Anant Disha - 12 books and stories free download online pdf in Gujarati

અનંત દિશા - ભાગ - ૧૨ 

" અનંત દિશા "  ભાગ - ૧૨

આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ મિત્ર સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે...

તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ...
છે કાલ્પનિક પણ  તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!!

આપણે અગીયારમા ભાગમાં જોયું  કે દિશાએ અનંતને એક બૂક લાવી આપી "YOU CAN WIN by Shiv Khera, શિવ ખેરા ની "જીત તમારી". દિશાની એક્દમ ખાસ ઇચ્છા હતી કે અનંત આ બૂક વાંચે અને જીવનમાં આવતા નેગેટિવ વિચારો અને ઉતાર ચડાવમાં સ્થિર બની જાતે લડતા શીખે. હવે આવતા મહિને અનંતનો જન્મ દિવસ પણ આવી રહ્યો છે તો શું અનંત દિશા ને એ દિવસે મળશે અને જો મળશે તો શું વાતચીત થશે આ સંબંધ કેવો આગળ વધશે એ આપણે જોઈએ.

હવે આગળ........ 

મારા અને દિશા ના સંબંધો દિવસે ને દિવસે એક નવા આયામ પરથી પસાર થતા હતા. મારા માટે સૌથી મહત્વની વાત એ હતી કે વિશ્વા પછી આ બીજુ વ્યક્તિત્વ હતું જે મને આમ સાથ આપી રહ્યું હતું. ખાસ તો જાણે મારું ઘડતર કરી રહ્યું હતું...!!! અમે દરરોજ ચેટિંગ માં વાત કરતા અને ફોનમાં પણ ક્યારેક વાત કરી લેતા. કોઈપણ વાત હોય દિશા મારી સાથે સૌથી પહેલાં શેર કરતી અને અપેક્ષા રાખતી કે હું એ વાતને બરાબર સાંભળું અને યોગ્ય પ્રતિભાવ આપું. હું પણ મારો બેસ્ટ પ્રયત્ન કરતો પણ ક્યારેક ઉણો પણ ઉતરતો, કારણ કે કોઈ બે અલગ અલગ વ્યક્તિ ના વિચારો સરખા ના હોઈ શકે.

વ્યક્તિ નું મન મોહી લે,
એ છે વ્યક્તિત્વ...

એનાથી અંજાઈ જવાય,
એ છે વ્યક્તિત્વ...

સંબંધો જાળવી લે સદા,
એ છે વ્યક્તિત્વ...

મને નવદિશા બતાવે છે દિશા,
એવું છે એનું વ્યક્તિત્વ... !!!

એક દિવસે બપોરે લંચ બ્રેકના સમયમાં દિશાનો ફોન આવ્યો. આમતો એ રૂટીન માં ફોન કરતી પણ આજે અવાજમાં એના ખુશી વર્તાઈ આવતી હતી.

દિશા  "હેલો, કેમ છે..??"

હું  "એક્દમ મજામાં, તું કેમ છે...?? આજે આ તારા અવાજમાં  આટલી ખુશી છલકાય છે, શું વાત છે...!!? "

દિશા  "હું પણ એક્દમ મજામાં... તને મારા અવાજ પરથી બધી જ ખબર પડી જાય નહીં...!!! પાછી હમેશાં તને એ વાત જાણવામાં ઉતાવળ. "

હું  " હા, તારી સાથે રહી ભલે બીજું શીખ્યો હોઉં કે ના શીખ્યો હોઉં પણ મનના ભાવ તો થોડા જાણતો થયો જ છું. હા ભલે ને હું થોડો ઉતાવળો રહ્યો."

દિશા   "હું આજે સ્નેહને મળી... ખુબ જ મજા આવી, હું ખુબ જ ખુશ છું...!!! બહુ દિવસે મળી."

હું   "અરે વાહ, શું વાત છે. આજે તો મારું પતંગિયું ઉડાઉડ કરશે... એમ ને ?"

દિશા   "શું યાર તું પણ, વાત તો સાંભળ... આજે મેં સ્નેહના ફેવરેટ ઢોકળા અને ગુલાબજાંબુ બનાવ્યા હતા. તો એ આપવા હું એમના કમ્પ્યુટર ક્લાસ પર ગઈ હતી."

હું   "વાહ ! શું વાત છે...!!! જોરદાર.. શું વાતો થઈ...? કાંઈ વાત બની..? શું થયું...?"

દિશા   "કઈ ખાસ વાત તો ના થઈ, પણ આટલા સમયમાં અમુક અમુક વાર આવું કરતી હોઉં છું. કદાચ કાંઈક વાત બને એ આશા માં...!!! એમણે ચા મંગાવી અને અમે પીધી. મેં ફરી એક નિષ્ફળ પ્રયાસ કર્યો. મને એવું લાગે છે એ આગળ નીકળી ગયા. પ્રેમ વીસરી ગયા...!!!"

હું   "પ્રયાસ કરતા રહેવાનું અંત સમય સુધી... ક્યારેક તો સમય આપણો થશે ને....!? ચોક્કસ સ્નેહ તને મળશે."

