chalo kudrtni kedia 1 in Gujarati Magazine by rajesh baraiya books and stories PDF | ચાલો કુદરતની કેડીએ ભાગ 1

Featured Books
Categories
Share

ચાલો કુદરતની કેડીએ ભાગ 1

                    *પર્યાવરણ અને ધર્મ*
           
            આપણી પરંપરા એમ બતાવે છે કે આ પ્રજાતિઓ પ્રકૃતિનું એક મહત્વનું અંગ હતું. અને માનવીને પ્રકૃતિ સાથે ગાઢ પ્રેમ હતો. પણ આધુનિક વિજ્ઞાનનો જ્યારે આપણી સંસ્કૃતિમાં વિકાસ થયો ત્યારથી પ્રકૃતિના શોષવા તરીકે અને આપણી સંસ્કૃતિની સંરક્ષણના અનેક પાસા પર પ્રભાવ ઓછો થયો.

પ્રકૃતિ પર આપણે એટલો બધો આધાર રાખીએ કે પુથ્વીના પર્યાવરણીય સંસાધનોનું રક્ષણ કર્યા વગર આપણે જીવી શકીએ નહીં. એટલે આપણી સંસ્કૃતિમાં પર્યાવરણને "પ્રકૃતિ માતા" તરીકે ઓળખીએ છીએ. અને પ્રકૃતિ રક્ષણ અને આદર કરવો એ આપણી આજીવિકાની રક્ષા માટે ખૂબ જરૂરી છે.

આપણી કથાઓ અને વાર્તાઓ, પુરાણો અને પ્રસંગોમાં પર્યાવરણનું જતન કરવા પેરણા તરફ ઇશારો કરે છે. આપણી ધાર્મિક વિધિઓ અને રોજિંદા કાર્યોમાં પણ પ્રાણી તેમજ પર્યાવરણ વણી લેવામા આવ્યું છે. દરેક ધર્મમાં એક જ વાત કહી જીવ માત્રની રક્ષા કરવાનું અને પંચમહાભૂતનું રક્ષણ કરવનો સંદેશ આપે છે.

આપણે દરેક કુદરતી પરિબળોના રક્ષણ કરીએ તે માટે આપણા શસ્ત્રોએ દેવી -દેવતાઓનું સ્વરૂપ આપ્યું છે. વાયુના પવન દેવ, જળના વરૂણ દેવ, જંગલના વનદેવ, પૃથ્વી માટે ધરતીમાં, સમુદ્રના દરિયાલાલ આવું દરેક ધર્મમાં સ્વરૂપ આપી પર્યાવરણ સંરક્ષણની વાત કહી છે.

ભારતીય ગ્રંથોમાં હાથીનો સંબંધ ગણેશ સાથે, ગજાનનનો ઉંદર સાથે, વિષ્ણુનો સંબંધ ગરુડ સાથે, આપણે જાણીએ છીએ રામાયણમાં રામને સહાયક વાનરસેના હતી. સૂર્યની સવારી ઘોડાવાળો રથ, દુર્ગાનો સિંહ સાથે, કૃષ્ણ સાથે ગાય, શિવ સાથે નંદી અને સાપ, સરસ્વતી સાથે હંસ એવી રીતે એકબીજા દેવતા સાથે આ પ્રકૃતિના દરેક તત્વ સાંકળી લેવામાં આવેલા છે.

રામાયણમાં ગરૂડ, હનુમાનજી, રામસેતુ સમયે ખિસકોલી વગેરે પ્રાણી પક્ષીએ રામની મદદ કરેલ. ગાયને પવિત્ર ગણી છે, ગાયનું દૂધ, ગૌમૂત્ર ખુબ ફાયદા કારક છે. ગાય પૂજ્ય ગણાય છે. ગીતામાં ભગવાને વૃક્ષમાં પીપળો, પ્રાણીમાં સિંહ અને પક્ષીમાં ગરૂડનો ઉલેખ કર્યો છે. આપણે નાગ પંચમીના દિવસે નાગની પૂજા કરીએ છીએ. ભગવાન શંકર ગળામાં સાપ ધારણ કરે છે, અસવારી નંદી ની કરે છે.

વડલાની પૂજા વટસાવિત્રીના વ્રત સાથે જોડી, તો પિતૃ તર્પણમાં કાગ વાસ નાખીએ છીએ. હા પીપળામાં પાણી રેડીએ છીએ તો એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. આપણે ત્યાં પહેલા પરંપરા હતી ગામડામાં હજુ થોડા અંશે બચી છે કે ગાય અને કૂતરા માટે છાનકી બનાવતા. ખેતીનો પેલો ચાસ પક્ષી માટે કાંગ વાવતાને ધરતીનું પુંજન કરતા.

આપણે ભગવાન વિષ્ણુના અવતાર જોઈએ તો નૃસિંહ અવતારમાં સિંહ, મત્સ્ય અવતાર માછલી, વરાહ અવતાર ભુંડ, કૃમા અવતાર કાચબો અને હાયગ્રીવ અવતાર ઘોડો તેમજ વનસ્પતિ માટે ભગવાન ધનવંતરી પણ અવતાર છે. પાણીનું જતન કરવા નદીઓને માતા કહી છે.ગંગા પવિત્ર નદી છે. જૈન અને બુધ્ધ,હિન્દુ, ખીસ્તી વગેરે ધર્મ કોઈ પણ હોઈ દરેકમાં પર્યાવરણ રક્ષણ તરફ સંદેશ હોય છે. 

આપણે રાષ્ટ્રી પ્રાણી, પક્ષી, વનસ્પતિ પણ છે તો રાજ્ય વાર પણ છે. આપણા જ દેશમાં નહીં દરેક દેશમાં અને તેના ધર્મમાં કોઈને કોઈ પ્રાણી પક્ષી કે વનસ્પતિ પવિત્ર ગણવામાં આવે છે અને એની પૂજા થાય. વિશ્વ પંચમહાભૂત તત્વનું બનેલ છે. આ દરેક તત્વ પર જ માનવનું જીવન નભે છે. આમાથી કોઈ પણ તત્વને અભડાવા નહીં દઉં, તેવી પ્રતિજ્ઞા કરીએ અને તેમનું પાલન કરીએ.


દુ:ખ એ વાતનું છે કે,

આપણે સ્વાર્થી છીએ. 

વેદના એ છે કે આપણે પ્રકૃતિના,

પતન તરફ જઈ રહ્યા છીએ. 

વાસ્તવિકતા એ છે કે, 

આપણે, પ્રકૃતિનાં એક અંશ છીએ.

તો આ ખોટા રસ્તેથી પાછું વળી,

જઈ પ્રકૃતિનું જતન કરવું,

એ જ આપણો ધર્મ છે .

- રાજેશ બારૈયા "વનવાસી "
vanwasi.rajesh@gmail.com