકળી ગઈ.. કેમકે હવે આ હોટલમાં પાછું આવવાનું નહોતું. નફીસા એ એનો બધો સામાન સવારે જ ઓમ જોડે એનાં ગંતવ્ય સ્થાને પહોંચાડી દીધો હતો.

આકાશે જોયું તો અદિતિ એટલે કે નફીસા અત્યારે રેડ એન્ડ બ્લેક કલરનાં ઈવનિંગ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.. એનું ફિગર અને હાઈટ આ પ્રકારનાં પહેરવેશ માટે બિલકુલ યોગ્ય હતી.. આકાશ સહાની નફીસા ને જોતાંજ મનોમન એનાં દેહ ને અનાવૃત કરી ચુક્યો હતો.. એની આંખો માં રીતસરની વાસના ટપકી રહી હતી.

"Hello.. lovely lady you look stunning in this outfeet.. "નફીસા નાં પોતાની નજીક આવતાં જ આકાશે એનાં રૂપનાં વખાણ કરતાં કહ્યું.

"Thanks.. "નફીસા એ આભાર વ્યક્ત કરતાં કહ્યું.

"તો ચાલો આપણે હવે જઈએ.. "આકાશે કહ્યું.

"Sorry... પણ થોડો ટાઈમ વેઈટ કરવો પડશે.. "નફીસા એ કહ્યું.

"એમાં sorry કહેવાની જરૂર નથી.. પણ હું વેઈટ કરવાનું કારણ જાણી શકું.. ?"આકાશે વિનય પૂર્વક પૂછ્યું.

"મેં પેલાં રોજર જોડે આજ રાત માટે કંઈક સ્પેશિયલ મંગાવ્યું છે.. હું આજની રાત ને ફૂલ એન્જોય કરી લેવા માંગુ છું.. મારી લાઈફ ની આ બેસ્ટ નાઈટ બની રહેવી જોઈએ.. "નફીસા એ કહ્યું.

"હા.. જાનેમન આજની નાઈટ આપણાં બંને ની લાઈફ ની સૌથી બેસ્ટ નાઈટ બની રહેશે એમાં શંકા ને કંઈ સ્થાન જ નથી.. "આકાશે કહ્યું.

થોડીવારમાં રોજરનાં લૂક માં ઓમ ત્યાં આવી પહોંચ્યો.. નફિસનાં હાથમાં એક પેકેટ મૂકી એ બોલ્યો..

"મેમ.. આ તમે મંગાવેલું સ્પેશિયલ હશીશ.. "

"ગુડ.. આ રહ્યું તારું પેમેન્ટ.. "પોતાનાં પર્સમાંથી 2000 ની નોટ નું એક બંડલ રોજરનાં હાથમાં મૂકી નફીસા એ કહ્યું.

"એ મને કીધું હોત તો હું પેમેન્ટ કરી દેત.. તારે આટલાં બધાં પૈસા આપવાની જરૂર નહોતી.. "આકાશે નફીસા દ્વારા એ હશીશ નાં પેટે 2 લાખ રૂપિયા રોજરને આપતાં કહ્યું.

"ના આકાશ રોજ રોજ તારાં પૈસા ખર્ચાય એ યોગ્ય નથી.. હું નથી ઇચ્છતી કે તારાં પર નકામો બોઝ બનું.. એટલે હવે માથાકૂટ મુક.. "નફીસા એ કહ્યું.

"મેડમ.. તો હું નીકળું.. તમારી રાત ખુબસુરત રહે.. તમારું ધારેલું દરેક કામ સફળ થાય.. ગુડ નાઈટ.. "આટલું કહી રોજર ત્યાંથી નીકળી ગયો.

ઓમ ત્યાંથી સીધો નીકળ્યો મુંબઈ થી બહાર જતાં લોનાવાલા સર્વિસ રોડ ની અંદર આવેલાં એક જંગલ જેવાં વિસ્તારમાં.. આ વિસ્તાર વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત હતો. ઓમ હવે એમનાં પ્લાન નું લાસ્ટ પગથિયું હતો.

