Check and Mate - 19 books and stories free download online pdf in Gujarati

ચેક એન્ડ મેટ 19

ચેક એન્ડ મેટ - ચાલ જીંદગી ની

Part:-19

આકાશ સહાનીનાં ઘરે રોબરી ને સફળતા થી અંજામ આપ્યાં પછી બધાં ભાગી જાય છે..પોલીસ થી પીછો છોડાવી નફીસા નીકળી જાય છે જેને લઈ ઓમ ભુજ પહોંચે છે..પોલીસ ને એક એમ્બ્યુલન્સમાં ચાર ડેડબોડી મળે છે જેનાં પરથી ખબર પડે છે કે બાકીનાં બધાં મરી ગયાં..ભીખુ એ ચોરી નથી કરી એ જાણ્યાં પછી આકાશ વિચાર શૂન્ય થઈ જાય છે..ભુજ માં નફીસા અને આકાશ શાંતિ થી જીવતાં હોય છે ત્યાં એમનાં ઘરે કોઈક કંઈક શોધવા આવ્યું હોય એવું લાગે છે..ઓમ નફીસા ને ગોઆ જવાનું કહે છે..હવે વાંચો આગળ...!!

***

ઓમે નક્કી કર્યા મુજબ અમદાવાદ થી ગોવા ની ફ્લાઈટ બુક કરાવી લીધી..ત્યાં ગોવા માં પણ એક ફાઈવ સ્ટાર રિસોર્ટમાં એમને પોતાનું બુકીંગ ઓયો રૂમ દ્વારા કરાવી દીધું હતું..પોતાનાં ઘરે કોઈએ કંઈક શોધવાનો પ્રયત્ન કર્યો છે એ વાત જાણતો હોવાં છતાં ઓમ એ ઘટનાના ચાર દિવસ પછી પોતાની પત્ની નફીસા સાથે નીકળી પડ્યો ગોવા જવા.

ઓમે ગોવા જતાં પહેલાં પોતાનાં એક મિત્ર નાણાવટી ની મદદ થી એક ખાનગી જાસુસ કમલેશ ને પોતાનાં ઘર ની દેખરેખ રાખવા એપોઈન્ટ કર્યો હતો..કમલેશ ને શું કરવાનું એ સમજાવી ઓમ ને લાગ્યું હવે વધુ ચિંતા કરવાની જરૂર નથી.

ગોવા માં પહોંચ્યા પછી એ લોકો એક ટેક્સી કરી શિવમ રિસોર્ટ પહોંચ્યા..અને ત્યાં જઈને મેનેજર જોડેથી પોતાનાં રૂમ ની ચાવી લઈને પોતાની રૂમ માં પ્રવેશ્યાં..ભુજ થી અમદાવાદ બસ માં અને ત્યાંથી ગોવા ફ્લાઈટ..ગોવા એરપોર્ટથી પાછાં ટેક્સી કરી હોટલ પહોંચવાના લીધે બંને થોડાં થાકી ગયાં હતાં..નીચે જમવા જવાનાં બદલે એમને જમવાનું પોતાની રૂમમાં જ મંગાવી લીધું.

જમીને બંને ફ્રેશ થઈને પથારીમાં લંબાવે છે..ઓમ ને ઊંઘ આવી ગઈ હોય છે અને એ પોતાની આંખો બંધ કરીને સુવાની તૈયારી જ કરતો હોય છે ત્યાં નફીસા એ એનાં ચહેરા પર પોતાનો હાથ હળવેકથી ફેરવ્યો અને કહ્યું.

"Oy.. આમ તારે સુવું જ હતું તો ભુજ ક્યાં ખોટું હતું..તે અહીં ગોવા માં આલીશાન હોટલ ની અંદર આવાં કિંગ સાઈઝ બેડ ઉપર આરામ ફરમાવવા આવ્યો છે..?