દિશા   "Thank you very much, મન થોડું ઉદ્વિગ્ન થયું હતું એટલે થયું લાવ તને મારા દિલની વાત કરું. તારી જોડે વાત કરીને થોડું સારું લાગ્યું. મન પણ શાંત થયું...!!! "

હું   "ખુબ સરસ, સારું કર્યું. આમ, વાત કરતા રહેવું. ચાલ હવે લંચ બ્રેક પત્યો. Bye, જય શ્રી કૃષ્ણ."

દિશા   "ઓકે, જય શ્રી કૃષ્ણ..."

મનમાં વિચારો ઘેરી વળ્યા આ તો કેવો અનરાધાર પ્રેમ એ વરસી ગયો છતાં જમીન કોરી રહી ગઈ...

"આમ પ્રેમ વરસતો જોઈ મને પણ અદેખાઇ આવી ગઈ,

આ તો કેવો અનરાધાર વરસી ગયો છતાં એ ના દેખાયો,

આમ જ એકતરફી પ્રેમ જાણે રચાયો કે માયાજાળ રચાઈ,

પ્રેમમાં પતંગિયું મારું તરસ્યુ, છતાં એ વરસ્યું એમજ...!!! "

આમ વિચારતા વિચારતા એ દિવસ પસાર થઈ ગયો. હવે મનમાં એ જ દિવસની વાર હતી જ્યારે ફરી થાય મિલન મારું, દિશાનું અને વિશ્વાનું એટલે કે મારો જન્મ દિવસ. આમ જોવા જાઉં તો બે વર્ષ થી વધુ સમય થઈ ગયો હતો દિશા સાથે મિત્રતા માં પણ અમે ક્યારેય જન્મ દિવસમાં મળ્યા નહોતા. છતાં આ વખતે આશ વધુ હતી કે મળાશે કારણકે આ સમય દરમ્યાન અમે બહુ નજીક અને ગાઢ બન્યા હતા. જેમ જેમ જન્મ દિવસ નજીક આવતો એમ એમ ઇંતેજારી વધતી જતી હતી કે કેવો રહેશે આ વખતનો જન્મ દિવસ.

જન્મ દિવસના આગળના દિવસે વિશ્વાનો ફોન આવ્યો...

વિશ્વા  "જય શ્રી કૃષ્ણ, કેમ છે?"

હું.  "જય શ્રી કૃષ્ણ, હું એક્દમ મજામાં.."

વિશ્વા  "હેપી બર્થડે...ડિયર..."

હું   "આજે નથી, કાલે છે."

વિશ્વા   "આ તો યાદ કરાવું છું કે કાલે પાર્ટી આપવાની છે. તું એડવાંસ માં તૈયારી કરી શકે ને એટલા માટે."

હું   "બહુ સરસ, હું તો તૈયાર જ છું દર વખતની જેમ. મેં તો જગ્યા પણ શોધી રાખી છે. બસ તને કહેવાનો જ હતો કે આપણે કાલ મળશું."

વિશ્વા   "એ તો છે જ, પણ આ વખતે હું કહું ત્યાં જવાનું છે. નિરમા યુનિવર્સિટી સામે , SG હાઇવે પર, કેપ્સિકમ."

હું   "હા મેં નામ તો સાંભળ્યું છે. ડાન્સ, સ્વીમીંગ પૂલ, ફૂડ બધુંજ જોરદાર છે એવું એક મિત્ર કહેતો હતો."

વિશ્વા   "હા, મને પણ ગમ્યું...આ બધુંજ છે. મળીએ તો કાલે."

હું   "ઓકે, હું તને કારગીલ થી લેતો જઈશ."

વિશ્વા   "ઓકે, જય શ્રી કૃષ્ણ."

હું   "જય શ્રી કૃષ્ણ."

ફોન મૂકી ફરી વિચારોમાં ખોવાઈ ગયો. એણે દિશા આવશે કે નહીં આવે એવી કોઈ વાતજ ના કરી. શું દરેક વખતની જેમ હું અને વિશ્વા જ મળીશું..!! દિશા નહી આવે..!!??

રાત્રે હું મોડે સુધી જાગતો જ પડ્યો રહ્યો. કારણ કે હું જાણતો હતો કે વિશ્વા નો SMS દર વખતની જેમ રાત્રે ૧૨ વાગે આવશે. પછીજ મને ઊંગ આવશે. એની wish અને એનો સાથ મને જિંદગી જીવાડી રહ્યો હતો.

એક્દમ હું વિચારતો હતો ત્યારેજ ફોનમાં મેસેજ ટોન વાગી ઘડીયારમાં જોયું તો ૧૨ વાગી ગયા હતા. મને સમજાઈ ગયું કે મારું વિશ્વ જ હોય આ સમયે તો એટલે હું તરતજ ફોન ઉપાડી મેસેજ જોવા લાગ્યો SMS હતો અને Whatsapp મેસેજ પણ. ખુશ થઈ ગયો વિશ્વા અને દિશા સાથે વાહ.

