kuchh to log kahege books and stories free download online pdf in Gujarati

કુછ તો લોગ કહેગે


કુછ તો લોગ કહેગે ...
લોગો કા કામ હૈ કેહના ...
છોડો બેકાર કી બાતો કો ...
કહી બીત ન જાયે રૈના ...

" અમર પ્રેમ " ફિલ્મ નું આ ગીત કિશોર કુમારે ગાયુ છે .
આ ગીત ની શરૂઆત ની જ ચાર લાાઇનો આપણને ઘણું
શિખાવી જાય છે.

' બીજા શું વિચારે છે કે શું બોલે છે એના પર ધ્યાન ન આપવું ' .
' લોકો તો બોલશે જ એ એમનું કામ છે ' .
ટૂંક માં લોકો જે કહે , જે વિચારે , જે બોલે પણ આપણને આપણા થી કામ રાખવું . એવી બાબતો પર ધ્યાન ન આપવુ. 
જો એવું આપણે કરશુ તો જીવન માં  આપણને મળેલ આ અમૂલ્ય સમય એમજ વેડફાઈ જશે.

પણ મને ઘણીવાર વિચાર આવેછે કે ...
" કુછ તો લોગ ક્યું કહેગે " જી હાં.... તમે ક્યાંરેે આવુ વિચાર્યુ હું તો આવુુ અવાર - નવાર વિચારુછું.

આ દુનિયા માં લોકો એક બીજા ને યેન કેન પ્રકાર ના સવાલો
પૂછી કેટલીકવાર જાણપણે તો કેટલીકવાર અજાણપણે અન્યો ને દુઃખી કરે છે , કોઈ ને કરવીજ હોય તો સાચા હૃદય થી મદદ કરવી . ખાલી સવાલો કરી ને કોઈ ની તકલીફ વધારવી એ અવ્યાજબી છે.

મારી વાત ને હવે હું કેટલાક ઉદાહરણો આપી ને સમજાવું ....

વિનય નું રિઝલ્ટ :

વિનય તણાવ માં છે . કારણ કે તેનું આજે 12 મા ની બોર્ડ ની પરીક્ષા નું રિઝલ્ટ હતું . પણ અફસોસ તે ચાર વિષયો માં
ફેઇલ થયો હતો . પોઝિટિવ વાત કરતા નેગેટિવ વાત જલ્દી ફેલાય છે . આખી સોસાયટી માં રહેતા લોકો ને આ વાત ની  જાણ ગણતરી ના કલાકો માં થઈ ગઈ . 

માણસે પણ પ્રસ્ન પૂછવાની એક નવી પધ્ધતિ વિકસાવીછે.
ડાયરેકટ પૂછવાના બદલે પૂછશે ....
આજે તારું રિઝલ્ટ હતુ ને શુ આવ્યું ?
કેટલા ટકા આવ્યા ?
12 મા પછી શું કરવાનો વિચાર છે ?
આવા પ્રસ્ન પૂછવા વાળા એજ લોકો હતા જેમણે વિનય ના રિઝલ્ટ ની જાણ હતી . 
વિનય ને એ વાત નું પણ દુ:ખ હતું કે અગાઉ ના ધોરણો માં પાસ થયો ત્યારે એ બાબત માં કોઇએ વધારે રસ ન લીધું .
અને આજે તો સોસાયટી નો જણે - જણ એને પ્રસ્ન કર્યા કરે છે . લોકો ને કદાચ સામેવાળા માં મોઢા માથી એની અસફળતા ની વાર્તા સાંભળવાની મજા આવતી હશે !!

પૂજા નું વેકેશન :

પૂજા વેકેશન થી પહેલા આવી હતી . અને હવે તો વેકેશન ને પતે 3 મહિના થવા આવ્યા . પણ પૂજા હજીપણ એના માવતર ના ઘરે જ હતી .એના લગ્ન ને દોઢ વર્ષ થઈ 
ગયું હતું . પણ હવે પતિ - પત્ની વચ્ચેના અણબનાવ વધી ગયા હતા . અને વાત છુટા છેડા સુધી પહોંચી હતી . અને એમની કોલોની માં રહેતી મહિલાઓ ને એ વાત ની જાણ હતી . છતા પણ જાણે જાણતા ન હોય તેમ પૂછી લેતા .

પૂજા હજી નથી ગઇ ?
વેકેશન બહુ લાંબુ ખેંચ્યું  ?
હજી કેટલા દિવસ રોકાવાની છો ?

પૂજા પાસે એક પણ સવાલ નો જવાબ નથી !!!

દરેક સ્રી આવી વિચારધારા નથી રાખતી પણ આવું આપણી આસ પાસ એવું થઈ રહ્યું છે એમા બે મત નથી . 

અજય ની જોબ :

વિનય અને પૂજા જેવું જ હાલ અજય નું પણ છે . એને તાજેતર માં એને મળેલ પહેલી નોકરી ગુમાવી છે . પણ આ બાબત માં પણ સવાલો થોડી પાછા રહેશે . 

કેમ આજે કામ પર નથી ગયો ?
રજા ઉપર છો કે શું ?
ઘણા દિવસ થી જોઉં છું તું કામ પર જતો નથી ?
નોકરી મૂકી દીધી કે શું ?

હવે જરા કલ્પના કરો , કે લોકો જાણતા હોવા છતા પણ ન જાણતા હોય એમ સવાલ કરવાનું બંધ કરી દેતો !!!
જીવન નું આ અઘરું સફર થોડું સરળ ચોક્ક્સ બની જશે .

કરવીજ હોય તો કોઈ ને સાચા દિલ થી મદદ કરો .
ઉપકાર કરતા હોવ એવી રીતે નહિ પણ કદર કરતા હો એવી રીતે આશ્વાસન આપો .

ખાલી અમથા સવાલો કરી ને લોકો ને દુઃખી કરવાની રમત છોડવી પડશે .

અને છેલ્લે ....

પથ્થર  બનીને "ઠેસ" પહોંચાડવા  કરતાં.!
આવો., 
એક બીજાને
પગથિયું બનીને "ઠેઠ" સુધી પહોંચાડીએ.!




© 2018 , BRIJESH SHANISCHARA 
All RIGHTS RESERVED .