નફીસાનો મુલાયમ સ્પર્શ અને એનો કામુક અવાજ સાંભળી ઓમ આવનારી હસીન પળો વિશે વિચારતાં નફીસા ને ચીડવવા બોલ્યો.

"અરે કેટલો મુલાયમ પલંગ છે..કેવી સરસ ઊંઘ આવે.હું સુઈ જાઉં છું અને તું પણ સુઈ જા.."

ઓમ તરફથી આવું વર્તન જોઈ નફીસાનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો પણ એ કંઈ બોલી નહીં અને પડખું ફેરવી સુઈ ગઈ..એનો પારો અત્યારે ચડી ગયો હતો. નફીસા મનોમન બબડી.

"પાછો એવું કહેતો હતો કે હનીમુન માટે જઈએ ગોવા અને મહાશય અહીં આવીને પોતાની ઊંઘ પુરી કરે છે."

ગુસ્સાથી આગબબુલી થયેલી નફીસા ઓમ ને કંઈક કહેવા પડખું ફેરવે છે તો એને જોયું કે ઓમ પોતાની તરફ જોઈ રહ્યો હતો અને એનાં ચહેરા પર નું સ્મિત એ વાતની ચાડી ખાતું હતું કે એને હમણાં જે કર્યું એ પોતાને પજવવા કર્યું હતું.

"શું કહેવું હતું બોલ..?"ઓમે આંખ મીંચકારીને કહ્યું.

"ઓમ.. તું પણ.."આટલું કહી નફીસા ઓમ ને વળગી પડી.

ઓમે પોતાનાં બંને અધરો ને અત્યારે નફીસા નાં શરીર નાં દરેક અંગ પર ફેરવવાનું શરૂ કર્યું..એ જાણતો હતો કે ફીઝીકલ રિલેશનશિપમાં જો ખરી મજા લેવી હોય તો જેમ વાઘ શિકાર કરે એમ કરવું પડે..વાઘ જે રીતે શિકાર ને દોડાવે, એને હંફાવે અને પછી એનો શિકાર થાકે અને એનું લોહી ગરમ થાય ત્યારે જ એક ઝાટકે છેલ્લો વાર કરી દેવાનો.

ઓમ અત્યારે નફીસાની પગની પાનીમાં પોતાનાં હાથનો સુંવાળો સ્પર્શ કરી એને ઉત્તેજિત કરી રહ્યો હતો..ત્યારબાદ એનાં પગનાં અંગુઠાને પોતાનાં મુખ માં લઈને એની ફરતે જીભ ફેરવી એની ઉત્તેજનામાં વધારો કરી એ આગળ વધ્યો.

નફીસા અત્યારે પર્પલ રંગ ની મેક્સિ માં હતી..નફીસા ની મેક્સિ ઉતારી એનાં દેહ ને અર્ધ અનાવૃત કરી દીધી.. ત્યારબાદ એ ઉભો થયો અને ફ્રીઝમાંથી બરફનો ટુકડો લઈ આવ્યો..આ બરફનાં ટુકડાને એને નફીસાની નાભી ફરતે હળવેકથી ગોળ ગોળ ફેરવવાનું શરૂ કર્યું..અત્યારે નફીસા નું શરીર કામોત્તેજના થી એટલું ગરમ થઈ ચૂક્યું હતું કે બરફ પણ એની શરીરની ગરમી થી થોડીવાર માં ઓગળી ગયો.

નફીસા ની બ્રેસિયર ઉતારી ધીરે ધીરે ઓમ આગળ વધી એનાં ઉરોજ પ્રદેશ સુધી પહોંચી ગયો..નફીસા એ એને રોકવાનો કોઈ પ્રયત્ન ના કર્યો બસ આંખો બંધ કરી પલંગ ની ચાદરને પોતાનાં હાથ વડે મસળી એ પોતાની જાતને કન્ટ્રોલ કરી રહી હતી..ઓમ હવે એનાં ઉરોજ સાથે રમી રહ્યો હતો..હવે નફીસા વધુ સમય એની આ હરકતો સામે પોતાની જાત ને સંયમ માં રાખી શકે એમ નહોતી.

