Alakh Niranjan - 2 books and stories free download online pdf in Gujarati

અલખ નિરંજન ભાગ 2

આખી રાત ભયંકર વર્ષા ,રમા ની આંખો ખૂલતાં તે બહાર ગયો ,બહાર નું દ્રશ્ય જોઈ તેની આંખો ખૂલી જ રહી ગઈ ...

રમા ના આખા ખેતર માં ઊભો પાક લહરાતો હતો ,આ જોઈ રમા મુગ્ધ બની ગયો એના સમજ માં કઈ આવતું નહતું તે દોડતો ગયો ખેતર માં ચારેય બાજુ ભાગ્યો એને એની આંખો પર વિશ્વાસ નહોતો હજુ તો ગઈ કાલે જ આખા ખેતર નો પાક લણી લીધો તો આ પાક ક્યાથી આવ્યો કાલે રાતે તો આખું ખેતર સાવ ખાલીખમ હતું, એણે ફટાફટ સાધનો કાઢ્યા અને આખું ખેતર ફરી થી લણી લીધું ,અને બધો પાક જઈને નગર માં વેચી આવ્યો જે ધન પ્રાપ્ત થયું એમાં થી અડધું એણે અનાથ આશ્રમ માં દાન કરી દીધું ,આવતા શિવલિંગ માટે દૂધ લાવ્યો નગર થી પાછા ફરતા એની નજર એના જૂના ઘર પર પડી જ્યાં ચિકિત્સાલય બનવાનું લોકો એ કહ્યું હતું ,એણે જોયું ક ત્યાં કોઈ ચિકિત્સાલય નથી પરંતુ ઠગો આરામ થી નિવાસ કરે છે, રમા ને થોડું દુખ થયું પરંતુ એણે મન માં વિચાર્યું હશે એમનું ભાગ્ય .એટલું બોલતા રાતે આવી ઘરે સૂઈ ગયો ,સવારે ઉઠી મંદિર માં થી પુજા કરીને નીકળ્યો તો આ શું..........??????

આખા ખેતર માં ઊભો પાક લહરતો હતો ,રમા આ લીલા સમજવામાં અસમર્થ હતો . ભોળો રમા કઈ સમજી ના શકયો ,એને આ વખતે પાક ના લીધો કારણ કે શનિવાર હતો અને એને પેલા વ્યક્તિ ને આપેલું વચન નિભાવવા એની દીકરી ના વિવાહ માં પણ જવાનું હતું .એ અસમંજસ ની પરિસ્થિતી માં ત્યાંથી પહાડ તરફ રવાના થયો ,શિવલિંગ ના દર્શન કરી નીકળ્યો . એને પહાડ ની તળેટી પર કરી લીધી હવે પહાડ ની શરૂઆત થઈ ગઈ .રમા એ મન માં વિચાર્યું ક પહાડ તો બહુ વિશાળ લાગતો નથી કદાચ હું સમય પેહલા પહોચી જઈશ, એમ વિચારી એ ચડતો રહ્યો.

