નોકરી પર આમ તો મને કામ સિવાય ઊંઘવાની બહુ જ ખરાબ આદત હતી. આમ પણ સ્ટોર મા મારો કોઈ ખાસ રોલ ના હતો. મારું કામ રોજ એક કે બે કલાક માં પતી જતું.બાકી નો સમય ટાઇમપાસ માજ વિતાવતો. પણ એના આવ્યા બાદ મારી ઊંઘવાની આદત છૂટી ગઈ હતી. રોજે કોઈને કોઈ બહાનું શોધ્યા કરતો એના થી વાત કરવાનું. એ ખાસ બોલવાનું ટાળતી . મને એમ લાગતું કે ભોળું શબ્દ નું નિર્માણ કદાચ એના ચહેરા પરથી જ થયું હસે.
સ્ટોર માં દરેક ને કોઈક ને કોઈક થી તો પ્રેમ સંબંધ હતો જ ખબર નઈ હો પ્રેમ કે આકર્ષણ. હું તો હવે દિવસ ના મોટા ભાગ ના કલાકો એના સિનિયર કેતન કે જે મારો પરમ મિત્ર હતો એની પાસે વિતાવતો. ખરા અર્થ માં કહું તો હું ત્યાં એને જોવા અને એનો સુમધુર અવાજ સાંભળવા જતો હતો. કેતન ને પણ આ વાત ની ખબર હતી. ધીરે ધીરે સમય પસાર થતો ગયો થોડા નજીક આવતા ગયા. વાતચીત નો દોર શરૂ થયો એને પણ ખબર હતી કે હું કેમ એની સાથે જ વધુ સમય વિતાવી રહ્યો છું. આમ કરતાં કરતાં સંબંધ મિત્રતા માં પરિણમ્યો. બસ હવે હું એનો એક ખાસ ફ્રેન્ડ હતો. પણ હું તો એને ભવે ભવ ની ભેરુ સમજતો.
આમ કરતાં કરતાં એક દિવસ મને એને કીધુ અમે તો હવે ગામડે જવાના છીએ.અંતર માં ઊંડા ઘા વાગ્યા. પૂછ્યા વગર રેવાયું નહિ. કેમ ?
બસ આમ અધૂરી મિત્રતા મૂકી ને જવું છે.
અરે મૂર્ખ મારે પરિક્ષા છે કોલેજ ની પૂરી થાય એટલે પાછા આવતા રહીશું. એમ એણે કીધું. હૈયે ટાઢક વળી કપાળ માં પરસેવો વળી ગયો હતો . લૂછતાં લૂછતાં પૂછ્યું પણ કેટલા દિવસ. સત્તર દિવસ. થોડા સમય માટે અમે અળગાં થવાના હતા. એ બહુ જ દુઃખ થયા કરતું હતુ. અંતર માં હ્રદય રડી રહ્યું હતું. એ દિવસ ના કલાકો મારા થી પસાર થતાં ના હતા. એના ચહેરા પર પણ ઉદાસીનતા દેખાઈ આવતી હતી.
સાંજ નો સમય હતો મને કોઈએ કીધું કે એ લોકો તૈયાર થઈ ગયા છે. બસ હમણાં જ નીકળશે તારે મળવું નથી. મને ખબર જ હતી કે એ ચોક્કસ મને મળ્યા વગર નઈ નીકળે.
એના પગરવ નો અવાજ સંભળાતા જ મે મારા આંશુ લુછી લીધા. એ આવી પણ એને ખબર પડી જ ગઈ કે હું રડ્યો હતો. એ કારણ પણ જાણતી હતી. મને કીધું આમ ગાંડા જેવું ના કરીશ રડમસ અવાજ મા કીધું. કેમ રડ્યો બોલ બસ આમજ. ના બોલ . કીધું ને .
મે જવાબ મા કીધું કોઈ મુસાફર ની જેમ તું આવી હતી મારી જિંદગી માં મિત્રતા નું ઓળખપત્ર લઈને મુસાફરી પૂરી થઈ એટલે. થોડા અંતર ના તાર ઝણઝણી ઉઠયા.બસ હ્રદય છલકાઈ ગયું. પાછી આવાની છું. ચલ મને મૂકવા નઈ આવે નીચે સુધી. મે કીધું કેમ નઈ ચાલ. મારો હાથ પકડી ને મને એના રૂમ માં લઇ ગઈ. હાથ માં પાણી નો ગ્લાસ આપ્યો અને કીધું પેલા પાણી પી. હજુ મારું ગળું ભરાયેલું હતું એટલે.
