Te aavu kem kariyu ?? in Gujarati Love Stories by Pruthviraj Ranpariya books and stories PDF | તે આવુ કેમ કરીયુ????

Featured Books
Categories
Share

તે આવુ કેમ કરીયુ????

       હું મારા શેહેરની એક છોકરી સાથે પ્રેમમાં હતો. તે અશિક્ષિત છે, તે વાંચી અને લખી શકતી નથી પણ તે મને ખૂબ પ્રેમ કરે છે અને હું તેને શરૂઆતમાં પ્રેમ નતો કરતો પણ જ્યારે મને લાગ્યુ તે મને બહુ પ્રેમ કરે છે ત્યારે હું પણ તેને પ્રેમ કરવા લાગ્યો હતો.
   
       એક દિવસ તેણીએ મારા ભત્રીજા દ્વારા મને એક સંદેશ આપ્યો કે કૃપા કરીને મને તમારી સાથે વાત કરવા માટે મોબાઇલ ફોન લઇ આપો ને. મેં તેણીને મોબાઈલ લઇ આપયો. સવારેના સમયે તેના પિતા કામ કરવા જાય છે સો તે સવાર નાં સમયે હંમેશા મારી જોઙે વાત કરતી.

      અમારો લાંબો સમય ફોન જોડે પસાર થવા લાગ્યો. મને લાગ્યું કે એ મારી રોજીંદા જીવન નો એક ભાગ બની ગય હતી. તે હંમેશાં કહેતી કે "I love u, love u ,I will Merry With U'' તેનો અર્થ એ કે તે મારા માટે ઘણો પ્રેમ દર્શાવતી હતી. હું પણ તેને દિલ થી ચાહતો હતો. તેની સાથે વાત કરીયા વગર દિવસ મુશ્કેલી થી પસાર થતો હતો .

     એક દિવસ મેં માતાપિતાને કહ્યું કે હું એક છોકરી ને પ્રેમ કરું છું અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. મારા માતાપિતા એ તેનો ફોટો જોઈ તેની સાથે લગ્ન કરવા માટે સંમત થયા અને મેં મારા માતા-પિતા ને  છોકરી નાં ઘરે જવા રાજી કરીયા.

     હું તેને સરપ્રાઇસ્ આપવા માંગતો હતો. મે તેને ફોન કરી જ્યારે તેને કહ્યું કે "મારા માતાપિતા તમારી સાથે લગ્ન કરવા સંમત થયા છે ", ત્યારે તેણી કહે છે કે હું તમને પ્રેમ કરતી નથી કૃપા કરીને તમારા માતાપિતાને મારી સાથે લગ્ન કરવા માટે પૂછશો નહીં.

        મને આઘાત લાગ્યો,મને બહુ જ આઘાત લાગ્યો. મેં તેને કહ્યું કે કૃપા કરીને આવુ ના કહો તમેજ કહ્યું તું ને કે "હું તમને પ્રેમ કરું છું અને હું તમારા સાથે લગ્ન કરવા માંગું છું" પણ તમે કેમ બદલાઈ ગયા છો. તેણીએ કહ્યું કે "હું બીજા કોઈ ને પ્રેમ કરતી હતી . પરંતુ તે મને છોડી ને ચાલ્યો ગ્યો. હું તેને બતાવવા માંગતી હતી કે હું પણ રડીશ નહીં હું પણ પ્રેમ કરી શકુ એટલે મેં તમને હા પાઙેલી . માત્ર સમય પસાર કરવા માટે, તેથી તમારા માતાપિતાને મોકલશો નહીં."ફોન કટ.......
   
       આમાં મારો શો દોષ...તે આવુ કેમ કરિયુ??????

      સાચે ક્યારેક છોકરા તો ક્યારેક કોઈ છોકરી..હું એમ નય કહ્તો કે હંમેશા છોકરી આવુ કરતી હોય છે.ક્યારેક છોકરા પણ આવુ કરે છે. દોષ છોકરી નો જ નથી હોતો અત્યારે છોકરાઓ પ્રેમ હવસ માટે કરતા હોય છે.

જો તમે તમારાં પ્રેમિકા યા પ્રેમી ને પ્રેમ કરતા હોય તો,પ્રેમ નું પેલું પગ્થિયુ જ એ છે.

તમને તમારાં જીવન સાથી પર વિશ્વાસ હોવો જોઈએ. તમે જો કોઈ ને પસંદ કરો છો , છોકરીઓ નુ શરીર માત્ર એન્જોય કરવા માટે નથી, હોતું જો તમારાં માં તેને અપનાવા ની તાકાત ના હોય તો તેના શરીર સાથે રમવા ની કોઈ હક નય...

શંકા પતન ને નોત્રે છે.તમારાં પાત્ર પર હંમેશા વિસ્વાસ રાખો. અને જો તે વિસ્વાસ ને લાયક નાં હોય તો છોડી દેવા જોઈએ..જો તેમને તમારાં શરીર સાથે પ્રેમ હોય તો છોડી દેવા જોઈએ.

"TRUST "is the base of the all relationship if we cut "T" letter from the front of the "TRUST" word then everything becomes rust...