જેવો ઓમ એનાં ચહેરા ને ચુમવા આગળ વધ્યો એવો નફીસા એ એને બળપૂર્વક પોતાની નીચે કરી દીધો અને એ ઉપર આવી ગઈ..નફીસા એ પોતાનાં અધરો ને ઓમ નાં અઘરો પર રાખી દીધાં અને પ્રેમ ની પરાકાષ્ઠાએ પહોંચવાનો પ્રથમ પ્રયાસ શરૂ કરી દીધો..ઓમ પણ જાણી ચુક્યો હતો કે હવે નફીસા કેમેય કરી રોકાશે નહીં જ્યાં સુધી એ સંપૂર્ણ તૃપ્ત નહીં થાય.

નફીસા એ પણ ઓમ ને સંપૂર્ણ અનાવૃત કરી દીધો અને પોતે પણ શરીર પર બચેલું રહ્યું સહયું કપડું ઉતારી એની જેમજ નગ્ન થઈ હતી..બસ હવે તોફાન શરૂ થઈ ગયું હતું..હવે એક એવું પુર આવવાનું હતું જેની લપેટમાં બંને તણાઈ જવાનાં હતાં.. મીઠી દર્દભરી સિસકારીઓ અને જાત જાતનાં માદક અવાજથી લગભગ બે કલાક સુધી રૂમનું વાતાવરણ ગુંજતું રહ્યું.

એકબીજાને પરિતૃપ્ત કરી..પ્રેમ ની સાચી પરાકાષ્ઠા સુધી પહોંચીને બંને એ એકબીજાની આંખોમાં જોયું..આંખોની ચમક અને ચહેરા પર ની ખુશી એ વાત નો ગર્ભિત ઈશારો હતી કે આજે એ બંને ને પ્રથમ વખત નાં શારીરિક સંબંધ કરતાં પણ વધુ મજા આવી હતી...આંખો આંખોમાં જ એકબીજાને I LOVE U કહી બંને એકબીજાને એમજ લપાઈને સુઈ ગયાં.

***

સવારે જ્યારે બંનેની આંખ ખુલી ત્યારે એક અલગ જ આનંદ બંનેનાં ચહેરા પર સાફ દેખાઈ રહ્યો હતો..ઓમ બાથરૂમમાં ગયો અને જલ્દી થી શાવર લઈને બહાર આવી ગયો..કપડાં પહેરી ઓમે કહ્યું.

"ડિયર..હું થોડો નાસ્તો લઈને આવું..ત્યાં સુધી તું ફ્રેશ થઈ જા..પછી આપણે ફરવા માટે બહાર જઈએ.."

"Ok સ્વીટહાર્ટ.. by.."ચાદરમાં પોતાનાં અનાવૃત દેહ ને ઢાંકીને બેસેલી નફીસા એ કહ્યું.

રૂમમાંથી નીકળી ઓમ સીધો શિવમ રિસોર્ટનાં લોન્જમાં જઈને બેઠો..ઓમે આમતેમ નજર કરી અને ત્યાંથી પસાર થતાં એક વેઈટર ને બોલાવ્યો.

"હેલ્લો..સર...બોલો શું કામ હતું..?"એ વેઈટરે વિનયપૂર્વક પૂછ્યું.

"અહીંયા નાસ્તામાં ફેમસ શું છે..?"ઓમે સવાલ કર્યો.

"સર..અહીંયા ફેમસમાં તો બહુ બધી આઈટમ છે..ઈંડિયન થી લઈને કોંટીનેન્ટલ.. પણ તમે ગુજરાતી લાગો છો..તો તમારાં માટે હું સેન્ડવીચ ઢોકળાં અને ગરમાગરમ કેસર જલેબી લેતો આવું.."એ વેઈટરે જવાબ આપ્યો.