તરતજ વિશ્વા ને Thank you, Good night, જય શ્રી કૃષ્ણ કહ્યું. પછી Whatsapp ખોલી દિશાને Thank you કહ્યું. તરતજ દિશા નો reply આવ્યો.

દિશા  "આ ખાલી Thank you કહે નહીં ચાલે પાર્ટી આપવી પડશે. દરેક વખતે તું છેતરી જાય છે પણ આ વખતે તો પાર્ટી આપવી જ પડશે."

હું  "ઓકે, પાર્ટી મળશે બોલ પછી કઈ ?"

દિશા  "ઓકે, તો હું કહું ત્યાં મળીએ."

હું  "ક્યાં મળવું છે ?પાર્ટી તો આપીશ."

દિશા  "અહીં 56 ભોગ રેસ્ટોરન્ટ, સરગાસણ ચોકડી, ગાંધીનગર."

હું  "અરે ત્યાં નહીં મેળ આવે, વિશ્વા એ બીજી જગ્યા નક્કી કરી છે."

દિશા  "એ બધું મને ના બોલ, એ તારે જોવાનું. મારે તો ત્યાંજ જોઈએ પાર્ટી."

હું  "અરે યાર હા હું જોવું છું, કાંઈક યોગ્ય કરીશ બસ."

દિશા  "ઓકે, જય શ્રી કૃષ્ણ. પણ મેં કહ્યું એમજ...!!!"

હું  "જય શ્રી કૃષ્ણ, કાલે મળીએ."

આ વાત પતાવીને હું ફરી વિચારોમાં ગરકાવ થઈ ગયો એક તરફ વિશ્વા અને એક તરફ દિશા.. બંને બેસ્ટ ફ્રેન્ડ. મને સમજાતું જ નહોતું કે આ કઈ રીતે શક્ય બનશે. આવતીકાલે શું થશે..?? આ બધામાં મોડે સુધી ઊંગ ના આવી.

સવારે વહેલો ઊઠ્યો, તૈયારી થઈ, મમ્મી પપ્પા અને ભગવાનને  પગે લાગ્યો અને મારા આ જન્મ દિવસની શરુવાત કરી. ત્યાંજ વિશ્વા નો ફોન આવ્યો..

વિશ્વા  "જય શ્રી કૃષ્ણ, Happy birthday dear"

હું  "Thank you so much...!!!"

વિશ્વા  "Thank you થી ના ચાલે. ભૂલીશ નહીં સાંજે કેપ્સિકમ માં જવાનું છે."

હું  "અરે યાર જઈશું પણ તું દિશા ને સમજાવ ને...!!! એનો રાત્રે બર્થડે વિશ કરવા મેસેજ આવ્યો હતો અને એ મને કહે કે પાર્ટી મારે 56 ભોગ રેસ્ટોરન્ટ માં જોઈએ."

વિશ્વા  "તો હું શું કરું, તારી frd છે તું  જ સમજાવ. એમાં મને વચ્ચે ના નાખ."

હું  "અરે ! તું જ બોલ, હું શું કરું...? તારી besty છે, તું કહીશ તો માની જશે."

વિશ્વા  "એ તું જાણે અને પેલી, આ વાતમાં મારે કોઈ લેવાદેવા નઈ. સારું હું ફોન મૂકું છું, મારે કામ છે. જય શ્રી કૃષ્ણ."

હું  "ઓકે, જય શ્રી કૃષ્ણ."

જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યો હતો એમ એમ સાંજ નું ટેન્શન વધી રહ્યું હતું. દિશા સાથે ચેટ માં વાત થઈ પણ એ ના માની તો ના જ માની. છેલ્લે બપોરે બે વાગ્યે એનો મેસેજ આવ્યો કે તું અને વિશ્વા જઈ આવો મારી પાર્ટી લેવાની બાકી. મારે એક અગત્યની મીટિંગ માં જવાનું છે. Sorry યાર હું નહીં આવી શકું.

આ મેસેજ રાહત નો હતો કે દુખ નો એ જ ના સમજાયું. આજે મારા જન્મદિવસે દિશા મારી સાથે નહીં હોય, આ વિચારે મને થોડો હતાશ કરી નાખ્યો...!!! અને સાંજે વિશ્વા ને મળવાના સમયની રાહ જોવા લાગ્યો.

**********

કેવી લાગી રહી છે મિત્રો અને સ્નેહીઓ આ વાર્તા??
શું અનંતના જન્મ દિવસની ઉજવણી થશે??
શું અનંત હતાશા માં સરી જશે??
કેવો નવો અધ્યાય તમે વિચારો છો એ પ્રતિભાવ કરજો...
વાંચક મિત્રો અને સ્નેહીઓ તમારા પ્રતિભાવ મારા માટે મહત્વના છે, ત્યાંથીજ પ્રેરણા લઈ હું આગળ લખી શકીશ અને ભુલ સુધારી શકીશ...
ફરી એકવાર જલ્દી મળશું આ અનંત ની અનંત સફરમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ...

Join My fb Group :- Sweet beat Frdzzzzz
આ લાગણીઓના જોડાણની વાર્તાની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...