***

નફીસા ને લઈને આકાશ સહાની નીકળી પડ્યો પોતાનાં ફાર્મહાઉસ તરફ.. અદિતિ બનેલી નફીસા પણ ડ્રાઈવ કરતાં આકાશ સામે વારંવાર કાતિલ નજર નાંખીને એને વધુ ને વધુ ઉત્તેજિત કરી રહી હતી.. આકાશનાં મગજમાં અત્યારે એક જ વસ્તુ ચાલતી હતી, એ હતી અદિતિ ને ભોગવવી.. એનાં યૌવનનાં ભવસાગરમાં ડૂબકી લગાવવી અને તરબોળ થઈ જવું.

આકાશ સહાની ની કાર ને જોતાં જ ગેટકીપરે રિમોટ કંટ્રોલ ની સ્વીચ દબાવી દરવાજો ખોલી દીધો.. ગેટ પરની સુરક્ષા જોઈને નફીસાએ મનોમન અંદાજો લગાવી લીધો હતો કે આકાશ સહાનીનાં ઘરે રોબરી કરવાનો પ્લાન ડેવિડ સિવાય બીજું કોઈ બનાવી જ ના શકે.

જેમ જેમ આકાશ ની ગાડી ફાર્મહાઉસ ની અંદર પ્રવેશ કરી રહી હતી એમ એમ નફીસા ફાટી આંખે ફાર્મહાઉસ ની અંદરની સુંદરતા ને જોઈ રહી હતી.. ખરેખર આકાશે પોતાનું આ ફાર્મહાઉસ બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચ્યા હતાં એ વાત પાક્કી હતી.. અંદર આવતાં ની સાથે નફીસા બીજું કંઈક શોધી રહી હતી.. એ હતો ગોવિંદ.. કેમકે નફીસા ને ખબર હતી કે ગોવિંદ એટલામાં જ ક્યાંક હશે.

કાર જેવી પાર્કિંગ જોડે પહોંચી ત્યાંજ નફીસા એ ગોવિંદ ને જોયો.. આકાશે જેવી ગાડી રોકી એવો ગોવિંદ દોડીને એમની કાર જોડે આવ્યો.

"આ કારને વ્યવસ્થિત પાર્ક કરી દે.. "ગાડીમાંથી ઉતરતાં જ ગોવિંદ ને ઉદ્દેશીને આકાશ બોલ્યો.

ત્યારબાદ આકાશે નફીસા બેઠી હતી એ તરફનો દરવાજો ખોલ્યો અને એની તરફ હાથ લંબાવીને કહ્યું.

"Come out... sweetheart. "

આકાશનો લંબાવેલો હાથ પકડી નફીસા બહાર આવી અને આકાશ ની સાથે સાથે ફાર્મહાઉસ ની અંદર બનાવેલાં બંગલો તરફ આગળ વધી... જતાં જતાં નફીસા એ ગોવિંદ તરફ નજર કરી લીધી.. ગોવિંદે પણ આંખોના ઈશારાથી બધું under control છે એવું નફીસાને જણાવી દીધું.

નફીસા એ ફાર્મહાઉસમાં બનાવેલાં બંગલો ની અંદર પગ મુકતાં ની સાથે જ ઉપર નીચે નજર કરી.. નફીસા અત્યારે cctv કેમેરા જોઈ રહી હતી.. cctv કેમેરા ની નજરમાં એ આવી ગઈ હશે એ વિચારી એની ધડકનો વધી ગઈ હતી.. પણ એને ડેવિડ પર પૂરો વિશ્વાસ હતો કે ડેવિડે એનો પણ કંઈક તોડ જરૂર કાઢ્યો હશે.

"Hey.. baby.. શું જોઈ રહી છે આમતેમ..? ..કંઈક નવો પ્લાન તો નથી કરી રહીને મને બરબાદ કરવાનો.. ?"નફીસા ને આમ તેમ ડાફેરા મારતી જોઈને આકાશે હસતાં હસતાં પૂછ્યું.

આકાશનો આમ અચાનક પુછાયેલો સવાલ સાંભળી નફીસા પહેલાં તો ખિસયાણી બની ગઈ.. પણ પછી ત્વરિત પોતાનાં ભાવ પર કંટ્રોલ કરીને બોલી.