"ગુડ આઈડિયા..સારું એ લેતો આવ અને એનું બિલ રૂમ નંબર 704 માં એડ કરાવી દે..હું અહીં જ બેઠો છું.."ઓમે કહ્યું.

એ વેઇટરનાં જતાં જ ઓમ કંઈક વિચારવા લાગ્યો..લગભગ દસેક મિનિટમાં એ વેઈટર આવી ગયો..એની હાથમાં બે બેગ હતી..જે ઓમ ને આપતાં એને કહ્યું.

"સર તમારો બ્રેકફાસ્ટ આવી ગયો.."

ઓમે પોતાનાં ખિસ્સામાંથી 500 ની નોટ કાઢી એ વેઈટર ને આપી.500 ની નોટ ખિસ્સામાં સેરવી એ વેઈટરે પૂછ્યું.

"સર બીજું કોઈ કામ હોય તો યાદ કરજો..મારું નામ કેલ્વિન છે.?"

"સારું તો કેલ્વિન અહીં કોઈ સેન્ડી કરી કોઈ માણસ દસ વર્ષ પહેલાં જોબ કરતો હોય એવું યાદ છે..?"ઓમે પૂછ્યું.

ઓમ ની વાત સાંભળી કેલ્વિન મગજ પર થોડું જોર આપી વિચાર્યું..પછી ઓમ નાં સવાલ નો જવાબ આપી કહ્યું.

"ના સર આ રિસોર્ટ ને બને હજુ તો આઠ વર્ષ જ થયાં છે અને હું પ્રથમ દિવસથી જ આ રિસોર્ટમાં કામ કરૂં છું..મને પાકી ખબર છે કે કોઈ સેન્ડી કરીને માણસ આ રિસોર્ટના સ્ટાફમાં ક્યારેય નહોતો."

"Ok.. thanks..."આટલું કહી ઓમ પોતાની રૂમમાં પાછો ફર્યો.

રૂમમાં જઈ ઓમ અને નફીસા એ સાથે નાસ્તો કર્યો અને પછી નીકળી પડ્યાં ગોવાનાં રમણીય બીચો ની મુલાકાતે..પેરાગ્લાયડિંગ,બોટ રેસિંગ,સ્કુબા ડાઈવ ની મજા માણી સાંજે એ બંને બહાર જ રેસ્ટોરેન્ટમાં જમવા આવ્યાં.

રેસ્ટોરેન્ટમાં જ્યારે જમીને ઉભાં થયાં ત્યારે ઓમે વૉશરૂમમાં જઈ કમલેશને કોલ લગાવ્યો અને પૂછ્યું.

"ત્યાં બધું ok છે ને..?

"હા સાહેબ..હું અને મારો સાગરીત ચોવીસ કલાક તમારાં ઘર તરફ નજર રાખીને બેઠાં છીએ પણ કોઈ ફરક્યું નથી.."કમલેશે જવાબ આપ્યો.

"સારું..પણ તમે સહેજ પણ ગાફેલ ના રહેતાં.."આટલું કહી ઓમે કોલ કટ કરી દીધો.

રેસ્ટોરેન્ટમાંથી નીકળી ઓમ અને નફીસા પાછાં શિવમ રિસોર્ટમાં પોતે જ્યાં રોકાયા હતાં એ રૂમ નંબર 704 માં આવ્યાં અને પ્રણય સુખ નો થોડો આનંદ લઈને સુઈ ગયાં.. હવે હનીમુન નું બહાનું કરી ઓમ નફીસા ને અહીં લાવ્યો હતો એટલે કોઈ રાત કોરી તો જાય એવું શક્ય જ નહોતું..!!

આજે સાંજે જ્યારે ગોવાનાં બઝારોમાં નફીસા પોતાનાં માટે કંઈક ખરીદી કરી રહી હતી ત્યારે ઓમે કોઈ કામ નું બહાનું કાઢી કલાક માટે જવાની રજા માંગી..અને આમપણ સ્ત્રીઓ શોપિંગ કરતી હોય ત્યારે એમને કોઈની જરૂર ના પડે એટલે એને ઓમ ને ક્યાં જાય છે ?? અને કેમ જાય છે ..?? એ પૂછવાની પણ તસ્દી ના લીધી.

