Hu pote j maari dost books and stories free download online pdf in Gujarati

હુ પોતે જ મારી દોસ્ત

  અપેક્ષાઓ,આશાઓ,લાગણીઓ,આ બધી વસ્તુ જ્યારે અતિરેક મા પરિવર્તિત થાય ત્યારે મન અને દેહ બંનેને તેની અસર થાય છે.તેની સાથે આફ્રીકા મા 7 મહીના ખૂબ જ આનંદ મય નીકળ્યા અને પછી કારણોસર દેશ મા પાછા ફર્યા અને ઘણુ જ બધુ બદલાઈ ગયુ હતુ.હુ અને એ તો નહતા બદલાયા પણ આજુ બાજુ બીજુ ઘણુ બદલાઈ ગયુ હતુ.અમુક વખત કોઈ ની ખરાબ પરિસ્થિતિ જોઈ ને તેમને મદદરૂપ થવા તમારા શોખ,સમય,ભિવષ્ય, માનસિક સંતુલન,સમ્માન બધુ જ નેવે મુકી દો છો.અને જાણતા અજાણતા તમારી કોઈ પણ ભૂલ થાય તો વિચાર્યુ ના હોય એવુ પરિણામ ભોગવો છો. અને આવુ જ કાઈક થયુ મારા સાથે.ચાલ્યા રાખે એ તો જીંદગી સુખ દુઃખ ના નિયમ મૂજબ.પરીક્ષા ચાલુ છે.લાગણી વિના ના રૉબોટ જેવા માણસો બની ગયા છીએ.માણસ પરીસ્થિતીઓ થી નહિ પણ સબંધ અને લાગણીઓ થી હારી જાય છે.જ્યા સબંધો ના લીધે જીવન ની સ્વતંત્રતા ચાલી જાય ત્યા સબંધો ના પાયા ડગી જ જાય છે.એક બીજા ને ગમતા રહેવા માટે નમતા રહેવા શીખવુ પડશે.
               અઘરા સમયનો ભૂતકાળ હંમેશા આપણામા ઘણુ બધુ નકારાત્મક જ ઊભુ કરે છે.અને તેથી જ હકારાત્મકતા અને આનંદ ની પળો યાદ કરવી આગળ વધવુ.સમય સાથે બધુ બદલાઈ જાય છે.એ મારી જીંદગી મા એક ભગવાને આપેલી સરપ્રાઈઝની જેમ જ આવ્યો.વધુ મજબૂત રેવાની એની કળા મને હંમેશા એની તરફ આકર્શિત કરતી રહે છે.હા હુ બોલકણી છુ.આરપાર છુ.મને આવુ જ રેવુ ગમે છે.અને એ અલગ છે ,એકદમ સરળ છતા ના સમજી શકાય તેવો.અને અમારા બંને ની એક જ સામ્યતા,એકબીજા ની પરિસ્થિતી સમજવી.આ સમજણ અમારા મૂળિયા ને વધુ મજબૂત બનાવે છે.તે માત્ર મારા સામે ખૂલ્લા દિલનો થઈ ને જીવે છે એ મને ખબર છે.પરંતુ કાઈ પણ દેખાડ્યા કે કહ્યા વગર ખૂલ્લા દિલે જીવતો એ એક માત્ર છે મારી આજુબાજુ ના લોકો મા.થોડો અકડુ ગુસ્સો કરે ત્યારે,આનંદમય હોય ત્યારે નાના બાળ સમાન અને મુશ્કેલી ના સમય મા મૌન.મે મારા નિયમો જરૂર પડ્યે તોડ્યા,ગુસ્સો અને બોલવાનુ વધી ગયુ મારુ.શુ કામ??પોતાની ખુશીઓ,અમારા બંનેની પોતાની જીંદગી અમારા થી દૂર ચાલી ગઈ.સમય બરબાદ કર્યો.શુ કામ?અને પછી તક આપી ભગવાને વિદેશ ના જીવન ની પણ આ તક નકારાત્મતાથી દૂર જઈ અને અમને બંને ને ફરી નજીક લઈ આવાની હતી.એક બીજા માટે ઊભા થવાની હતી.એ સમય એ અમને ફરી એકબીજા માટે જીવંત કર્યા છે.અટકી ગયેલ અને ઓઈલ વિના ની ગાડી ની જેમ થતા કીચડૂક કીચડૂક અવાજ મા લાગણી અને સમજણ નુ ઓઈલ પૂરાઈ ગયુ.એક જ સેલ મા તરત ચાલુ થાય તેવી મરમ્મત ઘડી ઘડી માંગ્યા કરે એનુ નામ જીંદગી.અને આવી મરમ્મત ગમે હમેશા ગમે.
                  હવે ફરી ત્રણ 'R' ને અનુસરવાના છે.Re_start,Re-focous,Re-set.પાછા પોતાના ઘરે પૂરતા સમય સ્વતંત્રતા અને ખૂબ જ શાંતિમય શરૂઆત કરવાની છે.અને ખરેખર આ નવી શરૂઆત વધુ જ હકારાત્મક છે.આજે ઘણા સમય બાદ હુ પોતાની સાથે,મારી ખરી આત્મા સાથે વાતો કરી રહી છુ.મજા આવે છે પોતાની સાથે વાતો કરવાની.આ સમય ખરાબ નથી બસ થોડો અઘરો છે.અને આવા સમયે પોતાને જ બધુ કહેવુ,પોતાની સાથે વાતો કરવી મજા નો આનંદ આપે છે.આપણા થી વધૂ આપણી આત્મા અને ઈશ્વર સિવાય આપણને કોઈ જ નથી ઓળખતુ.ઈશ્વર સાથે આધ્યાત્મ થી જોડાયા છીએ અને આત્મા સાથે તો આપણા મૂળ જોડાયા છે.અને આત્મા મા વસ્યો છે એ (હિતેન)એટલે જ તો હુ પોતાની સાથે વાતો કરૂ છુ. મિત્ર છુ પોતાની.ગમે છે મને મારી સાથે.'હુ પોતે જ મારી દોસ્ત'.