"અરે આતો તમારો આ બંગલો એટલો સુંદર અને આલીશાન છે કે એની ભવ્યતા અને સુંદરતા ને જેટલી વખત જોઉં છું એટલું ઓછું પડે છે.. "

"એતો છે.. મેં આ બંગલો સ્પેશિયલ ડિઝાઈન કરાવ્યો છે.. મારાં મોજશોખ માટે.. "નફીસા ને મોંઢે પોતાનાં બંગલોનાં વખાણ સાંભળી આકાશ બોલ્યો.

"તો આ આવી ગયો મારો રૂમ.. "પોતાનાં રૂમ ની જોડે પહોંચીને આકાશે નફીસા ને કહ્યું.. અને પછી ચાવી વડે એનું લોક ખોલી અંદર પ્રવેશ્યો.

આકાશ ની પાછળ પાછળ નફીસા પણ એનાં રૂમ માં પ્રવેશી.. નફીસાનાં અંદર આવતાં ની સાથે જ આકાશે એનાં રૂમ નો દરવાજો અંદર થી બંધ કર્યો.. !!

રૂમ ની અંદર નું દ્રશ્ય જોઈ નફીસા ને જોરદાર આશ્ચર્ય થયું.. આખો રૂમ અત્યારે સજાવેલો હતો.. રૂમ અત્યારે ડીમ લાઈટનાં આછાં પ્રકાશમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. બેડ પર રેડ રોઝ પાથરીને એને શણગારવામાં આવ્યો હતો.. બેડ પર ફૂલો ની પાંખડીઓથી લખવામાં આવ્યું હતું.. "haapy honeymoon".. એકવાર તો નફીસા પણ આકાશ દ્વારા કરવામાં આવેલી આ સજાવટને જોઈ મનોમન એનાં વખાણ કરવાથી પોતાની જાતને રોકી શકી નહીં.

"Wow.. all are so beautiful"નફીસા એ કહ્યું.

"પણ તારાં રૂપ આગળ આનું કંઈ ના આવે.. "નફીસા નાં ગાલ પર પોતાનાં હાથને હળવેકથી ફેરવીને આકાશ બોલ્યો.

"Thanks.. for this lovely moment.. "નફીસા હજુપણ અદિતિનો રોલ યોગ્ય રીતે નિભાવી રહી હોય એમ બોલી.

નફીસા દ્વારા આટલું બોલાતાં જ આકાશે એને પોતાની તરફ ખેંચી લીધી.. અને પોતાનો ચહેરો નફિસાનાં ચહેરાની બિલકુલ સમીપ લાવીને એનાં ફૂલ ની પાંખડી જેવાં અધર પર પોતાનાં અધર મુકવાની તૈયારી કરી જ ચુક્યો હતો.. ત્યાં એને અટકાવી નફીસા એ કહ્યું.

"આકાશ.. થોડો સમય વેઈટ.. હું હજુ આ બધાં માટે મારી જાતને તૈયાર નથી કરી શકી.. sorry.. "

"Its ok.. "અત્યારે આકાશને ગુસ્સો આવી રહ્યો હતો પણ એ પોતાનાં ગુસ્સાને દબાવીને બોલ્યો.

"આકાશ મને લાગે છે મારે થોડું ડ્રગ્સ લેવું પડશે.. એનાં વગર હું આગળ નહીં વધી શકું.. "નફીસા એ કહ્યું.

"Sure.. તું પહેલાં ડ્રગ્સ લઈ લે પછી આપણે આગળ વધીએ.. "આકાશે કહ્યું.

"એ તું એટલે.. તું નહીં આપણે.. "આકાશનો કોલર પકડી એને પોતાની તરફ ખેંચી માદક સુરમાં નફીસા બોલી.

"હા જાન આપણે.. બસ ખુશ.. "નફીસા ની વાત ને ના પાડવાનો સવાલ જ નહોતો કેમકે અત્યારે માથે સવાર સેક્સ નો નશો અને ઉપરથી થોડાં દિવસથી ડ્રગ્સ લેવાને લીધે પડી ગયેલી આદત ને લીધે આકાશનું નફીસા ને ના પાડવું શક્ય જ નહોતું.