હકીકતમાં ઓમ કંઈક શોધતો હતો અને કંઈક માહિતી જોઈતી હતી..એ ત્યાંથી ટેક્સી ડ્રાઈવરો ને જઈને મળ્યો અને કંઈક પૂછતાજ કરી..પણ ઓમ ને ત્યાં નિરાશા જ હાથ લાગી..આખરે થોડું ઘણું અહીં તહીં ભટકયાં બાદ એ નફીસા જોડે પહોંચી ગયો.

ઓમ જેવો જ એક ટેક્સી ડ્રાઈવર ને મળીને નીકળ્યો એવો જ એ ડ્રાઈવરે કોઈકને કોલ લગાવ્યો.

"હેલ્લો..ભાઈ..જોની વાત કરું..તમારો શિકાર આવી ગયો છે.."

"તું એની પર નજર રાખ.. હું કાલ રાત સુધીમાં ત્યાં પહોંચી જાઉં છું.."એક તીખો અવાજ સામેથી આવ્યો અને કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો.

***

બીજાં દિવસે પણ ગોવા નાં પ્રખ્યાત બગીચા,બીચ અને ચર્ચ ની મુલાકાત લઈને ઓમ અને નફીસા એ ઘણી મજા કરી..નફીસા અત્યારે ઓમનાં સાનિધ્યમાં ખૂબ જ ખુશ હતી..એની જીંદગી માં ઓમનાં આવ્યાં પછી જે સુખ આવ્યું હતું એ સુખ ની એ કેવળ કલ્પના જ કરી રહી હતી..સામા પક્ષે ઓમ પણ નફીસા જેવી પ્રેમિકા સ્વરૂપ પત્ની ને મેળવી પોતાની જાતને ખુશનસીબ માની રહ્યો હતો.

ઓમ અને નફીસા જ્યાં જ્યાં ફરતાં ત્યાં સેંકડો ફોટો લેતાં.. આ યાદો ને એ કેદ કરી રાખવા માંગતા હતાં.નફીસા ની જાણ બહાર ઓમ કંઈક શોધી રહ્યો હતો જેની નફીસા ને ગંધ પણ નહોતી આવી.

આખો દિવસ ફરવાનો આનંદ લીધાં બાદ એ બંને એ રાતે રિસોર્ટ પર જવાને બદલે નાઈટ આઉટ કર્યું..આખી રાત ફેનીનાં નશામાં અને બીચ ની સુંવાળી માટી નાં સ્પર્શમાં પોતાની રાત પસાર કર્યાં બાદ સવારે પોતાનાં રૂમ પર આવીને બંને સુઈ ગયાં.

બપોરે જમવાનું પતાવી નફીસા એ ઓમ ને કહ્યું કે એ હજુ થોડીક ખરીદી કરવા માંગે છે..પણ ઓમ ને મૂડ નહોતો.ઓમે જોડે આવવાની ના પાડતાં રિસ ચડાવીને નફીસા એકલી નીકળી ગઈ શોપિંગ માટે..ઓમે પણ એને રોકવાની કોશિશ ના કરી કેમકે સ્ત્રીઓ તો જલ્દી રિસાઈ પણ જાય અને જલ્દી માની પણ જાય.

નફીસાનાં જતાં જ ઓમે રૂમ લોક કર્યો અને નિરાંતે સુઈ ગયો..સાંજે જ્યારે પાંચ વાગ્યાંનાં સુમારે એનાં નંબર પર કોઈકનો કોલ આવ્યો એવો જ એ પથારીમાંથી ઉભો થયો અને અધખુલ્લી આંખે ફોન ની સ્ક્રીન તરફ નજર કરી તો jaanu લખેલું હતું..મતલબ કે નફીસાનો કોલ હતો.