ગણતરી ની મિનિટો મો એમની બસ હતી એટલે રવાના થઈ ગયા. હું પાછળ જોઈ રહ્યો હતો. નાના બાળક ની જેમ વિલા મોએ પરત ફર્યો . એ દિવસે મે ખાધું પણ ન હતું. બીજા દિવસે હું નોકરી પર પણ ગયો ના હતો. આખો દિવસ બસ એના જ વિચારો એના જ ખ્યાલો આવતા હતા. ચિત્ત ક્યાંય ચોંટતું ન હતું. મારા કોઈ મિત્રએ એને ફોન કરી ને કહી દીધું કે નટવર છેલ્લા ચાર દિવસ થી ખાતો નથી. બીજા દિવસે મારા માં ફોન આવ્યો અને કીધું કેમ તું આવું કરે છે. મને ખબર છે તે ચાર દિવસ થી ખાધું નથી. ટાઈમ સર ખાઈ લેજે તને મારા
"સમ ".
સત્તર દિવસો મે સત્તર વર્ષ જેલ મા વિતાવ્યા હોય એવું લાગ્યું હતું. સમ આપતા ની સાથે જ અંતર ને એના વહાલપ ની ઓળખાણ પડી ગઈ હતી. એ આવી ગઈ હતી હવે હું પહેલા ની જેમ સ્વસ્થ હતો.
થોડા જ દિવસો માં વેલેન્ટાઈન દિવસ હતો બધાજ આ દિવસ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા. હું પણ જોઈ રહ્યો હતો. આખીર એ દિવસ આવી જ ગયો. આમ તો આખા સ્ટોર મા મારા અનુમાન પ્રમાણે દરેક ને કોઈક થી તો પ્રેમ હતો જ. હવે ખબર નાઈ પ્રેમ હતો કે આકર્ષણ. પણ હું એને સાચા દિલ થી ચાહતો હતો. એને મે ક્યારેય કુદ્રષ્ટિ થી જોઈ ના હતી. બસ હતી એક માત્ર પવિત્ર પ્રેમ ની ચાહત. વેલેન્ટાઈન ડે ના દિવસે સવાર થીજ સ્ટાફ ની ચહલપલ વધી ગઈ હતી. આવતા ની સાથે જ મે રોહિત ને ગુલાબ ના ફૂલ લઈને શીતલ પાછળ જતા જોયો. એ એને મનાવવા ની કોશિશ કરી રહ્યો હતો.
દરેક જણ ગુલાબ ના ફૂલ સ્ટ્રોબેરી ખરીદવામાં મસ્ત હતા. આખો દિવસ પતી ગયો ઘણાય ના તાર થી તાર મળ્યા હસે . પણ મારી હિંમત જ ના ચાલી જોકે મે પણ ગુલાબ ના ફૂલ લીધા હતા. પણ હિંમત કયાંથી ઉછીની લાવવી.દિવસ પૂરો થઈ ગયો હતો. બધા પોતપોતાના ઘરે પહોંચી ગયા હતા.
ઘરે પહોંચી ગયા બાદ રાત્રે અંધારા નો લાભ લઈ ને હું એના રૂમ પર પહોંચ્યો. એના રૂમ ની બારી ખુલ્લી હતી મે મારું પાર્સલ બારી માં મૂકી દીધું. એમાં એક નાનકડો પ્રેમ પ્રસ્તાવ પણ હતો.
કહેવાય છે ને કે સેહલાઈ થી થાય એ પ્રેમ ના હોય શકે. આકર્ષણ જ હોય. પાર્સલ મૂકી દીધા પછી હું સીધો જ મારા ઘરે આવી ગયો. આખી રાત રંગબેરંગી સપનાં જોયાં. બીજા દિવસે એના જવાબ ની રાહ જોતો હતો પણ એને કોઈ જ પ્રત્યતર ના આપ્યો.એ મૌન જ રહી. ખબર નઇ કેમ.
મારું મન બહુ જ અટવાયું હતું. ત્યારબાદ મે એની ફ્રેન્ડ મારફતે પણ જવાબ માંગ્યો. પણ કઈ મળ્યું નઇ.
દિલ માં બહુ બેચેની થતી હતી. મે નક્કી કર્યું કે હવે તો એને સામે જ મૌખિક રીતે કહીશ.
બપોર નો બે વાગ્યા નો સમય હતો. હું એના લંચ માં જવાની રાહ જોતો હતો. હું અમારા કેમેરા ના કંટ્રોલ રૂમ માં બેસી ને એને નિહાળ્યા કરતો. એ રોજ અઢી વાગે લંચ માં જતી. એ દિવસે એ. એકલી જ હતી હું પણ એની પાછલ પગલાં માંડ્યાં. એને રૂમ અંદર થી બંધ કરી દિધો હતો. મે બહાર થી ખખડાવ્યો એને ખોલ્યો. અને જમવાનું પૂછ્યું. મે ના પાડી મે એને હિંમત કરી ને મારા પ્રેમ નો ઈઝહાર કર્યો. એને મને પ્રેમ સંબંધ માટે ના પાડી. એને કહ્યું જો તું સાચી ફ્રેન્ડ માનીસ તો તને ક્યારેય નહી ભુલું. પ્રેમ અશક્ય છે.
પછી....વધુ આવતા અંકે....