આકાશની સહમતિ મળતાં જ નફીસા એ પોતાની હેન્ડ બેગ લીધી અને અંદર થી બે ઈન્જેક્શન અને રોજર દ્વારા અપાયેલી હશીશ ની પડીકી કાઢીને ટેબલ પર મૂકી.. ત્યારબાદ થોડાં પાણી માં એ હશીશ મિક્ષ કરી એને ઈન્જેક્શનમાં ભરી લીધું.. અચાનક નફીસા ને ઉધરસ ચડી એટલે એને આકાશને ઠંડુ પાણી લાવવા માટે કહ્યું એટલે આકાશે ફ્રીઝ ખોલ્યું અને ઠંડા પાણીની બોટલ લાવીને નફીસા ને આપી.. નફીસા એ પાણી પી લીધું અને આકાશનો આભાર માન્યો.

નફીસા એ એક ઈન્જેક્શન આકાશને આપ્યું અને બીજું પોતાનાં હાથમાં લીધું.. ત્યારબાદ નફીસા એ આકાશ તરફ જોઈને ઈન્જેક્શન ને શરીરમાં ઇન્જેકટ કરવા માટેનું કહ્યું.. અને પોતે પોતાનાં હાથમાં રહેલું ઈન્જેક્શન પોતાનાં શરીરમાં ઇન્જેકટ કરી દીધું.. આકાશ પણ એને અનુસર્યો.

ડ્રગ્સ ની અસર અત્યારે બંને ની આંખો અને હાવભાવ પરથી સ્પષ્ટ જણાઈ રહી હતી.. આકાશ નું માથું થોડું ભારે થવા લાગ્યું હતું.. પણ એ અત્યારે હોશ માં તો હતો જ.

"Hey.. babe.. come on.. "નફીસા ને બેડ તરફ ખેંચીને આકાશે કહ્યું.

"Yaa.. "આટલું કહી નફીસા પણ એની સાથે બેડ સુધી પહોંચી ગઈ.

આકાશે નફીસા ને બેડ પર નાંખી અને ત્યારબાદ પોતાનાં શૂઝ અને શૂટ ઉતારી એ પણ બેડ પર ચડ્યો.. નફીસા ની ધડકનો વધી રહી હતી... આકાશ એની તરફ હળવેકથી આગળ વધ્યો.

આકાશ ની આંખો માં અત્યારે હવસ નું ઝૂનૂન હતું જે એની આંખો જોઈ સ્પષ્ટ સમજી શકાતું હતું.. આકાશે પોતાની ટાઈ પણ કાઢીને નીચે ફેંકી દીધી.. અને નફીસા તરફ જોઈને બોલીએ.

"Baby.. Get ready for a special pleasure.. U never forgot it still your last breath.. "

"હું તને એવી મજા આપીશ કે તું એ છેલ્લા શ્વાસ સુધી નહીં ભૂલી શકે.. "

આટલું બોલતાં જ એને પોતાનાં શરીરનો ભાર નફીસાનાં શરીર પર રાખી દીધો.. અને પોતાનો ચહેરો નફીસા નાં સુંદર ચહેરા ની નજીક લઈ જઈ એને ચુમવા માટે ની તૈયારી કરી.. !!

વધુ આવતાં અંકે.

આખરે હવે નફીસા શું કરવાની હતી.. ?? ડેવિડે CCTV કેમેરા ની પ્રોબ્લેમ નો શું તોડ નીકળ્યો હતો.. ?? ઓમ અત્યારે જંગલમાં શું કરતો હતો.. ?? વસીમ જોડે ડેવિડે કેવું વેહિકલ બનાવ્યું હતું.. ?? ડેવિડ નો પ્લાન સફળ થશે કે નહીં.. ?? આ બધાં સવાલોના જવાબ માટે વાંચતા રહો ચેક એન્ડ મેટ નોવેલ નો નવો ભાગ આવતાં સપ્તાહે.

આ નોવેલ અંગે આપનો કોઈપણ અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.. મારી અન્ય નોવેલ બેકફૂટ પંચ અને ડેવિલ એક શૈતાન પણ આપ માતૃભારતી પર વાંચી શકો છો.. આભાર.. !!

- જતીન. આર. પટેલ

Share

NEW REALESED