એને હવે પહાડ ચડી ને થોડો થાક લાગવા આવ્યો હતો રમા મન માં બોલ્યો “આ પહાડ તો પૂરો જ નથી થતો, એટલો બધો વિશાળ તો નથી આ ..મારા અંદાજ મુજબ ત્રણ પ્રહર વીતી ગયા તો પણ હજુ સુરજ માથે જ છે. જાણે હતું થોડીજ પળ વીતી હોય”. વિચારતા વિચરતા એ ચડતો રહ્યો હવે ઇનો થાક વધી ગયો પરંતુ હજુ તો ગણો પહાડ બાકી હતો ,રમા ની સહન શક્તિ નો અંત આવ્યો અને જમીન પર બેસી ગયો ,એને વિચાર્યું ક” હું એ વ્યક્તિ ના ત્યાં સમય પર નહીં પહોચી શકું તો એની દીકરી ના વિવાહ અટકી જશે ,શું કરું શરીર પણ સાથ નથી આપતું, ના ....મારે જ્વું તો પડશે ..જે થાય એ ઈશ્વર જોશે ”. એટલું બોલી એ ઊભો થયો અને ચાલવા લાગ્યો થોડુક ચાલતા શીત પવન આવવા લાગ્યો વાતાવરણ માં અચાનક પલટો આવ્યો હોય એમ ઠંડી અચાનક વધી ગઈ . અને આગળ જોયું તો રસ્તા નો અંત આવી ગયો , ખાલી ઝાડીઓ જ દેખાતી હતી . રમા એ થોડો પ્રયત્ન કરી ઝાડીઓ હટાવી તો એક નાની ગુફા જેવુ બાકોરું હતું, રમા એ બખોલ માથી બીજી તરફ નીકળ્યો ,બીજી તરફ આવીને જોયું તો જંગલ આખું અલગ જ હતું દૂર સુધી બરફ ના પથ્થરો જવા પહાડો ચારેય બાજુ બરફ ની ચાદર પથરાયેલી હતી રમા એ એની આખી જિંદગી કોઈ દિવસ આટલો બરફ કે બરફ ના પહાડો જોયા નહોતા .આવા મનોરમ્ય દ્રશ્યો જોઈ એની ખુશી નો પર નહોતો ,અને આ જગ્યા માં પ્રવેશ્યા બાદ જાણે ઇનો બધો થાક પલભર માં ગાયબ થઈ ગયો ,રમા ચાલતો ચાલતો અત્યંત મનમોહક દ્રશ્યો જોતાં જોતાં આગળ વધ્યો આગળ જંગલ માં માર્ગ પૂરો થયો અને સામે એક ઊંચો ટેકરો હતો જેના પર પગથિયાં હતા ,રમા એ વિચાર્યું કે “કદાચ આની ઉપર જ ઘર હશે ,પણ વિચારવા જેવુ એ છે ક મને લાગે છે હું કદાચ કેટલાયે દિવસ થી સતત ચાલુ છું પણ નથી મને ભૂખ લાગી નથી થાક અને આ દિવસ તો આજે જાણે આથમવાનું નામ નથી લેતો “. એમ વિચારતો એને પગથિયાં ચડવાના શરૂ કર્યા.

જેમ જેમ એ પગથિયાં ચડતો ગયો એના શરીર માં જાણે બદલાવ આવતા ગયા ,એક પગથિયે રમા વૃધ્ધ થવા લાગ્યો ,ધીમે ધીમે એની દાઢી મૂછ વધતાં ગયા ,વાળ વધીને સફેદ થઈ ગયા, દાઢી મૂછ પણ સફેદ થવા લાગ્યા , પરંતુ આ વખતે રમા ના મન માં કોઈ શંકા નું સ્થાન ન હતું,બસ એ શિવ નું નામ લઈ ચડતો રહ્યો અંતિમ પગથિયે મોટું સરોવર હતું ત્યાં એક વ્યક્તિ ઊભો હતો .એણે રમા ને પુછ્યું “આપ કોણ છો ? અને અહી સુધી કેવો રીતે પહોચ્યા ? રમા એ જવાબ આપ્યો “હું મારા મિત્ર ની દીકરી ના વિવાહ માં આવ્યો છુ જંગલ પર કરીને ,પરંતુ મહાશય મને એ જણાવો આ સુંદર જગ્યા કઈ છે,અને આ સુંદર સરોવર ? ”એ વ્યક્તિ સમજી ગયો અને બોલ્યો “આવો આવો અમારા સ્વામી બસ તમારી જ રાહ જોવે છે, અને રમાશંકર આપ પધાર્યા છો એ જગ્યા નું નામ કૈલાશ છે અને આ સરોવર માનસરોવર છે” ......................................................

વધુ ભાગ ૩ માં .....

આ કથા ની અપડેટ જાણવા પ્રોફાઇલ ફોલો કરો અને રમા ની રોચક કથાઓ સાથે જોડાયેલા રહો .