World of logic books and stories free download online pdf in Gujarati

તર્કનું વિશ્વ - તર્કનું એક વિશ્વ

માત્ર તર્ક ધરાવતું મગજ બે ધાર વાડી છરી જેવું હોય છે જે  તેનો ઉપયોગ કરનાર નાં હાથ ને જ લોહી નિકાલ શે


દરેક વાતમાં તર્કની શોધ કરવી એ માનવીનો સ્વભાવ જરૂર હોય છે પણ એ સ્વભાવના કારણે આવનારી આપત્તિઓને તે નિહાળી શક્તો નથી. જ્યારે વાત આવે સંબંધો, લાગણીઓ, વચનો કે પછી સિદ્ધાંતોની ત્યારે તર્કના સહારે લીધેલા બધા જ નિર્ણયો એક એવી પરિસ્થિતિમાં લાવીને મુકે છે જે કદાચ અલકલ્પનિય હોય છે. જ્યારે વાત બે વ્યક્તિના સંબંધોની હોય છેને ત્યારે તર્ક તો એમ જ કહે છે કે એક એક એટલે બે, પણ જ્યારે હકીકતને અનુભવની આંખે જોવામાં આવેને ત્યારે સમજાય છે કે આતો એક માં એક એક રીતે ભળી ગયો જાણે કોઈ સાકરનો ટુકડો દૂધમાં અને પરિણામ આવે છે એક એક એટલે એક. આ તર્કની દ્રષ્ટિએ તદ્દન ખોટી હોઈ શકે પણ વ્યવહારિક દ્રષ્ટિ એ તથ્ય છે. અને કદાચ સમય સાથે જ્યારે કોઈ અનિચ્છનીય પરિસ્થિતિના જો એ સંબંધ તૂટે ને તો તર્કની દ્રષ્ટિએ તો બે માંથી એક જતા એક જ વધે છે પણ વ્યવહારિક દ્રષ્ટિ એ એ એક પણ અડધો બની ને રહી જાય છે.

માનવીના મગજની એક અદ્દભુત લાક્ષણિકતા છે વિચાર કરવાની શક્તિ. કદાચ આ શક્તિ સૌ થી વધારે કુદરતે માનવીને જ આપી છે એટલે જ આજે માનવી આટલી સફળતાનોને પામી શક્યો છે પણ જ્યારે આ શક્તિ પર તર્કની ચાદર પથરાય છે ત્યારે અંધકાર વિચારોમાં છવાય છે. અને આ અંધકારમાં લીધેલા નિર્ણયોમાં કદાચ કોઈ એક નિર્ણય સાચો પડી શકે પણ બધા જ સાચા પડવા એ તો અસંભવ છે.

મહાભારતમાં કૌરવો સામે પાંડવો હોય કે રામાયણમાં રાવણ સામે ભગવાન રામ, એ દ્રૌપદીનું ચીરહરણ હોય કે સીતાની અગ્નિપરીક્ષા - આ દરેક સ્થળે તર્કથી વિપરિત જ પરિણામ છે. તર્કયુક્ત વિચાર હોવા અને ફક્ત તર્કના સહારે નિર્ણય લેવા આ બંને વચ્ચે ઘણો તફાવત છે. તર્ક સત્યની શોધમાં સારથિ બની શકે પણ તે પોતે સત્ય ન બની શકે. 

એકવીસમી સદીની ભેટ તેવા રોબોટ એ તર્કનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કારણ કે તેને અપાતા દરેક નિર્દેશ એ તર્ક આધારિત જ છે. તર્ક ત્યારે જ કામ કરે જ્યારે પરિસ્થિતિ 

સાથે સંકળાયેલા દરેક પરિબળો તર્ક આધારિત હોય. જે કદાચ દરેક સ્થાને શક્ય પણ નથી. તર્કના ઓટલે જ્યારે  સમજણ, અનુભવ અને વિશ્લેષણની હાજરી હોય ત્યારે જ  લેવાયેલ નિર્ણયો પર કુદરતની મંજૂરી મળે. 

તર્કનો ઉપયોગ ક્યારે, ક્યાં અને કઈ રીતે કરવો એ પણ એક આવડત છે જે દરેકના જોવા મળતી નથી. જીવન હોય કે રમત હોય જ્યારે પણ તર્ક આધારિત પગલાં લેવાય છે ત્યારે  પરિણામ પણ તાર્કિત જ મળે છે. તર્ક પોતે જ નિશ્ચિત ન હોય ત્યાં પરિણામ કઈ રીતે હોઈ શકે? આ માટે જ થઈને કેહવાય છે કે માત્ર તર્ક ધરાવતું મગજ એટલે બે ધારી તલવાર, તે બીજા ને પણ કાપે અને પોતાને પણ કાપે. 

આમ તર્ક સાથે જીવનની સમીક્ષા એટલે પ્રશ્ન વગરની પરીક્ષા..જીવનતો વીતી જશે પણ જીવન જીવ્યાનો આનંદ રહી જશે તેનું શું? દરેક વાતે તર્ક નીકળવા જતા લાગણીન ઠેસ પહોંચશે અને તર્ક વગર જીવવા જતા સમાજની ઠોકર પડશે. હવે તર્ક સાથે જીવવું કે તર્ક વગર તેનો નિર્ણય તો તમારે જ લેવાનો રેહશે. ફક્ત સાચા સમયે અને સાચા વ્યક્તિ સાથે તેનો ઉપયોગ કરી આ જીવન માણતા શીખવું તે જ છે જીવનનું સાચું તર્ક. 
વાત મળી છે કે તર્કની હોડ લાગી છે,
લાગણીઓની પાળે બાંધી, જિંદગીને બાંધી રાખી છે

ઉમંગ પરમાર