નફીસા એ સામેથી કોલ કર્યો એ જોઈ ઓમ ને સ્ત્રીહઠ પર હસવું આવ્યું અને મનોમન એ બોલ્યો.

"આ સ્ત્રીઓ પણ ગજબ છે..તમે મનાવો તો કલાકો વીતી જાય પણ મચક ના આપે અને ના મનાવો તો પોતાની રીતે માની જાય.."

ઓમ હજુ નફીસા ને વધુ હેરાન કરવા માંગતો હતો એટલે એને નફીસા નો કોલ કટ કરી દીધો..કોલ કટ કરતાં ની સાથે જ ફરીવાર રિંગ વાગી પણ ઓમે ફરીવાર હસતાં હસતાં કોલ કટ કરી દીધો..બીજી બે વાર ફરી નફીસાનાં નંબર પરથી કોલ આવ્યો પણ ઓમે કોલ રિસીવ કરવાની જગ્યાએ કોલ ને ડિસ્કનેક્ટ કરી દીધો.

ઓમ ને આવું કરવામાં ખૂબ મજા આવી રહી હતી..હવે નફીસા નો કોલ આવશે તો એ રિસીવ કરશે એવું ઓમ વિચારતો હતો ત્યાં એનાં મોબાઈલમાં whatsup મેસેજ આવ્યો..મેસેજ નફીસાનો હતો..ઓમે whatsup ખોલી મેસેજ જોયો તો એમાં એક ફોટો હતો જેમાં નફીસા ને દોરી થી બાંધવામાં આવી હતી.આ ફોટો જોતાંજ ઓમ ને સમજાઈ ગયું કે નફીસા ને કોઈએ કિડનેપ કરી છે.

ઓમ હજુ એ વિશે વિચારતો જ હતો ત્યાં એનાં મોબાઈલમાં ફરીવાર રીંગ વાગી..કોલ ફરીથી નફીસાનાં નંબર પરથી હતો..આ વખતે એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર ઓમે કોલ રિસીવ કરી લીધો અને મોટાં અવાજે કહ્યું.

"હેલ્લો.એન્ડી..તું નફીસા ને કાંઈ ના કરતો.."

"ઓહ..બહુ ચાલાક નીકળ્યો તું તો..મારું સાચું નામ તને ખબર પડી ગઈ એમજ ને..તો તો ખૂબ સારું કર્યું મારે વધુ માથાકૂટ નહીં કરવી પડે..નફીસા ને તો છોડી દઈશ પણ .."સામેથી અવાજ આવ્યો.

"તું નફીસા ને કંઈપણ ના કરતો.. તારે જે જોઈએ છે એ વસ્તુ મારી પાસે છે..એ પેકેટ જેની તારે જરૂર છે એ મારી જોડે છે..જો નફીસા ને કંઈપણ થયું તો એ પેકેટ વિશે ભૂલી જજે.."ઓમે પણ થોડાં ગુસ્સા સાથે કહ્યું.

"સારું..તો એક કામ કરીએ એક સોદો કરીએ..તું મને એ પેકેટ આપી દે અને હું નફીસા ને સહીસલામત છોડી મુકું..બોલ મંજુર છે.."સામેથી એન્ડી નો અવાજ આવ્યો.

"સારું હું આવી જઈશ પેકેટ લઈને..પણ ક્યાં અને કેટલાં વાગે..?"ઓમે સવાલ કર્યો.

"ગોવા થી પણજી જતાં રસ્તામાં જે બંધ પડેલી કેમિકલ ફેકટરી છે એનાં બેકયાર્ડમાં રાતે 8 વાગે આવી જજે..બીજી એક વાત કે કોઈ પણ જાત ની ચાલાકી કરીશ તો નફીસા ને તું જીવતી નહીં જોઈ શકે..અને તું મારા વિશે હવે જાણી તો ગયો જ હોઈશ કે હું કેટલો ડેન્જરસ છું.."લુચ્ચાઈભર્યું હસતાં એ માણસ બોલ્યો.

"સારું ત્યારે હું મળું 8 વાગે..પણ નફીસા નાં શરીર પર એક નાનકડો ઘા પણ થયો છે ને તો હું તને જીવતો નહીં મુકું.."દાંત કચકચાવીને ઓમ બોલ્યો.

સામેથી એક અટ્ટહાસ્ય સાથે કોલ કટ થઈ ગયો..ફોન ડિસ્કનેક્ટ થતાં જ ઓમે પોતાનો હાથ જોરથી ટેબલ પર પછાડ્યો..નફીસા જોડે પોતે કેમ ના ગયો એનો અત્યારે ઓમ ને પસ્તાવો થઈ રહ્યો હતો..!

સાડા છ વાગ્યાં સુધી ઓમ આગળ શું કરવું એ વિશે મગજ કસી રહ્યો હતો..સાથેસાથે ઓમ એ પણ વિચારતો કે એકરીતે જે થયું એ સારું થયું..કારણકે એ બહાને હવે એન્ડી નામનાં છુપાઈને રહેલાં એ દુશ્મન નો સામી છાતી એ સામનો થવાનો હતો..ઓમે વોશરૂમ માં જઈને ટોયલેટ સીટ ની પાછળની બાજુ ટેપ મારી ચોંટાડેલું એક પેકેટ લીધું અને પોતાની જીન્સની પાછળના પોકેટમાં છુપાવી દીધું.

ત્યારબાદ ઓમે કબાટમાં રાખેલી એક ગન લીધી અને એને પોતાનાં મોજાંમાં સંતાડી દીધી..આ ગન ઓમે ગોવામાં ઉતર્યો એ દિવસે જ ખરીદી હતી.

રૂમ ને લોક કરી ઓમ રિસોર્ટમાંથી બહાર નીકળ્યો અને એ સાથે જ એને પોતાનો મોબાઈલ કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો...સામેથી કોલ રિસીવ થતાં જ ઓમે ઉતાવળાં અવાજે કહ્યું.

"આવી ગયો છે એ..નફીસા એની કેદ માં છે..હું જાઉં છું અત્યારે એની સાથે હિસાબ ચૂકતો કરવા..ગોવા પણજી રોડ પર બંધ પડેલી કેમિકલ ફેકટરીમાં.." આટલું કહી ઓમે કોલ ડિસ્કનેક્ટ કર્યો.

વધુ આવતાં અંકે...

કોણ હતો એન્ડી..?? ઓમ નાં જોડે રહેલાં પેકેટનું રહસ્ય શું હતું..?? ઓમે જતી વખતે કોને કોલ લગાવ્યો હતો..?? ઓમ સુધી એન્ડી કઈ રીતે પહોંચ્યો..?? શું ઓમ નફીસા ને સહીસલામત બચાવી શકશે..?? જાણવા વાંચતા રહો આ થ્રિલર અને સસ્પેન્સ નોવેલ નો નવો ભાગ આવતાં સપ્તાહે.

જેમ જેમ આ નોવેલ આગળ વધી રહી છે એમ એમ વધુ ને વધુ વાંચકો આની સાથે કનેક્ટ થઈ રહ્યાં છે..સસ્પેન્સ નોવેલ લખવાનો મારો આશય આ સાથે પૂર્ણ થતો લાગી રહ્યો છે.

આ નોવેલ અંગે આપનો કોઈપણ અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો..મારી અન્ય નોવેલ બેકફૂટ પંચ અને ડેવિલ એક શૈતાન પણ આપ માતૃભારતી પર વાંચી શકો છો.. ટૂંક સમયમાં એક લઘુ નોવેલ સર્પ પ્રેમ તમારાં માટે લઈને આવીશ.. આભાર..!!

-જતીન.આર.પટેલ (શિવાય)